Sunday, 6 December 2015

[amdavadis4ever] બે મોઢાળા બૌ દ્ધિકો અને ખેપ ાની નેતાઓથી બચ તા રહેવું જોઈએ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



બે મોઢાળા બૌદ્ધિકો અને ખેપાની નેતાઓથી બચતા રહેવું જોઈએ

સુખનો પાસવર્ડ - આશુ પટેલ

 

એક શહેરમાં એક કૂતરો રહેતો હતો, જે શહેરના તમામ કૂતરાઓનો નેતા હતો અને તેમને દરરોજ ઉપદેશ આપતો રહેતો હતો કે આપણે આપણી મોટાભાગની શક્તિ ભસવામાં ગુમાવી દઈએ છીએ. આ રીતે અર્થહીન ભસતા રહેવાને કારણે આપણો વિકાસ થતો નથી, માટે ભસવાનું બંધ કરો.

કૂતરાઓનો નેતા આ રીતે ઉપદેશાત્મક પ્રવચનો આપીને જ શહેરના બધા કૂતરાનો લીડર બની ગયો હતો. બધા કૂતરાઓ તેના પ્રવચનથી અંજાઈ જતા. તેમને લાગતું કે આપણો નેતા કેટલો મહાન છે. આવી અશક્ય પ્રવૃત્તિ પર તેણે કાબૂ મેળવી લીધો છે. આપણે તો થોડી વાર માટે પણ ભસ્યા વિના રહી શકતા નથી.

પોતાના નેતાનો ઉપદેશ સાંભળીને ઘણા કૂતરા ભસવાનું બંધ કરવાની કોશિશ પણ કરતા હતા, પણ એમાં તેમને સફળતા મળતી નહોતી. તેઓ થોડા કલાકોમાં કે થોડી મિનિટોમાં ફરી ભસવા લાગતા. તેમને શરમ પણ આવતી કે આપણા મહાન નેતાની સલાહનો આપણે અમલ કરી શકતા નથી.

એક વાર કૂતરાઓએ તેમના નેતાની માફી માગી અને કહ્યું કે તમે તો મહાન આત્મા છો એટલે તમે ભસવાની પ્રવૃત્તિ પર કાબૂ મેળવી લીધો છે, પણ અમે પામર કૂતરાઓ છીએ એટલે અમે તમારું અનુકરણ કરી શકતા નથી.

કૂતરાઓના નેતાએ નિસાસો નાખ્યો અને કહ્યું, 'ઠીક છે, પણ એક વાર તમે બધા મારી વાત સમજી જશો, પછી દરેક કૂતરો સુધરી જશે. કોઈ ક્યાંય ભસતું નહીં હોય, દરેક જગ્યાએ શાંતિનું સામ્રાજ્ય હશે, ક્યાંય ઝઘડા નહીં હોય.'

કૂતરાઓએ નેતાને સાંભળી લીધા પછી કહ્યું, 'તમે એક મહાન આત્મા છો અને તમે જે કહો છો એ સત્ય છે, પણ અમે લાચાર છીએ. અમે તમને માન આપીએ છીએ પણ તમારું અનુકરણ કરી શકતા નથી. અમે બહુ સામાન્ય કૂતરાઓ છીએ. અમને માફ કરી દો.'

કૂતરાઓ આદતવશ ભસતા રહેતા હતા અને પછી પસ્તાવાની લાગણીથી પીડાતા હતા કે આપણે આપણા નેતાની વાત નહીં માનીને ખોટું કરી રહ્યા છીએ.

આ દરમિયાન કૂતરાઓના નેતાનો જન્મદિવસ આવ્યો. એની આગળની રાતે કૂતરાઓની સભા મળી. એ સભામાં બધા કૂતરાઓએ નક્કી કર્યું કે આપણે આપણા નેતાની વાત ક્યારેય માની નથી, પણ આપણે આપણા નેતાના જન્મદિવસે ભસવાનું બંધ રાખવું જોઈએ. વર્ષમાં એક દિવસ તો આપણે આ મુશ્કેલ કામ કરવું જોઈએ.

સભા વિખેરાઈ અને બધા કૂતરા પોતપોતાના વિસ્તારમાં ગયા. તેમણે મહામહેનતે સંયમ જાળવ્યો. એ રાતે કોઈ પણ કૂતરાના ભસવાનો અવાજ ન આવ્યો એટલે કૂતરાઓનો નેતા સડકો પર અને ગલીઓમાં જોવા નીકળી પડ્યો કે આ શું થઈ ગયું? કોઈ કૂતરો ભસતો જ નથી! કોઈ કૂતરો ભસે તો જ ઉપદેશ આપી શકાય. નેતા તો દુ:ખી થઈ ગયો. આમ ને આમ મોડી રાત થઈ ગઈ. હવે કૂતરાઓના નેતાથી ન રહેવાયું. તે એક અંધારા ખૂણામાં જઈને જોરજોરથી ભસવા લાગ્યો.

બીજા કૂતરાઓએ ભસવાનો અવાજ સાંભળ્યો એ સાથે તેમણે મહામહેનતે જાળવેલો સંયમ તૂટી ગયો. તેમને લાગ્યું કે કોઈએ પ્રતિજ્ઞાનો ભંગ કર્યો છે. એટલે હવે ભસવામાં વાંધો નથી. થોડી વારમાં તો આખા શહેરમાં કૂતરાઓના ભસવાનો અવાજ સંભળાવા લાગ્યો.

બધા કૂતરા ભસવા લાગ્યા એટલે કૂતરાઓના નેતાએ ગજબની રાહત અનુભવી. તેણે સડકો પર ફરીને ભસતા કૂતરાઓને ઉપદેશ આપવા માંડ્યો કે તમે શા માટે ભસવામાં શક્તિ વેડફી રહ્યા છો?

***

આ કથા ખલીલ જિબ્રાનની છે. ઘણા બદમાશ બૌદ્ધિકોનો વાણીવિલાસ સાંભળીને આ કથા યાદ આવી જાય છે. આ કથામાંના કૂતરા - નેતા જેવા ખેપાની બૌદ્ધિકો કે બે મોઢાળા નેતાઓથી બચતા રહેવું જોઈએ.

આપણા દેશની વર્તમાન સ્થિતિમાં ખલીલ જિબ્રાનની આ સચોટ કથા અવારનવાર યાદ આવી જાય છે. આપણા ઘણા બે મોઢાળા બૌદ્ધિકો, ખેપાની નેતાઓ, ઘણા સ્યુડો સેક્યુલર અનાડીઓ અને અળવીતરા રાજકારણીઓ એક બાજુ પ્રજાને ઉપદેશ આપતા હોય છે, કોઈ વિવાદ ન કરવો જોઈએ એવી સલાહ આપતા હોય છે અને ફરી ફરીને તેઓ પોતે જ ઊંબાડિયા મૂકીને નવો વિવાદ પેટાવતા હોય છે અથવા તો શાંત પડી રહેલા વિવાદને પૂંછડું આમળીને જગાડતા હોય છે.

આવા કબાડી નેતાઓ, બેવડા ધોરણ ધરાવતા બૌદ્ધિકો અને હલકી મનોવૃત્તિ ધરાવતા રાજકારણીઓની તકલાદી સલાહોથી બચતા રહેવું એ પણ સુખી થવાની અથવા તો દુ:ખી નહીં થવાની ચાવી છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment