Thursday, 3 December 2015

[amdavadis4ever] ઝળહળતી કા રકિર્દી બન ાવવા સાથે સાવચેત રહો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક નાની કંપનીનો એકિઝક્યુટિવ અર્પણ પોતાની કંપનીને આગળ ધપાવવા જે કંઈ કરવું પડે તે કરી ચૂક્યો હતો. તે નવી તક શોધવા તલપાપડ હતો. આખરે તેને એક મલ્ટિનેશનલ કંપનીમાં જોબ મળ્યો. 

નવી કંપનીમાં કામ કરવાનું હોય ત્યારે સ્વાભાવિક રીતે વ્યક્તિ ઉત્સાહથી થનગનતી હોય. કંપનીની ટીમ નવી હોય એટલે વધુ જવાબદારી સ્વીકારીને પોતાની ક્ષમતા, સર્જનાત્મકતા પ્રમાણે કામ કરે છે. આમ કરતી વખતે તેઓ એક ભૂલ કરે છે કે અતિઉત્સાહમાં આવી જઈને અવાસ્તવિક લક્ષ્યાંક નક્કી કરતા હોય છે. તેઓ લક્ષ્યાંક સિદ્ધ કરવામાં નિષ્ફળ જાય તો સહકર્મચારી કે પોતાના વિભાગમાં હાથ નીચે કામ કરતા કર્મચારીઓની ટીકા-ટિપ્પણીનો ભોગ બને છે. કોઈવાર તેમના સિનિયરો પણ તેમની કોઈ બાબતે ટીકા કરતા થઈ જાય છે. 

આવી પરિસ્થિતિ કેવી રીતે ઊભી થાય છે કે થઈ શકે ? એક કંપનીના ડિરેક્ટર કહે છે કે કંપનીમાં જોડાતા નવાસવા કર્મચારીઓ શરૂઆતમાં વધારાનું કામ હાથ પર લે છે. એમાં થાય છે એવું કે મેનેજમેન્ટને લાગે છે કે એ કર્મચારી પોતાના કામ પ્રત્યે સંનિષ્ઠ અને સમર્પિત છે. એટલે કામ કર્યા પછી જે જરા રિલેક્સ થતો હોય તેવામાં તેની ટીકા થવા માંડે છે, જેને એક અનિચ્છનીય બાબત ગણી શકાય. આ તબક્કે ઘણાં એવું માની લે છે કે તેને કામ કરવામાં અથવા નવું કશું શીખવામાં રસ નથી. આવું બનતાં કર્મચારી પર તેની પ્રતિકૂળ અસર પડે છે. 

પોતા માટે ઉચ્ચ લક્ષ્યાંક નક્કી કરવા જશો તો લાંબા ગાળે તે જે તે કર્મચારીના ગળામાં ભેરવાઈ જશે. એટલું જ અન્યોની ટીકાનો ભોગ બનવાની શક્યતા વધી જશે. ઉપરાંત કર્મચારીને કામ કરવામાં કોઈ રસ ન હોવાનું કંપનીના વહીવટકર્તાઓ માની બેસે છે. એક વીમા કંપનીના ફાઈનાન્શિયલ સર્વિસ સેન્ટરના ઉચ્ચ હોદ્દેદાર કહે છે કે વ્યક્તિ જ્યારે હદ બહારનું કામ કરે ત્યારે સંતોષ અનુભવીને રિલેકસ કરવાને બદલે પોતાને જ દોષી માને છે. આવા લોકો પોતાનું કામ કરવાને બદલે બીજાઓને વધુ કામ કરવા પ્રેરતા હોય છે. કેટલાકને જરૂર ન હોવા છતાં વધુ કામ કરવાની આદત હોય છે. ઘણું કરીને તેઓ બીજા પર પોતાનો પ્રભાવ પાડવા આવું કરતા હોય છે. તેઓ એ ભૂલી જાય છે કે પોતે જ પોતા પર જુલમ કરી રહ્યા છે. આખરે તો તેમને જ સહન કરવાનો વારો આવે છે. એટલે જ ટીમ મેનેજરોએ અન્યોના લેવલે કામગીરી કરવી જોઈએ. 

એક વાત કહી શકાય તેમ છે કે દરેકના વ્યાવસાયિક અને પારિવારિક જીવનમાં સારો અને નરસો સમય આવતો જ હોય છે. એવા વખતે માનસિક સંતુલન જાળવી રાખવાનું જરૂરી છે. કેટલીક કંપનીઓ ખરાબ સમય દરમિયાન પોતાના કર્મચારીઓ પર દબાણ લાવતી નથી. કેટલાક એ સમય દરમિયાન રિલેક્સ કરતા હોય છે. કંપનીઓએ પોતાના દરેક કર્મચારીની લાઈફ સાયકલ તરફ નજર નાખવી જોઈએ. 

આ માટે એક દાખલો આપું તો ક્રિકેટપ્રેમીઓને પોતાના માનીતા ખેલાડીઓની શ્રેષ્ઠ ઈનિંગ્સ યાદ રહે છે. તેઓ કેટલી મેચ રમ્યા તેના પર તેઓ ધ્યાન આપતા નથી હોતા. એવી જ રીતે વ્યાવસાયિક જીવનમાં પણ બનતું હોય છે. જો કે, આ સૅન્ટિમેન્ટ બધી કંપનીમાં જોવા નથી મળતું. એટલે કર્મચારીઓએ પોતાની કામગીરી પર સતત ધ્યાન આપવું જોઈએ. તેમના પરફોર્મન્સમાં કચાશ આવતાં મેનેજમેન્ટ તેની ટીકા કરનારાની વાતો પર ધ્યાન આપવા લાગે છે. નવી કંપનીમાં જોડાયેલી વ્યક્તિ પહેલાની ટીમના સભ્યો કરતાં વધુ કામ કરવા માંડે તો બીજાઓ તેને ખતરા તરીકે જોતા હોય છે. આખરે ટીમ સ્પિરિટ ઘટે છે. બીજાઓ એમ માનવા લાગે છે કે તે કામ કરે છે તો તેને કરવા દો આપણું શું જાય છે બે કામ ઓછા કરશું તો. આવું માનનારા એ સમજતા નથી હોતા કે તેમના નિષ્ક્રિય રહેવાથી કંપનીને નુકસાન થતું હોય છે જે આગળ જતાં વ્યક્તિગત નુકસાનમાં પરિણમતું હોય છે. નવી કંપનીમાં જોડાતાં પહેલાં અને કામગીરી શરૂ કરતાં પહેલાંનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે શરૂઆતમાં કામગીરીમાં સાતત્ય જાળવી રાખવું જોઈએ. એકવાર કંપનીની કામગીરીથી પરિચિત થયા પછી ખૂબવિચારપૂર્વક બીજી જવાબદારી લેવી જોઈએ. એ પણ અંગત અને પ્રૉફેશનલ જીવનમાં સંતુલન જાળવી રાખીને. કોઈ પણ પોતાની કામગીરી માટેનાં ઉચ્ચ લક્ષ્યાંક નક્કી કરીને ત્યાં સુધી પહોંચે તો પ્રગતિ કરી જ શકે છે એ બાબતે બેમત નથી. એમાં તેનો વ્યકિતગત વિકાસ થવાની સાથોસાથ તે જે ટીમ સાથે કામ કરતી હોય તેનો પણ વિકાસ થવો જોઈએ

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment