Wednesday, 30 September 2015

[amdavadis4ever] પાકિસ્તાન મીડ િયાએ નવાઝ શરીફ ને મોદી સામે વામણા બતાવ્યા!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદી બીજીવાર અમેરિકાના સત્તાવાર પ્રવાસે ગયા. સાથે ઘણું બધું લઈ ગયા. એ ખાલી હાથે જાય નહીં અને ખાલી હાથે આવે નહીં એ એમની તકદીરની ખાસિયત છે. યુનોની સિક્યોરિટી કાઉન્સિલમાં ભારતના કાયમી સભ્યપદની બાબતે તમામ સભ્યદેશોની તેમણે ઊંઘ ઉડાડી દીધી.

મોદી માટે આમ પણ કહી શકાય કે,

"હમારા અંદાજ કુછ ઐસા હૈ કિ,

જબ હમ બોલતે હૈં તો બરસ જાતે હૈં,

ઔર જબ હમ ખામોસ રહતે હૈં,

તો લોગ તરસ જાતે હૈં;

મોદીજીની આ અદા પર પાકિસ્તાન પ્રસાર માધ્યમ પણ ફિદા થઈ ગયું. તેમના દેશમાં બહુ વંચાતા એક અખબારના તંત્રીલેખમાં મોદી સામે તેમના વડા પ્રધાન નવાઝ શરીફને ખૂબ જ વામણા ચિતર્યા!

મોદી પણ અમેરિકા ગયા અને નવાઝ શરીફ પણ ગયા. મોદી ત્યાં જઈને ક્રમશ: મહત્ત્વના કાર્યક્રમોમાં હાજરી આપે. ભારતીય સમાજ તેમના માટે અછોવાના કરે. એ કાર્યક્રમોમાં અને પાર્ટીઓમાં હાજરી આપે, એ 'સ્ટાર' બની જાય છે, જ્યારે નવાઝ શરીફના આગમનની નોંધ અસરકારક રીતે લેવાતી નથી. પાકિસ્તાનનો સમાજ પણ તેમના વડા પ્રધાન માટે ખાસ કંઈ અહોભાવ ધરાવતો હોય તેવું ન લાગે, એટલે શરીફ માટે જે 'એજન્ડા' કાગળ પર હોય તે રીતે જ રહેવાનું હોય છે. મોદીને પોતાનો 'મેસેજ' ક્યાંય પણ પહોંચાડવા માટે કેટલાય મંચ મળી રહે છે અને દરેક મંચનો તેઓ ગણતરીપૂર્વક ઉપયોગ કરે છે. જેમ કે દુબઈ ગયા ત્યારે ત્યાંથી તેમણે પાકિસ્તાનને સખત શબ્દોમાં સંદેશો આપ્યો કે, આતંકવાદને સહાય કરવાનું બંધ કરો.

પાકિસ્તાનના અખબારોએ એવી નોંધ લીધી છે કે, સાન જોસમાં ભારતીય સમુદાયને સંબોધન કરતી વખતે ત્યાં રહેતા ભારતીયોને કેન્દ્રમાં રાખીને વાત કરે, ભારત દેશની અવનવી વાતો કરે. બન્ને દેશના સમાજોને સંસ્કૃતિ અને સમૃદ્ધિના એક તાંતણે બાંધવાના પ્રયાસ કરે છે. જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ અમેરિકન પ્રમુખ ઓબામા સાથે પણ ઉર્દૂ ભાષામાં વાત કરે જેનાથી અમારો રાષ્ટ્રીય અહમ્ પોષાય, પણ એ ખરેખર તો અમારી 'મજાક' બની રહે છે! અરે! પાકિસ્તાન પાસે પશ્ર્ચિમના દેશોને આપવા માટે કંઈ જ નથી, ન કોઈ પ્રતિભા ન કોઈ જાદુ!

નવાઝ શરીફ માટે તો એવું બન્યું છે કે,

"ઊંચાઈ મારી લઈ ગઈ

કાયમ મને નીચે;

પામી શક્યો ન હું કશું

મારી ઉડાનથી;

નવાઝ શરીફનું યુનોની શાંતિ સમિતિમાં પણ મોઢું ખુલે એટલે માત્ર કાશ્મીરનો પ્રશ્ર્ન જ નીકળે! જ્યારે નરેન્દ્ર મોદીનો વૈશ્ર્વિક એજન્ડા હોય છે. એ વિશ્ર્વને આપવા પણ જાય છે અને વિશ્ર્વ પાસેથી લઈ પણ આવે છે.

પાકિસ્તાનની જ એક ટીવી ચેનલના સમીક્ષક અહેમદ રઝા કસુરીએ, નરેન્દ્ર મોદીની તાજેતરની અમેરિકા યાત્રાની પ્રશંશા કરતાં પ્રસારણમાં કહ્યું છે કે: "એ ભારતના વડા પ્રધાન છે જે ફોર્ચ્યુન ૫૦૦ની લીસ્ટેડ કંપનીઓના સીઈઓને મળે છે, ન્યૂ યોર્કમાં વિશ્ર્વના નેતાઓ સાથે વાટાઘાટો કરવા ઉપરાંત ભારત માટે મોટા મૂડીરોકાણો આકર્ષવાના પ્રયાસ કરે છે. એ સિલીકોન વેલી જઈને 'ટેક' ક્ષેત્રના માંધાતાઓને મળે છે, આ એક પ્રકારની અદ્ભુત ઉપલબ્ધિ છે.

જ્યારે બીજી તરફ નવાઝ શરીફે શું કર્યું અમેરિકા જઈને? એ માત્ર બિલ ગેટ્સને મળ્યા અને પોલિયો નાબૂદી માટે તેમણે કરેલી આર્થિક સહાયનો હિસાબ આપ્યો! એક મુનિમજીની માફક!

નરેન્દ્ર મોદી પહેલા ભારતીય નેતા છે જેમણે અમેરિકાના વેસ્ટકોસ્ટની મુલાકાત લીધી અને ૩૫૦ જેટલા વ્યવસાયિક માંધાતાઓ સાથે રાત્રી જમણ પણ લીધું, જેમાં ભારતીય મૂળના માઈક્રોસોફટ કોર્પના, ગુગલના અને એડોબ સિસ્ટમ્સના સીઈઓને નોતરી ભારતમાં ટેક્નોલોજી વિકસાવવા અંગેની વાતો કરી.

એ પોતાના નિર્ણય પર અડગ રહ્યા અને યુનોની જનરલ એસેમ્બલી કે શાંતિ સમિતિની બેઠકમાં એક છત નીચે નવાઝ શરીફ પણ હાજર હતા, પરંતુ એક શબ્દની પણ આપ-લે ન કરી! શરીફનું એક જ રોદણું છે કાશ્મીર અને ભારતનું ગાણું છે 'આતંક' બંધ કરો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment