Friday, 27 November 2015

[amdavadis4ever] પણ, મારા ડેડી ને કંઈ થશે તો?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઈન્ડિયન ઈન્ટરનેશનલ કલ્ચરલ સમીટ નામની સ્વૈચ્છિક સંસ્થા ભારતીય સંસ્કૃતિના વિકાસ માટે દેશ-વિદેશમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજે છે. ૨૦૧૪માં યુ.કે.માં ૧૪ ડિસેમ્બરથી રપ ડિસેમ્બર સુધી સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત ફેશન શો, ભારતીય નૃત્યકલા, લોકકલા, નાટ્યકલા જેવા કાર્યક્રમો કરવાના હતા. આ કાર્યક્રમના સ્પોન્સરર ભારતના ધનાઢ્ય વેપારી સુબ્રમણ્યમની સી.ઈ.ઓ. તરીકે નિર્ણાયક ભૂમિકા હતી. ઈવેન્ટ મેનેજર પ્રતિષ્ઠિત કલાકાર અભિજિત સિંહ તથા નૃત્યકલાનાં નિષ્ણાત દિવ્યા રાઠોડ અને પ્રીતિ ઝવેરીને દિગ્દર્શન કરવાની જવાબદારી સોંપાઈ. 

એક વાર ડાંસ પાર્ટીમાં પ્રીતિ ઝવેરીએ અભિજિતને સહનૃત્ય કરવા નિમંત્રણ આપ્યું હતું ત્યારે અભિજિતે પ્રીતિના પ્રપોઝલને સ્વીકાર્યું નહીં એટલું જ નહીં, પણ એ જ પાર્ટીમાં અભિજિતે દિવ્યા રાઠોડ સાથે વીસ મિનિટ સુધી ડાંસ કર્યો. આજે પણ પ્રીતિ એ અપમાનને ભૂલી નથી. સુબ્રમણ્યમ સાહેબ પણ વારંવાર દિવ્યા અને અભિજિત સાથે જ કાર્યક્રમ વિશે ચર્ચા કરતા આથી પ્રીતિ મનોમન બળ્યા કરતી. અભિજિત અને દિવ્યાના નિકટના સંબંધો પ્રીતિ માટે અસહ્ય બની ગયા. 

હવે લંડનની ભૂમિ પર આ લવબર્ડ મજા માણશે અને મારે એમને સલામ ભરવાની? પ્રીતિ મનોમન દુ:ખી થવા લાગી. 

સાંસ્કૃતિક કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવા માટે સુબ્રમણ્યમ સાહેબે બી.કે.સી.ની મુખ્ય ઓફિસમાં અભિજિત-દિવ્યા અને પ્રીતિને બોલાવ્યાં. ગુરુવારે સવારે સાડાઅગિયાર વાગે પોતાના કાર્યક્રમની રૂપરેખા સાથે આઈ.આઈ.સી.એસ.ની ઓફિસમાં હાજર થવાનું નક્કી થયું. 

પ્રીતિએ મનમાં વિચાર્યું કંઈક એવી ચાલ રમું જેથી દિવ્યાનું પત્તું કટ થઈ જાય. આમ જુઓ તો અમે બંને અઠ્ઠાવીસ વર્ષનાં અને અભિજિતને અનુરૂપ થઈ શકીએ તેવાં. જો દિવ્યાનું પત્તું કટ થાય તો હું જ યુ.કે. ટ્રુપમાં છવાઈ જઉં કદાચ. અભિજિત મારી વધુ નજીક આવે, પણ દિવ્યાનું પત્તું કટ કેવી રીતે કરાય?

પ્રિતિનું શઠ મન ચકડોળે ચઢ્યું. કંઈક એવું કરું જેથી સી.ઈ.ઓ. પોતે જ મને આખા ઈવેન્ટને સંભાળવાનું કહે અથવા અભિજિત સુબ્રમણ્યમને કહે કે પ્રીતિ કેન એવરીથિંગ, પણ એ પોસિબલ નથી. અભિજિત મારી ફેવર શું કામ કરે?

હા, કદાચ દિવ્યા પોતે જ ના કહી દે કે હું લંડનની ઈવેન્ટમાં આવી શકું તેમ નથી. કદાચ કોઈ ફેમિલી પ્રોબ્લેમ... પ્રીતિ મન વધુ ઘેરા વિચારોમાં અટવાઈ ગયું. કંઈક એવું કરું કે દિવ્યા આવી જ ન શકે. ત્રણ અઠવાડિયાં સુધી લંડનમાં મારે એમની રાસલીલા જોવી નથી, પણ બંનેને છૂટાં કેવી રીતે પાડું? કોઈ સિરિયસ ફેમિલી પ્રોબ્લેમ ઊભો થાય. ઊભો થાય એટલે ઊભો કરી પણ શકાયને?

દિવ્યાના પિતા નિવૃત્તિના આરે ઊભા છે. આખી જિંદગી મહેનત, સચ્ચાઈ અને ખુમારીપૂર્વક જીવ્યા છે. કદાચ કોઈ સ્કેન્ડલમાં ફસાવીને વંટોળ ઊભો કરું તો એ બંને પડી ભાંગે. મોરલ ડાઉન થઈ જાય અને ગમે તેમ પણ દિવ્યાના પિતા મારી દુકાનના કેશિયર. મારા પપ્પાના નોકર જ. નામ ભલે વિજય રાઠોડ, પણ અમે શેઠ તો ખરાને! કોઈ આરોપમાં ફસાવી દઉં. 

પ્રીતિનું શઠ મન વધુ પ્રવૃત્ત થઈ ગયું. શોરૂમમાં અચાનક ધાડ પડાવું. ધક્કામુક્કીમાં કેશિયરની તિજોરી લૂંટાય. વિજય રાઠોડ ગાયબ થઈ જાય. તેના પર ચોરીનો આરોપ મુકાય. આપણે તો માત્ર તમાશો જોવાનો. દિવ્યાની દોડધામ ચાલુ... હું અને અભિજિત લંડનની કલ્ચરલ ઈવેન્ટમાં... જે તકની હું રાહ જોઉં છું તે સહજતાથી મળશે. નેમ, ફેમ અને મારા અભિજિતનો સહવાસ... પ્રીતિએ પોતાના કાવતરાને અંજામ આપવા પાંચ બુકાનીધારીને રોક્યા. એડવાન્સમાં પાંચ લાખ રૂપિયા અને કામ પૂરું થતાં બીજા પાંચ લાખ. સાંતાક્રુઝમાં આવેલા પ્રીતિના પપ્પા મનસુખલાલ ઝવેરીના શોરૂમમાં ધાડ પાડવાનું છૂપું કાવતરું ઘડાઈ ગયું. 

બીજી ડિસેમ્બર. પ્રીતિના પિતા મનસુખલાલ બેંગલોર જવાના હતા. તે દિવસે દુકાન લૂંટવાનું નક્કી થયું. લંડન જવાની તારીખ ૯ ડિસેમ્બર હતી. 

પંદરમી નવેમ્બરે ઈવેન્ટ માટેની ખાસ મીટિંગમાં અભિજિત સિંહ અને દિવ્યા રાઠોડે પોતાની રૂપરેખા રજૂ કરી. સુબ્રમણ્યમ સાહેબે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી. 

'પ્રીતિ, ડાન્સ ડાયરેક્ટર તરીકે તારાં સૂચનો જણાવ તો ઈવેન્ટ પ્લાનિંગમાં ઉપયોગી થાય' દિવ્યાએ કહ્યું.

'દિવ્યા, ગ્રુપના ડાન્સ પરફોર્મન્સ માટે જરાય ચિંતા ન કરતી અને સ્ટેજ શોની વ્યવસ્થા, કલાકારોને તથા ગાયકવૃંદને હું સંભાળી લઈશ' પ્રીતિએ કહ્યું. 'પણ પ્રીતિ, આ મીટિંગમાં આપણે આખો પ્લાન ફાઈનલ કરવાનો છે, જેથી કો-ઓર્ડિનેટ થઈ શકે,' દિવ્યાએ સહજતાથી કહ્યું.

'દિવ્યા, કો-ઓર્ડિનેટ તો ઓટોમેટિક થઈ જશે' એમ વ્યંગમાં વાત ઉડાવી દેતાં અભિજિત સામે આંખ મીંચકારી. 

અભિજિત ફિક્કું હસ્યો, પણ પ્રીતિના આવા વર્તનને સમજી ન શક્યો. થોડી વારે તેણે કહ્યું: 

'પણ પ્રીતિ, લેટ અસ પ્લાન થરલી...'

'પ્રીતિ, ફાઈનાન્સની દૃષ્ટિએ પણ તારે આખી રૂપરેખા જણાવવી જોઈએ.' સુબ્રમણ્યમે કહ્યું. 

'સાહેબ, લો ટૂંકમાં કહું. ઈવેન્ટ નક્કી થયે જ હું ફાઈનાન્સ જણાવી શકું સોલો એક્ટ, મિમિક્રી કલાકારોની ત્રીસ મિનિટ. એક કલાક ટ્રેડિશન ડાન્સ પ્રોગ્રામ અને ફાઈનાન્સ માટે તો કલાકારો મુજબ વિચારવું પડે. હું મારા ટ્રેડિશનલ ઇંડિયન ડાન્સની રૂપરેખા કરીને ઈ-મેલ કરીશ.' પ્રીતિએ સત્તાવાહી અવાજે કહ્યું. 

'પણ પ્રીતિ, ડાન્સ ડાયરેકશન સાથે મેકઅપ-વેશભૂષા, રંગમંચ સજ્જા... લાઈટિંગ, આ બધી બાબતોના ખર્ચ વિશે આપણે વિચારવું રહ્યું.' દિવ્યાએ કહ્યું. 

'દિવ્યા, તારું કામ માત્ર ઈવેન્ટને મેનેજ કરવાનું છે એટલે ફાઈનાન્સમાં તું માથું ન મારે તો સારું' પ્રીતિએ ઉદ્ધતાઈપૂર્વક કહ્યું. 

'પ્રીતિ, તારે ભૂલવું ન જોઈએ કે દિવ્યા તારાથી સિનિયર આર્ટિસ્ટ છે, જરા ડિસન્સી રાખે તો સારું. વળી આ ઈવેન્ટ યુ.કે.માં છે, એટલે આપણું કોઓર્ડિનેશન, હેલ્ધી રિલેશન...'

અભિજિત બોલતો હતો ત્યાં જ તેને કાપી લેતાં પ્રીતિએ કહ્યું: 'પ્લીઝ, અભિજિત, આઈ એમ નોટ અ કિડ કે આમ સલાહ આપવા બેસી ગયો...?

'એઝ એ આર્ટિસ્ટ અને ઈનચાર્જ તરીકે પ્લીઝ બી ડિસંટ એન્ડ સિન્સિયર ટુ યોર વર્ક. પ્રીતિ કૂલ યોર માઈન્ડ, વી ઓલ આર લાઈક વન ફેમિલી...'

મીટિંગમાં થયેલી આ ગરમાગરમીથી દિવ્યા વ્યથિત થઈ ત્યારે અભિજિતે તેને હિંમત બંધાવી.

'દિવ્યા, ડોન્ટ ટેક ઈટ સિરિયસલી. પ્રીતિને આપણે સમજાવીશું. એના મનમાં કંઈ નથી. બસ, જરા બોલવામાં રૂડ થઈ જાય છે.'

પ્રીતિએ ડાન્સ ડાયરેકશન અને અન્ય પ્રોગ્રામની રૂપરેખા તૈયાર કરી ઈ-મેલ કર્યો પછી અભિજિત અને સુબ્રમણ્યમની સાથે ફોન પર ચર્ચા કરીને પ્રેક્ટિસ શરૂ કરી. 

પ્રીતિના અંકલનો અંધેરીનો ફ્લેટ ખાલી હતો તેમાં ડાન્સ પ્રેક્ટિસ શરૂ થઈ. જે ડાન્સની પ્રેક્ટિસ હોય તેને અનુરૂપ કલાકારો, મ્યુઝિશિયન અને ગાયકવૃંદ આવી જતા. બધા જ્યારે પ્રીતિને 'મેડમ... મેડમ' કહીને સંબોધે ત્યારે પ્રીતિ ગર્વ અનુભવતી. એનો અહમ્ સંતોષાતો. લંડનનાં રમણીય સ્થળો. તેમાં અભિજિત સાથેની એકાંત ક્ષણોની કલ્પનામાં તે ખોવાઈ જતી. હું અને મારો અભિજિત. આ દિવ્યાનું પત્તું કટ! અભિજિત મારો છે. હું એને મેળવીને જ જંપીશ. પ્રીતિ આતુરતાપૂર્વક નવમી ડિસેમ્બરની રાહ જોવા લાગી.

બીજી ડિસેમ્બરે સાડાસાત વાગ્યાના સુમારે મનસુખલાલ ઝવેરીના જ્વેલરી શોરૂમમાં પંદરેક ઘરાકો ખરીદી કરી રહ્યા હતા. મનસુખભાઈ બેંગલોર ગયા હતા એટલે શોરૂમની જવાબદારી દિવ્યાના પિતા વિજયભાઈ રાઠોડને સોંપી હતી. 

અચાનક પાંચ બુકાનીધારીઓ હાથમાં ખુલ્લી રિવોલ્વર લઈને ઘૂસી ગયા. મુખ્ય કાચના દરવાજે ઊભેલા વોચમેનના મોઢા પર એક જણે રૂમાલ દાબી દીધો જેમાં તીવ્ર ઘેનવાળી દવા હતી. વોચમેન તરત જ ભોંય પર પટકાઈ ગયો. 

જ્વેલરી શોરૂમમાં એકસાથે ચાર બુકાનીધારી પ્રવેશ્યા. એક જણે ત્રાડ પાડીને બધાને ભયભીત કરી મૂક્યા. કેશિયરના કાઉન્ટર પાસે બીજા બે બુકાનીધારીઓ ધસી ગયા અને ચાવી વડે પૈસાનું ડ્રોઅર ખોલીને રોકડ નાણાં કાળી બેગમાં ભરવા લાગ્યા. એક બુકાનીધારી શો રૂમના એક કાચના કબાટને ખોલીને કેટલાક સોનાના સેટ નાની એટેચીમાં ભરવા લાગ્યો.

એક સેલ્સમેન હિંમત કરીને ટેલિફોન નજીક ગયો ત્યાં જ પેલા બુકાનીધારીએ એને ગોળીથી વીંધી નાખ્યો. એક બુકાનીધારીની નજર સી.સી.ટી.વી. કેમેરા પર પડી. એણે વાયર ખેંચીને કેમેરા-ડીલોેકેટ કરી દીધો. અચાનક થયેલા આ હુમલાથી વિજય રાઠોડ હતપ્રભ થઈ ગયા. બુકાનીધારીઓના ભયાવહ ચહેરાને જોતાં જ ડઘાઈ ગયા. એક બુકાનીધારીએ વિજયભાઈને કશુંક સુંઘાડ્યું અને એ જમીન પર પછડાયા.

લગભગ દસ મિનિટમાં તો પાંચે બુકાનીધારીઓ દુકાનમાં લૂંટ કરીને, આતંક ફેલાવીને નાસી છૂટ્યા. રપ વર્ષની એક મહિલા કર્મચારીએ હિંમત કરીને પોલીસને ફોન કર્યો અને પંદર મિનિટમાં પોલીસ આવી પહોંચી. 

પોલીસે ઘટનાનું નિરીક્ષણ કર્યું. નિવેદનો નોંધ્યાં. સી.સી. ટી.વી. કેમેરા ચાલુ કરી થોડું ઝિલાયેલું દૃશ્ય જોયું. ગોળી વગેલા યુવાનને તથા વિજયભાઈને તરત જ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. 

પિતાજીના પલંગ પાસે હતાશ ચહેરે બેઠેલી દિવ્યા ચિંતાનાં વાદળોમાં ઘેરાઈ ગઈ.

અભિજિત તરત જ હોસ્પિટલ તરફ ધસી આવ્યો. એને જોતાં જ દિવ્યા પડી ભાંગી. તે બોલી: 'અભિજિત, મારા ડેડી સિવાય મારું કોઈ નથી. આવું કેવી રીતે થયું?'

'દિવ્યા, તું જરાય ચિંતા ન કર. ડેડી વિલ બી ઓ.કે. અચાનક થયેલા હુમલાને કારણે...' ત્યાં જ ડોક્ટર આવ્યા. એમણે વિજયભાઈને તપાસ્યા પછી કહ્યું: 'એમનું બી.પી. ઘણું હાઈ છે. પ્રત્યક્ષ આ ઘટના જોઈને તેઓ... પણ લેટ હિમ સ્લીપ વેલ. હમણાં આ

ઘટના વિશે કશું પૂછતા નહીં.'

દિવ્યાએ કહ્યું: 'અભિજિત, હું પપ્પાને આવી સ્થિતિમાં મૂકીને લંડન ન આવી શકું.'

અભિજિતે કહ્યું: 'અરે, હજુ એક અઠવાડિયું છેને! વી વિલ મેનેજ...'

ત્યાં જ પ્રીતિનો ફોન આવ્યો. દિવ્યાએ સ્પીકર ચાલુ રાખીને ફોન રિસીવ કર્યો. 

પ્રીતિ, દિવ્યાને લાગણી વગરના સુક્કા શબ્દોમાં દિલાસો આપતી હતી. પોતાની દુકાનમાં થયેલા નુકસાનના આંકડાઓ જણાવવા લાગી. 

વ્યથિત થયેલી દિવ્યાએ કહ્યું: 'પ્રીતિ, પૈસાનું નુકસાન તો ભરપાઈ થઈ જશે, પણ મારા ડેડીને કંઈ થશે તો?' આટલું કહેતાં એને ગળે ડૂમો ભરાઈ ગયો. 

કોઈ વિજય પ્રાપ્ત થયો હોય તેમ ગર્વભેર પ્રીતિએ કહ્યું: એની વે દિવ્યા, ડોન્ટ વરી અબાઉટ અવર કલ્ચરલ પ્રોગ્રામ ઈન યુ.કે. આઈ વિલ મેેનેજ એવરીથિંગ...'

અભિજિતે દિવ્યાના હાથમાંથી ફોન લઈને કહ્યું: 'પ્રીતિ, યુ ડોન્ટ વરી અબાઉટ દિવ્યા એન્ડ હર ફાધર. દિવ્યા, લંડન જરૂર આવશે. પ્લીઝ, યુ માઈન્ડ યોર ઓન... બિઝનેસ...

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment