Sunday, 6 December 2015

[amdavadis4ever] આત્મશ્રદ્ધાથી જીવનમાં આગળ વધો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



થોમસનો મારી પર ફોન આવ્યો. ફ્રી છો? હું કંઈ જવાબ આપું, હા કે ના કહ્યું ત્યાં એ બોલ્યો, હું તમને લેવા આવું છું. આટલું કહીને થોમસે ફોન મૂકી દીધો. મને લાગ્યું કે એ ખૂબ ઉતાવળમાં હોવો જોઈએ, પણ શાની ઉતાવળ એનું હું અનુમાન કરી શકી નહીં. થોમસ કઈ મુશ્કેલીમાં હશે તો મને લઈ જવા માગે છે! હું એક ભારતીય એ અમેરિકનને શું મદદમાં આવી શકવાની? હું અનેક તર્કવિતર્ક કરવા માંડી. મારું કામ પડતું મૂકીને કપડાં બદલીને હું તૈયાર થઈ ગઈ. 

થોમસની કાર અમારા ડ્રાઈવવેમાં પ્રવેશતી જોઈ એટલે હું પગથિયાં ઊતરીને નીચે ઊભી રહી. થોમસ આવ્યો અને એની કારનું બારણું ખોલ્યું, હું કારમાં બેઠી. હું મૌન જ હતી. થોમસ પણ કંઈ બોલ્યો નહીં કે એ મારું શું કામ છે!

થોમસને બે દીકરીઓ છે મોટી જેઈન એે જે સોળ વરસની છે અને નાની લીઝા જે બાર વરસની છે. જેઈન ખૂબ સ્નેહાળ, સૌમ્ય અને સુંદર છે. એક વાર હું એના ઘેર ગઈ હતી, મારી સાડી એને ખૂબ ગમી ગઈ તો એને મારા ચણિયો, બ્લાઉઝ અને સાડી તેને આપ્યાં હતાં.

મેં કંઈ પૂછ્યું નહીં, પણ થોમસ બોલ્યો જેઈન બહુ ડીસ્ટર્બ છે એટલે તમને લેવા આવ્યો છું. જેઈન ઈમોશનલી તમારી સાથે બહુ જોડાયેલી છે. 

હું ખૂબ ચિંતામાં પડી ગઈ તેથી જેઈન કેમ ડીસ્ટર્બ છે તેવુંય પૂછી શકી નહીં, પરંતુ થોમસે મને કહ્યું કે જેઈનના બોયફ્રેન્ડે જેઈન સાથેની ફ્રેન્ડશીપ તોડી નાખી છે. તેથી એની રૂમનાં બારણાં બંધ કરીને અંદર બેઠી છે. બારણાં ખોલતી હતી. અમે બૂમો મારીને બોલાવીએ છીએ, પણ જવાબે આપતી નથી.

આપણા દેશમાં દીકરી નાની હોય છે ત્યારથી એને સાચા ખોટાની જે સમજ આપીએ છીએ તેવી ત્યાં અપાતી નથી. 

થોમસ કહે, જેઈનને એના રૂપની એટલી સભાનતા છે કે કોઈ છોકરો તેની સાથે સંબંધ તોડી નાખે એવું તે માની શકતી જ નથી. જેઈનમાં બજ્ઞુભિુશક્ષયતત આવી હતી. તેથી એના બોયફ્રેન્ડના વર્તાવનો એને આઘાત લાગ્યો હતો. 

જેઈનને એના ફ્રેન્ડે કહ્યું હતું તું શક્ષયિંયિતશિંક્ષલ ાયતિજ્ઞક્ષફહશિું નથી. તારામાં મને કોઈ રસ નથી પડતો. જેઈનને એની મમ્મી સાયકાટ્રિસ્ટ પાસે લઈ જવાનું કહેતી હતી, પણ જેઈન ના પાડતી હતી.

મેં કહ્યું તમે જેઈનને કહો ને કે એ એની કરિયરમાં ધ્યાન આપે. વાત કરીને એનું મન ફેરવી નાખો. 

પણ જેઈન એના આઘાતમાંથી બહાર આવી ન હતી. એની મમ્મીએ એને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તારામાં કોઈ ઊણપ કે ક્ષતિ છે નહીં અને છતાંય તને તારા બોયફ્રેન્ડે છોડી દીધી છે એની પાછળ શું જીવ બાળવાનો?

'જેઈને કોલેજ જવાનું છોડી દીધું છે,' થોમસે મને કહ્યું, 'જેઈન પેલા છોકરાના બાહ્ય દેખાવ પર મોહી પડી છે.'

'તો જેઈનને સમજાવવાનો કે જો એની કેરિયર વધારે સારી હશે તો તારા બોયફ્રેન્ડ કરતાંય ચડિયાતા છોકરા તારી તરફ આકર્ષાશે.' તારા બોયફ્રેન્ડને તું જ ભૂલી જશે. જે છોકરો તને તારા કંઈ વાંક ગુના વગર તને છોડી દે એના માટે શું જીવ બાળવાનો? એવો બોયફ્રેન્ડ તો ગયો તે વધારે સારું થયું.

થોમસે કહ્યું, 'જેઈન અમારું કહ્યું કશું માનતી નથી. 

જેઈન તો બારણું અંદરથી બંધ કરીને બેઠી છે. જો હું અમારાં સગાંઓને બોલાવું તો ખાનગી રાખવાની આ આખી વાત બહાર પડી જાય. હું ને જેઈનની મમ્મી બહુ ગભરાઈ ગયાં છીએ, એટલે હુ તમને ઈન્ડિયનને લઈ જાઉં છું. 

મને ચિંતા થઈ, અને આપોઆપ ભગવાનને પ્રાર્થના થઈ 'હે પ્રભુ! આ જેઈન અમારું કહ્યું સાંભળજો અને કંઈ અનિષ્ટ ના બને. એનું ભલું થાય. 

મને જ્યારે ચારેબાજુ અંધકાર દેખાય ત્યારે ભગવાનને યાદ કરું છું.

ત્યાં થોમસનું ઘર આવ્યું. થોમસ મને જેઈનના રૂમ પાસે લઈ ગયો. જેઈનની મા આંસુભરી આંખે મને જોઈ રહી. એની મમ્મીને કંઈ કહેવાનું મને સૂઝ્યું નથી, તેથી કંઈ બોલી નહીં, પણ જેઈનની રૂમ પાસે જઈને હું બોલી, 'જેઈન રૂમનું બારણું ખોલ.'

મેં એકાદ ક્ષણ રૂમનું બારણું ખૂલવાની રાહ જોઈ, પણ બારણું ન ખૂલ્યું. રૂદનમિશ્રિત અવાજે મેં કહ્યું, 'જેઈન બારણું ખોલ.' 

જેઈન સમજદાર હતી એણે બારણું ખોલ્યું, મારા હદયમન હલકા થયાં. જેઈન મને વળગી પડી અને ધ્રૂસકે ધ્રૂસકે રડી. થોડીવારે એ શાંત થઈ પછી હું બોલી, 'જેઈન, અમારા ઈન્ડિયામાં આવું અપમાન થાય તો છોકરી છોકરાને કહે, 'ચાલ દૂર હટ મારા જીવનમાંથી. ફરી કદી મારા જીવનમાં આવીશ નહીં.'

જેઈન આભી બનીને મારી સામે જોઈ રહી, મેં કહ્યું, 'હું તદ્દન સાચું કહું છું. અમારા ઈન્ડિયામાં છોકરીઓ સ્વમાની હોય છે. આપણી જિંદગી ઈશ્ર્વરની મહાન ભેટ છે તે સામાન્ય માણસ પર કુરબાન ન કરી શકાય. એક વાર તું હિંમત કેળવ. તારી જાતનું મૂલ્ય સમજ જેઈન. તું અમેરિકા જેવા સમૃદ્ધ દેશની દીકરી છે, તું રડી રડીને તારી જાતને પાયમાલ કરી નાખીશ?'

જેઈને જિંદગીમાં આવેલો પડકાર ઝીલી લીધો અને એની હતાશામાંથી બહાર નીકળી. જઈનને થયું કે ભારતદેશની દીકરી જે કરી શકે એ હું કેમ ન કરી શકું! મારા કહેવાથી જેઈનનું સ્વત્વ જાગી ઊઠ્યું અને એની જિંદગી બચી ગઈ.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment