Sunday, 6 December 2015

[amdavadis4ever] વેલકમ ટુ અફ વા બઝાર, મસ્ કા ગલી, વાય ા બેશર્મ નગર

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક વાર પપ્પાએ વરસ નાનાં છોકરાંને વાર્તા કહેવા કહ્યું, છોકરાએ કહયું, એક કાગડો પૂર્વમાં ઉડતો હતો, ઊડતો હતો, ઊડતો હતો 

પપ્પાએ પૂછયું, પછી?

છોકરાએ કહ્યું, પછી એ કાગડો પશ્ર્ચિમમાં ઊડતો રહ્યો ઊડતો રહ્યો ઊડતો રહ્યો.

પછી? બાપે નવાઇ સાથે પૂછ્યું

પછી એ કાગડો ઉત્તરમાં ઊડતો રહ્યો ઉડતો રહ્યો.

અરે પણ પછી? બાપ ભડક્યો

પછી એ કાગડો દક્ષિણમાં ઊડવા લાગ્યો, ઊડવા લાગ્યો.. છોકરાએ કહ્યુંં. બાપ વધુ ભડક્યો. પછી છોકરાએ વાર્તામાં કાગડાને નૈઋત્યમાં, ઇશાનમાં ઉડાડયો. બાપે થપ્પડ મારીને કહ્યું, આવી ફાલતુ ધડમાથા વિનાની વાર્તા કહે છે! મોટો થઇને શું કરીશ?

ત્ત્યાંરે બાળકની માએ વચ્ચે પડીને કહ્યું, તમે ચિંતા ના કરો. મોટો થઇને ટીવી સિરિયલો લખશે, વાર્તા ખેંચશે, એકની એક ઘટના વારેવારે કહેશે અને મેઇન વાર્તા કે એને બેશર્મીથી એકનું એક જૂઠ્ઠ બોલતાં આવડે છે, ભૂખ્યો નહીં મરે! પછી એ છોકરો મોટો થઇને ટી.વી. લેખક બન્યો કે નહીં એ ખબર નથી પણ કદાચ સફળ ગુજરાતી લેખક કે કોલમિસ્ટ તો જરૂર બની ગયો હશે. આપણે ત્યાં એકની એક વાત એકનાં એક અસત્યોનો વારંવાર લખીને, લંબાવી લંબાવી લખવાની કોટેજ ઇન્ડસ્ટ્રી ચાલે છે. જેમકે, જે સરદાર પટેલ દેશ આઝાદ થયાં બાદ દોઢ-બે વરસમાં જ સ્વર્ગવાસી થયેલાં એ વડા પ્રધાન હોત તો શું નું શું થઇ જાત એવી અફવાઓ વહેવડાવામાં આવે છે.ઇંદિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધી પારસી નહીં પણ મુસ્લિમ હતા એવી ફેકુંબાજી કરવામાં આવે છે. રાહુલ ગાંધી, ડ્રગ્સ કાંડમાં સંડોવાયો છે એવી રુમર્સ ફેલાવવામાં લોકોને મજા આવે છે. પ્રિયંકા ગાંધી નિમ્ફોમેનીઆક અને શરાબી છે, સાંજે સાત પછી હોંશમાં નથી હોતી એવી ગંદી અફવા ફેલાવનારા સુબ્રહ્મણ્યમ સ્વામી આવા લોકોના હીરો હોય છે! ('નિમ્ફોમેનીઆક' શબ્દનો અર્થ અહીં લખાશે નહીં, અંગ્રેજી ડિક્શનેરીમાં જોઇ લેવો. 'લગે હાથ સેક્યુલર'નો સાચો અર્થ પણ જાણી લેવો.) આ એજ સુબ્રહ્મણ્યમ સ્વામી છે જેણે વાજપેયીની બીજેપી સરકારને વોટ નહોતો આપ્યો અને ૧ વોટથી સરકાર પડેલી. જેણે વાજપેઇજીને ગંજેરી, શરાબી અને વુમનાઇઝર કહેલાં. આ જૂઠા બદતમીઝ સ્વામીને મોટી ટીવી ચેનલોએ ચર્ચા દરમિયાન ગાળો બોલવા માટે બેન કર્યા છે. પણ કટ્ટર અફવાબાજ લોકો કાશ્મીરી નેતા ફારૂખ અબ્દુલ્લાના પિતા શેખ અબ્દુલ્લાને નેહરુના સાવકા ભાઇ ખપાવે છે! અફવા બજાર, મસ્કા ગલી વાયા બેશર્મ નગર એ આવા અફ્વાબાજોનું છૂપું એડ્રેસ છે.

અફવા ફેલાવીને સનસનાટી રચવી આસાન કામ છે. કોલેજમાં સૌથી સુંદર છોકરી કોઇને ભાવ ના આપે એટલે એને 'ચાલુ' ઘોષિત કરવાની ટેક્નિક જૂની છે. અફવાબાજી એ આજની વાત નથી. મહાભારતના યુદ્ધમાં દ્રોણાચાર્યને નિરાશ કરવા એવી અફવા ફેલાવાયેલી કે 'અશ્ર્વત્થામા' હણાયો. 'અશ્ર્વત્થામા' હાથીનું નામ હતું જે મરી ગયેલો પણ 'અશ્ર્વત્થામા' દ્રોણનાં દીકરાનું નામ પણ હતું એટલે દ્રોણ બિચારા હલી ગયેલા. જો ધર્મયુદ્ધમાં જૂઠાણાં ચાલતાં હોય તો આજે તો ફેકુગીરી એ નેશનલ વર્ચ્યુ ગણાય છે! તથ્યોથી જીતી ના શકાય ત્યારે અસત્યથી કામ ચલાવી લેવાનું!

કારવાં ગુઝર ગયા ગુબાર દેખતે રહે કે શૌખિયોંમેં ઘોલા જાયે ફૂલોં કા શબાબ જેવાં અદ્ભુત ગીતો લખનાર કવિ 'ગોપાલદાસ નીરજ' બોલીવુડમાં ૭૦ના દાયકામાં છવાઇ ગયેલા અને એમના દુશ્મન ગીતકારો હલી ગયેલા. તો એ લોકોએ અફવા ફેલાવી કે નીરજ કવિ તો સારા છે પણ અપશુકનિયાળ છે, એ જેમાં ગીતો લખે છે એ ફિલ્મો ચાલતી નથી. અને આને લીધે પછી કામ ના મળતાં કવિ નીરજ પાછા ગામ જતા રહ્યા. હકીકતમાં એમની 'મેરા નામ જોકર' એક જ ફ્લોપ ફિલ્મ હતી જેમાં નીરજનું માત્ર એક જ ગીત હતું! સત્તાદ્વેષ, વ્યક્તિદ્વેષ બુદ્ધિજીવીઓને પણ અફવાના શરણે લઇ જાય છે.

ઈન્ટરવલ: 

વો જૂઠ ઈસ સલીકે સે બોલ રહા થા કિ

મૈં એતબાર ના કરતી તો ક્યા કરતી ? 

એક ગુજ્જુભાઇ માછલી પકડવા તળાવ પર ગયા. એક પણ માછલી તો પકડાઇ નહીં પણ ઘરે જતી વખતે મચ્છીબજારમાં મચ્છીવાળીને કહ્યું, ત્રણ ચાર મોટી માછલી મારી તરફ ફેંક, હું કેચ કરીને ઘરે લઇ જઇશ.

મચ્છીવાળીએ પૂછયું, ઐસા કાયકુ?

ગુજ્જુભાઇએ કહ્યું : મને માછલી પકડતા ભલે ના આવડતું હોય પણ હું જુઠ્ઠાણો નથી. ઘરે કહીશ કે મેં પોતે માછલી પકડી છે! અસત્યને સત્યનું કે અર્ધસત્યનું આવરણ લગાડવાથી આત્મા પણ ડંખતો નથી. ક્રિકેટ રમનારા જાણતા હશે કે ફાસ્ટ બોલિંગ કરવા માટે બહુ દૂરથી દોડીને આવવું પડે છે. એ જ રીતે આવા અફવાબાજ જુઠ્ઠાઓે કયારેક યુ-ટર્ન લઇને નાના-મોટાં સત્યો ભભરાવી લે. ટ્રાફિક, ગંદકી કે રખડતાં ઢોરની ટોકન ટીકા કરીને દેખાડા કરે કે પોતે સિસ્ટમની પણ ટીકા કરે છે. પછી લાંબું રનિંગ કરીને એલ નવા જુઠ્ઠાણાંની બોલિંગ કરી લે! 

એક વાર રસ્તામાં બાળકો એક ગલુુડિયાની આસપાસ ટોળું કરીને જોર જોરથી શરતો લગાવી રહ્યાં હતાં અને એક પછી એક સૌ ગલૂડિયાને એકબીજા તરફ ફેંકે. ત્યાં એક નેતાની ગાડી પસાર થઈ. એણે બાળકોની આ રમત જોઈને ગાડી અટકાવીને પૂછયું કે આ શું છે? બાળકોએ કહ્યું, "અમે શરત લગાડી છે કે જે સૌથી મોટું જૂઠ્ઠાણું બોલે એને આ ગલુડિયું મળશે! 

નેતાજીએ સમજાવતાં કહ્યું, બચ્ચાઓ, હું તમારી ઉમ્મરનો હતો ત્યારે કયારેય આવાં જૂઠ્ઠાણાં નહોતા બોલતો!

આ સાંભળતાંજ બાળકોએ ગલુડિયું નેતાજીને આપીને કહ્યું, તમે જીતી ગયાં, ગલુડિયું તમારું!બાળકો નિર્દોશ હતાં,નેતા તો દંભી હતો પણ નેતાઓની ચાટુકારી કરવા જૂઠ્ઠાણાં બોલનારા-દાહેરાવનારા સૌથી મોટાં! જૂઠ્ઠાહોય છે અને સત્ય પેલું ગલુડિયું છે, જે એક હાથથી બીજા હાથમાં લાચાર બનીને ઉછળતું રહે છે! બૌદ્ધિકો, લેખકો વિદ્વાનોનું કામ પ્રજા સુધી સત્ય પહોંચાડવાનું છે મનગમતાં સત્ય માટે અસત્ય વેંચવાનું નહીં, 

હિંદીના મહાકવિ 'નિરાલાં'ઓ બહુ સરસ વાત કરેલી કે વરસાદમાં ખૂબ કીચડ થાય, ગંદગી ફેલાય ત્યારે આપણે રોડ પર ઈંટો મૂકીને પગદંડી બનાવીએ છીએ. ઈંટો પર પગ મૂકી મૂકીને આગળ ચાલીએ છીએ જેથી આપણે ગંદકીથી બચી જઈએ. કવિનું લેખકનું કામ એ જ છે કે પ્રજાનાં પગલાં આસપાસની ગંદકીમાં ના પડે એટલે પોતાની હથેળી ત્યાં ધરી દેવાની અને પ્રજાને ધીમે ધીમે આગળ પહોંચાડવાની. આવી હથેળીઓ જયારે પ્રજાને અસત્યનાં જૂઠ્ઠા પ્રચારના કીચડથી બચાવવાને બદલે સિસ્ટમ સત્તા સામે ફેલાયેલી દેખાય ત્યારે દુ:ખ થાય. ત્યારે અફવાઓનો જય જયકાર થતો દેખાય. અફવા અને અપ્રચારથી સાવધાન કારણકે દેશના સંવિધાનમાં સેક્યુલર જેવો પવિત્ર શબ્દ બચે કે ના બચે પણ મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' તો રહેશે જ!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment