Wednesday, 30 September 2015

[amdavadis4ever] સવારીની અદબ : જો દિલ હોય સાફ તો કુદરતનો હોય સદાયને માટે સાથ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સવારીની અદબ : જો દિલ હોય સાફ તો કુદરતનો હોય સદાયને માટે સાથ

RanbirSinh Chauhan

સવારીની અદબ : જો દિલ હોય સાફ તો કુદરતનો હોય સદાયને માટે સાથ

ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો. નિકુંજે બારી ખોલી. ઘેરો અંધકાર સહેજ હટ્યો ખરો. ઘરમાં નજર કરી. દીવાલ ઉપર ભેજ બાઝી ગયો હતો. ટીવીની સ્વીચ બંધ કરી દીધી. રખેને હાઇવોલ્ટેજને કારણે ઇલક્ટ્રોનિક ચીજ કામ કરતી બંધ થઇ જાય. હવે તો ડીવીડી, સીડી પ્લેયર બગડી જાય તો રીપેર કરનારું કોઇ મળતું પણ નથી. શરૂમાં તેવી ચીજો વસાવી ત્યારે આડોશપાડોશમાં વટથી વાતવાતમાં જણાવતા કે નવી રેન્જની ફેસિલિટીવાળી મ્યુઝિક સીસ્ટમ લીધી છે. હવે બે ત્રણ વર્ષે નવી ટેકનોલોજીથી બજાર બદલાતું રહે છે. ટીવી બંધ હતો. મ્યુઝિક સીસ્ટમ ખોટકાઇ હતી. સમય ક્યાં પસાર કરવો તેની મથામણ હતી. ઊર્વી તો જૂના જમાનાની વાતો પ્રત્યે ખૂબ સુગ રાખે છે. બધા પરિવારજનો ડાઇનિંગ ટેબલ ઉપર સાથે બેઠા હોય ત્યારે જૂની પેઢીની વાતો ઉખાળે. ઊર્વી તો સ્પષ્ટ જણાવી દે  છે,'જે ભૂતકાળના આપણે સાક્ષી રહ્યા નથી તેને મન કેમ સ્વીકારી શકે? તારા પૂર્વજો હવેલી બંધાવી ગયા ત્યારે તેની જાહોજલાલીની ચર્ચા હતી.'

નીકુંજે નિશ્વાસ નાખી જણાવ્યું 'હા, દાદાજી આ હવેલીના ચોકમાં ડાયરા, ભજન રાખતા. અહીંથી દરેક દીવાલ કીર્તિની યશોગાથા સાંભળતી.'
'તે યશોગાથાને સંભાળવાની ખેવના કોને છે? રંગરોગાન ઝાંખા થતા જાય છે. રંગોના પોપડા ખરતા જાય છે. જાળવણી વગર કરોળીયાના જાળા બાઝતા જાય છે!' ઊર્વી વરસાદમાં ભીંજાતી રહી. ઝીણા સરવરીયાં બંનેના હૈયાની આગને ઠારતાં રહ્યાં. ભૂતકાળની ક્ષણો અને ભવિષ્યની પળોના ચિત્રાંકન કે સૂરના તાર વચ્ચે ખેંચતાણ ચાલતી રહી. તાર વધારે પડતો ખેંચાઇ જાય છે ત્યારે તાલ તૂટતો જાય છે, તાર પણ તૂટી જાય છે. હરિયાળી ઉપર વરસાદના બિંદુ બાજ્યા હતા.'જો નિકુંજ, આ વરસાદના બિંદુ પાંદડે પાંદડે મોતી વેરાયા હોય તેમ ચળકતા રહેશે. સૂરજ વાદળામાંથી બહાર આવતા ઉઘાડ નીકળશે. પછી ટીપા ઊડી જશે.'

'રાખી મૂકવાનો અર્થ નથી. અત્યારે આનું કાંઇક ઉપજે?' 'તમને દાદા-દાદીની લાગણીની કીંમત નથી. આ વાસણ વસાવવા પાછળ તેમણે પસીનો પાડેલો છે. તેને વેડફીને પછી જાતે વસ્તુ વસાવશો પણ નહીં. તમે કોઇ વધારાની વસ્તુ વસાવવાનું કેમ વિચારતા નથી?' ઊર્વીના વેધક સવાલ નિરજને સ્પર્શી ગયા. ઊર્વીના કડવા વેણમાં સચ્ચાઇનો રણકો હતો. દિવ્યકાંતની ચેમ્બર પર જવાનો તેનો વિચાર હતો તે માંડી વાળ્યો. તે હંમેશાં ટૂકા રસ્તે કમાવાની વાતમાં પરોવી દેતો. તેની વાતમાં આવીને વર્ષો ગુમાવી દીધા છતાંય ઊર્વીએ સ્વસ્થ થઇ જણાવ્યું.
'ગઇ ગૂજરી ભૂલીને નવેસરથી શરૂઆત કરી દો કદાચ ઇશ્વરનો સાથ મળી જાય!' ઊર્વીની વાત સમજમાં આવી સટ્ટાબજારને રસ્તે જવાના વિચાર જ મગજમાંથી ભૂંસી નાખતો. સારે રસ્તે જવાને કારણે તેનાથી દૂર દૂર ગયેલા મિત્રો હવેતેની પડખે ચાલવા લાગ્યા. 'નિરજ, વાડીમાં મીઠો આંબો વાવવો જોઇએ. તે ફળ આવનાર પેઢીને ચાખવા મળશે ઉદાર દિલથી જતન કરીશું તો ફાયદો આંગણે કુમકુમ પગલાં પાડશે.'

સવળે રસ્તે ચાલતા નિરજનું જીવન જોઇ દિવ્યકાંતને મનમાં ને મનમાં ખટકતું હતું. નિરજ ક્યારે પછડાટ ખાય તેની તક શોધવાની કોશિશમાં રત બની ગયો. અચાનક સમગ્ર શહેરના વિસ્તારમાં ધૂળનું તોફાન છવાઇ ગયું. વીજપુરવઠો ખોરવાઇ જતાં અંધકાર છવાઇ ગયો. ધોધમાર સાંબેલાધારે વરસાદ વરસતાં શહેરના રસ્તે કાદવકીચડ પથરાયો. ઝાડ રસ્તા ઉપર તૂટી પડતાં વ્યવહાર ખોરવાઇ ચૂક્યો હતો. અગાસીમાં બેસીને ધૂળની ડમરી નિહાળી ઊર્વીએ સ્નેહથી નિરજનો હાથ પકડી લીધો. 'ખરેખર તું મારી સાથે છે એ કુદરતના મોટા આશીર્વાદ છે. જો ત્યાં  દિવ્યકાંતના બંગલાનું નામનિશાન નજરે ચડતું નથી. બંગલાનો મોહ તેને ગળી ગયો. અહમ તેને કામ આવ્યો નહીં.' નિરજે સંવેદના જગાડી. 'નિરજ, તારા મનમાં કોઇને માટે ઇર્ષા નથી. તું રજ વગરનો છે માટે કુદરતે આપણી રક્ષા કરી છે. સવારીની અદબ જાળવી.'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment