Thursday 14 April 2016

[amdavadis4ever] નકામા ન સમજો આ નુસખાઓને! - Gujarati

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નકામા ન સમજો આ નુસખાઓને, હઠીલા રોગોમાં કરે છે જબરદસ્ત અસર

 
નકામા ન સમજો આ નુસખાઓને, હઠીલા રોગોમાં કરે છે જબરદસ્ત અસર
 

વર્તમાન સમયમાં ભાગદોડવાળી દિનચર્યા સાથે મોટાભાગનાં લોકોનાં ખાન-પાન પણ અનિયમિત બન્યા છે. આ જ કારણ છે કે, નાની-નાની સ્વાસ્થ્યની સમસ્યાઓ ચિંતિત કરતી રહે છે. આવી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ માટે વારંવાર ડોક્ટર પાસે જવું સંભવ થતું નથી. એવામાં, મોટાભાગનાં લોકો આ સમસ્યાઓ પ્રત્યે ધ્યાન નથી આપતા અથવા તો બજારમાં ઉપલબ્ધ દવાઓ લઇને તેનું સેવન કરે છે. જો તમે પણ આવુ કરી રહ્યા છો, તો ના કરશો. અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ થોડા ઘરેલું નુસ્ખા જે આવી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓમાં અચૂક દવાનું કામ કરશે.
 
- જો તમે અનિદ્રાથી ચિંતિત છો, તો 10 બદામને લઇને પીસી લેવી. આ પાવડરને એક ગ્લાસ દૂધમાં નાખીને ગરમ કરી સૂતા પહેલા પીવાથી સરસ નીંદર આવશે અને મગજ પણ તેજ બનશે.
 
- રોજ સૂતા પહેલા ગાયનાં ઘીથી પગના તળિયા પર મસાજ કરવું, અનિદ્રાની સમસ્યા દૂર થશે અને આંખોનું તેજ વધશે.
 
- નાળિયેર તેલમાં થોડું પાણી મિક્ષ કરીને વાળનાં મૂળમાં, હથેળીમાં તથા પગના તળીયા પર લગાવવું. આવુ કરવાથી સારી ઊંઘ આવશે.

- પાકેલા કેળાને એક સરખી રીતે પીસી લેવા. આ પીસેલા કેળાને ચહેરા પર ફેસપેકનાં સ્વરૂપે લગાવવું. લગભગ 15મિનિટ પછી ચહેરાને સાફ પાણીથી ધોઇ લેવું. આવું કરવાથી ચહેરા પર નિખાર આવશે.
 
- બે ચમચી મધ અને એક ચમચી લીંબૂના રસના મિક્ષણને ત્વચા પર લગાવવું. લગભગ 20 મિનિટ પછી તેને સાફ કરી લેવું, ત્વચા નરમ અને મુલાયમ બનશે.
 
- એલોવેરાની પાંદડીમાથી જેલ કાઢીને તેમાં થોડા ટીપા લીંબૂનો રસ મિક્ષ કરવો. આ મિક્ષણને લગાવવાથી ચહેરો ચમકવા લાગશે.
 
- થોડુ સરસિયાનું તેલ લઇને તેને હાથ પર ઘસીને પોતાના શરીર પર લગાવવું. ત્યાર પછી નવશેકા પાણીથી નાહી લેવું. આવું કરવાથી શરીર અકળાઇ જવાની સમસ્યા પણ દૂર થઇ જાય છે.

- અસ્થમા અટેકથી બચવા માટે એક કપ નવશેકા પાણીમાં અજમો તથા ચપડી મીઠુ નાખી દિવસમાં ઓછામાં ઓછી એક વાર તેનું સેવન કરવું. આ ઉપાયથી તરત જ આરામ મળશે.
 
- પા ચમચી મેથી દાણાને પાણી સાથે ગળવાથી અપચાની સમસ્યા દૂર થાય છે.
 
- મેથીના બીજ આર્થરાઇટિસ અને સાઇટિકાનાં દર્દથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. લગભગ 1 ગ્રામ મેથી દાણાનો પાવડર અને સૂંઠ પાવડરને મિક્ષ કરીને ગરમ પાણીની સાથે દિવસમાં બે-ત્રણ વાર લેવાથી લાભ પ્રાપ્ત થાય છે.
 
- બદામનો ગર, મોટી વરિયાળી અને સાકર ત્રણેયને સરખા ભાગે લઇને પીસી લેવું. રોજ આ મિક્ષણને એક ચમચી માત્રામાં એક ગ્લાસ દૂધ સાથે રાતે સૂવાના સમયે લેવું. આંખની સમસ્યા દૂર થશે.

- જો તમને સતત માથાનો દુખાવો રહેતો હોય તો પાંચ બદામને પીસીને તેને ગરમ દૂધમાં મેળવીને પી લેવું. મરીના પાવડરને થોડી માત્રામાં મધ અને દૂધની સાથે દિવસમાં બે કે ત્રણવાર લેવું, આરામ મળશે.
 
- કમરમાં દુખાવો રહેતો હોય તો જમવામાં આદુનો ઉપયોગ કરવો. સરસિયાના તેલમાં બનેલું ભોજન લેવું. ચા બનાવતા સમયે તેમાં પાંચ મરી, પાંચ લવિંગ અને એક ગ્રામ આદુનો પાવડર નાખવો. આ ચાને પીવાથી કમરનાં દુખાવામાં તરત જ રાહત મળે છે.
 
- સરખી માત્રામાં અજમો અને જીરૂ એક સાથે પીસી લઇ તેને પાણીમાં ઉકાળીને ગાળી લેવું. આ પાણીમાં ખાંડ મેળવીને પીવાથી એસિડિટીમાં રાહત મળશે.

- બદામનું તેલ અને મધ બરાબર માત્રામાં મિક્ષ કરી ચહેરા પર લગાવવું. થોડી વાર રહીને ચહેરાને સાફ પાણીથી ધોઇ લેવું. આવું કરવાથી રૂપમાં નિખાર આવે છે.
 
-દૂધની મલાઈ અને પીસેલી સાકર ખાવાથી નબળાઇ દૂર થાય છે.
 
- સફેદ મૂસળીનું એક ચમચી ચૂર્ણ અને એર ચમચી પીસેલી સાકરને મિક્ષ કરીને સવારે તથા રાતે સૂતા પહેલા દૂધની સાથે એક ચમચી લેવાથી નબળાઇ દૂર થાય છે.
 
- નસકોરીની સમસ્યા વારંવાર થતી હોય, તો રોજ સવારે ખાલી પેટ આંબળાનો મુરબ્બો આવાથી લાભ થાય છે. તરત જ લાભ મેળવવા માટે એક પટ્ટાને ઠંડા પાણીમાં પલાળી તેને નાક અને માથા પર રાખવાથી તરત જ લાભ મળે છે.

- કાળી કોણીઓને સાફ કરવા માટે લીંબૂનાં બે ભાગ કરવા. તેના પર ખાવાનો સોડા નાખીની કોણીઓ પર રગડવું. આવુ કરવાથી કોણીઓનો મેલ સાફ થઇ જશે અને તે મુલાયમ બનશે.
 
- વ્હીટ-ગ્રાસ(ઘઉનું ઘાસ)નું જ્યૂસ ખાલી પેટ પીવાથી ચહેરાની રોનક વધે છે સાથે જ લોહી પણ સાફ થાય છે.
 
- વાળ ધોવાના એક કલાક પહેલા વાળમાં મેથી દાણાની પેસ્ટ બનાવીને લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મળે છે.
 
- સૂકા ધાણા, જીરૂ અને ખાંડને બરાબર માત્રામાં મિક્ષ કરીને તેનું સેવન કરવાથી એસિડિટી દરમિયાન થતી બળતરામાં આરામ મળે છે.
 
- રોજ સવારે એકથી બે લસણની કળીને પાણી સાથે ગળી જવાથી સાંધાનાં દુખાવામાં આરામ મળે છે.

- એક ગ્લાસ નવશેકા પાણીમાં બે નાની ચમચી લીંબુનો રસ મિક્ષ કરીને પીવુ. આ ઉપાય દિવસમાં 8-10 વાર કરવો. આર્થરાઇટિસનાં દુખાવામાં આરામ મળશે.
 
- અડધી ચમચી મેથીનું ચૂર્ણ દહીમાં મિક્ષ કરી તેનું સેવન કરવાથી મરડાના રોગમાં રાહત મળે છે.
 
- મેથીનાં પાનના રસમાં કાળી દ્રાક્ષ મિક્ષ કરીને લેવાથી મરડાના રોગમાં ફાયદો થાય છે.
 
- 1/2 ચમચી ચારોળીને 2ચમચી દૂધમાં પીસીને પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવાથી ચહેરા પરના દાગ દૂર થાય છે.
 
- સફેદ જીરાને ઘીમાં સાતળીને ગર્ભવતી મહિલાને ખવડાવવાથી તેના સ્તનપાનમાં વધારો થાય છે.
 
- સંતરાની છાલનું ચૂર્ણ બનાવીને તેમાં ગુલાબ જળ મેળવીને ચહેરા પર લગાવવું. આ ઉપાયથી મોમાં પડેલા ચાંદા પર દૂર થાય છે.

- સવારે ખાલી પેટ રોજ એક સફરજન ખાવાથી માથાના દુખાવાની સમસ્યાથી છુટકારો મળે છે.
 
- સડી ગયેલા દાંતમાં થોડી હિંગ ભરી દેવાથી દાંત તથા પેઢાનો દુખાવો દૂર થાય છે.
 
- ત્રિફળા ચૂર્ણ ચાર ગ્રામ (એક ચમચી ભરીને)ને 200 ગ્રામ નવશેકા દૂધ અથવા પાણી સાથે લેવાથી કબજીયાત દૂર થાય છે.
 
- ડુંગળીનાં બીજને સરકોમાં પીસીને દાદ-ખાજ અને ખંજવાળ થતા સ્થાને લગાવવાથી તરત જ આરામ મળે છે.
 
- વીર્યવૃદ્ધિ માટે સફેદ ડુંગળીના રસની સાથે મધ લેવાથી ફાયદો થાય છે.

- વરિયાળી, જીરૂ અને ધાણા બધુ જ એક-એક ચમચી લઇને એક ગ્લાસમાં ઉકાળીને ઉકાળો બનાવવો. અડધો ગ્લાસ પાણી રહી જવા પર એક ચમચી ગાયનું ઘી મિક્ષ કરી સવારે તથા સાંજે પીવું. દૂઝતા હરસમાથી લોહી નિકળતું બંધ થાય છે.
 
- તાવના કારણે બળતરા થવાથી કેસુડાનાં પાનનો રસ લગાવવાથી બળતરાની અસર ઓછી થઇ જાય છે.
 
- સાકરની ચાસણી બનાવી તેમાં જીરૂ અને મધને મિક્ષ કરીને સાથે લેવાથી પેશાબના માર્ગે પથરી બહાર આવી જાય છે.

- મીઠા લીમડાનાં પાનનું સવારે ખાલી પેટે સેવન કરવું. ત્રણ મહિના સુધી નિયમિત રૂપથી તેનો પ્રયોગ કરવાથી ડાયાબિટીઝ નિયંત્રણમાં રહે છે અને વજનમાં પણ ઘટાડો થાય છે.

 

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment