Thursday, 3 December 2015

[amdavadis4ever] ઇસ્લામિક સ ્ટેટ વિશ્વય ુદ્ધ નોતરશે ? (રેડ રોઝ)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ફ્રાન્સનાં પાટનગર પેરિસમાં થયેલા આતંકવાદી હુમલાએ આખા યુરોપ અને અમેરિકાને ફરી સ્તબ્ધ કરી દીધા છે. સીરિયા અને ઈરાકમાં કાર્યરત એવા ઇસ્લામિક સ્ટેટ નામનાં સંગઠને આ લોહિયાળ કૃત્ય એ વખતે કર્યું છે જ્યારે આઈએસના ત્રાસથી નાસી છૂટેલા લાખ્ખો શરણાર્થીઓ યુરોપમાં આશ્રમ લેવા પ્રયાસ કરી રહ્યા છે. મુશ્કેલી બે બાજુએથી છે. એક શક એવો છે કે આઈએસના આતંકવાદીઓ શરણાર્થીઓમાં ભળી જઈ શરણાર્થીના સ્વરૂપમાં યુરોપમાં પ્રવેશી રહ્યા છે. આ શરણાર્થીઓને માનવતાનાં ધોરણે ફ્રાન્સ, જર્મની જેવા દેશો શરણ આપવાના નિયમનો હળવા કરી રહ્યા હતા ત્યારે જ પેરિસમાં આ આતંકવાદી હુમલો થતાં જે સાચા શરણાર્થીઓ છે તેમના માટે પ્રવેશબંધી પણ હવે થઈ શકે છે. પેરિસ પરનો હુમલો જોતાં હવે ભારતે પણ સતર્ક રહેવું પડશે. કાશ્મીરમાં આઈએસના ઝંડા લહેરાઈ ચૂક્યા છે. ઈસ્લામિક સ્ટેટના આ કૃત્યો વિશ્વયુદ્ધ
પણ છેડી શકે છે. તુર્કીમાં રશિયન વિમાનને તોડી પડાયા બાદ પરિસ્થિતિ વણસી છે. સીરિયા, ઈરાક, યમન અને અફઘાનિસ્તાનમાં ચાલી રહેલા આંતરિક નાગરિક યુદ્ધને કારણે સહુથી વધુ કોઈ પરેશાન હોય તો તે યુરોપ છે. આ દેશોમાં ઇસ્લામિક સ્ટેટ તથા તાલીબાનીઓ જેમાં આતંકવાદી સંગઠનો દ્વારા ચાલતા હિંસક અત્યાચારથી બચવા લાખો લોકો હિજરત કરી યુરોપિયન દેશોમાં ગેરકાયદે પ્રવેશવા અનેક જોખમો ઉઠાવી રહ્યા છે, આવા હિજરતીઓની સંખ્યા એટલી બધી છે કે, તેમને જેલોમાં પૂરી શકાય તેમ નથી, પરિણામે યુરોપિયન દેશોએ ભેગા મળી તે બધા હિજરતીઓ પૈકી કેટલાને રાજ્યાશ્રય આપવો અને કોની કેટલી જવાબદારી તે નક્કી કરવા બેઠકો કરવી પડી છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment