Thursday, 26 November 2015

[amdavadis4ever] પ્લાન્ટ ઉગાવો અને મચ્છર ભગાવો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



મચ્છર... મહાનગરી મુંબઈને સતાવનારી સનાતન સમસ્યા. ગમે એટલા ઉપાય કરી લો પણ આ સમસ્યાથી પૂર્ણપણે છુટકારો મેળવવો લગભગ અશક્ય છે અને ક્યાંક એ ઉપાયોને કારણે પર્યાવરણને અને આરોગ્યને નુકસાન પણ પહોંચે છે. 

ઘણા લોકો મોસ્ક્યુટો રિપ્લિયન્ટ ક્રીમ કે પછી હર્બલ મોસ્ક્યુટો લૉશનનો ઉપયોગ કરે છે, જે ઘણા લોકોને સૂટ નથી કરતાં. જો એવું થાય કે તમે તમારા ગાર્ડનમાં જ અમુક પ્રકારના છોડ ઉગાડીને મચ્છરોથી છુટકારો મેળવી શકાય તો? આના કારણે તમને બે ફાયદા એ થશે કે એક તો તમારી ગાર્ડનની સુંદરતા વધશે અને બીજું એટલે તમને મચ્છરની સમસ્યાથી છુટકારો પણ મળી જાય. આવા પ્લાન્ટ્સ મોસ્ક્યુટો રિપ્લિયન્ટ પ્લાન્ટ તરીકેે ઓળખાય છે. અહીં રજૂ કર્યા છે આવા જ ૧૦ મોસ્ક્યુટો રિપ્લિયન્ટ પ્લાન્ટ્સ કે જે તમારી બગીચાની સુંદરતામાં ચાર ચાંદ તો લગાવશે જ, પણ સાથે સાથે મચ્છરને પણ તમારા ઘરથી દૂર ભગાવશે. 

----------------------------

એગ્રેટમ

આ પ્લાન્ટ પર એક ઉત્તમ મોસ્ક્યુટો રિપ્લિયન્ટ છે. આ પ્લાન્ટ પર આવતા ફૂલનો રંગ હળવો બ્લ્યુ અને સફેદ હોય છે. આ ફૂલ કૌમારિન ઉત્પન્ન કરે છે, જે એક ભયંકર ગંધ છે. કૌમારિનનો ઉપયોગ કમર્શિયલ મોસ્ક્યુટો રિપ્લિયન્ટ અને પરફ્યૂમ ઈન્ડસ્ટ્રીમાં થાય છે. આ પ્લાન્ટ ગરમી અને સૂર્યના પૂર્ણ અને આંશિક પ્રકાશમાં સારી રીતે વૃદ્ધિ પામે છે. 

-------------------------

લેમન બામ

લેમન બામ પણ મચ્છરને દૂર રાખવામાં મદદરૂપ પુરવાર થાય છે. લેમનબામમાં સિટ્રોનેલાનું પ્રમાણ વધુ હોય છે. અનેક કમર્શિયલ મોસ્ક્યુટો રિપ્લિયન્ટમાં આનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવે છે. લેમનબામના પાંદડા મસળીને સ્કીન પર લગાવી શકાય છે. 

-------------------------

રોઝમેરી

ચાર-પાંચ ફૂટ લાંબો રોઝમેરીનો છોડ એક કુદરતી મોસ્ક્યુટો રિપ્લિયન્ટ છે, જેના પર બ્લ્યુ રંગના ફૂલ ઊગે છે. રોઝમેરીની એક વિશેષતા એ છે કે આ છોડ ગરમ વાતાવરણમાં જ વધે છે, ઠંડા વાતાવારણમાં આ છોડ નથી રહી શકતો. પરિણામે શિયાળાના સમયમાં આ છોડને ઘરની અંદર રાખવો પડે છે. 

---------------------------

લવેન્ડર

લવેન્ડર મચ્છરને દૂર રાખવા માટે સરસ ઓપ્શન છે. લવેન્ડર ખૂબ સરળતાથી ઉગે છે અને તેને ખાસ સારસંભાળની આવશ્યક્તા નથી હોતી. કેમિકલરહિત મોસ્ક્યુટો સોલ્યુશન બનાવવા માટે લવેન્ડર ઓઈલને પાણીમાં મિક્સ કરીને સીધું સ્કીન પર લગાવી શકાય છે. મચ્છર પર નિયંત્રણ મેળવવા માટે આ પ્લાન્ટને બેઠકખંડમાં લગાવી શકાય. ઉપરાંત લવેન્ડર ઑઈલને ગરદન, કાંડા અને ઘૂંટણ પર પણ લગાવી શકાય છે. 

----------------------------

કૈટનિપ

કૈટનિપ એક ઔષધી છે, જે ફુદીના જેવી હોય છે. હાલમાં જ કરવામાં આવેલા એક સર્વેક્ષણમાં એવું જાણવા મળ્યું હતું કે ડીઈઈટીથી ૧૦ ગણું વધારે અસરકારક છે. આ પ્લાન્ટ બારમાસી છે, જે તડકા અને છાંયડામાં બંનેમાં વધે છે. આ પ્લાન્ટ પર આવતાં ફૂલ સફેદ અને લવેન્ડર રંગના હોય છે. આ પ્લાન્ટ લગાવવાથી મચ્છર તો દૂર ભાગે છે, પરંતુ બિલાડીને આ પ્લાન્ટની સુગંધ ગમે છે એટલે વાડ લગાવીને આ પ્લાન્ટને સુરક્ષિત કરવાનું આવશ્યક છે. આ પ્લાન્ટના પાનના લિક્વિડને સ્કીન પર લગાવી શકાય છે. 

-----------------------------

ગેંદા

ગેંદાના ફૂલમાં એક ખાસ પ્રકારની ગંધ હોય છે, જે ગંધ મનુષ્ય સહિત માખી-મચ્છરને પણ પસંદ નથી આવતી. ૬થી ૩ ફૂટ સુધી ઊગતા આ ફૂલ બે પ્રકારનાં હોય છે એક આફ્રિકન અને એક ફ્રેન્ચ. બંને પ્રકારના પ્લાન્ટ મોસ્ક્યુટો રિપ્લિયન્ટ છે. શાકભાજીના છોડની આસપાસ આ છોડ ઉગાડવામાં આવે છે કારણ કે આને કારણે બેક્ટેરિયા દૂર રહે છે. આ પ્લાન્ટને બગીચામાં કે પૉર્ચમાં ઉગાડવાથી મચ્છરને દૂર રાખવામાં મદદ મળે છે. 

-----------------------------

તુલસી

તુલસી તો આપણા દરેકના ઘરમાં લગભગ હોય જ છે અને તેના અનેક ઘરગથ્થુ ઉપયોગ પણ છે. તુલસી એક જડીબુટ્ટી છે, જેની ગંધ આખા વાતાવરણમાં ફેલાય છે. મચ્છરને દૂર રાખવા માટે ઘરમાં તુલસી ઉગાડો. તુલસીના પાંદડાને મસળીને સ્કીન પર પણ લગાવી શકાય છે. આમ કોઈ પણ પ્રકારની તુલસી મોસ્ક્યુટો રિપ્લિયન્ટ જ છે, પરંતુ દાલચિની તુલસી, લીંબુ તુલસી અને પેરુ તુલસી પોતાની તીવ્ર સુગંધને કારણે ખૂબ જ અસરકારક અને અક્સીર ઉપાય છે. 

---------------------------

લીમડો

લીમડાને એક સર્વોત્તમ મોસ્ક્યુટો રિપ્લિયન્ટ કહી શકાય અને આજકાલ તો બજારમાં પણ લીમડાના અનેક મોસ્ક્યુટો રિપ્લિયન્ટ અને બામ ઉપલબ્ધ છે. મચ્છરને ભગાવવા માટે લીમડો ઉગાડી શકાય અને તેના પાંદડાનો ધુમાડો પણ કરી શકાય છે. ઉપરાંત લીમડાના તેલને ત્વચા પર લગાવીને પણ તમે મચ્છરથી છુટકારો મેળવી શકાય છે. મલેરિયાને રોકવા માટે પણ લીમડામાં રહેલા મોસ્ક્યુટો રિપ્લિયન્ટ તત્ત્વ મલેરિયાને રોકવામાં પણ સક્ષમ છે. 

--------------------------

સિટ્રોનેલા ગ્રાસ

સિટ્રોનેલા ગ્રાસ એ મચ્છરને ભગાવવા માટે અકસીર ઈલાજ છે, જે બે મીટર સુધી વિકસે છે. આ છોડ પર લવેન્ડર રંગના ફૂલ આવે છે. આ ગ્રાસમાંથી નીકળતા સિટ્રોનેલા ઑઈલનો મીણબત્તી, પરફ્યુમ, લેમ્પ્સ જેવા હર્બલ પ્રોડક્ટ્સમાં ઉપયોગ કરવામાં આવે છે. મચ્છરને દૂર કરવા માટે કૅન્ડલ્સ, લૅમ્પ વગેરેમાં આ ઑઈલ નાખી દેવું. સિટ્રોનેલા ગ્રાસમાં એન્ટી ફંગલ પ્રૉપર્ટી પણ ઉપલ્બ છે. 

-----------------------------

હોર્સમિન્ટ

હોર્સમિન્ટ બારમાસી પ્લાન્ટ છે અને તેને ખાસ કોઈ દેખભાળની આવશ્યક્તા નથી હોતી. આની ગંધ સિટ્રોનેલા જેવી જ હોય છે. આ પ્લાન્ટ ગરમ વાતાવરણ અને રેતીવાળી માટીમાં ઊગે છે. આ પ્લાન્ટના ઓઈલમાં રહેલા થાઈમૉલ જેવા એક્ટિવ ઈન્ગ્રીડેન્ટને કારણે બેક્ટેરિયા નાશ પામે છે. તાવમાં પણ આ પ્લાન્ટના તેલનો ઉપયોગ કરવામાં આવે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment