Wednesday, 9 December 2015

[amdavadis4ever] વૈદિક અર્થશાસ્ ત્ર - મહાજન પ્ રથા અને પશ્ર્ચ િમી અર્થશાસ્ત્ર

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વિશ્ર્વ સ્તરે આર્થિક પ્રવૃત્તિમાં ઘણી જ ગડમથલ-અવ્યવસ્થા અને અસમાનતા જોવા મળી રહી છે. બીજા વિશ્ર્વયુદ્ધ બાદ એશિયા અને આફ્રિકાનાં રાષ્ટ્રોમાં ઘણું પરિવર્તન જોવા મળ્યું છે તેવી જ રીતે યુરોપનાં ઔેદ્યોગિક રાષ્ટ્રોમાં પણ ધરમૂળથી ફેરફાર થયા છે. ઔદ્યોગિક પ્રવૃત્તિને કારણે સમગ્ર વિશ્ર્વની પ્રજાના માનસમાં ફેરફાર થયા છે. મૂલ્યો અને પરંપરાને સ્થાને માત્ર સંપત્તિને જ વજન આપવામાં આવી રહ્યું છે. 

૨૦મી સદીમાં બે મહાયુદ્ધ થયાં-તેને પરિણામે અર્થશાસ્ત્રની પરિભાષા બદલાણી છે. જે નવા આર્થિક સિદ્ધાંતો અને વિચારધારા આવ્યા તે આજે તદ્ન અપ્રસ્તુત બની ગયા છે. આર્થિક અને ઔદ્યોગિક વિકાસ મૃગજળ જેવા લાગે છે, જેમ પાછળ દોડીએ તેમ તે દૂર થતાં જાય છે. ઔધોગિક રાષ્ટ્ર ઘણી જ મુશ્કેલી અનુભવી રહ્યા છે. વિશ્ર્વમાં બે ભાગ પડી ગયા છે. એક તરફ સમૃદ્ધિ છે તો બીજી તરફ ગરીબ રાષ્ટ્રો દેવાના ડુંગર હેઠળ છે. મધ્યપૂર્વના તેલ ઉત્પાદક રાષ્ટ્રમાં સંપત્તિ માત્ર અમુક જ હાથમાં કેન્દ્રિત થવાને કારણે ત્યાંથી ત્રાસવાદ વિકસ્યો છે અને હવે સમગ્ર વિશ્ર્વ પર તેનો ઓછાયો ફેલાતો જાય છે. લશ્કરી દબાણ હેઠળ કોઇને જીતી શકાતું નથી, છતાં લશ્કરી શસ્ત્રો-સરંજામ પાછળ અબજો રૂપિયાનો ખર્ચ થાય છે.

મૂડીવાદી વિચારધારાના ટેકેદાર એવા પશ્ર્ચિમના અર્થશાસ્ત્રીઓ સમાજકલ્યાણની ભાવનાને સમજવામાં નિષ્ફળ રહ્યા છે. તેઓ હજુ એ વાતનો સ્વીકાર કરતાં નથી કે મધ્યપૂર્વના તેલ ઉત્પાદક રાષ્ટ્રોના હાથમાં પૈસો આવ્યો, પરંતુ તેઓ સંસ્કૃતિ વિકસાવી શક્યા નથી. સમાજની સુખાકારી માટે ખેવના કરી શક્યા નથી, તેના પ્રત્યાઘાત સ્વરૂપે હિંસા પ્રગટ થઇ રહી છે. સામ્યવાદીઓએ તમામ ઉત્પાદનના સાધનો રાજ્ય હસ્તક રાખવાની વિચારધારાનો અમલ કર્યો, પરંતુ પ્રોત્સાહન-વળતર અને માલિકી હક્કની ભાવનાને અભાવે આ વિચારધારા પણ નિષ્ફળ રહી. સમાજવાદ પણ તે જ રસ્તે જવાથી નિષ્ફળ રહ્યો. તેની તુલનામાં ૧૦૦ વર્ષ અગાઉની વૈદિક વિચારધારા-અર્થશાસ્ત્ર અને શોષણ વગરના સમાજની બાબતો તેમ જ મહાજન પરંપરા આજે કેટલી યથાર્થ તેમ જ ઉચિત છે તેની વ્વાજબી ચર્ચા જરૂરી બની છે. 

વૈદિક અર્થશાસ્ત્રમાં ક્યાંય સંપત્તિસંગ્રહ-શોષણ- તેમ જ અન્યાયની વાત આવતી જ નથી- એટલું જ નહીં તેમાં સંપત્તિના ઉપયોગમાં જીવમાત્રની સુખાકારીની વાત છે. કીડીને કણ અને હાથીને મણ મળી રહે તેવી વ્યવસ્થાને તેમાં સ્થાન છે. ભારતનાં લાખો ગામડામાં જે કાર્ય શાસનપદ્ધતિ ન કરી શકે તે તમામની વ્યવસ્થા મહાજન દ્વારા સંભાળી લેવામાં આવતી નથી. તેમાં અપંગ વિધવાને ખર્ચ પૂરતી રકમથી લઇને છેક જીવદયા સુધીની તમામ પ્રવૃત્તિનો આર્થિક ભાર ૫-૧૦ લોકો સંભાળી લેતા અને જમણા હાથે આપે તો ડાબા હાથને જાણ ન થાય તેવી ગોઠવણ હતી. કોઇ અનામત નહીં- કોઇ વોટ બેન્ક નહીં- કોઈ ચૂંટણી નહીં કે નહીં કોઇ વિશેષાધિકાર અને છતાં સઘળું લોક-કલ્યાણને કેન્દ્રમાં રાખીને થતું હતું. તેમાં ઉપકારની ભાવના પણ નહોતી- માત્ર સારું કરવાની ખેવના જ હતી. 

પશ્ર્ચિમના અર્થશાસ્ત્રીઓ છેલ્લા કેટલાક વર્ષથી ફુગાવો-વ્યાજના દર- જી.ડી.પી. વિકાસદર અને માથાદીઠ આવક-ડૉલરની સામે રૂપિયો વગેરે જેવા ગોખેલા શબ્દો બોલીને જે રીતે ગુમરાહ કરી રહ્યા છે તેઓ પ્રશ્ર્નનું વિશ્ર્લેષણ કરે છે, પરંતુ ઉકેલની દિશા બતાવતા નથી. વળી ઉકેલ ક્યારે આવશે તે પણ નિશ્ર્ચિત સ્વરૂપે કહી શકતા નથી. સમગ્ર પશ્ર્ચિમ અર્થશાસ્ત્ર માત્ર તરંગ પર જ કામ કરતું હોય તેમ લાગે છે. પરંતુ હવે સમય આવી ગયો છે કે ભારત પોતાના અનુભવ અને જ્ઞાનસમૃદ્ધ વારસાનો ઉપયોગ કરીને સ્વયં માટેના ધારાધોરણ વિકસાવે, કારણ કે આટલા વર્ષોના પ્રયોગ પછી જ્યાં હતા ત્યાં જ છીએ તેવું સતત લાગી રહ્યું છે. એટલું જ નહીં પ્રશ્ર્નોમાં વધારો થઇ રહ્યો છે. એક સમસ્યાના ઉકેલની દિશા પૂરી થાય ત્યાં બીજા પાંચ પ્રશ્ર્ન ત્યાં હોય છે. શિક્ષણ-વહીવટ- પર્યાવરણ-નાણાકીય બાબતો- સમાજ સુરક્ષા જેવી બાબતોમાં નીતિ વિષયક સાતત્યતા દેખાતી નથી. પશ્ર્ચિમી અર્થશાસ્ત્રના ટેકેદારો આવા મુદ્દે પલાયનવાદી મનોવૃત્તિ દાખવી રહ્યા છે. સામાન્ય વ્યક્તિને સંતોષ થાય તેવું કશું જ તેમની પાસે નથી તેમ માનવાને ઘણાં કારણ છે. આવા મુદ્દે કોઇ સ્પષ્ટતા ક્યારેય થતી નથી. આફ્રિકા અને એશિયાના રાષ્ટ્રની રોજગારી ખેતીવાડી તેમજ તેના આધારિત વ્યવસાય પર હતી, પરંતુ તેમને ઔદ્યોગીકરણને રવાડે ચડાવી દેવાયા. આજે વૈશ્ર્વિક તાપમાનના જે પ્રશ્ર્નો ઊભા થયા છે તેમાં આવા અનેક મુદ્દા જવાબદાર છે. 

હવે તેની જવાબદારી કોણ સ્વીકારે ? વળી પ્રાયશ્ર્ચિત કરવાથી પણ જે ભૂલ થઇ છે તે સુધારવની છે ખરી ? માત્ર એક જ ખોટો નિર્ણય કેટલો ભારે પડે છે તેનું આ એક દૃષ્ટાંત છે. મધ્યપૂર્વના રાષ્ટ્રો તેલમાં પૈસા કમાવાની દોટમાં પડ્યા ત્યાં હવે આપસઆપસમાં મારામારી અને કાપાકાપી થઇ રહી છે. ધર્મના ભાગલા-શિયા-સુન્ની વચ્ચે હિંસા આવી બાબતો તેમને જ ખતમ કરીને રહેશે. સંપત્તિ અને સત્તા પચાવવી ઘણી મુશ્કેલ છે. અર્થશાસ્ત્રના સિદ્ધાંતોમાં પ્રજાનું કલ્યાણ-સુખાકારી અને શોષણવિહીનતા હોવી જોઇએ. બાકીની બાબતો ત્યારપછી છે. પશ્ર્ચિમના કેટલાક દેશોએ સમાજકલ્યાણને મહત્ત્વ પ્રદાન કર્યું હતું, પરંતુ જનસંખ્યા ઓછી હોવાથી તેમાં સફળતા મળી હતી. આપણે ત્યાં બહુ સંતોષ થાય તેવું અલ્પ પ્રમાણમાં થયું છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment