Tuesday, 8 December 2015

[amdavadis4ever] ચહેરા અને શરીર પર પડી ગયા છે સફ ેદ ડાઘ? તો અજમા વો આ ઘરેલૂ નુસખા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ચહેરા અને શરીર પર પડી ગયા છે સફેદ ડાઘ? તો અજમાવો આ ઘરેલૂ નુસખા

ચહેરા અને શરીર પર પડી ગયા છે સફેદ ડાઘ? તો અજમાવો આ ઘરેલૂ નુસખા

હેલ્થ ડેસ્ક, અમદાવાદઃ સફેદ ડાઘ એટલે કે કોઢ ત્વચા સંબંધી એક રોગ છે, કોઢના નામે પણ આ રોગ ઓળખાય છે. ત્વચાના આ રોગમાં શરીર પર અલગ-અલગ જગ્યાએ જુદાં-જુદાં આકારના સફેદ ડાઘ જોવા મળે છે. કેટલીકવાર આ રોગ આનુવંશિક પણ હોય છે. આ સિવાય સફેદ ડાઘ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. જેમાં વધારે પડતો માનસિક તાણ, શરીરમાં પોષક તત્વોની ઉણપ, પેટમાં કૃમી, પાચનતંત્ર ખરાબ રહેવું, ખાનપાનની ખોટી આદતો વગેરે. જોકે સફેદ ડાઘ કોઈ લાઈલાજ બીમારી નથી, સફેદ ડાઘ મટી શકે છે, પણ તે માટે તમારે ધીરજથી કામ લેવાની જરૂર છે. તો તમે પણ શરીર પર ગમે ત્યાં થતાં સફેદ ડાઘ કે કોઢના રોગથી છુટકારો મેળવવા ઈચ્છો છો તો અહીં આપેલા ઘરેલૂ નુસખાઓની સાથે સાથે જરૂરી બાબતો પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે.

લીમડાના પાન અને લીંબોડી અનેક પ્રકારની સમસ્યાઓમાં લાભકારી સાબિત થઈ શકે છે. લીમડાના પાનને પીસીને તેનું પેસ્ટ તૈયાર કરવું અને તેને શરીરના જે ભાગ પર સફેદ ડાઘા હોય ત્યાં એક મહિના સુધી રોજ લગાવવું. સાથે જ લીંબોડીનું અને લીમડાના પાનનું જ્યૂસ પીવું. આનાથી લોહી સાફ થશે અને ત્વચા પર રહેલાં સફેદ ડાઘ ધીરે-ધીરે દૂર થવા લાગશે.
 
બથુવાની શાકભાજી ખાઓ, બથુઆ ઉકાળીને તેના પાણીથી સફેદ ડાઘ ધુઓ. કાચા બથુવાનો રસ બે કપ કાઢીને તેમાં અડધો કપ તલનું તેલ મેળવીને ધીમી આંચ પર પકાવો અને જ્યારે માત્ર તેલ રહી જાય ત્યારે ઉતારીને તેને શીશીમાં ભરી લો. હવે આ તેલને નિયમિત રીતે સફેદ ડાઘ પર લગાવો. ડાઘા થશે દૂર.
 
દરરોજ આદુના રસનું સેવન કરો. આદુનો એક નાનો ટુકડો ચાવીને ખાલી પેટે ખાઓ. સાથે જ આદુને પીસીને સફેદ ડાઘ પર લગાવો. સમસ્યા દૂર થશે.
 
તાજા લીલા શાકભાજી, કચુંબર, ખાટા ન હોય તેવા ફળો, ઘઉં, જવ, ચણા, ચોખા, ઓછી ખારાશ-ખટાશ અને ઓછા મસાલાવાળો તાજો ખોરાક ખાવો.

અડદની દાળ  પાણીમાં પલાળી પીસીને સફેદ ડાઘ ઉપર ચાર મહિના સુધી લગાવવાથી ડાઘ દૂર થઇ શકે છે. 
 
કાજુ, શેકેલા ચણા, ચણાનાં લોટની આથો કે ખટાશ વગરની વાનગીઓ ખાવાથી સફેદ ડાઘ દૂર થવા લાગશે.
 
રાતે સૂતી વખતે તાંબાના વાસણમાં પાણી ભરીને સવારે એ પાણી પીવાથી સફેદ ડાઘની સમસ્યામાં રાહત મળી શકે છે.
 
આ રોગને દૂર કરવા માટે રોગીએ સૌથી પહેલાં પોતાના પાચનને દુરસ્ત કરવું, તેના માટે રોજ રાતે હરડેનું પાણી સાથે સેવન કરી શકો છો.
 
રોજ સવાર સાથે 1-1 ચમચી બાવચીના ચુર્ણનું પાણી સાથે સેવન કરવાથી સફેદ ડાઘની સમસ્યામાં ઝડપથી ફાયદો થાય છે.
 
સફેદ ડાઘ પર તુલસીનો રસ રોજ ઘસવાથી ફાયદો થાય છે.
 
ગરમ દૂધમાં પીસેલી હળદર નાખીને દિવસમાં બે વાર પીવાથી 5 મહિનામાં સફેદ ડાઘથી મુક્તિ મળી શકે છે.

તમારા ખાનપાનમાં ધ્યાન રાખો. ગાજર, દૂધી અને દાળોનું વધુ સેવન કરો. એલોવેરાનું જ્યૂસ પીઓ. 2 કે 4 બદામ રોજ ખાઓ. સફેદ તલનું સેવન કરો. પાલક, ગાયનું ઘી અને ખજૂરનું સેવન કરો.
 
એક ચમચી હળદર, 2 ચમચી સરસિયાનું તેલ મિક્ષ કરો. પછી આ પેસ્ટને સફેદ ડાઘા હોય ત્યાં લગાવો. 15 મિનિટ રાખીને ધોઈ લેવું. આ દિવસમાં ત્રણથી ચારવાર કરવું. ડાઘાથી છુટકારો મળશે.
 
2 ચમચી અખરોટના પાઉડરમાં થોડું પાણી મિક્ષ કરીને તેનું પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને દિવસમાં ત્રણથી ચારવાર 20 મિનિટ સુધી લગાવીને રાખો અને પછી ધોઈ લો. ફાયદો થશે.
 
લીમડાના પાનની પેસ્ટ બનાવી તેમાં મધ મિક્ષ કરીને દિવસમાં 3 વાર પીવાથી સફેદ ડાઘથી મુક્તિ મળી શકે છે.
 
હરડેને ઘસીને લસણના રસમાં મિક્ષ કરીને સફેદ ડાઘા પર લગાવો. આનાથી સફેદ ડાઘ ધીરે-ધીરે દૂર થવા લાગશે.

સફેદ ડાઘ થવાના કેટલાક કારણો
 
વિરૂદ્ધ આહારનું સેવન કરવું, જેમ કે માછલી સાથે દૂધ, દહીં, દૂધ સાથે ડુંગળી, માંસ સાથે દૂધ વગેરે
 
મીઠાનું વધુ સેવન
 
ખોરાક પચ્યો ન હોય છતાં ભરપેટ ભોજન કરવામાં આવે.
 
દિવસે ઊંઘવું, ઊપવાસ અને ભારે ખોરાકનો અયોગ્ય ક્રમ
 
માછલી, તલ, અડદ, અળસી, ખાટા પદાર્થો વગેરેનો અધિક માત્રામાં ઉપયોગ કરવામાં આવે.
 
દહીં, દૂધ, છાંશ તથા માંસ વગેરેનો એકસાથે વધુ ઉપયોગ કરવામાં આવે.
 
વધુ પડતા ચીકણા-ભારે ખોરાકનું સેવન
 
ઊલટી, મળ-મૂત્ર વગેરે વેગોને રોકવા પણ તેનું એક કારણ છે.
 
અતિશય ગરમીમાંથી આવીને તરત ઠંડું પાણી પીવું તે પણ કોઢનું કારણ બની શકે છે.
 
ગરમ ખોરાક, પીણાં સાથે ફ્રોઝન ફૂડ, ડેઝર્ટ કે ઠંડા પીણા-શરબત જેવા તાપમાનમાં વિરોધી પદાર્થોનો ઊપયોગ

 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment