Friday, 27 November 2015

[amdavadis4ever] સ્ત્રીધન ઉપર માત્ર સ્ત્રીનો જ અધિકાર છે

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આ અઠવાડિયે પરિણીતા સ્ત્રીઓને સંબંધે બે મુખ્ય સમાચાર આવ્યા. એક તો એ કે સગપણ અને લગ્ન સમયે કે સુવાવડમાં સાસરે-પિયરથી એને જે કાંઈ રોકડ દાગીના અને મોંઘી ભેટસોગાદ મળી હોય તે એ તેની પોતાની સંપત્તિ છે. એ એનું 'સ્ત્રીધન' છે. આમ તો બીજી મિલકતમાં એનો ભાગ હોય નહીં. આ બધું હિંદુ કોડ બિલ બે તબક્કામાં ૧૯૫૫-૫૬માં પસાર થયું તે અગાઉની પરંપરાઓ છે. કાનૂન બદલાયા પછી પણ પરંપરાગત માનસિકતા અને કૌટુંબિક વિચારસરણીને કારણે એને વારસા ભાગીદારી મોટે ભાગે ન મળે; પરંતુ દરેક પરિસ્થિતિમાં એટલું તો કબૂલ રખાયું છે કે 'સ્ત્રીધન' ઉપર એ સ્ત્રીઓ એક બીજો સંપૂર્ણ અધિકાર છે. લગ્ન દરમ્યાન, વૈધવ્યમાં તેમ જ લગ્નવિચ્છેદ થાય ત્યારે સ્ત્રી પોતાનું 'સ્ત્રીધન' માગી શકે છે, છેલ્લે આ હકીકત ઉપર અદાલતી મહોર પણ લાગી ગઈ. એક મહત્ત્વની વાત નોંધવા જેવી એ છે કે લગ્ન સમયમાં ગમે ત્યારે સ્ત્રી પોતાનું માનધન માગી શકે છે. વાસ્તવમાં એવું બનતું નથી. ઘરેણાં સાસરાની તિજોરીમાં રહે છે અને આજે સાસુના બૅન્કલોકરમાં રોકડ મળી પણ હોય તો એની તજવીજ પતિ કે જેઠ કે સસરા કરે છે. જે કાંઈ મળતું હોય તેની સહીસિક્કા સાથે વ્યવસ્થિત યાદી તો થતી જ નથી અને હવે તો કાળાં બજારની કમાણીના કોણ દસ્તાવેજ બનાવે? તે છતાં લગ્નકાળ દરમ્યાન પણ સાસરેથી થતા સંચાલનમાં પોતાની સંપત્તિ ઉપર સ્ત્રી કાબૂ રાખી શકે એ મહત્ત્વની માહિતી બહાર આવી. ઘણી વાર પત્નીના પૈસા ધંધામાં નાખી ચોપડા પર એનું વ્યાજ નોંધાતું હોય એવું બને છે. પેલીને ખરીદી કરવી હોય કે કિટી પાર્ટીમાં જુગાર રમવો હોય કે ભાઈને પરદેશ જવા થોડા ઉધાર આપવા હોય તો એણે પોતાના જ પૈસા માગવા પડે, ક્યારેક કકળાટ કરવો પડે અને ક્યાંક એ ધુત્કાર પણ પામે.

ગાંધીજીની પોતાને અણગમતી વાત કે પોતાની રાજનીતિને કારણે બદબોઈ કરવી ગમતી નથી પણ જેન્ડર સ્ત્રીપુરુષ અસમાનતાને આધારે ઘડાયેલાં સામાજિક મૂલ્યોમાં રહેલી ગેરઈન્સાફી કેટલી સ્વાભાવિક છે કે નોર્મલ ગણાય છે તે તપાસવા જઈએ તો ગાંધીજીની પોતાની સ્ત્રીધન નીતિ નોંધવી જોઈએ. એમ તો રોજરોજ અનેક ઉદાહરણો મળી રહે પણ મોટા માણસોની કથાથી કે ધાર્મિક વાર્તાઓથી મળતાં ઉદાહરણોની વાત કરીએ તો મૂળ કથાથી વધુ લોકો જાણકાર હોય તે ફાયદો થાય. ગાંધીજી 'સત્યના પ્રયોગો'માં નોંધે છે કે એમણે દક્ષિણ આફ્રિકા છોડ્યું ત્યારે ઘણે ઠેકાણે હિન્દીઓએ એમનું સન્માન કર્યું. અંગ્રેજો સામે હિન્દીઓ - હિન્દુસ્તાનીઓને ઈન્સાફ મળે તે માટે ગાંધીજીએ નેતૃત્વ લીધેલું એટલે આવું બને તે સ્વાભાવિક હતું. તે વેળાએ એમને ભાતભાતની ભેટ મળતી જેમાં રોકડ અને દાગીના પણ હતા. એમણે બધા દાગીના અને મોંઘી વસ્તુઓ વેચી નાખી. દક્ષિણ આફ્રિકાની જ ભારતીયોની સંસ્થામાં આખી રકમ આપી દેવાનો નિર્ણય લીધો. કસ્તુરબાએ એનો વિરોધ કર્યો. એમણે કહ્યું કે દાગીના તો એમને માટે મળેલા. એ ગાંધીજી કઈ રીતે દાનમાં આપી શકે? ગાંધીજીની દલીલ હતી કે એ કસ્તુરબાને નહીં પણ એમને પોતાને પોતાના કાર્ય માટે મળેલા. તે વખતે કસ્તુરબાએ જબરદસ્ત દલીલ કરેલી કે લગ્ન વખતે એમને અપાયેલા તે તો પતિ વિલાયત ભણવા જતા'તા ત્યારે વેચી નાખેલા અને હજી લગી ફરી બનાવ્યા જ નહોતા અને હવે આ પણ નથી લેવા દેતા. અલબત્ત પતિએ તો ધાર્યું જ કર્યું. જોવાની વાત છે કે બૅરિસ્ટર બનવા જતી વખતે જ પરિવારના મોભીએ નક્કી કરેલું કે પત્નીના દાગીના વેચીને ગાંધીજીના વિલાયતી અભ્યાસ - પ્રવાસ વગેરે ખર્ચ માટે ઉપયોગ કરવો? એમના પોતાના 'સ્ત્રીધન' ઉપર અધિકાર તો પતિ અને તેના પરિવારનો જ ઠર્યો. ગરીબવર્ગમાં દારૂડિયો પતિ મારીને અને મધ્યમવર્ગમાં નશાનો બંધાણી પુત્ર કે પતિ ચોરીને સ્ત્રીના દાગીના વેચી નાખે એવાં ઉદાહરણો ક્યાં નથી મળતાં? પતિને માથે દેવું ચડી જાય તો પત્નીઓ મને કમને દાગીના આપી દે છે. આમાં સારા સમયે પતિએ અપાવેલા પણ હોય અને 'સ્ત્રીધન'ના પણ. એમાં કશું ગેરકાનૂની છે એવું કોઈને ન લાગે. 'એ તો એમ જ હોયને!' એવાં મૂલ્યો જડમૂળમાં હોય છે. મુસ્લિમોમાં પણ લગ્ન સમયે પતિ તરફથી જે "મહેર બોલાય છે તે લગ્નના કોન્ટ્રાક્ટ વખતે જાહેર થયેલી રકમ છે. સ્ત્રીને જો છૂટાછેડા અપાય તો એ ભરપાઈ કરી દેવી જોઈએ એવી જાહેર માન્યતા છે. ખરેખર એવું નથી. લગ્ન દરમ્યાન પણ પત્ની ગમે ત્યારે પોતાની મહેર માગી શકે છે. જો કે મહેરની રકમ મોટે ભાગે બાર રૂપિયા જેટલી નાની કે એવી જ કોઈ ક્ષુલ્લક હોય છે. જો સારી એવી હોય તો એ મેળવવામાં ભારે મુશ્કેલી પડે છે. શાહબાનુ કિસ્સામાં તો આખી દુનિયા જાણે છે કે શું થયું. જો બાળકોની કસ્ટડી જોઈતી હોય કે કોઈ કારણસર જલદી પતાવવું હોય તો છૂટા પડતી વખતે સ્ત્રીએ મહેરની રકમ જતી કરવી પડે છે. વૈધવ્ય દરમ્યાન પોતાનો અને બાળકોનો ખર્ચ નિભાવવા 'સ્ત્રીધન' ઘણું કામ આવે છે. મરાઠા અને બીજી ઘણી જ્ઞાતિઓમાં રિવાજ હતો કે લગ્ન ટાણે જે કાંઈ આપવા લેવાનું હોય તેની નોંધ એક પંચ જેવી મીટિંગ લઈને થાય. એમાં બંને પક્ષના પ્રતિનિધિઓ હોય. આવો કોઈ રેકોર્ડ હોવો જરૂરી છે. દહેજના કિસ્સાઓમાં પણ કોણે શું આપ્યું તેની નોંધ ન હોવાથી છૂટા પડતી વખતે લેતીદેતી કરવામાં ઝઘડા થઈ જાય છે. કામદાર વર્ગમાં પત્ની પણ શ્રમ કરી રળતર લાવે તેથી લાંબા સમય સુધી ક્ધયાવિક્રય રિવાજમાં પતિનું કુટુંબ લગ્ન ખર્ચ અને પૈસા ને દાગીના આપતું. વાણિયા - બ્રાહ્મણમાં સ્ત્રીએ પુનર્લગ્ન નહીં કરવાના એટલે એના જીવન-નિર્વાહ માટે સ્ત્રીધન એક પ્રકારનો વીમો હતો. ગુજરાતની નાગર જ્ઞાતિમાં 'કાંઠલો' કે 'પલ્લુ' તરીકે ઓળખાતા સ્ત્રીધનનાં રકમ અને દાગીના પિતાને ઘરે જ સચવાતા (અથવા તો ખવાઈ જતાં) બધે ઠેકાણે સ્ત્રીઓ શિક્ષિત અને કમાણી કરતી હોય નહીં એથી 'સ્ત્રીધન' હજી મહત્ત્વનું છે. અન્યથા એ ચાલ્યો આવતો રિવાજ છે અને નવા કાનૂની હકો હજી સ્ત્રી પૂરા મેળવી શકતી નથી ત્યાં કાંઈક રક્ષણ આપતી જૂની પ્રથાઓ પડકારવા જેવી નથી.

બીજી ખબર આવી કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે છૂટાછેડા પછી ભરણપોષણ માટે એલિમની તરીકે દર મહિને મોટી રકમ આપવાને બદલે અમુક મિલકત આપીને સમાધાન થયું હોય તો પછી એ સ્ત્રી મરી જાય તો તે પ્રોપર્ટી પાછી આપવાની ન હોય. એ તો સ્ત્રીના વારસોને કે વિલ કરીને એણે જેને આપી હોય તેને મળે. જે કોઈ રકમ અપાઈ હોય, પછી તે હપ્તાવાર કે સામટી પણ એની પર છૂટી પડેલી પત્નીનો જ અધિકાર છે તેમ એને અપાયેલ મકાન, ખેતર કે જમીન પર પણ એનો એકલીનો જ અધિકાર છે, એના મૃત્યુ બાદ એ પાછું પતિના પરિવારને મળે નહીં. લગ્ન સમયે અપાયેલા સ્ત્રીધનની જેમ છૂટાછેડા વખતે અપાયેલી સંપત્તિ પણ માત્ર સ્ત્રીની જ છે

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment