Friday, 4 December 2015

[amdavadis4ever] ટેક્નોલોજી દ્વારા લાવી શકાય છે સામા જિક પરિવર્તન

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ટેક્નોલોજી દ્વારા લાવી શકાય છે સામાજિક પરિવર્તન

નવા બનેલા રાજ્ય તેલંગાણાના નલગોન્ડા જિલ્લામાં કોયલાગુડમ ગામમાં ઇકડ સાડી બનાવનારા લોકો પણ આમાથી બાકાત નથી. તેઓ પણ આ સમસ્યાથી ઝઝૂમતા હતા, પરંતુ હવે નહી. તેમના સંગઠન 'કોયલાગુડમ હેન્ડલૂમ વીવર્સ કોર્પોરેશન સોસાયટી'એ સોશિયલ ઓન લાઇન માર્કેટ સાથે કરાર કરી લીધો છે અને તેમની બધી સમસ્યાઓ દૂર કરવાની સાથે એ સુનિશ્ચિત કરી દીધું છે કે કોઇપણ સ્થિતિમાં તેઓને દરેક ઉત્પાદન પર 12 ટકાથી ઓછો નફો નહીં થાય. 2012માં બનેલી કંપની "ગોકોપ" (GOCOOP)ને તેઓ આભારી છે. આશરે 4377 સહકારી સંસ્થાઓ અને તેમના 17239 ઉત્પાદનો સીધા રજિસ્ટર્ડ ગ્રાહકો સાથે જોડાયેલાં છે.  તેમને પૂર્ણ વિશ્વાસ છે કે ટેકનિકલ શોધોના માધ્યમથી જ દેશમાં સામાજિક પરિવર્તન આવી શકે છે.  

ફર્મ રાજ્ય સરકારો દ્વારા પ્રમાણિત કો-ઓપરેટિવ્સ અને અનેક સંસ્થાઓ સાથે મળીને કામ કરે છે. ફર્મ ઝારખંડ, અસમ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દક્ષિણના ઘણાં રાજ્યોમાં કામ કરી રહી છે અને તેનું આગામી ધ્યેય આવતા વર્ષોમાં વેચાણના આંકડાને 1000 કરોડ સુધી લઇ જવાનું છે. 'ઇન્ડિયન એંજલ્સ નેટવર્ક'એ આ સાઇટમાં રોકાણ કર્યું છે, જેનું માનવું છે કે ગોકોપ (GOCOOP)માં ભારતીય અલીબાબા બનવાની ક્ષમતા છે. શીવા દેવીરેડ્ડીનો જન્મ હૈદરાબાદમાં થયો હતો અને તેમના બધા સંબંધીઓ ગુંટુર અને તેની આસપાસ રહેતા હતા, જ્યાં તેમને મળવા તેઓ ઘણીવાર જતા. અહીંથી તેમને વણકરો અને કારીગરો દ્વારા કરવામા આવેલા ઘણાં કામો જોવા મળ્યાં. તેમણે અનુભવ્યું કે, કારીગરો અત્યંત ગરીબ છે, કારણ કે તેઓ જાણતાં નહોતા કે પોતે બનાવેલા સામાનને કેવી રીતે વેચવો. આવતા વર્ષ સુધીમાં ગોકોપ(GOCOOP)એક મોબાઇલ એપ પણ લોન્ચ કરવાની છે. 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment