Thursday, 3 December 2015

[amdavadis4ever] એમને પડકારત ા નહોતા ત્યા ં સુધી અસહિ ષ્ણુતા નહોતી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પરણ્યાં ત્યારથી પેલી રોજ પોતાના પતિને મહેણાંટોણાં માર્યા કરતી. આજે આ કારણસર તો કાલે પેલા કારણસર. પતિ બિચારો સારા સ્વભાવનો. હશે, જવા દો એવું વિચારીને ચૂપચાપ પેલીનો કકળાટ સહન કરતો રહ્યો. વર્ષો વીતી ગયાં. એક દિવસ સાંજે શાક માર્કેટમાંથી પાછા ફરતાં રિક્ષામાંથી બેઉ નીચે ઊતર્યાં ત્યારે પતિ પાસે રિક્ષાવાળાને આપવા માટે છૂટા પૈસા નહોતા, સોની નોટ હતી. પત્ની વિફરી. તમે સાવ બેદરકાર છો, એટલીય અક્કલ નથી કે પૂરતું પરચૂરણ લઈને ઘરની બહાર નીકળીએ. પતિએ કહ્યું કે હું ઉપર જઈને લઈ આવું છું. પણ પત્નીની રાડારાડ ચાલુ જ રહી, ચાલુ જ રહી. એકાએક શું થયું કે પતિએ બેઉ હાથમાંની શાકની થેલીઓ તો જમીન પર ઘા કરીને પત્નીને સંભળાવવાનું શરૂ કર્યું. હું બોલતો નથી ત્યાં સુધી. શાક લાવવાની ફરજ તારી છે કે મારી? હું આખો દિવસ નોકરી કરીને ઘરે પગ મૂકું ત્યારે ચાનો કપ ધરવાને બદલે મને શાક લેવા ઘસડી જાય છે અને થેેલીઓ ઊંચકતાં શું જોર આવે છે. રોજ રોજ તારી આ જ રામાયણ હોય છે. વર્ષોથી સહન કરતો આવ્યો છું. હું બોલતો નથી એટલે ચડી વાગી છે. ખબરદાર, જો હવે મારી સાથે આવું વર્તન કર્યું છે તો.

પતિનો આક્રોશ સાંભળીને બિલ્ડિંગના લોકો, રસ્તે જતા આવતા માણસો બધા ભેગા થઈ ગયા. કોઈએ હિંમત કરીને આગળ આવીને પત્નીને પૂછયું પણ ખરું, 'બહેન, આ તમારા પતિને શું થઈ ગયું છે?'

પત્ની બોલી: 'એ અસહિષ્ણુ થઈ ગયા છે?'

ભારતમાં અસહિષ્ણુતા ફેલાઈ ગઈ છે એવું લાગવા પાછળનું ખરું કારણ આ છે. ૧૯૯૨માં બાબરી તૂટ્યા પછી આ લોકોએ ખૂબ કકળાટ કર્યો. કોઈએ એમને પડકાર્યા નહીં. ૨૦૦૨માં ગોધરા હિંદુ હત્યાકાંડ પછીના રમખાણો વખતે આ લોકોએ એના કરતાં વધારે કકળાટ કર્યો. પણ કોઈએ એમને પડકાર્યા નહીં. સોનિયા ગાંધીને વડા પ્રધાન બનાવવા માટે આ લોકોએ ખૂબ પ્રયત્નો કર્યા પણ ના બનાવી શક્યા. એ વખતે પણ તેઓએ ખૂબ કકળાટ

કર્યો. ભાગ્યે જ કોઈએ એમને પડકાર્યા. અત્યાર સુધી અનેક મુદ્દાઓ પર તેઓ કકળાટ કરતા રહ્યા. ડાંગમાં મિશનરીઓ સામે કે ખ્રિસ્તીઓ સામે 'જુલમ' થાય છે. ત્યાંથી શરૂ કરીને એમ.એફ. હુસૈનને શું કામ હિન્દુ દેવીઓનાં નાગાં ચિત્રો બનાવવાની છૂટ નથી મળતી એવા ડઝનબંધ મુદ્દાઓને લઈને તેઓ નિયમિતરૂપ કકળાટ કરતા રહ્યા. એમને કોઈ પડકારતું નહોતું. ક્યારેક કોઈ છૂટાછવાયાં માણસો એમને પડકાર ફેંકે તો એવી નાની મોટી તણખા જેવી આગને ફૂંક મારીને બુઝાવી નાખવામાં આવતી. મીડિયા ઓલમોસ્ટ આખું એની આગળ નાકલીટી તાણતું અને સોશ્યલ મીડિયાનો ઉદય થવો હજુ બાકી હતો. ઈવન સોશ્યલ મીડિયાના આગમન પછી આ જ લોકોએ એના પર કબજો જમાવી દીધો અને એમને પડકારવા જતાં કોઈપણ માણસને ટપલાં મારીને બેસાડી દેવામાં આવતો.

ભલું થજો મોદીનું કે એમના દિલ્હીવિજય પછી એક આખો નવો જુવાળ શરૂ થયો. મોદી સી.એમ. હતા ત્યારે, ગુજરાતનાં રમખાણો વખતે અને તે પછી મોદીને હાલતાંચાલતાં લપડાક મારનારાઓ પણ મોદીની વધતી જતી લોકપ્રિયતાને જોઈને ચક્કર ખાઈ ગયા. મોદીની સામે પડવા કરતાં એમનો સાથ આપવામાં પોતાની ભલાઈ છે એવું સમજાઈ જતાં તેઓ સમયસર ચેતી ગયાં.

જે મુદ્દો હાથમાં આવ્યો તે મુદ્દે આ દેશની બહુમતી પ્રજાને ઝૂડયા કરતા લોકોને પડકારવાવાળું કોઈ હતું નહીં અત્યાર સુધી, અને કોઈ પડકારતું તો તેનો અવાજ રૂંધી નાખવામાં આવતો. પણ હવે એવો જુવાળ ઊભો થયો છે કે એ અવાજને રૂંધી નાખવાનું એમના માટે શક્ય નથી. પાણીના રેલાને રોકી શકાય, સુનામીને કેવી રીતે રોકી શકો તમે, હવે એમને સામે જડબાતોડ જવાબ મળવા માંડ્યો છે. મૌનને નબળાઈ સમજી બેસનારા લોકો આપણી સહનશીલતાની કસોટી કરતા રહ્યા અને હવે જ્યારે આપણે દરેક મુદ્દે જડબાતોડ જવાબ આપવા માંડ્યો છે ત્યારે એમને આપણે અસહિષ્ણુ લાગવા માંડીએ છીએ. જો આ લોકોને આપણે પડકારતા ન હોત તો એમણે અસહિષ્ણુતાનો મુદ્દો ઉઠાવ્યો જ ન હોત.

બીજું એક મોટું કારણ એ કે એમની મસમોટી એન.જી.ઓ.ઝને સરકારે દાટા મારી દીધા છે. ગ્રીનપીસ સહિતની તોતિંગ એન.જી.ઓ.ઝથી માંડીને બીજી નાની-મોટી ચિરકુટ - તમામ એન.જી.ઓ.ઝનું હજારો કરોડો રૂપિયાનું ફોરેન ફન્ડિંગ આવતું બંધ થઈ ગયું છે. ભારતને અસ્થિર કરવા, ભારતનો વિકાસ રોકવા, ભારતને બદનામ કરવા વિદેશી તાકાતો આ એન.જી.ઓ.ઝ દ્વારા પોતાનો સ્વાર્થ સિદ્ધ કરતા. આજે જેઓ અસહિષ્ણુતાના મુદ્દે કાગારોળ મચાવે છે. એમાંના કેટલાય લોકો (મોટાભાગે જેમનાં નામ આમ જનતા માટે અજાણ્યાં છે એવા લોકો) આ વિદેશી ધર્માદાની મલાઈ ચાટીને તગડા થયેલા છે. આ બધાનો ગરાસ અત્યારે લૂંટાઈ ગયો છે અને જતે દહાડે એમણે રીતસર શકોરું લઈને ફૂટપાથ પર બેસવાના દહાડા આવશે.

તમે મને કહો કે છેલ્લાં દોઢ વરસમાં એવું તે શું થયું કે આ ગણ્યાગાંઠ્યા આર્ટિસ્ટો, ફિલ્મકારો વગેરેને લાગવા માંડ્યું કે એમની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર કાપ મુકાઈ ગયો? મોદી સરકારે એવું તે શું કર્યું કે આ બધાને ભારતમાં ગૂંગળામણ થવા માંડી? આ બૌદ્ધિકો પાસેથી કયા હક્કો છિનવી લેવામાં આવ્યા? એમની કઈ રોજીરોટીને આ સરકારે ઝૂંટવી લીધી? કૉંગ્રેસના રાજમાં તેઓ જેટલા સુરક્ષિત હતા તેટલા જ અત્યારે પણ છે, કદાચ વધારે કારણ કે કોમી રમખાણો સૌથી વધારે, કૉંગ્રેસી વડા પ્રધાનો હતા ત્યારે જ આ દેશમાં થયાં છે. કૉંગ્રેસના રાજમાં જેમ તેઓ પોતાનો મત છૂટથી વ્યક્ત કરી શકતા હતા એટલા જ મોકળા મને અત્યારે પણ બોલી શકે છે, કદાચ વધારે કારણ કે તે વખતે તો કૉંગ્રેસ સરકારની નારાજગી વહોરી લેવાનો ભય હતો, અત્યારની સરકાર એવી ક્ધિનાખોર નથી તો પછી થયું શું કે એમને એકાએક અસહિષ્ણુતાની ગરમી દઝાડવા માંડી?

હવે તેઓની તદ્દન બોદી-પોકળ દલીલોને પડકારવામાં આવે છે. હવે તેઓના વિકૃત તર્કભરેલી આર્ગ્યુમેન્ટ્સ પાછળના સત્યને ખુલ્લું કરવામાં આવે છે. હવે એમની બનાવટી આંકડાબાજીના વહેણમાં તણાઈ જવાને બદલે હકીકતો સુધી પહોંચીને મેળવેલી વિગતો લોકો સુધી પહોંચાડવામાં આવે છે. જે કામ હકીકતમાં નહેરુના શાસનના આરંભકાળમાં થવું જોઈતું હતું તે અત્યારે, મોદીના શાસનકાળના આરંભે થઈ રહ્યું છે. ખેર, દેર આયે દુરસ્ત આયે. સાઠ વર્ષ પહેલાં જ જો આ કામ શરૂ થઈ ગયું હોત તો આવી નોબત ન આવી હોત. કે જે ને તે પોતાના દેશનું જ ખાઈને પોતાના દેશનું ખોદતો થઈ જાય.

આમિર ખાન કહે છે કે પોતે જે કંઈ કહ્યું તેની સામે ફૂટી નીકળેલી પ્રતિક્રિયા જ બતાવે છે કે આ દેશના લોકો કેટલા ઈન્ટોલરન્ટ છે. આમિર ખાન, ભૈલા તું આ રીતે પ્રજાની આંખમાં ધૂળ નાખવાની કોશિશ નહીં કર. અમને ખબર છે કે મોદીને અમેરિકન વિઝા ન મળ્યા ત્યારે ૨૦૦૫ની સાલમાં રાજ્યસભામાં ડૉ. મનમોહન સિંહે જે નિવેદન આપ્યું તે વખતે તમે શું ખેલ કર્યા હતા. મોદી વિરુદ્ધના જાહેરપત્રમાં બસોથી વધુ ઝનૂની અને ત્રાસવાદી સેક્યુલરોની સહી હતી જેમાં ઉપરથી બીજું જ નામ 'આમિર ખાન, અભિનેતા'નું હતું. એ આમિર ખાન તમે જ કે પછી બીજું કોઈ? દેશની પ્રજા જાણે છે કે તમે પણ ગુજરાતને મામલે મોદીને ફટકારવામાંથી બાકી નથી રહ્યા. પણ ૨૦૦૫માં તમારો એટલો મોટો વિરોધ નહોતો થયો જેટલો થવો જોઈતો હતો. તમારા વિરોધીઓ ચૂપ રહે, તમે એમનાં લૂગડાં ઉતારો છતાં તેઓ કંઈ ન બોલે ત્યારે જ તેઓ અસહિષ્ણુ અને જેવા તેઓ પોતાનું ચીરહરણ થતું રોકવાની કોશિશ કરે કે તરત તમારા માટે તેઓ અસહિષ્ણુ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment