Thursday, 31 December 2015

[amdavadis4ever] ચૂકાઈ ગઈ હોય 2015ની આ 10 ફિલ્મ, અચૂક છે જોવા જેવી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



 (ફાઈલ તસવીરઃ 'મસાન'ના એક સીનમાં રિચા ચઢ્ઢા- સંજય મિશ્રા)


પરંતુ, આ સિવાય પણ ઘણી એવી ફિલ્મ્સ આવી છે. જેમાં સામાજિક મુદ્દાઓ ઉઠાવવાથી લઈને ગંભીર વાતોને સરળતાથી કહેવામાં આવી છે. આ યાદીમાં 'મસાન', 'પીકુ', 'કોર્ટ', 'તિતલી', 'તલવાર', 'દમ લગા કે હઈસા', 'કિસ્સા' અને 'બદલાપુર' જેવી ઘણી ફિલ્મ્સનો સમાવેશ થાય છે.
 
ફિલ્મઃ મસાન
ડિરેક્ટરઃ નિરજ ઘાયવાન
સ્ટારકાસ્ટઃ રિચા ચઢ્ઢા, વિક્કી કૌશલ, શ્વેતા ત્રિપાઠી અને સંજય મિશ્રા
રીલિઝ ડેટઃ 24 જુલાઈ
 
સ્ટોરીઃ ફિલ્મ બનારસની પૃષ્ઠ ભૂમિ પર આધારિત છે. જેમાં આશા અને નિરાશા વચ્ચે ઝઝુમતા યુવાઓનું જીવન છે. આ જીવનના દુઃખ અને વિટંબણાને ખૂબી પૂર્વક સમજાવ્યું છે. નિરજે જીવનની ગંભીર અને જટીલ વાતોને સહજતા અને ખૂબસૂરતીથી સમજાવી છે. ફિલ્મની સિનેમેટોગ્રાફીથી લઈ સંગીત શાનદાર હતા.

ફિલ્મઃ પીકુ
ડિરેક્ટરઃ શુજીત સરકાર
સ્ટાર કાસ્ટઃ અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને ઈરફાન ખાન
રીલિઝ ડેટઃ 8 મે
 
સ્ટોરીઃ પિતા-પુત્રીના સંબંધોને આ રીતે પહેલા ક્યારેય સ્ક્રિન પર લાવવામાં આવ્યા ન હતા. ફિલ્મમાં નાની-નાની સમસ્યાઓ કેવી મોટી બની જાય છે, તે અંગે વાત કરાઈ છે. એક બંગાળી પરિવાર દિલ્હી આવે છે, ત્યાર બાદ તેમની દિલ્હીથી કોલકાતાની સફર થાય છે. ટોચના સ્ટાર્સને કઈ રીતે વાર્તામાં ગુંથવામાં આવે છે તે શુજીતે આ ફિલ્મથી સિદ્ધ કર્યું છે.

ફિલ્મઃ તલવાર
ડિરેક્ટરઃ મેઘના ગુલઝાર
સ્ટારકાસ્ટઃ નિરજ કાબી, કોંકણા સેન શર્મા અને ઈરફાન ખાન
રીલિઝ ડેટઃ 2 ઓક્ટોબર
 
સ્ટોરીઃ હેમરાજ-આરૂષિ હત્યા કેસ પર આધારિત આ ફિલ્મની વાર્તા વિશાલ ભારદ્વાજે લખી હતી. આ કેસ પોલીસ અને સીબીઆઈ માટે જટીલ સાબિત થયો છે. આજે આરૂષિની હત્યામાં દોષિત તેના માતા-પિતા હાલ જેલમાં બંધ છે. પરંતુ આ ફિલ્મ જોયા બાદ કેસના અજાણ્યા પાસાઓથી રૂબરૂ થશો. ફિલ્મમાં તમને કેસ સાથે સંકળાયેલી વાતો જાણવા મળશે.

ફિલ્મઃ દમ લગા કે હઈસા
ડિરેક્ટરઃ શરત કટારીયા
સ્ટારકાસ્ટઃ આયુષ્માન ખુરાના-ભૂમિ પેડનેકર
રીલિઝ ડેટઃ 27 ફેબ્રુઆરી
 
સ્ટોરીઃ આ ફિલ્મે મેદસ્વી યુવતી હિરોઈન ન બની શકે તે માન્યતાને ખોટી સાબિત કરી છે. હરિદ્વારની પૃષ્ઠ ભૂમિ પર આધારિત આ ફિલ્મ અસલ જીવનની વાત રજૂ કરે છે. બોલિવૂડમાં પહેલા આ પ્રકારની ક્યારેય વાર્તા જોવા મળી નથી. ફિલ્મમાં એક માસૂમિયત પણ જોવા મળે છે. માત્ર એટલું જ નહીં, નવા પ્રકારમની સ્ટોરીથી આજનો સમાજ પણ જોવા મળશે.

ફિલ્મઃ કોર્ટ
ડિરેક્ટરઃ ચૈતન્ય તમ્હાણે
સ્ટારકાસ્ટઃ વીરા સતીધાર, વિવેક ગોંભર, ગીતાંજલિ કુલકર્ણી
રીલિઝ ડેટઃ 17 એપ્રિલ
 
સ્ટોરીઃ આ ફિલ્મ ન્યાયતંત્રના સત્યને અરીસાની જેમ સ્પષ્ટ રીતે બતાવે છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં અનેક એવોર્ડ્સ જીત્યા છે, જેમાં રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય એવોર્ડ્સ સામેલ છે. ભારતીય સિનેમામાં બતાવવામાં આવતી અદાલતો ડ્રામાથી ભરેલી હોય છે. પરંતુ આ ફિલ્મમાં કોર્ટની વાસ્તિવક રજૂઆત કરવામાં આવી છે. જેમાં તેના વકીલોથી લઈ ન્યાયધીશોની કાર્યપદ્ધતિ અને તેમના જીવનના અલગ અલગ પાસાઓને ઉજાગર કરે છે.

ફિલ્મઃ તિતલી
ડિરેક્ટરઃ કનુ બહલ
સ્ટારકાસ્ટઃ શશાંક અરોરા, રણવિર શૌરી, અમિત સિયાઈ
રીલિઝ ડેટઃ 30 ઓક્ટોબર
 
સ્ટોરીઃ આ ફિલ્મ કાદવમાં કમળ ખીલવાની વાતને ચરિતાર્થ કરી છે. એક વિચિત્ર અપરાધી પરિવારમાં એક વ્યક્તિમાં માણસાઈ બચી હોય છે. આ પરિવાર અભાવોમાં જીવતું અને પરિસ્થિતિઓથી ઘેરાયેલું હોય છે. આ સ્થિતિમાં તે કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે. તેમાં બતાવાયું છે કે, લોકો નહીં પણ પરિસ્થિત ખરાબ હોય છે.

ફિલ્મઃ કિસ્સા
ડિરેક્ટરઃ અનુપસિંહ
સ્ટારકાસ્ટઃ ઈરફાન ખાન-ટીસ્કા ચોપરા
રીલિઝ ડેટઃ 20 ફેબ્રુઆરી
 
સ્ટોરીઃ 'કિસ્સાઃ ધ ટેલ ઓફ લોનલી ઘોસ્ટ' બેહદ ઓછા બજેટમાં બની છે. આ ફિલ્મનો સબ્જેક્ટ ઘણો અલગ છે. ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટીવલમાં એવોર્ડ જીતનારી આ ફિલ્મ 1947ના ભારત- પાકિસ્તાનના ભાગલા પર આધારિત છે. ફિલ્મની વાર્તા એક પિતાની છે, જેને ચાર પુત્રીઓ છે. જેમાં એકનું પાલન પોષણ છોકરાની જેમ કરવામાં આવે છે. ત્યાર બાદ તેના જીવનમાં ખૂબ મુશ્કેલીઓ આવી જાય છે.

ફિલ્મઃ એન.એચ 10
ડિરેક્ટરઃ નવદીપસિંહ
સ્ટારકાસ્ટઃ અનુષ્કા શર્મા-નીલ ભૂપાલમ
રીલિઝ ડેટઃ 13 માર્ચ
 
સ્ટોરીઃ અનુષ્કા શર્માએ નિર્મિત કરેલી આ ફિલ્મ ખાપ પંચાયત પર આધારિત છે. ફિલ્મની પૃષ્ઠ ભૂમિ હરિયાણા બતાવવામાં આવી છે. ફિલ્મમાં દિલ્હીનું રહેવાસી એક કપલ ભાગીને પ્રેમ લગ્ન કરતા યુવક-યુવતીના હત્યારાઓને જોઈ જાય છે. ત્યાર બાદ ફિલ્મની નાયિકા આ વાત પોલીસને પહોંચાડવા માગે છે. પરંતુ ખાપ પંચાયતના ગુર્ગાઓ, નેતાઓ અને પોલીસ મળેલી હોય છે. આથી અંતે નાયિકા જ આ પ્રકારનું કૃત્ય કરતા લોકોને પાઠ ભણાવે છે.

ફિલ્મઃ માર્ગારિટા વીથ અ સ્ટ્રો
ડિરેક્ટરઃ સોનાલી બોઝ
સ્ટારકાસ્ટઃ કલ્કી કોચલીન, રેવતી અને હુસૈન દલાલ
રીલિઝ ડેટઃ 17 એપ્રિલ
 
સ્ટોરીઃ આ ફિલ્મની વાર્તા 'લૈલા' નામની છોકરી પર છે, જે 'સેરેબ્રેલ પાલ્સી'ની બીમારીથી પીડિત છે. આ બીમારી શરીરના અંગોને શિથિલ કરી દે છે. આ કારણે લૈલા એક અસહજ જીવન જીવવા લાગે છે. આ ફિલ્મ આપણા સમાજની મનોદશા પર પણ એક મોટો સવાલ કરે છે. એક શારીરિક અક્ષમતાથી પીડિત વ્યક્તિ સાથે તેના પરિવારના લોકોની ભાવનાઓ કઈ રીતે સમય સમય પર બદલાય છે.

ફિલ્મઃ ગૌર હરિ દાસ્તાન
ડિરેક્ટરઃ અનંત મહાદેવન
સ્ટારકાસ્ટઃ વિનય પાઠક, કોંકણા સેન શર્મા અને રણવિર શૌરી
રીલિઝ ડેટઃ 14 ઓગસ્ટ
 
સ્ટોરીઃ આ ફિલ્મ ઓડિશાના સ્વતંત્ર સેનાની ગૌર હરિ દાસ પર આધારિત હતી. દાસે ફ્રિડમ ફાઈટરનું સર્ટીફિકેટ લેવા માટે 32 વર્ષ સુધી લડવું પડ્યું હતું. જે તેને 84ની વયે મળ્યું હતું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment