Sunday, 6 December 2015

[amdavadis4ever] અચેત માનસ સંદ ેશાની ઉપયોગિત ાનો નિર્ણય કે વી રીતે કરે છે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



માનવીના અચેત માનસ એના બૌદ્ધિક જીવનમાં અતિ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેમના જીવનના મુખ્ય કાર્ય કરી અધિકારી સીઈઓ બની જાય છે. ઉદ્યોગ જગતમાં બહારથી આવતા તમામ સંદેશાઓમાંથી ઉપયોગી માહિતી તારવીને એનાં વિશ્ર્લેષણ તેમ જ અર્થઘટન કરવાની તેમ જ તેમના એકમ માટે એ માહિતી કેવી ઉપયોગી બની શકે તેનો નિર્ણય સીઈઓ જ કરવાના. તેવી જ રીતે અચેત માનસ પણ ઉપયોગિતા નક્કી કરી તેની અમલ બજાવણીની પ્રક્રિયાને ગતિમાન બનાવતા રહે છે. આ અતિ મહત્ત્વની ક્ષમતા બની જાય. આ કાબેલિયતનો અભાવ માનવીને પાંગળા જ બનાવી દેવાના.

આ વાંચ્યા બાદ અનેક વાંચકોના મનમાં સવાલ ઉઠવાના કે અચેત માનસ સંદેશાની ઉપયોગિતાનો નિર્ણય કેવી રીતે કરે છે. કોના આદેશના આધાર પર એના સંચાલન થાય છે. એના આંકલન માટેનાં પરિમાણો કેવી રીતે અને કોણ બનાવે છે. અસભાનતાના માનસના વિકાસમાં બાહ્યશક્તિઓની અસર નહિવત્ ગણાય.

એના ઘડતરના પાયા માનવીના વારસાગત જીનેટીક કોડ બનવાના. એમાં ઉમેરા પરિવારના સંસ્કાર, તેમના સામાજિક અને આર્થિક સંજોગો એના કારણે બનતી જીવનશૈલી, પરિવારના જીવન મૂલ્યો તેમ જ લાગણીઓના ઊભરા તેમ જ શમણાં પણ એમાં પોતાના ફાળા આપવાના. પરિવારના વડીલો સંયમ અને શિસ્તના તેમ જ પ્રામાણિકતાનાં મૂલ્યો અપનાવે તો તેમનાં બાળકો એને જ અનુસરવાના પણ બાળકોની નજર સામે લાલચના - ખોટા કામ કરવામાં આવે તો બાળકો પણ એને અનુસરવાના. એમના અચેત માનસ પ્રામાણિકતાની માગણી કરતાં સંદેશાઓના અસ્વીકાર કરતા જવાના પણ તેમના ખોટા માર્ગના લાભો આપે એવા સંદેશા આવતા જ તેનો તત્કાળ સ્વીકાર કરી એને અનુરૂપ આગળની તૈયારી કરવાના.

માનવીની મહત્ત્વકાંક્ષા તેમનાં અરમાનો તેમની કલ્પનાઓના પતંગો ચગાવવા પ્રેરણા આપતા રહેવાના. તેમની અનેક જાતની કલ્પનાઓનાં ઊંડાણો થવાનાં. પણ દરેકના મનમાં લાગણીઓની જ્વાળા પણ રહે છે. કેટલાકની અતિ પ્રજ્વલિત બને છે. તમામની બનતી નથી. પણ તેમની પ્રજ્ઞા તેમ જ સહિયારી સમજ અને તર્કશક્તિના આધાર પર સંભવિત અને અસંભવિતના આંકલનોના આધાર પર અંતિમ નિર્ણય થવાના. આશાવાદી સંભવતા વધારે પ્રમાણમાં જોવાતા તેથી જોખમ ઉઠાવવા તૈયાર આસાની સાથે બની જવાના પણ નિરાશાવાદી જીવ સંભવિત જણાય તેવી બાબતમાં પણ જોખમ ઉઠાવવાના નહિ. કારણ સંભવિત ખતરાના ખ્યાલ તેમને નિષ્ક્રિય બનાવવાના.

નસીબવંતા તેમ જ કમભાગી માનવો હોય છે. તેવી માન્યતાના માપ કાઢવા અમેરિકાના વૈજ્ઞાનિકોએ પાંચ વરસ અભ્યાસ કર્યો. ઑગસ્ટ ૨૦૧૫માં એનાં પરિણામો જાહેર કરવામાં આવ્યાં. તેમના નિષ્કર્ષ હતા કે આશાવાદી જ વધારે નસીબવંતા બનતા હોય છે. કારણ આશાવાદ તેમને વધુ ઊર્જા આપે છે.

આશાવાદી માનવી હંમેશાં સકારાત્મક વિચાર કરતા રહેવાના. તેમના પ્રત્યાઘાતો પણ સકારાત્મક સ્વરૂપના રહેવાના તેથી તેમની સફળતાની સંભાવના વધતી રહેવાની શક્યતા વધારે છે. પણ નિરાશાવાદી વ્યક્તિના પ્રતિસાદો હંમેશાં નિરાશાના અને નકારાત્મક સ્વરૂપના જ રહેવાના તેથી તેમના ભાગ્યમાં નિષ્ફળતા વધારે પ્રમાણમાં આવતી રહે છે. આશાવાદી તેમ જ નિરાશાવાદીના અસભાનતાવાળા માનસો અલગ અલગ પ્રકારના બનવાના. કારણ તેમના અસભાનતાવાળા માનસના ઘડતર તેમના મન અને મગજના આધાર પર જ થવાના.

ચોરીના વ્યયસાયના આધાર પર જીવતા માનવીના સ્વભાવના કારણે તેના અસભાનતાના માનસના રિસેપ્ટરો, તેમનાં વિશ્ર્લેષણોમાં તેમ જ આંકલનોમાં પ્રાથમિકતા તેમના વ્યવસાયને લગતા સંદેશાઓને જ મળવાના. પકડાઈ જવાના ડરના કારણે તેમના સચેત માનસ તેમની વ્યવસાયિક કાર્યવાહીને સંતાડવાના ભરચક પ્રયાસ કરવાના પણ અસભાનતાવાળા માનસ સંતાડવામાં સફળ બનવાના નહિ. તેમના પ્રત્યાઘાતો વાસ્તવિકતાના રહેવાના. કદાચ ચોરની દાઢીમાં તિનકા. એ કહેવત આ કારણસર જ બની ગઈ હોવાની પૂરી શક્યતા છે.

અતિ આત્મવિશ્ર્વાસવાળા સાહસી માનવી ખતરાના સંકેતોની પરવાહ કરતા નથી. એની અવગણના કરવા તેમના સચેત માનસ જણાવે છે. ગાફેલ રહેતા માનવીને એ સંકેતો દેખાતા નથી. બાકીના તમામ માનવીઓના નહિ બલકે દરેક પ્રાણી જાતિના અસભાનતાના માનસ ખતરાના સંકેત મળતા જ સલામતીના માર્ગ શોધવા લાગવાના.

મધમાખીના પુડા પર પ્રહાર કરવામાં આવે ત્યારે મધમાખીઓ ચારે તરફ નાસવા લાગે છે. એમના પલાયાનના માર્ગમાં આવતા માનવી સ્તબ્ધ બનીને શાંતિથી ઊભા દેખાય તો મધમાખી એમને કરડવાની નહિ પણ તેઓ મધમાખીને હટાવવા, પાસે આવે નહિ તે ખાતર હવામાં હાથ હલાવવા લાગે છે તો એ પ્રવૃત્તિમાં જ મધમાખીને ખતરો દેખાય અને એ ડંખ મારવાનું ચૂકે નહિ. વાઘ અને માનવી આમને સામને આવી જાય તો માનવી પલાયનમાં સલામતી જોવાનો પણ વાઘને એની શક્તિના ઉપયોગમાં પોતાની સલામતી દેખાવાની.

શિકાર માટે અન્ય જાનવરોના 

ટોળા તરફ દબાતા પગે આગળ વધતાં ખૂનખાર જાનવરો તેમના માર્ગમાં ખતરાના કોઈ કારણ તો નથી ને તેની તપાસ પણ કરવા ખાતર લપાતા લપાતા આગળ વધે છે એમ પ્રાણી શાસ્ત્રના નિષ્ણાતોના અભિપ્રાયો છે.

અસભાનતાના માનસ ખતરાના સંકેત મળતા જ ખતરાની ઘંટડી વગાડવા લાગે પણ સચેત માનસ ઉપાયો કરવામાં ઘણીવાર ઢીલ કરવાના કારણ તેઓ તેમની પ્રજ્ઞા અને તર્કની દલીલોના દ્વંદ્વમાં અટવાઈ જવાની પૂરી શક્યતા છે. આવા દ્વંદ્વો માત્ર માનવી માટે જ નહિ પણ પ્રાણીઓ માટે દ્વિધાભરી સ્થિતિ લાવે છે. આના અનુસંધાનમાં પંજાબના ખૂબ જ વિવાદાસ્પદ બનેલા મુખ્ય પ્રધાન પ્રતાપસિંહ કૈરોના જીવનમાંથી ઉદાહરણ ટાંકવા જરૂરી લાગે છે.

ભ્રષ્ટ્રાચારના આરોપો બાબત કૉંગ્રેસ કારોબારીને જવાબ આપવા તેઓ કારમાં ચંદીગઢથી નવી દિલ્હી આવી રહ્યા હતા. તેમની સાથે ચૌધરી રણધીરસિંહ જે હરિયાણાના માજી મુખ્ય પ્રધાન ભુપિન્દર સિંહ હુડાના પિતા હતા. કરતાલ પાસે તેમની કારના પૈડાં તળે સસલું કચડાઈ ગયું. ડ્રાઈવરે નાના પ્રાણીને બચાવવા ભરચક પ્રયાસ કર્યા હતા તો પણ. અકસ્માતના કારણે ગાડી રોકવી પડી તેથી મુખ્ય પ્રધાન નીચે ઊતરી આવ્યા. રણધીરસિંહને પણ બહાર આવવા કહી તેમને સવાલ કર્યો. "તમે જાણો છો આ સસલું કેમ કચડાઈ ગયું? સવાલ અજબનો હતો. ભોળા સ્વભાવના રણધીરસિંહ જવાબ આપી શક્યા નહિ. પ્રતાપસિંહે જવાબ આપ્યો - "આ નાનકડું પ્રાણી દ્વિધામાં અટવાઈને જાન ગુમાવી બેઠું એ નક્કી કરી શક્યું નહિ. રસ્તાની કંઈ બાજુ દોડવું બંને બાજુ દોડવામાં જાન ગુમાવી દીધો.

કૉંગ્રેસ કારોબારીમાં તેમણે સ્પષ્ટ અભિગમ અપનાવ્યો. રાજકીય દુશ્મનો તો ભ્રષ્ટાચારના આરોપો કરે એ સમજી શકાય. પણ મારી પ્રામાણિકતા જાણવા છતાં મને ખુલાસા આપવા બોલાવી તમે બધાએ મારી ઈમાનદારી પર શકની જાહેરાત કરી. આવી દ્વિધાની સ્થિતિમાં પદ પર રહેવાની મારી ઈચ્છા નથી. આ રહ્યું મારું રાજીનામું. "રાજીનામાનો પત્ર ટેબલ પર મૂકી તેઓ ચાલી ગયા. કલાકની ચર્ચાના અંતે તેમના રાજીનામાનો અસ્વીકાર કરીને તેમના ખુલાસા માન્ય રાખવામાં આવ્યા છે એવી મહાસચિવે જાહેરાત કરી.

તેમને આરોપોના ખુલાસા કરવા ખાતર બોલાવવામાં આવ્યા તેથી મોવડીમંડળના મનમાં તેમની પ્રામાણિકતા બાબત શંકા જાગી છે એવી તેમની માન્યતા બની. તેમના અસભાન માનસને ખતરો સ્પષ્ટ દેખાઈ આવ્યો. ભ્રષ્ટાચારના આરોપોના ખુલાસા આપવા શક્ય બાબત બનતી નથી. માનવીની નૈતિકતા બાબત જ શક કરવામાં આવે તો તેના ખુલાસા કેમ આપી શકાય? મિત્રોને ખુલાસાની આવશ્યકતા પડતી નથી. કારણ તેમનો વિશ્ર્વાસ અડગ રહેવાનો પણ જે સમજી શક્યા નથી અથવા દુશ્મનો છે તેઓ ખુલાસા સ્વીકારવાના નથી. તેથી દ્વિધામાં જીવીને ખુલાસા આપીને મુક્તિ મેળવી શકાય નહિ. તેથી પ્રતાપસિંહે રાજીનામું આગળ ધરીને પોતાની પ્રામાણિકતાનો પુરાવો આપ્યો. ભ્રષ્ટ માનસ પદની લાલસામાંથી આસાની સાથે મુક્ત બને નહિ. આ વાતની માત્ર એક જ કાર્ય દ્વારા તેમણે ખાતરી કરાવી આપી. ખોટા આરોપોમાં ઝડપાઈ ગયેલા અનેકના પ્રતિસાદ આ એક જ પ્રકારના રહ્યા છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment