Thursday 14 April 2016

[amdavadis4ever] સંબંધોની આરપાર - Gujarati

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બેઉ જણ તન-મનના સુખમાં ગળાડૂબ થઈ ગયા

 
 

પ્રણવ અને ખુશ્બુ વચ્ચે સ્કૂલમાં જ પ્રેમ પાંગર્યો હતો. સમય જતા બેઉની ઊંમરની સાથે સાથે પ્રેમ પણ પરિપક્વ થતો ગયો. બેઉના પરિવારજનોની લીલી ઝંડી મળતા તેમના ધામધૂમથી લગ્ન લેવાયા. પ્રણવ અમદાવાદની એક ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરતો હતો. મુંબઈમાં એક કંપની તરફથી સારા પેકેજની ઓફર થતાં તે ખુશ્બુ સાથે ત્યાં શિફ્ટ થઈ ગયો. તેઓ એક મોટા ફ્લેટમાં રેન્ટ પર રહેતા હતાં.

ખુશ્બુભણેલી - ગણેલી હતી અને તેને નોકરી કરવાની હતી, પરંતુ પ્રણવ તેને નોકરી કરાવવા માંગતો નહોતો. ખુશ્બુ નોકરીની કરવાની વાત કરે ત્યારે તે કહેતો, "ર્ડાિંલગ! ઉપરવાળાની મહેરબાનીથી આપણે પૈસે-ટકે સુખી છીએ. હું મહેનત કરું છે તેથી જ ઇચ્છી રહ્યો છું કે તું ઘરે આરામ કર, મોજશોખ પૂરાં કર." આ સાંભળીને ખુશ્બુ મન મનાવી લેતી. ખુશ્બુ બાણપણથી જ સ્વતંત્ર મિજાજની હતી. તેને પોતાની આઝાદી પ્રિય હતી, પરંતુ નોકરી કરવાની ઇચ્છાને તેણે ન છૂટકે દબાવી દેવી પડી હતી. તે આખો દિવસ એકલી ઘરે કંટાળી જતી હતી. પ્રણવ પણ વધારે કામ રહેતા મોડો ઘરે આવતો હતો. જમવા માટે પ્રણવની રાહ જોતી ખુશ્બુ ડાયનિંગ ટેબલ પર જ માથું ટેકવીને સૂઈ જતી. પ્રેમ વિરહમાં ખુશ્બુની અનેક રાત્રીઓ પસાર થઈ ગઈ. ખુશ્બુની અતૃપ્ત કાયા પ્રેમ ઝંખતી હતી, પરંતુ પ્રણવ તેના દિલની વાત કે જરૂરિયાતને સમજી શકતો નહોતો. તેથી હવે ખુશ્બુ તેની સમક્ષ પોતાની ઇચ્છાઓ જાહેર કરવાનું પણ ટાળવા લાગી.

એક દિવસ પ્રણવના એક કૌટુંબિક ભાઈ કાર્તિકનો પ્રણવ પર ફોન આવ્યો. તે એક મેનેજમેન્ટ ઈન્સ્ટિટયૂટમાં એડમિશન માટે મુંબઈ આવેલો હતો. પ્રણવે પોતાને ત્યાં આવવાની જિદ કરતા કાર્તિક તેના ઘરે આવ્યો. સવારનો નાસ્તો કરીને ત્રણેય જણ બેસ્યા. પ્રણવે કાર્તિકના એડમિશન વિશે પૂછતા તેણે કહ્યું, "મને એડમિશન મળી ગયું છે. બસ, મને કોઈ સારી હોસ્ટેલ શોધી દો કે કોઈ પેઈન-ગેસ્ટ રાખતું હોય તેવી જગ્યા શોધી દો એટલે મારું કામ વધારે આસાન થઈ જાય."

"કાર્તિક, હું તો કામમાંથી ફ્રી પડતો જ નથી, તેથી તારા માટે હોસ્ટેલ કે અન્ય જગ્યા શોધવાનું કામ મારા માટે મુશ્કેલ છે." કાર્તિક પોતાને ત્યાં રહે તે કદાચ ખુશ્બુને નહીં ગમે તેમ વિચારીને પ્રણવે કહ્યું.

આ સાંભળીને કાર્તિક થોડો નિરાશ થઈ ગયો. ત્યારે ખુશ્બુએ કહ્યું, "તમે પણ કેવી વાત કરો છો! આપણાં હોતા તેમને ચિંતા કરવાની શી જરૂર છે. તમારી સ્ટડી શરૂ થાય એટલે સહેજ પણ ખચકાટ રાખ્યા વગર કપડાંની બેગ લઈને અહીં આવી જજો. સમય મળે તમારા માટે રહેવા માટે યોગ્ય જગ્યા શોધી લઈશું."

ખુશ્બુની વાત સાંભળીને કાર્તિકના નિરાશ ચહેરા પર ખુશી છવાઈ ગઈ અને પ્રણવના જીવમાં જીવ આવ્યો. પછી તો તેણે પણ ખોંખારીને કાર્તિકને પોતાને ત્યાં રહેવા કહ્યું. આટલી વાતચીત પૂરી થયા પછી પ્રણવ તૈયાર થઈને ઓફિસે ગયો. ખુશ્બુએ બપોરના ભોજનમાં સારી વાનગીઓ બનાવીને કાર્તિકને જમાડયો. બીજા દિવસે સવારે કાર્તિક અમદાવાદ પાછો આવ્યો.

એકાદ મહિના પછી ઈન્સ્ટીટયુટમાં સ્ટડી શરૂ થતાં તે પ્રણને ફોન કરીને કપડાં ભરેલી બેગ લઈને મુંબઈ પહોંચી ગયો. અઠવાડિયામાં જ બધુ બરાબર રીતે ગોઠવાઈ ગયું. કાર્તિકના આવવાથી ખુશ્બુ ખૂબ જ ખુશ હતી. કાર્તિકને કારણે તેના રૂટિનમાં કંઈ નવીનતા આવી, કેટલેક અંશે તેની એકલતા દૂર થઈ.

કાર્તિક સવારે ક્લાસ ભરીને બપોર સુધીમાં ઘરે આવી જાય, પછી તે અને ખુશ્બુ સાથે લંચ કરે. પ્રણવ ન આવે ત્યાં સુધી તેઓ બેસીને વાતોચીતો કરે, કેરમ જેવી રમત રમે કે પછી નવી મૂવી જુએ. આ સમય દરમિયાન તેઓ એકબીજાની વધારે નજીક આવ્યા. ખુબશૂરત ખુશ્બુ પર કાર્તિક મોહી ગયો હતો. જ્યારે પ્રેમ તરસી ખુશ્બુ પણ કાર્તિક પાછળ પાગલ થઈ રહી હતી. હવે તેમની નજીકતા પ્રેમમાં પરિણમી. પહેલાં પ્રણવના આવવાની રાહ જોતી ખુશ્બુ હવે પ્રણવના મોડા આવવાની પ્રાર્થના કરતી. આ દરમિયાન તેઓ પ્રેમાલાપમાં રાચતા. ખુશ્બુને પતિનો પ્રેમ દિયર પાસેથી મળતો હતો. બેઉ જણ તન-મનના સુખમાં ગળાડૂબ થઈ ગયા. કાર્તિક ખુશ્બુની બધી જ જરૂરિયાત સંતોષતો અને ખુશ્બુ કાર્તિકને પૈસા વગેરે આપીને તેની જરૂરિયાત સંતોષતી.

કાર્તિક ઈન્સ્ટિટયૂટના ખરાબ મિત્રોની સંગતમાં નશાખોર થઈ ગયો હતો. નશો કરવા માટે તેને વધારે ને વધારે પૈસા જોઈતા. તે દરરોજ ખુશ્બુ પાસે પૈસા માંગતો. ખુશ્બુએ પણ જ્યાં સુધી તેની પાસે પૈસા હતા ત્યાં સુધી આપ્યા. ક્યારેક તો તેણે પ્રણવના ડ્રોવર ને ખિસ્સામાંથી પણ ચોરીછૂપી તેને પૈસા આપ્યા, પરંતુ હવે ખુશ્બુ પાસે પૈસા નહોતા. પૈસાના અભાવે નશો કરવા ન મળતા કાર્તિક બેબાકળો ને પાગલ થઈ ગયો હતો. તેણે હવે ખુશ્બુને બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું. તેણે ખુશ્બુને પૈસા નહીં આપે તો પોતાના સંબંધની વાત પ્રણવને કરવાનું કહ્યું. ખુશ્બુ હવે ખૂબ ગભરાઈ ગઈ હતી. આ તરફ પ્રણવને પણ પૈસા ગાયબ થવાની શંકા થઈ રહી હતી. હવે ખુશ્બુ પાસે કોઈ વિકલ્પ નહોતો બચ્યો. પૈસા ચોરે તો પતિને શંકા થાય અને બધું જાણવા મળે અને જો પૈસા ના આપે તો કાર્તિક પ્રણવને બધું કહી દે. આમ ખુશ્બુ માટે એક તરફ ખાઈ અને એક તરફ કૂવા જેવી સ્થિતિ હતી. એક દિવસ તેણે પ્રણવને ઓફિસે જઈને હિંમત કરીને બધી જ કહીકત કહી દીધી.

પ્રણવે ખુશ્બુની વાત સાંભળીને શરૂઆતમાં ગુસ્સે થયો, પરંતુ ખુશ્બુની આ સ્થિતિ માટે પોતે પણ કેટલેક અંશે જવાબદાર છે તેનો અહેસાસ થતા તેનો ગુસ્સો ઉતરી ગયો. તેણે ખુશ્બુને કંઈ જ નહીં થાય અને પોતે તેનાથી નારાજ નથી. આનાથી તેમના સંબંધોમાં કોઈ ફરક નહીં પડે તેમ તેણે ખુશ્બુને કહ્યું. પ્રણવ ખુશ્બુ સાથે ઘરે આવ્યો અને કાર્તિકને એક તમાચો લગાવી દીધા અને કહ્યું, "અહીંથી ચાલ્યો જા અને જો કોઈને કંઈ પણ કહ્યું છે તો મારા જેટલું ખરાબ બીજું કોઈ નહીં હોય, સમજ્યો."

કાર્તિક તેમના ઘરમાંથી ચાલ્યો ગયો અને હવે પ્રણવે પણ ઓફિસની વ્યસ્તતા વચ્ચે ખુશ્બુ માટે સમય ફાળવવાનું શરૂ કર્યું.

દરેકે પોતાના પાર્ટનરની લાગણીઓ અને જરૂરિયાતને સમજવી જોઈએ.

ઓફિસ, વ્યવસાય કે નોકરીમાં ભલે ગમે તેટલા વ્યસ્ત હો, પરંતુ પોતાની પત્ની કે પતિ માટે સમય જરૂર ફાળવવો.

અનૈતિક સંબંધો, ચોરી વગેરે એવી બાબત છે જેનાથી તારા પરથી પાર્ટનરનો વિશ્વાસ ઉઠી શકે છે.

 

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment