Friday, 15 April 2016

[amdavadis4ever] એકમેકનાં મન સુધી - Gujarati

 


Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



પ્રતિક્રિયાવાદી નહીં 'પહેલ'વાન બનો!

 
 
 
 
મેનેજરના મુખ્ય બે પ્રકાર પાડી શકાય : અગ્રક્રિયાવાદી (Proactive) અને પ્રતિક્રિયાવાદી (Reactive). પ્રોએક્ટિવ પ્રકારના મેનેજરને ભાગ્યે જ કોઈ સૂચના આપવાની જરૂર પડે છે. તેઓ પોતાનાં કાર્યો-જવાબદારી અંગે પૂર્ણપણે સભાન હોય છે અને શું કરવાનું છે, ક્યારે કરવાનું છે અને કઈ રીતે કરવાનું છે, એ અંગે તેઓ સતત ્સક્રિય રહેતા હોય છે. તેઓ સમયાંતરે પોતાના કાર્યની સમીક્ષા પણ કરતા રહે છે અને તેમાં જરૂરી સુધારાવધારા કરતા રહે છે. બીજા પ્રકારના પ્રતિક્રિયાવાદી મેનેજર એક જ ઘરેડમાં કામ કરવા ટેવાયેલા હોય છે. તેમની પાસેથી નવાં કાર્યની કે જરૂરી સુધારાની ભાગ્યે જ અપેક્ષા રાખી શકાય છે. તેઓ યસ મેન હોય છે. કહ્યા પ્રમાણે કામ પૂરું કરતા હોય છે, પણ તેઓ જાતે કોઈ પહેલ કરવામાં માનતા નથી. તેમને કહેવામાં આવે તેની પ્રતિક્રિયા રૂપે જ તેઓ કામ કરવાની વૃત્તિ ધરાવે છે.
આજના સમયમાં પ્રતિક્રિયાવાદી મેનેજરને આઉટ ઓફ ડેટ ગણવામાં આવે છે. આજની કંપનીઓ કહ્યાગરા પ્રતિક્રિયાવાદી મેનેજરને નહીં, પણ કૌવત અને ધૈવતવાળા અગ્રક્રિયાવાદી મેનેજરને વધુ પસંદ કરી રહી છે. મેનેજર તરીકે પ્રતિક્રિયાવાદી બનવા કરતાં પ્રોએક્ટિવ અને 'પહેલ'વાન, એટલે કે સૂચનાનો ઇંતેજાર કર્યા વિના પોતાની રીતે પહેલ કરીને યોગ્ય પરિણામ હાંસલ કરનાર બનવું જોઈએ. અગ્રક્રિયાવાદી (પ્રોએક્ટિવ) અને ઇનિશિયેટર (પહેલકાર) વચ્ચે પાતળી ભેદરેખા રહેલી છે. પ્રોએક્ટિવ રહેવામાં માનનાર મેનેજરમાં જ્યારે સૂઝ, શક્તિ અને સાહસ - એમ ત્રણેય ગુણોનો સંગમ થાય ત્યારે જ તે 'પહેલ'વાન બની શકતા હોય છે. મેનેજરે હંમેશાં પહેલવાન બનવાની દિશામાં પ્રયાસરત રહેવું જોઈએ. પહેલકાર બનવા માટે કેટલીક પાયાની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ :
વધુ સમય અને શક્તિ રોકવાં પડશે : નવી પહેલ આવકાર્ય હોય છે, પરંતુ રોજિંદાં કાર્યો ડિસ્ટર્બ ન થાય, એની તકેદારી રાખવી જરૂરી છે. મેનેજરે પોતાનાં રોજબરોજનાં કાર્યોને સારી રીતે સંપન્ન કરીને જ જે કંઈ નવું કરવા ધારતા હોય તે કરવું જોઈએ. આ માટે તેણે વધારે સમય અને શક્તિનું રોકાણ કરવું જરૂરી બનશે, એટલે તેની આગોતરી તૈયારી રાખવી પડે.
કર્મચારી તરીકે નહીં, લીડર તરીકે વિચારો : જે વ્યક્તિ પોતાને કંપનીનો નાનો કે મોટો કર્મચારી ગણીને કામ કરે, તેને નવું કરવાનું ભાગ્યે જ સૂઝે છે કે નવું કરવાનો ઉત્સાહ પણ ભાગ્યે જ જાગતો હોય છે. તમારે કર્મચારી તરીકે નહીં પણ એક લીડર તરીકે વિચારવું જોઈએ. લીડર તરીકે તમે જોખમ પણ લઈ શકશો અને તમારા આયોજન મુજબ અન્ય સાથી કર્મચારીઓને યોગ્ય દિશા પણ આપી શકશો.
શંકા-કુશંકાઓને સાંભળવી જોઈએ અને તેનું સાથે મળીને નિરાકરણ લાવવું જોઈએ. પહેલની તમામ બાબતો પારદર્શક રાખવી જોઈએ, જેથી તેની સફળતા કે નિષ્ફળતાનું યોગ્ય મૂલ્યાંકન, સમીક્ષા થઈ શકે અને ભવિષ્યમાં તેની શીખમાંથી મોડેલ ડેવલપ કરી શકાય.ળપરિણામલક્ષી બનો : કોઈ પણ પહેલ કરવા ખાતર કે બતાવવા ખાતર ન કરવી, પરંતુ નક્કર પરિણામ પ્રાપ્ત કરવા માટે કરવી જોઈએ. પહેલ બાબતે પરિણામલક્ષી અભિગમ અપનાવવો જોઈએ. કોઈ પણ પહેલના અંતે પરિણામ આવશે તો જ તેની નોંધ લેવાશે કે કદર થશે.

પહેલ કરીને પરિણામ લાવી બતાવનાર કંપનીમાં છવાઈ શકે છે. તમે જ નક્કી કરો, તમારે પ્રતિક્રિયાવાદી બનવું છે કે 'પહેલ'વાન?

 

__._,_.___

Posted by: Kishor Mehta <devdrashti@hotmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment