Monday, 7 December 2015

[amdavadis4ever] મીડિયા પતંગ ચગાવ ે છે ત્યારે માંજો વાચક નામના કબૂત રના ગળે ભેરવાય છે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



હમણાં પી. ચિદમ્બરમ્ જેવા કૉન્ગ્રેસના સિનિયર અને ઠાવકા નેતાએ જાહેરમાં કહ્યું કે સલમાન રશ્દીની 'સેતાનિક વર્સીસ' પર (અમે, કૉન્ગ્રેસની સરકારે) પ્રતિબંધ મૂક્યો તે અમારી ભૂલ હતી. ચિદમ્બરમ્ના આ સ્ટેટમેન્ટ પછી કૉન્ગ્રેસના બીજા અડધો ડઝન નેતાઓનાં નિવેદનો ધડાધડ મીડિયામાં ઉછળ્યાં જેમાં કહેવાયું હતું કે એ તો ચિદમ્બરમ્નો પર્સનલ મત છે, એ સ્ટેટમેન્ટને કૉન્ગ્રેસ પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી.

ભાજપનો કોઈ ચિરકુટ અને બેજવાબદારીભર્યા નિવેદનો માટે જાણીતો કોઈ નાનકડો કાર્યક્રમ પણ કોમવાદી નિવેદન કરે તો મીડિયા કહેશે કે ભાજપે આવું કહ્યું. જાણે કે એ શબ્દો ભાજપની ઓફિશિયલ પૉલિસી હોય એવો આભાસ ઊભો કરશે.

મતભેદો કઈ પાર્ટીમાં નથી હોતા? તમને યાદ હશે કે મનમોહન સિંહ દસ વરસ સુધી વડા પ્રધાન હતા તે દરમિયાન સિનિયર કૉન્ગ્રેસી નેતાઓ વચ્ચેના મતભેદો વિશે ભાગ્યે જ મીડિયામાં આવતું. સામ્યવાદી નેતાઓના આપસના મતભેદો વિશે પણ રૅરલી આવતું. સપા, બસપા વગેરે પક્ષોના નેતાઓ પરસ્પર સામસામા વિચારો વ્યક્ત કરે ત્યારે પણ મીડિયા ચૂપ રહેતું. માત્ર ભાજપમાં રાજ્યસ્તરે અને રાષ્ટ્રીયસ્તરે કેટલા મોટા 'વિખવાદો' છે એવા જ સમાચાર સતત આવતા. ભાજપના સમર્થકોને લાગતું કે પોતે જે પક્ષનો અને જે નેતાઓનો આદર કરે છે તેઓ કેવા કૂતરાં-બિલાડાંની જેમે આપસમાં બાખડે છે. તમને આ નેતાઓ પરથી માન ઓછું થઈ જતું અને પ્રિસાઈસલી મીડિયાનો આ જ હેતુ હતો. તમારી નજરમાંથી એમને નીચે ઉતારી દેવા.

હવે જે વાત તમારી આગળ રજૂ થશે તે વાંચીને તમારામાંના કેટલાક કહેેશે કે ના, પણ આ બંને નેતાઓ વચ્ચે તો ખરેખર તીવ્ર મતભેદ હતા જ - અમને ખબર છે ને! 

તમને ક્યાંથી ખબર પડી? મીડિયામાંથી! નેક્સ્ટ ટાઈમ તમને કોઈ બે નેતાઓ વચ્ચે નથી બનતું એવા 'સમાચાર' આપે ત્યારે એમને એટલું જ પૂછવું કે તમને આ વાત બેમાંના કયા નેતાએ કહી!

આજની તારીખે પણ લાલકૃષ્ણ અડવાણીના ઈનોસન્ટ સ્ટેટમેન્ટના શબ્દોને મારી મચડીને મીડિયા પોતાને મનફાવતો રંગ આપે છે. છેલ્લે અડવાણીના કટોકટીને લગતા સ્ટેટમેન્ટને મીડિયાએ એ રીતે ચગાવ્યું કે જાણે તમને લાગે કે મોદી ઈન્દિરા ગાંધીની જેમ ઈમરજન્સી લાગુ પાડશે એવો ભય છે - એવું અડવાણીએ કહ્યું.

અત્યાર સુધી વાચકોનો કે ટીવીના દર્શકોનો દોષ નહોતો. કારણ કે રેફરન્સ મેળવવાનાં સાધનો જૂજ હતાં. હવે કોઈપણ જાગૃત નાગરિક ગૂગલ સર્ચ કરીને, ચાર ગળણે એમાંની સામગ્રી ગાળ્યા પછી, દૂધનું દૂધ - પાણીનું પાણી કરી શકે છે. દાખલા તરીકે હમણાં મેં સૂરતના ૨૦૦૬નાં પૂર અને ચેન્નઈનાં અત્યારના પૂરની સરખામણી કરી. કોઈકે ગુજરાત હાઈ કોર્ટના જજના નેતૃત્વ હેઠળની મહેતા કમિટીના રિપોર્ટનો દાખલો આપીને કહ્યું કે તે વખતે ગુજરાત સરકારે હકીકતો છુપાવેલી જે આ રિપોર્ટમાં પ્રગટ થઈ છે. તમે સહેજ મહેનત કરીને ગૂગલ સર્ચ કરો એટલે ખબર પડે કે એ જે મહેતા હતા તે તો વર્ષો પહેલાં જજ હતા, કમિટી રચાઈ ત્યારે રિટાયર્ડ જજ હતા. વળી કમિટી કોઈ સત્તાવાર નહોતી. મેધા પાટકરની નર્મદા બચાવ આંદોલન સમિતિ તેમ જ વડોદરાની ગુજરાત સર્વોદય મંડળે રચેલી હતી. આ બેઉ સંસ્થાઓ તેવી જ મહેતા સમિતિના તમામ સભ્યો ગુજરાત સરકારના વિરોધી તથા મોદી દ્વેષી તરીકે જાણીતાં હતાં હવે આવી સમિતિ શું કહે ને શું નહીં એની ક્રેડિબિલિટી કેટલી?

અડવાણી અને મોદી વચ્ચે ઊભ્ભી તિરાડ પડી ગઈ છે. શિષ્યે ગુરુને તરછોડી દીધા છે. મોદીની પ્રગતિથી અડવાણી જલે છે અને મોદી કંઈ પણ કરીને અડવાણીનું પત્તું ભાજપમાંથી કાપવા માગે છે. વગેરે વગેરે 'ન્યૂઝ' એક જમાનામાં મીડિયા માટે ડેઈલી ડાયટ બની ગયા હતા. 'માય ક્ધટ્રી, માય લાઈફ' અડવાણીની આત્મકથા છે જે ૨૦૦૮માં પ્રગટ થઈ. પુસ્તકના ૭૫૮-૭૫૯-૭૬૦માં પાનાં પર અડવાણી લખે છે:

'ભારતીય રાજકારણમાં છેલ્લાં ૬૦ વર્ષમાં રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય સ્તરે ૨૦૦૨થી મોદી વિરુદ્ધ જેટલો ઝેરીલો અને સતત અપ્રચાર થતો રહ્યો અને જે રીતે એમને બદનામ કરવામાં આવ્યા એવું બીજા કોઈ નેતા સાથે થયું નથી. સોનિયા ગાંધી તો એમને 'મોતના સૌદાગર' કહેવા સુધીની હદે પહોંચી ગયાં હતાં. મને આનંદ છે કે ગુજરાતની પ્રજાએ આવું ઝેરીલું રાજકારણ ખેલતા લોકોને જડબાતોડ જવાબ આપ્યો. (૨૦૦૭)ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો બીજી રીતે પણ મહત્ત્વના છે. તમારી સામે ગમે એટલો ગંદકીભર્યો પ્રચાર થાય પણ જો તમારામાં ઈન્ટેગ્રિટી, કરેજ અને કૉમ્પીટન્સ હશે તો લોકોનો સપોર્ટ તમને મળવાનો જ છે.'

ગુજરાતનાં ૨૦૦૨ના ગોધરા હિન્દુ હત્યાકાંડ પછીનાં રમખાણોના દિવસોને યાદ કરતાં અડવાણી લખે છે:

'આ રમખાણો પછી મહિનાઓ અને વર્ષો સુધી મોદીના રાજીનામાની માગણી થતી રહી. અમારા એન.ડી.એ.ના જ કેટલાક સાથી પક્ષોએ આવી માગણી કરી હતી. વડા પ્રધાન વાજપાયી પર કેટલાક લોકો તરફથી સતત અને સખત દબાણ રહેતું કે તમે મોદીને સીએમ પદેથી હાંકી કાઢો. મેં હંમેશાં આવી માગણીનો વિરોધ કર્યો હતો. એમાંની કેટલીક માગણીઓ તો ઘણા કટોકટીભર્યા તબક્કા દરમિયાન કરવામાં આવી હતી.

'મારા કારણો સ્પષ્ટ હતાં જે મેં ૬મે, ૨૦૦૨માં રાજ્યસભામાં કરેલા પ્રવચનમાં પણ કહ્યાં હતાં. ગુજરાતમાં જે પરિસ્થિતિ છે તેનું ખરેખર નિરાકરણ શું છે તે વિશે આપણે વિચારવું જોઈએ અને ચીફ મિનિસ્ટર મોદીને હટાવવા એ કંઈ સોલ્યુશન નથી. એમના વિરુદ્ધ સતત અપ્રચાર થઈ રહ્યો છે જે યોગ્ય નથી. ગુજરાત પોલીસમાં કોમવાદ ખદબદે છે એવો આક્ષેપ વિપક્ષના નેતા ડૉ. મનમોહન સિંહે કર્યો છે એ પણ ખોટો છે અને આવો આરોપ કરવો યોગ્ય નથી. આવા બેફામ આક્ષેપો કરવાથી દૂર રહેવાની હું સૌને વિનંતી કરું છું. ક્યાંક કોઈ ચૂક હશે, ક્ષતિ હશે અને તેની અમને જાણ છે પણ મહેરબાની કરીને ભૂલતા નહીં કે મોદી સરકારની પોલીસે રાયટ્સ દરમિયાન સંખ્યાબંધ મુસ્લિમોના જીવ બચાવેલા છે.' અડવાણી મોદીની ખરા દિલથી પ્રશંસા કરતાં લખે છે:

'પાર્ટીમાં જ્યારે જ્યારે મોદીના રાજીનામાની માગણી ઊઠેલી ત્યારે સતત મેં એનો વિરોધ કર્યો હતો. મને આનંદ છે કે મેં એમનામાં મૂકેલો વિશ્ર્વાસ સાચો પુરવાર થયો. ડિસેમ્બર ૨૦૦૨થી ૨૦૦૭ દરમિયાનનાં પાંચ વર્ષ દરમિયાન એમની ચીફ મિનિસ્ટરશિપ હેઠળ ગુજરાતમાં એક પણ કોમી રમખાણ થયું નથી, આતંકવાદનો એક પણ બનાવ બન્યો નથી અને રાજ્યમાં કોઈપણ ઠેકાણે એક કલાકનો પણ કરફ્યૂ લાદવો પડ્યો નથી. આ ગાળામાં ગુજરાતે આર્થિક અને સામાજિક ક્ષેત્રે જબરજસ્ત પ્રગતિ કરી અને દેશ-વિદેશથી ગુજરાતમાં મોટે પાયે મૂડીરોકાણ થયું. જેને કારણે ગુજરાત ભારતના સૌથી વિકસિત રાજ્યોમાંના એક તરીકે ઊભરી રહ્યું છે. મને જે વાતનો સૌથી વધારે આનંદ છેે તે એ કે રાજકીય અને સરકારી સ્તરે થતો ભ્રષ્ટાચાર તેઓ એ હદ સુધી નીચે લઈ આવ્યા છે કે એમના ટીકાકારો પણ આ બાબતે એમનાં વખાણ કરે છે. સલામતી, વિકાસ અને સ્વચ્છ શાસનને વરેલી એમની સરકારને લીધે ગુજરાતની દરેક કોમ અને દરેક જાતિના લોકોને ફાયદો થયો છે.'

આ ઉપરાંત અડવાણીએ મોદીના સંદર્ભમાં બીજી પણ કેટલીક સારી સારી વાતો આત્મકથામાં લખી છે. મોદી માટેના દ્વૈષથી જો કોઈ પીડાતું હોય તો તે અડવાણી નહીં, સેક્યુલર મીડિયા છે. મોદી અને અડવાણી - બેઉના ચાહકોમાં શંકા ઊભી કરીને વિષનું વાતાવરણ સર્જવાનું કામ મીડિયાએ કર્યું છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment