Monday, 7 December 2015

[amdavadis4ever] એક વૃક્ષન ે જોઈને ત મારુંં મન પ્રસન્નત ાથી ભરાઈ જાય, તો ત મારો સત્સ ંગ થઈ ગયો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



'રામચરિતમાનસ'ને તમે ત્રણ ભાગમાં વહેંચી શકો-આહુતિ, આસક્તિ અને આરતી. આમાંથી જે આસક્તિ છે તે અશાંતિ લાવે. પણ ભક્તિમાર્ગમાં આસક્તિ' ખરાબ શબ્દ નથી. સત્સંગ દ્વારા આસક્તિનું રૂપાંતર કરવું પડે. આપણા મૂળ સ્વભાવમાં આપણે પહોંચીએ. આપણા મૂળ એડ્રેસે આપણો નિવાસ થાય. ધરતીના તમે રહેવાસી નથી. અહીંના તો તમે પ્રવાસી છો. રહેવાસી તો આકાશના છો. ખબર નહિ કયો સિતારો ખરીને નીચે આવ્યો હોય! અનંત અને વિરાટના આ ગગનનાં ગોખમાં ભૂલા નહિ પડો. અમુક ભ્રાંતિ તૂટે એટલા માટે સત્સંગની જરૂર છે કે તમારું સ્વરૂપ પાછું મળે. સત્સંગનો અર્થ એટલો ટૂંકો પણ નહિ કરતા. એક વૃક્ષને જોઇને તમારું મન પ્રસન્નતાથી ભરાઈ જાય તો એ વૃક્ષ સાથે તમારો સત્સંગ થઈ ગયો. એ વૃક્ષ તમારા માટે કલ્પવૃક્ષ છે. એક નદી વહેતી હોય, તમને એને જોતા જોતા યમુના નદીની યાદ આવી, મા ભાગીરથીની યાદ આવી, તો એ નદી તમારે માટે સત્સંગ છે. કોઈએ સુંદર વાજિંત્ર વગાડ્યું, એ વીણાના તાર સાથે આંતરવીણા પણ ઝણઝણી ઊઠી તો એ સત્સંગ છે. કોઈનાં દર્શન થયાં, મનની બધી જ પાંખડીઓ ખૂલવા માંડી, તો એ સત્સંગ છે. સત્સંગની ખૂબ વિશદ્ વ્યાખ્યા છે. તેથી કોઈ પણ પ્રકારના સત્સંગની મને ને તમને જરૂર છે, જે મને ને તમને મૂળ નિવાસનું ભાન કરાવે. નિવાસ તો મૂળ ગગનનો, આકાશમાં રહેનારા છીએ. અહીં તો ફરવા આવ્યા છીએ, એટલે તો સૌરાષ્ટ્રના સંતોએ ગાયું છે:

ગગન ઘટમાં રમવાને આવો,

અવિનાશી પદમાં જઈને મ્હાલો...

ગગન ઘટમાં વાહન ધરતીનું છે. પાયા ધરતી પરના હોઈ શકે. દેહ ધરતી પર છોડી દઈએ છીએ, પણ અંદરનું મૂળ તત્વ તો ગગનનું છે. ગામડાનો દેશી ભગત કેટલી મોટી વાત કરે છે! બધાંને નિમંત્રણ આપે છે. અષાઢ મહિનામાં મેઘની ગર્જના થાય, ત્યારે સૌરાષ્ટ્રમાં લોકો કહે: કૃષ્ણ, બલરામ ગેડીદડે રમે છે, એ નિમંત્રણ આપે છે. તમે કાદવના છોરુ નથી. તમે નિર્મલ નીરનાં સંતાન છો. એ મૂળ તત્ત્વની યાદી છે. પણ એ ભાન કરાવવા સત્સંગની જરૂર છે.

મારું, રામચરિતમાનસ કહે છે કે, ગુરુ વિવેકનો સાગર છે. વિવેક ચાર રીતે મળે છે. એક તો માગો, જેમ શતરૂપાએ માગ કરી હતી. 'માનસ'માં એક વિવેક મળશે અરણીમંથનથી. ખુદનું મંથન કરવાથી, ચિંતન કરવાથી વિવેક પ્રાપ્ત થશે અથવા સત્સંગથી મળશે અને સત્સંગનો મારો અર્થ બહુ વ્યાપક છે. મૂક સત્સંગ પણ એક સત્સંગ છે.

એક સારી કવિતા, ભજન, સુગમસંગીત, લોકગીત સાંભળો તો એ પણ સત્સંગ છે. સારી માનસિકતાથી જે કંઈ પણ ગાઓ તે સત્સંગ છે. આદરભાવથી દરેક વિદ્યાની ઉપાસના કરો તો એ સત્સંગ છે. અવિદ્યા માત્ર કુસંગ છે. અવિદ્યાનો મતલબ છે અપવિત્ર માની લેવું, દુ:ખને સુખ માની લેવું, અનાત્મને આત્મ માની લેવું.

આપણે મહાપુરુષોના આશ્રયમાં, ગુરુના આશ્રયમાં બેસી જઈએ છીએ ત્યારે વિવેક આપોઆપ જ આવી જાય છે. ગુરુ પાસેથી બીજું શું મેળવવાનું હોય? બુદ્ધિ, સંપત્તિ, પ્રતિષ્ઠા? સદ્ગુરુ પાસેથી શું મળે? મેળવવા જેવો તો છે વિવેક. ગુરુ જ્યારે એવો વિવેક આપશે ત્યારે મન દોષથી મુક્ત થઈ જશે અને શુભતત્ત્વમાં લાગી જશે. પરંતુ એ કેવો વિવેક? 'માનસ'માં તુલસીદાસજીએ કેટલી બધી પંક્તિઓ લખી છે!

ધબજ્ઞઈ ક્ષળજ્ઞખ લરૂ રુરૂરુઢ ઈક્ષઘળઊ 

ઉંરુણ ઉંૂણ ડળજ્ઞર રૂજ્ઞડ રુરૂબઉંળઊ ॥

તુલસી કહે છે, આ સંસારમાં સારું અને ખરાબ બધું પરમાત્માએ બનાવ્યું છે. અને પછી સારું અને ખરાબ શું છે એનો વિવેક વેદોએ કર્યો છે. પરમાત્માની સૃષ્ટિ સદ્-અસદ્થી મિશ્રિત છે. આ બધાં જ દ્વંદ્વ વિધાતાએ બનાવ્યા છે. દેવ-દાનવ, શ્રેષ્ઠ-નિકૃષ્ટ,માયા-બ્રહ્મ, જીવ-જગદીશ, ભિખારી-સમ્રાટ, સ્વર્ગ-નર્ક બધા પ્રપંચ વિધાતાના છે. ઈશ્વર જ્યારે માણસને વિવેક આપે છે ત્યારે માણસ એમાંથી શુભ-શુભ લઇ લે છે અને વિકારોને છોડી દે છે. એટલે

રુરૂણૂ લટર્લૈઉં રુમમજ્ઞઇં ણ વળજ્ઞઇૃ 

ફળપઇંૈક્ષળ રુરૂણૂ લૂબધ ણ લળજ્ઞઇૃ ॥

મારું સ્પષ્ટ માનવું છે કે વિવેક શિષ્યની સંપદા છે અને પરમ વિવેક ગુરુની સંપદા છે. વિવેક એટલે અગ્નિ. તુલસીદાસજી કહે છે કે વિવેકરૂપી અગ્નિને પ્રગટ કરવા માટે રામકથા એક અરણીમંથન છે. જેવી રીતે બે લાકડાંને ઘસવાથી અગ્નિ પેદા થાય છે, તેમ રામકથા સાંભળવી એ બધું મંથન છે. એમાંથી વિવેકનો અગ્નિ પ્રગટ થશે. સત્સંગ વિના વિવેકની ઉપલબ્ધિ નથી.

શ્રીમદ્ રાજચંદ્ર, એમણે પરમાત્મા માટે એક શબ્દ વાપર્યો છે... પુરાણપુરુષ. હે પુરાણપુરુષ! તારી પ્રાપ્તિ અમને થાય કે કેમ એની અમને ખબર નથી. અને હા, રાજચંદ્રે એમ કહી દીધું કે તારી પ્રાપ્તિ ન થાય તો પણ કંઈ ચિંતા નહિ, ખોટું લગાડીશ નહિ. પણ હે જગદીશ! હે પુરાણપુરુષ! એટલી કૃપા જરૂર કરજે કે તારા સત્પુરુષોનો સંગ અમને જગતમાં મળ્યા કરે. ક્યો કિ સંત યે અનંતકાલીન હૈ. સંત યે ભગવંત કી પ્રતિકૃતિ હૈ. તુલસીદાસજી વર્ણન કરે છે સંત મળે તો આખું જીવન પરિવર્તિત થાય.

પ્રયાગમાં સ્નાન કરવાથી પાપ ધોવાય છે, ચોક્કસ ધોવાય છે. પણ જીવ મૂળમાંથી ફરતો નથી. માણસ પાછો શરૂ કરી દે છે, એવું વિચારીને કે વર્ષ પછી પાછા જઈ આવીશું! પાપ ધોવાનું કામ ત્રિવેણી જરૂર કરે, પણ જીવનનું આમૂલ પરિવર્તન તે નથી કરી શકતી. જ્યારે સંતના સંગમાં રહેવાથી જીવનમાં આમૂલ પરિવર્તન આવે છે. સંતના પ્રયાગમાં જેણે સ્નાન કર્યું તેનું જીવન મૂળમાંથી ફરશે. કેટલાયે માણસોએ સત્સંગથી ગતિ કરી છે. બાબાજી કહે: જગતમાં જેને જેને મોટાઈ મળી છે તે સત્સંગથી મળી છે.

લોકમાં કે વેદમાં સત્સંગ સિવાય બીજો ઉપાય, બીજો વિકલ્પ નથી. ઈશ્ર્વર પાસે કોઈ દિવસ માગો નહિ. અને માગ્યા વિના ન રહેવાય તો આટલું માગો: અમને કોઈ સંતનો સંગ આપો, કે જે અમારા તન-મનને શાંત કરે, અમારા મનને સ્વાન્ત: સુખથી ભરી દે. એવા કોઈ સંતની અનુભૂતિ કરાવો. માગવા જેવું બીજું શું હોઈ શકે? બધાં પ્રારબ્ધ લઈને આવ્યાં છે. કોઈ એવા સંત મળી જાય તો જીવનની આખી દૃષ્ટિ બદલાઈ જાય.


સંકલન : જયદેવ માંકડ

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment