Thursday, 3 December 2015

[amdavadis4ever] મેનેજમેન્ટન ા વૈજ્ઞાનિક સિદ્ધાંતો દ્ વારા ઉકેલી શ કાય છે અનેક અણધારી સમસ્ય ાઓ........ -N Raghuraman

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મેનેજમેન્ટના વૈજ્ઞાનિક સિદ્ધાંતો દ્વારા ઉકેલી શકાય છે અનેક અણધારી સમસ્યાઓ
એક પીડાદાયક ઘટનામાં મિઠાઇની દુકાનના 23 વર્ષીય માલિક શ્રવણ ચૌધરી પિતા બન્યાના બે સપ્તાહ પછી જીવ ગુમાવી બેઠાં. 26 નવેમ્બરે પુણેની એક સડપ પર સવારે 5 વાગ્યે મેનહોલના ખુલ્લાં ઢાંકણાં સાથે ટકરાઇને તેમની બાઇકે સંતુલન ગુમાવી દીધું હતું અને પૂરઝડપે જતી બાઇક પડવાથી તેમને માથામાં ગંભીર ઇજા આવી હતી.મોડી રાત્રે પોલીસે સિવિક કોન્ટ્રાક્ટર વિરુદ્ધ બેદરકારીને કારણે મૃત્યુનો કેસ દાખલ કર્યો. બીજે દિવસે શહેરના લોકો ઘટના વિશે ભૂલી ગયાં, કારણ કે પુણેની સડકો પરની દુર્ઘટનાઓ એટલી જ સામાન્ય છે, જેટલું રાત્રે ભોજન માટે શાકભાજી અથવા અન્ય ઉપયોગી વસ્તુઓ ખરીદવી. પોલીસ મહાનગર પાલિકાને દોષ આપે છે,પાલિકા વિજળી, ટેલિફોન અને પોતાની ગટર વ્યવસ્થાને દોષ આપે છે અને આ વિભાગ કોઇ અન્ય અજ્ઞાત કારણોસર રાજ્યના પરિવન વિભાગને દોષી ઠેરવે છે. છેલ્લે એક વિભાગથી અન્ય વિભાગના આંટાફેરા ખાઇને ફાઇલ પોતે જ ઉચાટ પામી જાય છે અને ફાઇલ જર્જરિત થઇ ગયા બાદ કેસ રફેદફે થઇ જાય છે. અને પછી કોઇ અન્ય ફાઇલ તેવા જ આંટા ખાવા માટે અને તેવું પરિણામ પામવા માટે ખુલે છે.

પરંતુ હવે એવું નહીં થાય. ચૌધરીના મૃત્યુ પછી થયેલી ઘોર નિંદા બાદ પુણે મહાનગર પાલિક ન માત્ર શહેરના મેનહોલની સમીક્ષા કરવા માટે મજબૂર થઇ પરંતુ બધાં સંબંધિત અધિકારીઓને આવી ઘટનાઓ સાથે નિપટવા માટે સમન્વિત રસ્તો અપનાવવાની વાત કરી છે. હવે પુણે ટ્રાફિક પોલીસની પહેલ દ્વારા મહાનગર પાલિકા સાથે મળીને 'દુર્ઘટના રોકથામ પ્રકોષ્ઠ' બનાવાઇ રહ્યો છે. આના દ્વારા તે અન્ય વિભાગો સાથે પણ જોડાશે.  ટ્રાફિક પોલીસના અધિકારીઓએ અનુભવ્યું કે દુર્ઘટનાનું તેમનું વર્ગીકરણ ઘાતક અને ઘાયલ કરનારાઓથી આગળ જઇને કારણ સુધી પહોંચવું જોઇએ. હવે નવા પ્રકોષ્ઠનું કામ આવી દુર્ઘટના પર ધ્યાન આપવાનું છે. તેઓ પાલિકા એન્જિનિયરોને સાથે લઇને કારણોના આધારોનું વર્ગીકરણ કરશે. યોગ્ય કારણની તપાસ કરવા માટે ટ્રાફિક પોલીસના ઉપાધ્યક્ષ અને પાલિકાના અન્ય વિભાગો પોતાનું યોગદાન આપશે.

દેશની મોટાભાગની આ પ્રકારની દુર્ઘટનાઓ આધારભૂત ઢાંચા સાથે સંબંધિત છે. જો કે યોગ્ય પ્રક્રિયાના અભાવને કારણે પૂરતો ડેટા ઉપલબ્ધ નથી. વિજળીના ખુલ્લાતારનું સડક પર પડ્યું હોવું, ડિવાઇટર તૂટલું હોવું, મેનહોલનું ઢાંકણું ન હોવું અથવા ખુલ્લું હોવુથી માંડીને સ્ટ્રીટલાઇટનું બંધ હોવું જેવા ઘણાં કારણો હોઇ શકે છે. ક્યારેક તો સ્પીડબ્રેકર પર પેઇન્ટ ન કર્યો હોવાથી પણ દુર્ઘટનાઓ થઇ છે. હવે દુર્ઘટના પછી પરસ્પર દોષારોપણ કરવાની જગ્યાએ પ્રકોષ્ઠથી જોડાયેલા અધિકારી જ્યાં ખામી ત્યાં જઇ તેનું નિરીક્ષણ કરી સંબંધિત વિભાગને તરત ખામી દૂર કરવા માટે નિર્દેશ કરશે. અત્યારે એવું થાય છે કે જો મેનહોલ ખુલ્લો હોય તો દરેકને એવું લાગે છે કે તે પાલિકાનું કામ છે. પાલિકાને આ કામ ગટર વ્યવસ્થાપનનું અને તેઓ જળપૂર્તિ વિભાગનું અને તેઓ આ કામને છેલ્લે લોકનિર્માણ વિભાગની સમસ્યા માને છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment