Thursday, 31 December 2015

[amdavadis4ever] સંપેતરું.. . ઉર્ફે ... જોખમ ... ઉ ર્ફે પાર્સલ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સુદામા કૃષ્ણને મળવા નીકળ્યા ત્યારે એમના મિસિસે પૂછ્યું; ખાલી હાથે જશો? કંઈક લેતા જાવ ને પોટલીમાં તાંદુલ ભરી આપ્યા. કૃષ્ણ એ સ્વીકારશે કે જેસીક્રીષ્ણ એ ય ખબર નહિ પણ કૃષ્ણ એ તો સુદામા અને તાંદુલનું નામ પડતા જ હરખભેર હડી કાઢી પછીની વાત તો સૌ જાણીએ છીએ પણ અમને લાગે છે કે આ મિસિસ સુદામાએ તાંદુલ પોટલી ભળાવેલી એ કદાચ દુનિયાનું સૌથી પ્રથમ સંપેતરું હતું . કોઈકે આપેલી વસ્તુ કોઈને પહોંચાડવી એટલે સંપેતરું. 

 

સંપેતરા બે પ્રકારના હોય... એક તો ખુલ્લા અને બીજા ત્રણ-ચાર પેકિંગ કરેલા .આ પેકિંગ કરેલા સંપેતરા મગજમાં અનેક વિચારો જન્માવે ને પછી એ ડબલ - ટ્રબલ - ચૌબલ પેકિંગ કરેલા સંપેતરા સાચવીને પહોંચાડવાની ભલામણના કારણે ઘણીવાર એમ થાય કે બધા પેકિંગ ખોલીને જોઈ લઈએ કે એમાં શું ભર્યું છે ? આ તાલાવેલી પર કાબૂ રાખવો અત્યંત કઠિન કાર્ય છે . ખોખું હોય તો સાવ અજાણતા જ આપણે ખખડાવી જોઈએ ને એનાથી જે ધ્વની ઉત્પન્ન થાય એના પરથી ખોખામાં શું હશે એની નિરર્થક ( આપણા માટે ) અટકળો કરીએ. શું હશે? ગણપતિ? કે ચાંદીનો ગ્લાસ? કે એન્ટિક પીસ? આ પેકિંગવાળું સંપેતરું ઈર્ષ્યાપ્રેરક હોય છે. આપણી પાસે હોય છતાં આપણું ન હોવાનો ભાવ વિષાદયોગને જન્મ આપે છે. બે વ્યક્તિ વચ્ચે ચીજ વસ્તુની લેવડ દેવડ થાય અને એ લેવડ દેવડ માં જ્યારે જોડતી કડી કોઈ ત્રીજી વ્યક્તિ હોય ત્યારે એ ચીજવસ્તુ " સંપેતરું " કહેવાય . ઘણી વખત આ સંપેતરું /અનામત / ભાળવણી કે પાર્સલ સાથે જે તે જોડતી કડી / વ્યક્તિને જરાય લાગતું વળગતું ન હોય. આંગડિયા પેઢીઓ કે કુરીયર્સ આનું ઉત્તમ ઉદાહરણ છે. સંપેતરા પ્રથા ના પાયામાં ભરપુર વિશ્ર્વાસ રહેલો છે ને જોડતી કડી વિશ્ર્વાસુ હોય તો ભલભલું ચળાવી ડે એવું સંપેતરું સહીસલામત પહોચેં. બાકી તો હરી ઓમ. જો કે આંગડિયા પેઢી કે કુરીયર્સના ફૂલ નહિ તો ફૂલની પાંદડી જેવા ચાર્જ બી ઘણાં ને ખૂંચતા હોય છે . " એવા મફત (?) શેના આલી દેવાના? એટલે આવી મફત મેંટાલીટી ઓનર્સ મફત સર્વિસ સેન્ટર જ શોધતા હોય. જેવું ક્યાંક કોઈ મળે કે તરત જ પધરાવી દે. આવું પરદેશ રહેતા હોય એમની સાથે વધારે થાય . કારણ કે પરદેશ મોકલવાની હોય વસ્તુ તો કુરીયર્સ વાળા ભાવ સારો એવો લે. એટલે આ મફ્ત કોમ્યુનિટિવાળા ક્યાંથી ક્યાંનું સગપણ શોધી લાવે. પછી પ્રશ્ર્નોત્તરી ચાલુ કરે. " કેટલું વજન થયું બેગનું ? એક નાની વસ્તુ છે લગભગ એકાદ કિલોની. મારી બેબીની નણંદના જેઠાણીના ભત્રીજી જમાઈ માટે લઇ જવાની. ના ન કહેતા. લઈ જ જવાની છે. મારા ભાઈના સમ. " સીધા સમ ખાવા પર આવી જાય . 
એ બેટા કઈ બાજુ જાય છે? જરા આટલો ડબ્બો તારી દીદીને ત્યાં પહોંચાડતી જા ને પછી તારા કામે નીકળી જજે તું તારે. સવારમાં લગભગ દસેક વાગ્યે સ્કૂટરની કિક મારતી હતી ત્યાં જ બાજુવાળા માસીનો ટહુકો સંભળાયો. લીલી ઝભલા થેલીમાં એક સ્ટીલનો ડબ્બો ધરીને માસી મારી બાજુમાં જ આવીને ઊભા રહ્યા. ત્રણ વાક્યો બોલ્યા એમાં પહેલા વાક્યમાં પ્રશ્ર્ન પૂછ્યો જેના જવાબની રાહ જોયા વગર જ બીજા બે વાક્યોમાં મક્કમતાથી હુકમ ફટકાર્યો . હવે હું ગમે તે દિશામાં જતી હોઉં તો પણ માસીના હુકમનો અનાદર થાય એમ હતું નહિ. એટલે પરાણે હસતું મોઢું રાખીને " હા ... હા ... કેમ નહિ માસી, લાવોને આપતી જઈશ . એમાં શું ? ' આમ તો કાઈ ખાસ નથી પણ તારા જીજાજીને મારું બનાવેલું પાપડી - વેંગણ નું શાક બહુ ભાવતું છે તો મેં કું થોડું મોકલું : માસી ઉવાચ. મારી અનિચ્છાએ પણ મારા પ્રિય દીદી અને જીજાજી માટે ખાસ શાક આપવા એમના ઘરે જવું પડ્યું . મારા ગંતવ્ય સ્થાન પર પહોંચતા મને લગભગ અર્ધો કલાક જેટલું મોડું થયું પણ માસીના વહાલના વળામણામાં એ તો ગૌણ હતું .
તો કેટલાક વિરલા ઓ સામે ચાલી ને સંપેતરા મંગાવે. "આપી જાવ તમતમારે. એ ક્યા ખાવા માંગવાનું છે? "ક્યારેક આ વિરલાઓ ધર્મસંકટમાં આવી પડે કારણ કે મદદરૂપ થવાની હોંશમાં પોતાનો સમાન મૂકીને સંપેતરાઓ ઊંચકી જવાનો વારો આવે.અમારા એક સગા યુ.એસ.એ. થી આવેલા . મારા મામા યુ.એસ.એ. રહે છે તો એમને કશું મોકલવું હોય તો મોકલી આપો એવું કહેવા એમણે ફોન કર્યો . બે કિલો સુધી વાંધો નથી એમ પણ કહ્યું. હવે આ સગાં રહે જશોદાનગર ચાર રસ્તા અને અમે નારણપુરા. લગભગ ૪૫ મિનિટ જેટલું અંતર . (ટ્રાફિક યડ્ઢભહીમયમ) અમે તો હોંશે હોંશે એકઝેટ બે કિલોનું સંપેતરું બરાબર પેક કરાવીને અભિમન્યુના ચક્રવ્યૂહની જેમ ટ્રાફિકના કોઠા વીંધતા વીંધતા જશોદાનગર પહોંચ્યા . ભાઈ એ ચોક્કસ લઇ જશે એમ કહીને અમારા દેખતા જ સામાનમાં મૂક્યું . અમને ધરપત થઇ કે હાશ પહોંચી ગયું . થોડા દિવસ પછી ભાઈના ઘરેથી એટલે કે જશોદાનગરવાળા ઘરેથી ફોન આવ્યો કે તમારું સંપેતરું ભાઈ લઈ જઈ શક્યા નથી તો તમે પાછું લઈ જાવ. હવે સંપેતરામાં એક કિલો કાજુ કતરી અને એક કિલો પેંડા મૂકેલા . આટલા દિવસ માં એ બગડી જ ગયા હોય એટલે મીઠાઈ પણ બગડી અને સંબંધ પણ!!! પહેલેથી જ કહી દીધું હોત અથવા તરત જ કહ્યું હોત તો મીઠાઈ તો ન જ બગડી હોત!!! કેટલીક વાર આપણે આપણા કોઈ મિત્ર, સંબંધી આવું સંપેતરું /પાર્સલ પહોંચાડવાનું કહે તો બે આંખની શરમના માર્યા ના કહી શકતા નથી . એક નન્નો સો દુખ હણે એ ઉક્તિ બધાય જાણતા હોવા છતાં કર્ણને જેમ અણીને વખતે જ વિદ્યા વિસરાઈ ગયેલી એમ આપણે પણ ટાંકણે જ નન્નો ભણવાનું ભૂલી જઈએ છીએ અને ઉપાધીના પોટલા ઊંચકી લઈએ છીએ . 


----------------------------

ખોંખારો

સંપેતરું પહોંચાડવા પાછળ ઉમદા હેતુ એકબીજાને મદદરૂપ થવાનો જ હોય છે . સંબંધોને વટાવી ખાનારા ય છે પણ મદદરૂપ થનારા કાઈ કેટલાય ગણા વધારે છે જેમ દરેક સમસ્યાનો ઉકેલ છે એમ દરેક સંપેતરાનો પહોંચાડનાર પણ હોય જ છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment