Sunday, 6 December 2015

[amdavadis4ever] વાચકોએ નક્કી કર્યું કે એમન ા છાપામાં ગંગ ા વહી કે ગટરm

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આ પત્ર લખનાર વાચકનું નામ છે આઈ.એમ. હુસૈન. બૅન્ગલોરથી તેઓ લખે છે: 'આ દેશમાં ચાર ચાર પેઢીથી જેના વડવાઓ વસ્યા છે એવો હું ભારતીય મુસ્લિમ છું. મેં લગભગ દરેક ઈસ્લામિક રાષ્ટ્રનો પ્રવાસ કર્યો છે. મારા જાત અનુભવ પરથી હું કહી શકું છું કે આ દેશના (ભારતના) મુસ્લિમોને સૌથી વધુ લાડ લડાવવામાં (પૅમ્પર્ડ) આવે છે. એમને અહીં સૌથી વધુ સ્વતંત્રતા મળે છે, સલામતી મળે છે અને ઈસ્લામ ધર્મ પાળવાનો સંપૂર્ણ હક્ક મળે છે... ભારતીય મુસ્લિમોએ અલ્લાનો આભાર માનવો જોઈએ કે તેઓ એવા દેશમાં રહે છે જ્યાં હિન્દુઓ એમને સહન કરતા રહ્યા છે.'

આજથી ત્રેવીસ વર્ષ પહેલાંની છઠ્ઠી ડિસેમ્બરે પણ રવિવાર જ હતો. અયોધ્યામાં બાબરી ઢાંચો તૂટયા પછી ૨૪ ડિસેમ્બરના ટાઈમ્સમાં આઈ. એમ. હુસૈનનો આ પત્ર પ્રગટ થયો તેનું પુન: પ્રકાશન તે વખતે 'મુંબઈ સમાચારે' કર્યું હતું. પત્રમાં છેલ્લે લખ્યું હતું: '... બાબરી મસ્જિદ ફરી બાંધવાથી કોઈ અર્થ સરવાનો નથી.'

૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરે સર્જાયેલા કોમી તનાવને બઢાવો આપવામાં અંગ્રેજી અખબારોએ નિ:શંક ખૂબ મોટી ભૂમિકા ભજવી હતી. આ અખબારોના ઘણા વાચકો જોકે, એમના તંત્રીઓ સાથે જરાય સહમત થતા નહીં અને પોતાના વિચારો તંત્રીને લખીને મોકલી આપતા.

અંગ્રેજી છાપાંઓએ બાબરી ઈમારત કે બાબરી ઢાંચાને બાબરી સ્ટ્રકચર કહેવાને બદલે બાબરી મોસ્ક કે બાબરી મસ્જિદ કહેવાનું પસંદ કર્યું. કલકત્તાના 'ટેલિગ્રાફ'એ ફ્રન્ટપેજ પર મથાળું છાપ્યું: 'બાબરી મસ્જિદને ભોંયભેગી કરી નાખવામાં આવી.' કલકત્તાના જ બીજા એક અખબારે લખ્યું: 'કારસેવકો બાબરી મસ્જિદ પર તૂટી પડ્યા, મોટા ભાગનો હિસ્સો તોડી નાખ્યો, સલામતી દળો નિષ્ક્રિય.' મુંબઈના 'ટાઈમ્સ ઑફ ઈન્ડિયા'એ લખ્યું, '...કારસેવક્સ ડિસ્ટ્રૉય બાબરી મસ્જિદ.' 'ઈન્ડિયન એક્સપ્રેસ', મદ્રાiસનું 'હિન્દુ', દિલ્હીનું 'હિન્દુસ્તાન ટાઈમ્સ', બૅન્ગલોરનું 'ડેક્કન હેરલ્ડ' - દરેક પ્રમુખ અંગ્રેજી છાપાએ પ્રથમ પાને મોટા મથાળામાં બાબરીની ઈમારતને 'મસ્જિદ' ગણાવી. આની સામે અનેક ઠાવકાં ગુજરાતી, હિન્દી, મરાઠી અખબારોએ કાં તો બાબરીની 'ઈમારત' શબ્દો વાપર્યા (હિન્દીમાં 'ઢાંચા') અથવા મથાળામાં બાબરી શબ્દનો ઉપયોગ ટાળીને લખ્યું: 'ઝનૂને ચડેલા કારસેવકોએ વિવાદાસ્પદ બાંધકામને પહોંચાડેલું નુકસાન.'

બાબરીની જર્જરિત, વિવાદાસ્પદ ઈમારત મસ્જિદ હતી જ નહીં, કારણ કે છેક ૧૯૪૯થી ત્યાં નમાજ પઢાતી નહોતી, એટલું જ નહીં, ત્યાં અન્ય ધર્મની - હિન્દુ ધર્મની મૂર્તિની સ્થાપના થઈ ચૂકી હતી. આ દૃષ્ટિએ ઈસ્લામ ધર્મમાં જણાવ્યા મુજબ આ જગ્યા 'કાફિરો'ની થઈ ગઈ કહેવાય અને 'કાફિરો'નું ધર્મસ્થળ ઈસ્લામ માટે હરામ બરાબર છે. આ ઈમારત ઈસ્લામના અનુયાયીઓનું આસ્થાસ્થળ નહોતું છતાં અંગ્રેજી સમાચારપત્રોએ અને તત્કાલીન કૉન્ગ્રેસી વડા પ્રધાન પી. વી. નરસિંહ રાવે દૂરદર્શન પર દરેક સમાચારમાં બાબરીને 'મસ્જિદ' ગણાવીને દુનિયા આખીમાં એવો પ્રચાર થવા દીધો કે ભારતમાં 'મસ્જિદો' તોડી પાડવામાં આવે છે. હકીકતોની વિકૃત્તિની હદ ત્યારે આવી ગઈ કે જ્યારે આ અંગ્રેજી અખબારો સગવડતાપૂર્વક એક તથ્યનો ઉલ્લેખ કરવાનું ચૂકી જતાં કે આ સ્થળે ૧૯૪૯થી રોજ ભગવાન રામની મૂર્તિ સામે આરતી થતી રહી છે.

બાબરી વિશેના સમાચારો આપતી વખતે અંગ્રેજી અખબારો તથા દૂરદર્શને 'મસ્જિદ'ને બદલે કેટલાંક ભાષાકીય અખબારોનું અનુકરણ કરીને

'ધર્મસ્થાનક', 'વિવાદાસ્પદ ઈમારત' કે 'ઢાંચો' કે પછી એના જ પર્યાય શબ્દો વાપર્યા હોત તો સેક્યુલરવાદી રાજકારણીઓ અને મુસ્લિમ નેતાઓ મોટા ભાગના મુસ્લિમોને ઉશ્કેરવામાં નિષ્ફળ ગયા હોત.

૧૯૯૨ની ૧૮ ડિસેમ્બરે ટાઈમ્સના એક વાચક નામે જી. પાલકરે તંત્રીને પત્રો વિભાગમાં લખ્યું કે 'અયોધ્યાના મામલામાં અખબારો એકતરફી દૃષ્ટિકોણ ધરાવતાં થઈ ગયાં હોય એવું લાગે છે.' ત્યારે એમાં ભારોભાર સત્ય હતું. 'ટાઈમ્સ'માં સૌથી પહેલો વિરોધી પત્ર બાબરીની ઘટનાના છેક નવ દિવસ બાદ, ૧૫ ડિસેમ્બરે પ્રગટ થયો હતો. વાચક બી. કુમારે છાપાની અયોધ્યાનીતિનો નમ્ર ભાષામાં વિરોધ કરતાં કહ્યું હતું: 'તમે લખો છો કે દેશમાં સેક્યુલરિઝમનો દુરુપયોગ થયો છે.' એનાં કારણો હું તમને આપું: દેશમાં હિન્દુ મંદિરો તોડી પાડવામાં આવે અને સરકાર એની નોંધ ન લે, શાહ બાનુ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાને સરકાર માન્ય ન રાખે અને કૉમન સિવિલ કોડની માગણી પ્રત્યે સરકાર ધ્યાન ન આપે ત્યારે અને એવા દરેક બનાવ વખતે સેક્યુલરિઝમનો દુરુપયોગ થયો છે.

હિન્દુવિરોધી બની ગયેલા અંગ્રેજી પત્રકારોમાંના કેટલાક મારા પ્રિય લેખકો હતા. દાખલા તરીકે સ્વ. બહેરામ કૉન્ટ્રાક્ટર ઉર્ફે બિઝિબી. બ્રિલિયન્ટ પત્રકાર અને એક ઉત્તમ કૉલમનિસ્ટ. બાબરી તૂટી એના બીજા જ દિવસે બિઝિબીએ પોતે જે સાંધ્ય દૈૈનિકના તંત્રી હતા તે 'આફટરનૂન'ની એમની અતિ લોકપ્રિય લાસ્ટ પેજ કોલમ 'રાઉન્ડ ઍન્ડ અબાઉટ'માં લખ્યું હતું: 'આજે હું મારી રોજની ટેવ મુજબ રેસ્ટોરાંમાં ગયો. મારો રોજનો મુસ્લિમ વેઈટર આવ્યો, પણ હું એની આંખમાં આંખ મેળવીને જોઈ ન શક્યો. હું શું કહું એને? એ જ કે બાબરી તોડી પાડવામાં મારો હાથ નહોતો? એ જ કે ગઈ ચૂંટણીમાં મેં ભાજપને વૉટ આપ્યો નહોતો? એ જ કે...' બિઝિબી એમની રમૂજી કૉલમમાં રડમસ થઈ ગયા. આ પીસ છપાયાના બીજા જ દિવસે લખાયેલા પણ છેક પંદર દિવસ બાદ છપાયેલા એક ગુજરાતી વાચકના પત્રમાં બિઝિબીની સ્ટાઈલમાં જ એમની પટ્ટી ઉતારવામાં આવી:

'તમે તમારા રેગ્યુલર વેઈટર સાથે આંખો ન મિલાવી શક્યા, કારણ કે તમને લાગતું હતું કે તમે કોઈ મોટો ગુનો કરી નાખ્યો છે, પરંતુ તમારો વેઈટર આવી કોઈ લાગણી અનુભવ્યા વિના તમારી આંખમાં આંખ મિલાવીને જોઈ શક્યો, કારણ કે કાશ્મીરમાં અનેક મંદિરો તોડી પાડવામાં આવ્યાં ત્યારે એને સહેજ પણ રંજ થયો નહોતો. તમે દંભી છો, તમારા છાપાનું રિપોર્ટિંગ એકતરફી હોય છે. મુંબઈમાં આરબોના પેટ્રોડૉલર્સ વડે ખરીદાયેલી પિસ્તોલોમાંથી પોલીસો પર ગોળીઓ છોડવામાં આવી એનો ઉલ્લેખ પણ નથી કરતા, કારણ કે તમે તમારા મુસ્લિમ મિત્રોને ઓછું આવવા દેવા માગતા નથી.'

તાતા ક્ધસલ્ટન્સીમાં નોકરી કરતા પ્રવીણ ગાંધી નામના ગુજરાતી વાચકના ૨૧ ડિસેમ્બરે છપાયેલા આ પત્ર બાદ એ જ છાપામાં સંદીપ આર. શાહ નામના એક અન્ય ગુજરાતીનો પત્ર પ્રગટ થયો: 'ડિયર બિઝિબી, તમારા મુસ્લિમ વેઈટરની આંખમાં જોવાને બદલે જરા એના હૃદયમાં ડોકિયું કરજો, તમને જણાશે કે એ હૈયામાં પાકિસ્તાન માટેની ભારોભાર સહાનુભૂતિ છે.'

વાચકોના આવા પત્રો છાપવા ઉદારતા નહોતી, મજબૂરી હતી. વાચકોની વાચાને અવગણી હોત તો એની સીધી અસર ફેલાવા પર પડી હોત. ડૅવિડ સાર્નોફ નામના એક બ્રિટિશ પ્રકાશક તથા અખબાર માલિકની એક ઉક્તિ ખૂબ જાણીતી છે: અખબારના માલિકનું કામ પ્લમરની જેમ પાઈપલાઈન ફિટ કરી આપવાનું છે. આ પાઈપમાંથી શું વહેશે તે નક્કી કરવાની જવાબદારી તંત્રીઓની છે.

છઠ્ઠી ડિસેમ્બર, ૧૯૯૨ના રોજ અયોધ્યામાં સર્જાયેલી ઘટના પછી દેશભરના તંત્રીઓ પાસે બે વિકલ્પો હતા: એક, ખાળમાં વહી જનારું દૂષિત જળ વહેવડાવવું અને બે, શુદ્ધ ગંગાજળ વહેવડાવવું. સ્વાભાવિકપણે જ કોઈ તંત્રી કબૂલ નહીં કરે કે પોતે અયોધ્યાની બાબતમાં શુદ્ધ ગંગાજળ સિવાયનું બીજું કોઈક પ્રવાહી વહેવડાવ્યું છે. જોકે, પ્રવાહી વિશે અભિપ્રાય આપવાનું કામ તંત્રીઓએ નહીં, પત્રકારોએ નહીં પણ વાચકોએ પોતે કરવાનું હોય છે, અને મોટેભાગે મૂક રહેતા છતાં બધું જ સમજતા બહોળી સંખ્યાના વાચકોએ તે વખતે બોલકા બનીને તંત્રીઓને કહી દીધું કે પ્રકાશકે બિછાવી આપેલી પાઈપલાઈનને ગટર તરીકે વાપરવાનું બંધ કરો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment