Tuesday, 8 December 2015

[amdavadis4ever] ન મારા પુત્ રને મુક્ત ક રો, ન એને વ ધુ સગવડ આપો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હા, આ ઘટનાનો ઑફિશિયલ રેકોર્ડ ઉપલબ્ધ નથી કે સત્તાવાર સમર્થન મળ્યું નથી.

સ્વતંત્રતા મળ્યા પછી વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ સંરક્ષણ પ્રધાન સરદાર બલદેવસિંહ અને સિનિયર આર્મી ઑફિસર્સની બેઠક બોલાવી હતી. એજન્ડા દેશના પહેલા ઈઘઅજ (ચીફ ઑફ આર્મી સ્ટાફ)ની નિમણૂક કરવાનો હતો. નહેરુએ શરૂઆત કરી: 'લશ્કરની આગેવાની કરી શકવા જેટલો પર્યાપ્ત અનુભવ આપણી પાસે નથી એટલે મને લાગે છે કે ભારતીય વડા તરીકે કોઈ બ્રિટિશ ઑફિસરની નિમણૂક કરવી જોઈએ.' સ્વાભાવિક છે કે આ સાંભળીને સોંપો પડી જાય. એક સિનિયર ઑફિસર નાથુસિંહ રાઠોડે તરત જ જવાબ આપ્યો: 'યુ સી સર, રાષ્ટ્રનું નેતૃત્વ કરી શકે એટલો પૂરતો અનુભવ આપણી પાસે નથી, તો આપણે કોઈ બ્રિટિશરની ભારતના પહેલા વડા પ્રધાન તરીકે નિમણૂક ન કરવી જોઈએ?'

આ સાંભળીને એકદમ શાંતિ છવાઈ ગઈ. સરદાર બલદેવસિંહે શાંતિનો ભંગ કર્યો અને નાથુસિંહ રાઠોડને લશ્કરના વડા બનવાની ઓફર કરી, પરંતુ આનો અસ્વીકાર કરતા તેમણે કહ્યું: 'મારા સિનિયર લેફટ્નન્ટ જનરલ કે. એમ. કરિઅપ્પા આ પદ માટે લાયક છે.' અને આ રીતે ૧૯૪૮ની ૧૫મી જાન્યુઆરીએ લેફટ્નન્ટ જનરલ કરિઅપ્પા ભારતીય લશ્કરના પહેલા વડા બન્યા ત્યારથી આ દિવસ ઈન્ડિયન આર્મી-ડે તરીકે ઉજવાય છે.

* * *

કોદાન્ડેરા મદપ્પા કરિઅપ્પા. સંબંધીઓમાં 'ચિમ્મા' તરીકે ઓળખાતા કરિઅપ્પાનો જન્મ હાલના કર્ણાટકમાં આવેલા કુર્ગના કોડાગુમાં ૧૮૯૯ની ૨૮મી જાન્યુઆરીએ થયો હતો. ચેન્નાઈની પ્રતિષ્ઠિત પ્રેસિડન્સ કૉલેજમાં ભણતી વખતે તેઓ સક્રિય સ્પોર્ટ્સમેન, ટેનિસ અને હૉકીમાં એકદમ સક્રિય, સંગીત પર અપાર પ્રેમ.

ભારતીયોના દબાણને વશ થઈને બ્રિટિશરોએ ઊંઈઈંઘજ (કિંગ્સ કમિશન્ડ ઈન્ડિયન ઑફિસર્સ)ની સ્થાપના કરી. આમાં આકરી તાવણી બાદ જ ભરતી કરાતી હતી. ૧૯૧૯માં આના પહેલા બૅચમાં કરિઅપ્પાની પસંદગી થઈ. મુંબઈમાં કર્ણાટક ઈનફન્ટ્રીમાં જોડાયા બાદ ૧૯૨૧માં બઢતી બાદ ટેમ્પરરી લેફટનન્ટ બન્યા. બીજા વર્ષે સેક્ધડ લેફટનન્ટ, પછીના વર્ષે લેફટનન્ટ. બ્રિટિશ રાજમાં સતત પ્રમોશન મળતાં રહ્યાં. હાલના ઈરાકમાં આવેલા મેસોપોટેમિયાના યુદ્ધમાં પ્રિન્સ ઑફ વેલ્સ સાથે લડ્યા. પછી ઈરાન, ઈરાક, સીરિયા અને બર્મામાં લડ્યા. હાલના પાકિસ્તાનમાં આવેલા વઝીરીસ્તાનમાં ઘણાં વર્ષો વિતાવ્યા. અંગ્રેજ લશ્કરમાં એમણે ઘણી સિદ્ધિ મેળવી. એવું કરનારા સર્વપ્રથમ ભારતીય સુધ્ધાં બન્યા.

આઝાદી નજીક આવતી જતી હતી ત્યારે તેમને ધડાધડ બઢતી મળે. ૧૯૪૬ના જુલાઈમાં લેફટનન્ટ-કર્નલ અને એ જ વર્ષે બ્રિગેડિયર. ૧૯૪૭માં જ આઝાદીની ઉગ્ર બનતી માગણી વચ્ચે તેમણે યુદ્ધની તાલીમ માટે કિમ્બરલીની ઈમ્પિરિયલ ડિફેન્સ.

દેશના વિભાજન વખતે કરિઅપ્પાએ ખૂબ મહત્ત્વની કામગીરી બજાવી હતી. ભારતીય લશ્કર અને તેની સંપત્તિના વિભાજનની કામગીરી તેમણે એવી રીતે બજાવી કે જેથી વધુ વિખવાદ ન થાય. આ જવાબદારી લાગે એટલી સરળ નથી. કારણ કે બે જુદા પડતાં દેશની પ્રજા અને લશ્કરના જવાનોની લાગણી અને સંવેદનશીલતા સમજી શકાય.

સ્વતંત્રતા બાદ કરિઅપ્પાને મેજર જનરલના હોદ્દા સાથે જનરલ સ્ટાફના ડેપ્યુટી ચીફ બનાવાયા હતા. આગળ જતા તેઓ ઈસ્ટર્ન આર્મી કમાન્ડર બન્યા હતા.

ભારતીય તરીકેની કરિઅપ્પાની ખરી કસોટી ૧૯૪૦માં જ શરૂ થઈ અને એ પણ પાકિસ્તાન સાથેના યુદ્ધમાં. હવે દુશ્મન પક્ષના લશ્કરના ઘણાં સિનિયર સાથે કયારેક કરિઅપ્પા સાહેબ ખભેખભા મિલાવીને લડ્યા હતા, પણ લશ્કરી માણસ માટે વતન પહેલું, બાકી બધું પછી.

૧૯૪૭માં પાકિસ્તાન સાથેના યુદ્ધમાં વધુ જવાબદારી સાથે કે.એમ. કરિઅપ્પાએ ઝોજીલા, દ્રાસ અને કારગિલ પાછા મેળવવાના ઓપરેશનની જવાબદારી સફળતાપૂર્વક બજાવી હતી. આ ઉપરાંત લેહ સાથેનો ભારતીય સરકારનો સંપર્ક પુન:સ્થાપિત કરવામાં તેઓ સફળ રહ્યાં હતાં.

૧૯૪૯ની ૧૫મી જાન્યુઆરીએ જનરલ કરિઅપ્પા ભારતીય લશ્કરના પહેલા કમાન્ડર-ઈન-ચીફ બન્યા હતા. એમના અનુગામી સર રૉય બુચરને હૈદરાબાદ અને કાશ્મીરમાં હુમલો કરવા અંગે ભારત સરકાર સાથેના મતભેદને પગલે દૂર કરાયા હતા. આ કારણસર ઘણાં બ્રિટન સામ્રાજ્ય હેઠળની આર્મીનો ભારતીય લશ્કરમાં રૂપાંતર કરવાનો જશ આપે છે.

લગભગ ૨૯ વર્ષ સુધી ભારતીય લશ્કરમાં અવિરત સેવા આપનારા કરિઅપ્પા દેશના લશ્કરની રચના, પુન:ગઠનમાં સિંહફાળો આપ્યો હતો. આ શરદર્દભરી વ્યવસ્થાકીય જવાબદારી નિભાવવા સાથે ૧૯૪૭, ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધમાં તેઓ ખુદ મોરચે જતા હતા અને આગળ રહીને જવાનોનું મનોબળ વધારતા હતા.

લશ્કરી સજ્જતા સાથે કરિઅપ્પાના વિચારો પણ ઘણાં વિચારપ્રેરક. 'આપણા સૈન્યને યુદ્ધ સમયમાં શાંતિ મળે છે. એટલી શાંતિ શાંતિના સમયે મળતી નથી એ શરમજનક ગણાય.' વધુ એક વિચાર: 'લશ્કરે સત્તારૂઢ સરકારની સેવા કરવાની છે અને આપણે પક્ષીય રાજકારણમાં ન પડીએ એની ખાતરી રાખવાની છે. એક સૈનિક રાજકારણથી પર હોવો જોઈએ.' છેલ્લો મુદૃો: 'હું ભારતીય અને છેલ્લા શ્ર્વાસ સુધી ભારતીય રહીશ. મારા માટે બે જ મુદ્દા છે હિન્દુસ્તાન અને ફૌજીસ્તાન.'

* * *

કે. એમ. કરિઅપ્પા (૨૮ જાન્યુઆરી, ૧૮૯૯ - ૧૫ મે, ૧૯૯૩) વિશેની એક માનવામાં મુશ્કેલ લાગે એવી વાત સાથે કરીએ સમાપન.

૧૯૬૫માં પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે કરિઅપ્પાના પુત્ર કે. સી. કરિઅપ્પા હવાઈદળના પાયલટ હતા. વિમાન તોડી પડાયા. બાદ કે. સી. કરિઅપ્પા યુદ્ધ કેદી તરીકે પકડાઈ ગયા હતા. આ ઘાયલ યુદ્ધ-કેદીને નામ પરથી પાકિસ્તાનના જનરલ અયુબ ખાન ઓળખી ગયા. અખંડ ભારત વખતે કે. એમ. કરિઅપ્પાના જુનિયર તરીકે કામ કરી ચૂકેલા ખાને આદરપૂર્વક પોતાના જૂના સિનિયરનો સંપર્ક સાધીને તેમના પુત્રને તાત્કાલિક છોડી મૂકવાની ઑફર કરી. સામે કેવો જવાબ સાંભળવા મળ્યો હશે? કરિઅપ્પાસાહેબે પુત્રની મુક્તિને વાતને ઉડાવી દેતા સ્પષ્ટપણે કહ્યું: 'મારા પુત્રને અન્ય યુદ્ધ-કેદીઓથી બહેતર સગવડ ના આપશો. એ આ દેશનો પુત્ર છે, માતૃભૂમિ માટે લડતા બધા દેશપ્રેમીઓ જેવો જ. તમારી ઉદારતા માટે આભાર ફણ હું વિનંતી કરીશ કે કાં બધા યુદ્ધ કેદીઓને છોડી મૂકો અથવા એકેયને નહિ.'

આ ઘટનાને ઑફિશિયલી રેકોર્ડ ઉપલબ્ધ નથી કે સત્તાવાર સમર્થન મળ્યું નથી.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment