Wednesday, 9 December 2015

[amdavadis4ever] દરેક જણ આઈન્સ્ટા ઈન, રવિશંકર કે ત ેન્ડુલકર બને એ શ ક્ય નથી -સૌરભ શાહ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દરેક જણ આઈન્સ્ટાઈન, રવિશંકર કે તેન્ડુલકર બને એ શક્ય નથી

સૌરભ શાહ
દરેક જણ આઈન્સ્ટાઈન, રવિશંકર કે તેન્ડુલકર બને એ શક્ય નથી

સતત ટોક ટોક કર્યા કરવાથી બાળક વિકસતું અટકી જાય છે. નિસ્તેજ, મંદ, ભૂલકણું અને પ્રમાદી થતું જાય છે. તો વધુ પડતી કાળજી લેનારાં મા-બાપ સંતાનને ભીરુ બનાવી દે છે

 

આસપાસની દુનિયાને કારણે આપણે પણ જીવનમાં ત્રણ વાતને ખૂબ મહત્ત્વ આપી દેવાની ભૂલ કરતા રહીએ છીએ : પૈસો, બુદ્ધિપ્રતિભા અને બાહ્ય સુંદરતા. હરીફરીને જીવનનાં લક્ષ્યો આ જ ત્રણ બાબતોની આસપાસ મંડરાતાં રહે છે. આપણાં મા-બાપોએ આપણી પાસેથી આ આશા રાખી હતી અને આપણે પણ આપણાં સંતાનો પાસે આ જ અપેક્ષા રાખતાં થઈ જવાનાં છીએ : એ મોટું થઈને ખૂબ પૈસા કમાય, ખૂબ બુદ્ધિશાળી બને અને દેખાવમાં રૂપકડું હોય અથવા રૂપકડા પાત્ર જોડે લગ્ન કરે - આ ત્રણ બાબતો જ જિંદગીની સૌથી મહત્ત્વની છે એવાં મૂલ્યો નાનપણથી આપણામાં સિંચાયાં છે અને આપણા બાળકોમાં પણ એનું જ સિંચન આપણે કરવાનાં છીએ. જરાક સજાગ થઈ જઈએ તો જણાશે કે આપણાં પોતાનાં ફ્રસ્ટ્રેશન્સ અને આપણી પોતાની હતાશાઓના જન્મ પાછળ આવાં મૂલ્યોનાં સિંચનનો ઘણો મોટો ફાળો છે.
મિત્રો કે સગાંવહાલાંની સમક્ષ તેઓ ક્ષોભ અનુભવતા જ જાય છે. બાળક આ વાતની બરાબર નોંધ લેતું હોય છે. તમે મા-બાપ છો એટલે તમારા બાળકને પ્રેમ કરો એમાં કશી નવાઈ નથી, પરંતુ બાળકને તમે બીજાઓ કરતાં ઊતરતું ગણશો અને એ જ રીતે એની સાથે વ્યવહાર રાખશો તો બાળકનું આત્મગૌરવ ધીરે ધીરે હણાતું જશે. એનામાં છુપાયેલી અન્ય કોઈ શક્તિ પણ ક્યારેય બહાર નહીં આવે. તું તો બહુ હોંશિયાર છે ને લાખોમાં એક છે એમ કહીને સંતાનને ચડાવી મારવાની જરૂર નથી. સાથોસાથ એનામાં એવી પણ કોઈ લાગણીઓ સર્જાવા ન દેવી જોઈએ કે એને લાગવા માંડે કે પોતે વર્થલેસ છે, ભૂલથી આ દુનિયામાં આવી ચડ્યું છે, આ જગતમાં એની કોઈને જરૂર નથી, આ વિશ્વમાં પોતે કોઈ વધારાની વ્યક્તિ છે.

લાઈફ લાઈન
તમે તમારાં બાળકોને ઈન્ટેલિજન્ટ બનાવવા માગતા હો તો એમને પરીકથાઓ વાંચીને સંભળાવો, તમે તમારા બાળકોને વધારે ઈન્ટેલિજન્ટ બનાવવા માગતા હો તો એને વધારે પરીકથાઓ સંભળાવો.
- આલ્બર્ટ આઈન્સ્ટાઈન

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment