Monday, 7 December 2015

[amdavadis4ever] મોતના મુખમ ાંથી બાલ બા લ બચ્યા Manhar Ravaiya

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મોતના મુખમાંથી બાલ બાલ બચ્યા
દેવેન સુજાનગઢ રેલવે સ્ટેશન આવતાં એનો થેલો લઈ ટ્રેનમાંથી ઊતર્યો ત્યારે બપોરના ત્રણ થયા હતા, પણ અષાઢી વરસાદનો માહોલ હોવાથી આકાશ કાળાં ભમ્મર વાદળોથી ગોરંભાયેલું હતું, જેથી ખાસ્સુ અંધારું છવાયેલું હતું. દેવેન સાથે ટ્રેનમાંથી ઊતરેલા પાંચ-સાત મુસાફરો તો વરસાદ આવે તે પહેલાં ઘરે પહોંચવાની ઉતાવળે સુજાનગઢ જવાના ટૂંકા રસ્તે ચાલતાંય થઈ ગયા હતા. વાતાવરણમાં અસહ્ય બફારો હતો. વરસાદ આવવાની પૂરી સંભાવના હતી. જોકે, ચોમાસાના લીધે દેવેને રેઇનકોટ સાથે લીધો હતો. એ સુજાનગઢ પહેલી વાર આવ્યો હતો. આથી એણે સ્ટેશન માસ્તરને પૂછ્યું કે સુજાનગઢ જવા માટે અહીંથી કોઈ વાહન મળશે, ત્યારે દેવેનને જાણવા મળ્યું કે એક અબ્દુલનો છકડો ચાલે છે, પણ હાલ એ બહારગામ ગયેલ છે. રોડે રોડ સુજાનગઢ જરા દૂર પડે, પણ આ વનવિસ્તાર પાસેનો ટૂંકો રસ્તો સારો છે. સુજાનગઢથી જ ઘેઘૂર ઝાડીથી ગીચ જંગલ શરૂ થતું હતું. સુજાનગઢમાં દેવેનના માસા રહેતા હતા, તેથી એનાં માસા-માસી દેવેનને સુજાનગઢ તેડાવતાં હતાં. કારણ એમને કોઈ સંતાન ન હતું. એ દેવેનને એમની જમીન, મકાન વગેરેમાં એક વારસદાર નિયુક્ત કરવા માગતાં હતાં. માસાની ઉંમર થઈ ગઈ હોવાથી એ દેવેનને લેવા સ્ટેશને આવી શકે તેમ ન હતા, તેથી દેવેન એકલો રસ્તામાં જે કોઈ મળે તેને પૂછતો પૂછતો ચાલી રહ્યો હતો. 
જોકે, સ્ટેશનથી સુજાનગઢ સાત કિમી. જ દૂર હતું. રસ્તો છોડીને વિશાળ વિસ્તારમાં ફેલાયેલ ગીચ જંગલમાં ઊભાં ઊંટ ઢંકાઈ જાય એવાં ઊંચાં ઝાડ અને નીચે ઝરણામાં વહેતું નિર્મળ પાણી નિરખતો દેવેન સારા દૃશ્યના ફોટા પોતાના મોબાઇલમાં ક્લિક કરી લેતો હતો. ક્યારેક જંગલમાં વિહરતાં કાળિયાર (હરણ)નાં ઝુંડ જોઈને દેવેન ખુશ થઈ જતો હતો. સાથે સાથે એને એક અફસોસ થઈ રહ્યો હતો કે પોતે એનો પર્સનલ કેમેરો લાવતા ભૂલી ગયો હતો. કારણ દેવેન પોતે એક સફળ કેમેરામેન હતો. સ્વભાવે થોડો ધૂની ખરો છતાંય તરવરિયો ઉત્સાહી યુવાન હતો. નખશિખ રૂપાળો હીરો જેવો દેવેન હતો. મહાનગર રિંગ રોડ પર આવેલ રોયલ સ્ટુડિયોનો મેઇન કેમેરામેન હતો. એમાં એની નજર એક ઝરણા પાસે પાણી પી રહેલાં હરણાંઓનાં ઝુંડ પર પડી. આદતવશ હરણાંઓનો ફોટો લેવાની લાલચ એ રોકી ન શક્યો. ધૂનમાં ને ધૂનમાં એ જંગલની સીમા ઓળંગીને અંદર ગયો અને એણે નજીકથી મોબાઇલમાં બે-ત્રણ ફોટા લીધા, પણ ત્યાં એક ઝાડ પાછળથી ડાલામથો સાવજ દેખાયો. એને જોતાં જ દેવેનના દિલના થડકારા વધી ગયા. સામે મોત દેખાયું. સાવજથી બચવા દેવેન જીવ લઈને ભાગ્યો, પણ સાવજ એની પાછળ પડ્યો.
બીકમાં ને બીકમાં ભાગતો દેવેન થોડો દૂર ગયો કે એક જોબનવંતી યુવાન જોગણી જેવી છોકરી સામે મળી. સાવજને પાછળ આવતો જોતાં જ એ પરિસ્થિતિ પામી ગઈ. છોકરી દેવેનને ઊભો રખાવીને આડી ઊભી રહી. જેવો સાવજ નજીક આવ્યો એટલે છોકરીએ હાકલો કર્યો; 'એઈઈઈ... ખબરદાર ત્યાં જ ઊભો રહે. મારા વીરા ગાંડો થયો છે કે શું? મેમાનને આમ કનડતા તને શરમ નથી આવતી? જા જા પાછો વળી જા તો...' અને ખરેખર સાવજ છોકરીના કહેવાથી પાછો વળી ગયો. પોતાનો જીવ બચાવનાર છોકરીનાે આભાર માની જાણ્યું તો છોકરી નજીકના નેસમાં રહેતી હતી અને એનું નામ સિમોઈ હતું. એ દેવેનને રસ્તો બતાવી ચાલી ગઈ. પણ દેવેન જંગલના વિસ્તારથી બહાર આવે એ પહેલાં એને જંગલ અધિકારીની જીપ સામે મળી. એમણે દેવેનને ઊભો રાખીને પૂછપરછ કરી તો દેવેને પોતે અજાણતાં જ જંગલમાં આવી ગયાની વાત સાથે સાવજ અને સિમોઈની વાતેય કરી. ત્યારે સાહેબ બોલ્યા; 'વાહ! તમે ખરા નસીબદાર ખરા, મોતના મુખમાંથી તમારા જેવા અજાણ્યાને સિમોઈએ બચાવ્યા છે, એવા તમે સાતમા માણસ છો.' 'હેં! શું વાત છે! સિમોઈ કરે છે શું?' 'અરે ભાઈ! એને ગુજરી ગયાને એક દશકો થયો. એક ઝાડ પડતાં એ દબાઈ ગયેલી.'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment