Thursday, 31 December 2015

[amdavadis4ever] ૨૦૧૬ની સાલમાં ક ેટલા બિઝી રહેવું

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



૨૦૧૬ની સાલમાં કેટલા બિઝી રહેવું


જેમને એક સાથે અનેક કામ કરવાની ટેવ નથી પડી તેઓ પોતાના હાથમાં ગજા બહારની જવાબદારીઓ લઈ લે છે ત્યારે એમના ઉત્સાહનું પરિણામ અવ્યવસ્થા અને અંધાધૂંધીમાં આવે છે. જે કામ માટે ઉતાવળ કે અધીરાઈ થઈ રહી છે એ કામ નહીં થયું તો ખરાબમાં ખરાબ પરિણામ શું આવી શકે એવો વિચાર કરી લેવાથી સમયની મોકળાશ ન હોય ત્યારે પણ માનસિક મોકળાશ નામે નિરાંત જન્મતી હોય છે. સમય સાથે મારામારી કરીને કોઈ પણ ભોગે બધું જ કામ પૂરું કરી નાખવાની ઉતાવળને કારણે જે ઉદ્વેગ સર્જાય છે તેને લીધે માણસની વર્તણૂકમાં તોછડાઈ અથવા ઉચ્છ્રંખલતા આવી જતાં હોય છે, અને એના પરિણામે સામેની વ્યક્તિ તમને ન તો તમારા કામમાં સહકાર આપે છે, ન નક્કર પ્રકારની સહાનુભૂતિ આપી શકે છે. ઊલટાનું જેની સાથે આવી વર્તણૂક કરવામાં આવે છે એ વ્યક્તિ અસહકારી બનવા ઉપરાંત જક્કી અને જિદ્દી બની જાય છે, ક્યારે ક્રોધિત પણ થઈ જાય છે. આમાં નુકસાન બીજાને નહીં, પોતાને જ થાય છે.

ક્યારેય નિરાંત ન અનુભવતા લોકોને પોતાની એકએક સેક્ધડનું મહત્ત્વ દેશના વડા પ્રધાનની એકએક સેક્ધડ જેટલું લાગતું હોય છે, સહેજ પણ ઓછું નહીં. ઘણાને બીજાઓની સામે પોતાની મહત્તા સિદ્ધ કરવા પોતે ખૂબ કામમાં ગળાડૂબ છે એવો અહેસાસ બીજાને કરાવવો પડે છે. સમય તો દરેકનો કિંમતી છે, જેમની અપોઈન્ટમેન્ટ ડાયરીમાં દિવસની દરેક મિનિટનું પ્લાનિંગ હોય એવી પીએમ જેવી હસ્તીઓથી માંડીને જેમને સૂર્યોદય કે સૂર્યાસ્તની પણ પરવા નથી એવા હિમાલયની ગુફાઓમાં યોગસાધના કરવા જતા રહેતા સાધુઓ સુધીની દરેકેદરેક વ્યક્તિનો સમય કિંમતી છે. સવાલ એ છે કે માણસ પાસે સમયની મોકળાશ ન હોય તે છતાં એને મનની મોકળાશ મેળવી લેતાં આવડે છે કે નહીં.

કામમાં ગળાડૂબ ખૂંપી જવા કરતાં કામમાં ગળાડૂબ ખૂંપેલા છીએ એવું માનવું ગમતું હોય છે. આજકાલ શ્ર્વાસ લેવાનીય ફુરસદ નથી એવું કોઈકને કહીએ છીએ ત્યારે બીજા કોઈને મળવા નથી માગતા એવું નથી, આપણે પોતે જ પોતાની જાતને મળવા નથી માગતા. જાતથી ભાગવા માટે, પોતાનાથી બને એટલા દૂર જવા માટે જે કરેખર આપણું કામ નથી એવાં અગણિત કામમાં ડૂબી જવાનું આપણને ગમતું હોય છે. આ પણ એક પ્રકારનો પલાયનવાદ જ થયો.

આળસનો વિકલ્પ ગળાડૂબ કામ કે કામની ઝડપની તીવ્રતા નથી. આખો દહાડો કામ વિના બેસી રહેવું એટલે પોતાનામાં રહેલી શક્તિઓનો અનાદર કરવો. આવું કરવામાં માણસ પોતે જ પોતાની નજરમાંથી ઊતરી જાય, પણ કામ કરતી વખતે ઘડીભરની ફુરસદ ન મળે એ વળી કેવું? આઠ આઠ કલાક સુધી સ્પીડોમીટરનો કાંટો ૧૧૦-૧૨૦ની વચ્ચે ધ્રુજયા કરે એવી ઝડપ રાખીને ક્યાં જવાનું? જીવનમાં ટાળી શકાય એવા અકસ્માતો દરેક કામની સ્પીડને નૉર્મલ કર્યા પછી જ ટાળી શકાતા હોય છે. મગજમાં એક સાથે આઠ ટ્રેક પર પૂરઝડપે ટ્રાફિક દોડી રહ્યો હોય એવી લાગણી ઉદ્ભવે ત્યારે જરાક થોભીને, ઊંડો શ્ર્વાસ લઈને, વિચારી શકાય કે આ બધી દોડધામ જરૂરી ખરી? દોડધામ વિના આ જ કામ થઈ શકે? કદાચ વધારે સારી રીતે થઈ શકે. લાગતાવળગતા સૌ કોઈને સંતોષ આપીને થઈ શકે. બિનજરૂરી સ્પીડને ક્ધટ્રોલ કરીને સૌથી મોટો સંતોષ પોતાની જાતને આપી શકાય.

દિવસનો એકેએક કલાક પૂર્વનિર્ધારિત કામ પાછળ ખર્ચી નાખવો જરૂરી નથી. ચોવીસ કલાકમાં વચ્ચે વચ્ચે અલ્પવિરામ જેવા ગાળા આવવા જોઈએ જેમાં કશું જ અગાઉથી નક્કી કરેલું કરવાનું ન હોય. જાતે જ ઊભું કરેલું કામનું દબાણ જાતે જ ઓછું કરી શકાય. થોડા સમયમાં ખૂબ વધું કામ કરી નાખવાનો સ્વભાવ માણસને બહુ ઝડપથી નિચોવી નાખે, ખાલી કરી નાખે. વચ્ચે વચ્ચે આવતા અલ્પવિરામોને કારણે સતત અંદર કશુંક ઠલવાતું રહે. આવા સતત અને નક્કર ઈનપુટ વિના એક વખત એવો આવશે કે જ્યારે કશું જ આઉટપુટ નહીં મળે અને જો મળશે તો તે ફિક્કું અને મૂલ્યવિહિન હશે.

ક્યારેક વળી પોતાના નહીં, બીજાઓના કામ માથે લઈને બિઝી બિઝી થઈ જવાનું ગમતું હોય છે. કેટલાક લોકો ગામ આખાના રામણદીવા હાથમાં લઈને ફરતા રહે છે. બડા ઉત્સાહથી આજુબાજુની ડઝનબંધ વ્યક્તિઓનાં નાનાં મોટાં કામ ચોક્સાઈપૂર્વક કરી આપે છે. બદલામાં મળતી શાબાશીથી એમનુું પેટ ભરાઈ જતું હોય છે. પોતે કેટલી બધી વ્યક્તિઓને ઉપયોગી થઈ રહ્યા છે એવો સંતોષ મેળવવાનો એમને નશો થઈ જતો હોય છે. બીજા લોકોને આવા માણસોનું ઝાઝું મૂલ્ય હોતું નથી. નવરો છે એટલે કરી જ આપે ને અમારું કામ એવું વિચારીને તેઓ ઉપરછલ્લા શબ્દોથી એની કદર કરે છે. આવા લોકો પોતે બીજાઓ માટે બહુ ઉપયોગી છે એવા ભ્રમમાંથી ત્યારે જ બહાર આવે છે જ્યારે એમને બીજાઓનું કામ પડે અને આસપાસના બધા જ માણસો એક યા બીજું બહાનું કાઢીને છટકી જાય. આવું ભ્રમનિરસન થયા પછી સર્જાતી કડવાશનો સ્વાદ જિંદગીભર જીભ પર રહેતો હોય છે.

બીજાના કે પોતાના કામમાંથી ફુરસદ નથી મળતી એવું લાગે ત્યારે ચેતી જવાનું. કામ અનિવાર્ય છે તો ફુરસદ પણ કંઈ રસ્તામાં પડેલી ચીજ નથી. એ તો એક દુર્લભ જણસ છે, જેની પાસે ફુરસદ જ ફુરસદ હોય એવો કામગરો માણસ દુનિયાનો સૌથી મોટો શ્રીમંત ગણાવો જોઈએ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment