Tuesday, 8 December 2015

[amdavadis4ever] દુનિયા ફરી સિફતથી મન ે છેતરી ગઇ , આ વેળા મ ારી ખોટી પ ્રશંસા કરી ગઇ Dr Sharad Thakar

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દુનિયા ફરી સિફતથી મને છેતરી ગઇ, આ વેળા મારી ખોટી પ્રશંસા કરી ગઇ

રાષ્ટ્રના એક શહેરમાં વર્ષો પહેલાં એક હોશિયાર સર્જ્યન પ્રાઇવેટ નર્સિંગહોમ ચલાવતા હતા. ડો. લાલવાણી એમની અટક. અનુભવી જનરલ સર્જ્યન. એક દિવસ એક યુવાન દરદી આવી ચડ્યો.
કહેવા લાગ્યો: 'ડોક્ટર, પેટમાં દુખાવો થાય છે.'
 
ડો. લાલવાણી રસપૂર્વક એનું નિરીક્ષણ કરી રહ્યા. રસપૂર્વક એટલે કે એ દિલચશ્પ દેખાતો હતો. ત્રીસથી પાંત્રીસ વર્ષ વચ્ચેની ઉંમર હશે, પણ કપડાં અને શૂઝ અને ચશ્માં વગેરેનો ઠાઠ એની ઉંમરમાં પાંચ-સાત વર્ષનો ઘટાડો કરી રહી હતી. લેટેસ્ટ હેરસ્ટાઇલ રાખી હતી. ગોલ્ડન ફ્રેમનાં ચશ્માં આજથી 20-25 વર્ષ પહેલાં હજુ નવાસવા ગણાતા હતા. 
માણસ એ શહેરનો હોય તેવો લાગતો ન હતો. આટલો હેન્ડસમ અને સ્માર્ટ પુરુષ જો એમના જ શહેરમાં રહેતો હોય તો ડોક્ટરે એને ક્યાંક તો જોયેલો જ હોય. 

'ક્યાંના છો, ભાઈ?' ડોક્ટરે પૂછ્યું. 
'વેલ, મારું નામ ચિરંતન છે. મૂળ હું આ જ શહેરનો છું, પણ મારો બિઝનેસ મુંબઈમાં છે. મધર-ફાધર અહીં રહે છે. હું, વાઇફ અને દીકરો-દીકરી મુંબઈમાં...'

ડો. લાલવાણીને થયું કે હવે બરાબર! આ માણસ મુંબઈમાં રહીને આવ્યો છે એટલે જ આટલો સ્માર્ટ અને વેલ ડ્રેસ્ડ લાગે છે. હવે એમણે રોગ વિષેની પૂછપરછ શરૂ કરી. 

'પેટનો દુખાવો ક્યારથી શરૂ થયો?'
'આમ તો છેલ્લાં બે-અઢી વર્ષથી ચાલુ જ છે. દુખાવો ઊપડે એટલે હું મુંબઈમાં ડોક્ટર પાસે જાઉં. એ મને તપાસીને નિદાન કરે. પછી કહે કે, 'એપેન્ડિક્સ ઉપર સોજો છે. ઓપરેશન કરવું પડશે.' હું ના પાડું. એટલે ડોક્ટરો દવા-ઇન્જેક્શનો આપીને મટાડી દે. ફરી પાછો ત્રણ-ચાર મહિને દુખાવો શરૂ થઈ જાય. આ વખતે તો નક્કી કરી લીધું છે; એપેન્ડિક્સ કઢાવી જ નાખવું છે.'

'તમે મુંબઈમાં ઓપરેશન કેમ ન કરાવી લીધું?'
'ત્યાં એટલો સમય ક્યાંથી કાઢવો? ડોક્ટર, તમને તો મુંબઈની લાઇફ કેવી છે એની ખબર હશે જ; વહેલી સવારથી લોકો જાણે પાછળ માનવભક્ષી વાઘ પડ્યો હોય તેમ ભાગવા માંડે છે. હું પણ મોટો પથારો પાથરીને બેઠો છું. મુંબઈમાં મને આરામ કરવા ન મળે.'

'અચ્છા, તો એટલા માટે ખાસ ઓપરેશન કરાવવા માટે તમે છેક અહીં આવ્યા એમ કહોને!' 
યુવાન હસી પડ્યો: 'સોરી ડોક્ટર! એક્ઝેક્ટલી એવું પણ ન કહેવાય. ઇન ફેક્ટ, હું અહીં આવ્યો હતો મારાં મધર-ફાધરને મળવા માટે. એમાં મારા પેટના દુખાવાની વાત નીકળી. પપ્પાએ કહ્યું કે તું પાંચેક દિવસ માટે અહીં જ રહેવાનો છે તો ઓપરેશન પણ અહીં જ કરાવી લે! અમારા લાલવાણીસાહેબ તારા મુંબઈના ડોક્ટરોથી જરાયે કમ નથી.'

ડો. લાલવાણીને પોતાની પ્રશંસા ખૂબ પસંદ આવી અને તેઓ ખરેખર આવી પ્રશંસાને લાયક હતા. આજુબાજુના પાંચસો માઇલના પંથકમાં તેમની નામના હતી. 
ડો. લાલવાણીએ દર્દીને ટેબલ પર સુવડાવીને તપાસ કરી. અત્યારે ખાસ દુખાવો ન હતો, પણ ઓપરેશન તો કરી જ આપવાનું હતું. એક્સ-રે, બ્લડ વગેરેના રિપોર્ટ્સ પણ નામ ખાતર કરાવી લીધા. એ પણ બધા નોમર્લ આવ્યા. જ્યારે તાવની ગોળી ખાધી હોય એ પછી બે કલાકે થર્મોમીટરથી તાવ માપવામાં આવે તો ટેમ્પરેચર નોર્મલ જ બતાવે. એનો અર્થ એવો નથી કે તાવ મટી ગયો. એવું જ આ એપેન્ડિક્સના સોજાનું હોય છે. 
'ભલે, તમે આવતી કાલે દાખલ થઈ જાવ!'

'કાલે શા માટે? આજે કેમ નહીં?' યુવાનને ઉતાવળ હતી: 'ડોક્ટર, ઓપરેશન જેટલું વહેલું થાય એટલું મારે જલદીથી મુંબઈ પાછા પહોંચી જવાય. મારો એક-એક દિવસ કીમતી છે. મારી પાસે બધું જ છે, ફક્ત સમય નથી.'
ડો. લાલવાણીએ પૂછ્યું: 'તમે આજે સવારથી કંઈ ખાધું-પીધું છે?' 
'ના, ડોક્ટર! મને ખબર છે કે એનેસ્થેસિયા આપવા માટે કમ સે કમ છ-આઠ કલાક પહેલાંથી જ અન્ન-પાણી બંધ કરી દેવું જોઈએ. મેં સવારે બ્રશ કરીને કોગળા કર્યા છે; એ પછી ચા-નાસ્તો કંઈ જ લીધું નથી.'
ડોક્ટર હસ્યા: 'તમારા જેવા દર્દીઓ મને ખૂબ ગમે! સિસ્ટર, આમને દાખલ કરી દો! ભાઈ, તમને કયો રૂમ ફાવશે?'
'નેચરલી જે સારામાં સારો હોય તે; મારે પૈસાની ચિંતા નથી.'

સિસ્ટરે ડિલક્સ સ્પે. રૂમ તૈયાર કરાવી આપ્યો. ચિરંતન દાખલ થઈ ગયા. એક કલાક પછી ડો. લાલવાણીએ ઓપરેશન કરી આપ્યું. એપેન્ડિક્સનું ઓપરેશન અન્ય ઓપરેશનોની સરખામણીમાં સરળ મનાય છે; ક્યારેક જ એમાં તકલીફ પડતી હોય છે. 
ડો. લાલવાણી હોશિયાર હતા અને અનુભવી પણ, એટલે ઓપરેશન વિના વિઘ્ને પૂરું થયું. સવારે તો ચિરંતન પથારીમાંથી ઊભો થઈને ઘરે જઈ શકવા જેવો સાજો પણ થઈ ગયો. 

'ચિરંતન, તમારે ઘરે જવું હોય તો જઈ શકો છો.'
'ના, સર! મને ઘરે આરામ નહીં મળે. હું તો પૂરા સાત દિવસ સુધી તમારા નર્સિંગ હોમમાં જ પડ્યો રહીશ. અહીં સગવડ પણ સારી છે.'

પૂરા સાત દિવસ પછી ટાંકા કઢાવીને ચિરંતનભાઈ ઘરે ગયા. બિલ બનાવતી વખતે એમણે ડોક્ટરને કહ્યું, 'ડોક્ટર! તમારું જે બિલ બનતું હોય તેમાં દસ હજાર ઉમેરી દેજો. હું તમારા કામથી ખુશ છું અને મેં જો આ જ ઓપરેશન મુંબઈમાં કરાવ્યું હોત તો મારા પેટની સાથે સાથે ખિસ્સું પણ ચિરાઈ ગયું હોત! મારી પાસે પૈસાની કશી જ તંગી નથી.'

ડો. લાલવાણી પણ આખરે તો બિઝનેસમેન હતા. એ જમાનામાં પાંચ હજારનું બિલ થતું હતું; એમણે પાંત્રીસનું બનાવ્યું. ચિરંતન પિસ્તાળીસ હજાર ચૂકવીને ઘરે ગયાે. 
જતા પહેલાં એણે એક વિનંતી કરી, 'ડોક્ટરસાહેબ, મારું એક કામ કરી આપશો?'
'બોલોને!' ડોક્ટર ખુશ હતા. એમનું ખિસ્સું આજે ગરમ હતું. 
'મને સર્ટિફિકેટ લખી આપશો?'
'શેનું? ઓપરેશન કર્યું તેનું?'
'હા, અને હું તમારા દવાખાનામાં સાત દિવસ દાખલ રહ્યો છું એ મતલબનું.' 
'કેમ, તમારો મેડિક્લેઇમ છે?'
'ના, સર. મારે એવા વળતર-બળતરની જરૂર જ ક્યાં છે? મારે પૈસાની કશી જ કમી નથી.'
'તો પછી?'
'મારી કંપનીમાં હું ચેરમેન છું. હું પણ એક કર્મચારી તરીકે પગાર લઉં છું. એટલે આ બિલની રકમ હું એમાં ઉધારી શકું છું. બીજી વિનંતી છે, સર! તમે મને એક દિવસ પહેલાં એડમિટ કર્યો હતો એવું પણ લખી આપજો. એ વધારે નોર્મલ લાગશે.'
'યસ, યુ આર રાઇટ! સામાન્ય રીતે અમે ડોક્ટરો આવું જ કરતા હોઈએ છીએ. આગલા દિવસે પેશન્ટને દાખલ કરીએ અને એ પછીના બીજા દિવસે ઓપરેશન કરીએ. નો પ્રોબ્લેમ.'
ડો. લાલવાણીએ ચિરંતનનું ઓપરેશન બીજી તારીખે કર્યું હતું; પણ એમણે સર્ટિફ્રિકેટમાં લખી આપ્યું. ધિસ ઇઝ ટુ સર્ટિફાય ધેટ મિ. ચિરંતન... વોઝ એડમિટેડ ઇન માય નર્સિંગ હોમ ઓન ફર્સ્ટ એપ્રિલ... હી વોઝ ટેકન ટુ ઓપરેશન થિયેટર ઓન સેકન્ડ એપ્રિલ ફોર એપેન્ડિસેક્ટોમી. હી વોઝ ડિસ્ચાર્જ્ડ ઓન એઇટ્થ એપ્રિલ... ... ...'
નીચે ડો. લાલવાણીના નામનો સ્ટેમ્પ અને સહી પણ થઈ ગયાં. ચિરંતન આભાર માનીને વિદાય થયો. 

ડો. લાલવાણી બબડ્યા: 'આવા દર્દીઓ મને ખૂબ ગમે.'

આ ઘટનાને માંડ એક અઠવાડિયું વીત્યું હશે ત્યાં એક દિવસ ડો. લાલવાણી સવારે ચા પીતાં પીતાં છાપું વાંચતા હતા અને એમની નજર છેલ્લાં પાના પરની હેડલાઇન ઉપર પડી. ત્યાં લખ્યું હતું: મુંબઈનો ફરાર કાતિલ ચીનો ચીટર સૌરાષ્ટ્રમાંથી ઝડપાઈ ગયો. સમાચાર સાથે જે ફોટો છાપવામાં આવ્યો હતો તે ચિરંતનનો હતો. ડો. લાલવાણી ધડકતાં હૈયે વાંચવા માંડ્યા. છાપું બોલતું હતું: આજથી આશરે એક મહિના પહેલાં થયેલા ગેંગ વોરમાં બે જણાના ઢીમ ઢાળી દેનાર ચીનો ચીટર ઉર્ફે ચિરંતન એના વતનમાંથી ઝડપાઈ ગયો છે.
 
પોલીસના સૂત્રો પાસેથી એવું જાણવા મળે છે કે અપરાધી પોતાને નિર્દોષ માની રહ્યો છે. ચિના ચીટરનું એવું કહેવું છે કે જે દિવસે (પહેલી એપ્રિલે) એણે ખૂન કર્યું એમ કહેવાય છે ત્યારે હકીકતમાં એ બીમાર હતો. એ એક સર્જ્યનના નર્સિંગહોમમાં એડમિટેડ હતો. એની પાસે ડોક્ટરનું સર્ટિફિકેટ, બિલ ભર્યાની પહોંચ અને પેટ પરના ચીરાનું નિશાન પણ છે. કેસનું રહસ્ય ઘૂંટાતું જાય છે. પોલીસ પાસે નજરે જોનારા સાક્ષીઓ છે જેઓ કહે છે કે આ ડબલ મર્ડર ચીના ચીટરે જ કર્યાં છે. તો પછી એક જ દિવસે આ માણસ બે અલગ-અલગ સ્થળો પર હાજર કેવી રીતે હોઈ શકે?


એવું તો નથીને કે ચીના ચીટરની ખોટી એલીબી ઊભી કરવા માટે બનાવટી સર્ટિફિકેટ આપનાર સર્જ્યન ડો. લાલવાણી પણ આ કાવતરામાં સામેલ છે? પોલીસ છાનબીન કરી રહી છે. ડો. લાલવાણીને તમ્મર ચડી ગયાં. આ વખતે એમના મુખેથી આવા શબ્દો સર્યા નહીં: 'મને તો આવા દર્દીઓ ખૂબ ગમે.'

(સાવ સાચી ઘટના. સ્થળ/ નામ/ કાળક્રમ બદલ્યાં છે.)

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment