Wednesday, 9 December 2015

[amdavadis4ever] સાધનાના ત્ રણ તબક્કા: શાંતિ, સ્ મરણ, શુદ્ધિ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આપણી આસપાસ સદાય બે પ્રકારના ભાવો રહેતા હોય છે. એક શુભ ભાવ અને એક અશુભ ભાવ!

કોઈ દિવસ એવું બને કે સવારથી જ આપણું ધાયુર્ર્ં બધું જ થવા લાગે, આપણી ઈચ્છા પ્રમાણે બધાં જ કામો થવા લાગે, બધે સફળતા મળવા લાગે. બધું શુભ, સારું, શ્રેષ્ઠ અને પોઝિટિવ!

કોઈ દિવસ એવું બને કે સવારથી બધું નેગેટિવ થવા લાગે, આખો દિવસ અશાંતિ, ઉદ્વેગ અને નિષ્ફળતા!!

આપણા દિવસની શરૂઆત શુભ ભાવોથી થાય તો આખો દિવસ સારો જાય.

આખી રાતના આરામ પછી આપણુ મન શાંત હોય છે. એટલે સવારના ઉઠતાંની સાથે જ જે વિચાર, જે આકૃતિ, જે ગીત, જે સ્તવન આવે તેની અસર આખો દિવસ રહે.

સવારના જે વિચાર મનમાં આવે એ જ આખો દિવસ રીફલેકટ થયા કરે, એ જ વારંવાર યાદ આવ્યા કરે. 

સવારના એક ભાવ ઉપર આખા દિવસનો આધાર હોય છે. 

સવારના પ્રથમ દેવ-ગુરુના દર્શન, પ્રાર્થના આખો દિવસ શુભ ભાવમાં રાખે છે.

"જે ભાવ સવારના... તે ભાવ આખો દિવસ.

માટે જ, પહેલાના સમયમાં પ્રાત:કાળની પ્રાર્થનાનું મહત્ત્વ હતું અને જ્યાં સુધી પ્રાર્થના ન થાય ત્યાં સુધી પાણી પણ ન પીવે, પ્રાર્થનાથી વ્યક્તિનું મન એકદમ પોઝિટિવ થઈ જાય અને એ પોઝિટિવ મનથી આખા દિવસમાં વ્યક્તિ જે ધારે, જેવું ધારે તેવું જ થાય. જે વિચાર સવારના, એ જ આચાર આખા દિવસમાં!

જેવી પરિણતી સવારના, એવી જ પ્રવૃત્તિ આખા દિવસમાં!

જે ભાવ સવારના, એવું જ ભાવિ આખા દિવસનું!

ભાવિને ભવ્ય બનાવવા, પ્રવૃત્તિને પોઝિટિવ બનાવવા અને આચરણને શુભ અને શ્રેષ્ઠ બનાવવા શું કરવું જોઈએ?

વહેલી સવારના ઊઠીને પાંચ-સાત મિનિટ આંખો બંધ કરી ધ્યાન કરવું જોઈએ. ધ્યાનથી મન શાંત અને સ્વસ્થ થાય છે. 

મન શાંત તો તન પણ શાંત!

મન સ્વસ્થ તો તન પણ સ્વસ્થ!!

જે શાંત થાય છે તે સારો બની જાય છે. 

જે શાંત થાય છે તે શ્રેષ્ઠ બની જાય છે. 

ધ્યાનમાં શું કરવાનું?

પાંચ મિનિટ બહારની આંખો બંધ કરી અંદરની આંખને ખોલવાની અને એ અંદરની આંખથી પરમાત્માના દર્શન કરવાના!! પરમાત્માના સાક્ષાત્કારનો અનુભવ કરવાનો! એક વાર પરમાત્માના દર્શનથી પોઝિટિવિટી અંદર આવી ગઈ તો આખો દિવસ પોઝિટિવ પસાર થશે અને એકવાર જો નેગેટિવિટી અંદર આવી ગઈ તો આખો દિવસ નેગેટિવ પસાર થશે. 

માનો કે, કોઈ વ્યક્તિને આખો દિવસ દીપકને પ્રજવલ્લિત રાખવો છે તો એણે શું કરવું પડે?

સવારના એક વાર એમાં ઘી પૂરી દેવાથી આખો દિવસ ચાલે? ના! તેણે એક વાર સવારે, એક વખત બપોરે અને એક વખત સાંજે ઘી પૂરવું પડે. 

તેમ એક સાધકે પણ આખા દિવસની શાંતિ અને સમાધિ માટે ત્રણ તબક્કામાં સાધના કરવી જોઈએ. 

વહેલી સવારે ઉઠીને ધ્યાન સાધના. ત્યાર બાદ બપોરે સંધિકાળના સમયે સ્મરણ સાધના. 

વહેલી સવાર અને બપોરની વચ્ચે ૪૮ મિનિટનો સમય એવો હોય છે જેને સંધિકાળ કહેવામાં આવે છે. ૧૨:૦૦ થી ૧:૦૦ વચ્ચેના એ સમયે જ્યારે જગતમાં નેગેટિવ વાઈબ્રેશન્સ ફેલાતાં હોય છે અને એ સમયે પરમાત્મા-શાસ્ત્રોનું પણ વાંચન થઈ શક્તું નથી. કેમકે, કહેવાય છે કે એ સમયે દેવલોકના દેવોને પણ મુક્તિ મળે છે અને તેઓ વિચરતા હોય છે. 

સંધિકાળના આ સમયને સાર્થક અને શ્રેષ્ઠ બનાવવા સ્મરણની સાધના કરવી જોઈએ. સ્મરણ એટલે તમે પરમાત્માનું, તમારા આદર્શ એવા ગુરુનું અથવા તમારા જીવનમાં ઘટેલી કોઈ સારી, શ્રેષ્ઠ અને પ્રેરણાત્મક ઘટનાનું પણ સ્મરણ કરી શકો છો. શુભના સ્મરણથી તમારી આખી બપોર શુભ ભાવમાં વ્યતીત થાય છે. 

સવારે મનને શાંત કરવાની સાધના બપોરે સ્મરણ ભાવમાં આવવાની સાધના અને સંધ્યા સમયે શુદ્ધિની સાધના!!

નિયમિત આ ત્રણ સાધના કરનાર વ્યક્તિ શાંત, સરળ અને સફળ બને છે. 

કોઈપણ શ્રેષ્ઠ, મહાન કે સફળતાને પામેલી વ્યક્તિને જુઓ, એમની જીવનશૈલીમાં આ ત્રણ સાધના ગોઠવાયેલી જ હશે. 

આપણી આસપાસ રહેલાં આપણા નેગેટિવ અને પોઝિટિવ ભાવો આપણા મનને અસર કરતા હોય છે. 

કેટલાક વિચારો એવા હોય છે કે જે એક ક્ષણ માટે આવે અને તરત જ ચાલ્યા જાય. જેમકે, નવા ચંપલ પહેરતી વખતે વિચાર આવે કે આ ડંખ મારે છે. પણ જેવા પહેરીને બહાર નીકળો એટલે એ ભુલાઈ જાય અને બીજા વિચારોમાં ખોવાઈ જાવ. 

કેટલાક વિચારો લાંબા સમય સુધી ચાલે, જેમકે, કોઈને આપેલું સ્મિત અથવા સદ્ગુરુની હાર્ટને ટચ કરી ગયેલી વાણી, એ ક્યાંય સુધી વાગોળતા રહીએ. 

જેટલા વિચારો લાંબા સમય સુધી રહે છે તેના લેયર્સ બનતા જાય છે. જેટલો સમય તમે તે ભાવમાં રહો તેટલાં તેના લેયર્સ બનતાં જ જાય અને એ વાઈબ્રેશન્સ આસપાસ ફેલાતા જાય. 

સવારે તમે પાંચ-સાત મિનિટ ધ્યાનની સાધના કરી, તમારા વિચારો, ભાવો પોઝિટિવ થવા લાગ્યા, એ પોઝિટિવ વાઈબ્રેશન્સ તમારી આસપાસ ફેલાવા લાગ્યા, એટલે તમારી બ્લેક અને અશાંત ઓરા ધીમે ધીમે શ્ર્વેત અને શાંત થવા લાગી, તમારા ઘરમાં રહેલી તમારી આસપાસ રહેલી નેગેટિવિટી દૂર થવા લાગી અને તમે તથા તમારી આસપાસનું વાતાવરણ શુભ અને પોઝિટિવ થવા લાગ્યું. 

જે પોઝિટિવ હોય તે સદાય સફળ હોય. જે પોઝિટિવ હોય તે પાવન હોય.

કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામની શરૂઆત કરે ત્યારે શરૂઆતમાં એનો જોશ, ઉત્સાહ, ઉમંગ ખૂબ જ હોય પણ પછી ધીરે ધીરે એ ડાઉન થતાં જાય. 

એમ સવારની ધ્યાન સાધનાથી પોઝિટિવ થયેલા ભાવોનો વેગ બપોર સુધીમાં મંદ થતો જાય. 

ભગવાને પણ કહ્યું છે, કોઈ પણ વ્યક્તિ એક જ ભાવમાં બે મુહૂર્તથી વધારે રહી શકે નહીં. સવારથી પોઝીટીવ જ રહેવાનો વિચાર ર્ક્યો હોય એટલે કલાક, બે કલાક અને વધુમાં વધુ ત્રણ કલાક રહી શકો, પછી ક્યાંક ને ક્યાંક એ પાવર ઘટવા લાગે.

એટલે બપોરે સ્મરણ સાધના દ્વારા એ પોઝિટિવિટીને રિચાર્જ કરવાની હોય છે. તમે કોઈ સારા અને શુભ પ્રસંગનું સ્મરણ કરો એટલે તમને બીજું પણ સારું અને શુભ કરવાનું મન થાય એ સમયે એ સારું કાર્ય કરવાથી જે સેટીસ્ફેક્શન, જે સંતોષ, જે પ્રસન્નતા મળ્યાં હતાં તે અત્યારે ફરી એવું જ સારું કરવાની પ્રેરણા કરે છે. 

સવારની સાધના છે સારપને પ્રગટાવવાની અને બપોરની સાધના છે સારપથી પ્રેરિત થવાની!

સવારના ધ્યાન, બપોરે સ્મરણ અને રાત્રે... રાત્રે શુદ્ધિની સાધના!!

ગમે તેટલું વિચાયુર્ર્ં હોય કે આજે આખા દિવસમાં ગુસ્સો કરવો નથી, છતાં ક્યાંક થઈ જાય છે, ગમે તેટલું ધાયુર્ર્ં હોય કે નેગેટિવ થવું નથી પણ ક્યાંક નિમિત્ત મળે એટલે નેગેટિવ થઈ જવાય છે, ગમે તેવો સંકલ્પ ર્ક્યોે હોય કે અહમ્ કરવો નથી, ઈર્ષ્યા કરવી નથી, પણ અનાદિકાળના સંસ્કાર જાગૃત થઈ જાય અને અહમ્ થઈ જાય. 

રાત્રે સૂતા પહેલાં આત્મશુદ્ધિની સાધનામાં એ જ વિચારવાનું કે આજે મેેં ક્યાં, કોની ઉપર ગુસ્સો ર્ક્યો. એ ગુસ્સો કરવાનું કારણ શું હતું? એ ગુસ્સોે કરવો કેટલો જરૂરી હતો? એ કાર્ય ગુસ્સાના બદલે પ્રેમથી પણ થઈ શકે તેમ હતું કે નહીં? કોની સાથે પ્રોબ્લેમ થયા, કઈ વાત પર અહમ્ ર્ક્યોે, કોની ઈર્ષ્યા કરી, કોના પ્રત્યે દ્વેષભાવ ર્ક્યોે, કોના પ્રત્યે અણગમો ર્ક્યોે!!! એના ઉપર ચિંતન-મનન કરવું અને 

ફરી એવું ન કરવાનો સંકલ્પ કરવો અને એને આચરણમાં 

મૂક્તાં મૂક્તાં, નફરતની માત્રાને ઘટાડતાં-ઘટાડતાં પ્રેમની માત્રાને વધારતાં-વધારતાં આત્માની શુદ્ધિ કરવી અને સૂતાં પહેલાં ઘરની દરેક વ્યક્તિ પછી એ નાના હોય કે મોટા દરેકને ક્ષમાના 

ભાવથી સોરી કહેવું અને બીજા બધાંની બે હાથ જોડી ભાવપૂર્વક ક્ષમા માંગવી. 

હૃદયથી માફી માંગી લેવાથી, સોરી કહેવાથી, મન હળવું થઈ જાય છે, વિચારો શાંત થઈ જાય છે અને ઊંઘ પણ શાંતિથી સરસ આવે છે. મનના કારણે તન પણ રીલેકસ થઈ જાય છે અને બ્લડપ્રેશર, એસિડિટી, ડાયાબિટીસ અને કેન્સર જેવા રોગોથી બચી શકાય છે અને બીજે દિવસે પણ ફ્રેશ ફીલ કરી શકાય છે. 

જે સોરી કહે છે તે સ્વસ્થ રહે છે. 

સવારે શાંત અને પોઝિટિવ થવા ધ્યાનની સાધના, બપોરે રિચાર્જ થવા સ્મરણની સાધના અને રાત્રે રિલેકસ થવા શુદ્ધિની સાધના. 

શાંત, સ્વસ્થ, સુખી, સમૃદ્ધ અને સફળ થવા માટેની ત્રણ તબક્કાની શ્રેષ્ઠ સાધનાનો પ્રયોગ કરવા જેવો તો છે જ!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment