Wednesday, 30 September 2015

[amdavadis4ever] દીકરી એટલે વ હાલનો દરિયો: દીકરીનાં વર ્તનમાં બાપના ં આંસુ ગૌરવ રહેતાં ..... ......-Dr. Sharad Thakar

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



દીકરી એટલે વહાલનો દરિયો:  દીકરીનાં વર્તનમાં બાપનાં આંસુ ગૌરવ રહેતાં
પંકજભાઇ અને પૂર્ણિમાબહેન એમની જુવાન દીકરી ત્વિષાને સાથે લઇને જ્યારે બિઝનેસ ટાયકૂન જયકુમાર પંચાલના બંગલામાં દાખલ થઇ રહ્યાં હતાં ત્યારે એ દૃશ્ય એવું લાગતું હતું જાણે સુદામા પરિવાર દ્વારિકાધીશ શ્રીકૃષ્ણના રાજમહેલમાં પગ મૂકતો હોય! જયકુમાર એમના દીવાન-એ-ખાસ જેવા ડ્રોઇંગરૂમમાં આરામદાયક સોફામાં પોતાની મેદસ્વી કાયા પ્રસારીને બેઠેલા હતા. તેમણે મહેમાનોને આવકારવા માટે ઊભા થવાની પણ તસ્દી લીધી નહીં. હોઠો વચ્ચે દબાવેલી પાઇપમાંથી અભિમાનનો ધુમાડો છોડતાં છોડતાં દૂરથી જ આવકાર આપ્યો: 'આવો, પંકજભાઇ! આવી ગયા ને?' પછી કિચનની દિશામાં મોં ફેરવીને પત્નીને સમાચાર આપ્યા: 'જયમાલા! છોકરીવાળા આવ્યા છે.' પંકજભાઇને આ 'છોકરીવાળા' શબ્દ ખૂંચ્યો તો ખરો, પણ એ ગમ ખાઇ ગયા. ગમે તેવા તોયે છોકરીવાળા ખરા ને? ઉપરાંત ગરીબ. જયકુમાર પંચાલની તો ગાળ પણ ગોળ જેવી ગણાય. થોડુંક નમતું જોખવામાત્રથી જો  દીકરીનું આ ફેમિલીમાં ગોઠવાઇ જતું હોય તો આપણા પિતાશ્રીનું શું જાય છે?!

'પેલી મીઠાઇ બંગાળી છે અને આ કચ્છથી આવી છે. આ છેલ્લી છે તે ખાસ દુબઇથી....' જયકુમારનું માહિતી ખાતું સતત ચાલુ જ હતું.

વાતોમાં ને વાતોમાં પંકજભાઇનો ચાનો કપ સહેજ છલકાયો. થોડીક ચા ઢળીને એમના શર્ટ ઉપર પડી. તરત જ જયકુમારે એમને ઝંઝેડી નાખ્યા: 'અરે, પંકજભાઇ! જરા સંભાળીને.....! સોફાની ટેપેસ્ટ્રી હમણાં જ બદલાવી છે. ઇમ્પોર્ટેડ છે. બાવીસ હજાર રૂપિયે મીટરના ભાવની છે. અને ફ્લોરિંગની કાર્પેટ કાબુલથી મંગાવેલી છે. સવા લાખમાં પડી છે.'

પંકજભાઇ ફરીથી ગમ ખાઇ ગયા. આડીઅવળી વાતો ચાલતી રહી. પૂર્ણિમાબહેને કહ્યું: 'અમારી ત્વિષા ભારે ગુણિયલ અને સંસ્કારી છે. મેં એને ઘરકામમાં પણ....'
તરત જ એમની વાત કાપતાં જયમાલાબહેન બોલી ઊઠ્યાં: 'અમારા ઘરમાં ઘરકામ કરવાવાળા નોકરોની ક્યાં ખોટ છે કે વહુએ કામ કરવું પડે? અમારી વહુ તો કપડાં ને ઘરેણાંનો ઠઠારો કરીને ટી.વી. સિરિયલની વહુઓની જેમ આખો દિવસ હરતી-ફરતી રહેશે. અમારે તો દુનિયાને દેખાડવા માટે સુંદર રમકડું જોઇએ છે.'

આ વાતમાં જો કંઇક ખૂટતું હતું તો જયકુમારે પૂરું કર્યું: 'જો વહુ રૂપાળી હશે તો એનાં સંતાનો પણ રૂપાળાં જન્મશે. અમારો તિમિર જરાક ભીને વાન ખરો ને! એટલે જ અમે તમારી દીકરી ઉપર પસંદગી ઉતારી છે.'

પંકજભાઇના દિમાગમાં એક પછી એક સ્પષ્ટતાઓ થવા માંડી હતી. પણ એમણે આજે મિજાજ ન ગુમાવવાનું નક્કી કરી લીધું હતું. આખરે દીકરીના સોનેરી ભવિષ્યનો સવાલ હતો!

 'મુરતિયાનું નામ આવ્યું એટલે પંકજભાઇએ પૂછી લીધું: 'તિમિરકુમાર કેમ દેખાતા નથી? બહાર ગયા છે?'
'એને તો ક્યાં સમય હોય છે?! સવારે ઊઠે ત્યારથી લઇને મોડી રાતે પથારીમાં પડે ત્યાં સુધી કામ, કામ ને કામ....'
'અચ્છા! આપના વિશાળ બિઝનેસનું સંચાલન હવે તિમિરકુમાર કરતા હશે, ખરું ને?'

જયકુમાર એટલા મોટેથી હસી પડ્યા કે આખો સોફો ધ્રૂજી ઊઠ્યો, 'બિઝનેસનું ધ્યાન? અને મારો દીકરો રાખે? અરે ભાઇ, મારો તિમિર તો હજુ બાળક કહેવાય! ધંધો સંભાળવા માટે તો એની પાસે પૂરી જિંદગી પડી છે. એનો તો બધો સમય મિત્રોની સાથે રખડવામાં અને પાર્ટીઓ માણવામાં જ પસાર થઇ જાય છે. જોકે, આજે અમે એને કહી દીધું છે કે વહેલો ઘરે આવી જજે. છોકરીવાળાને બોલાવ્યા છે. મને લાગે છે કે એ આવવામાં જ......'

શૈતાનને યાદ કરો અને શૈતાન હાજર!

તિમિરે લેટેસ્ટ ફેશનનું પેન્ટ અને ઉપર આડા પટ્ટાવાળું હાફ-સ્લીવનું ટી-શર્ટ પહેર્યું હતું. જયકુમારે ખુલાસો કર્યો, 'મારો રાજકુંવર ગોલ્ફ રમવા ગયો હતો. દીકરા, તને ઓળખાણ કરાવું. આ છે પંકજભાઇ અને પૂર્ણિમાબહેન..... અને આ એમની દીકરી ત્વિષા. અમે ત્વિષાને ખાસ જોવા માટે બોલાવી છે.'

ત્વિષાને જોઇને તિમિર સ્તબ્ધ થઇ ગયો. તાજમહેલને જોયા પછી કોઇ વિદેશી પર્યટક જે રીતે જડબું પહોળું કરીને જમીન સાથે ખોડાઇ જાય છે તેવી જ હાલત તિમિરની થઇ ગઇ. 

સ્તબ્ધ તો ત્વિષા પણ થઇ ગઇ હતી; પરંતુ જુદા અર્થમાં. તિમિર માનવી કરતાં ઊંટ જેવો વધારે દેખાતો હતો. ફરક હોય તો એટલો જ કે ઊંટ કાળું નથી હોતું! બાકી અંગો તો તિમિરનાં પણ અઢારેય વાંકાં હતાં. 

'હાય! યુ બ્યુટિફુલ! નાઇસ ટુ સી યુ....' તિમિરે એનું ઊંટ જેવું મોં ખોલીને જંગલની મૃગલીની પ્રશંસા વ્યક્ત કરી. ત્વિષાએ સંયમિત સ્મિત વેરીને સૂચક પ્રતિસાદ આપ્યો. 
જયકુમારે તક ઝડપી લીધી, 'તિમિર! બેટા, ત્વિષા આજે પહેલી વાર આપણા ઘરે આવી છે. એને તારો રૂમ નહીં બતાવે?'

'વ્હાય નોટ? સર્ટનલી! કમ ઓન, પ્રીટિ!' ઊંટિયાએ ઇશારો કર્યો. ત્વિષા એની પાછળ દોરાણી. બંને ગ્રેનાઇટનાં પગથિયાં ચડીને ઉપર ગયાં. તિમિર એને પોતાના બેડરૂમમાં દોરી ગયો.

ત્વિષા અચંબિત થઇને જોઇ રહી અને મનોમન વિચારી રહી: 'બાપ રે! આ પૈસાદાર લોકોની પાસે આટલું બધું ધન હોતું હશે?! આ એક જ રૂમનો કાર્પેટ એરિયા અમારા પૂરા ઘરના એરિયા કરતાં વધારે હશે. આને માત્ર બેડરૂમ તો કોઇ પણ દૃષ્ટિએ કહી શકાય નહીં. આ રૂમમાં મિની ડ્રોઇંગરૂમના જેવી સિટિંગ એરેન્જમેન્ટ પણ છે, એક ખૂણામાં ટેબલ-ખુરશી અને લેપટોપ સાથેનો સ્ટડી એરિયા પણ છે, દૂર સામેની તરફ મિની હોમ થિયેટર છે અને બાકીના અડધા ભાગમાં વૈભવી બેડરૂમ પણ બનાવવામાં આવ્યો છે. અહીંનો અટેચ્ડ બાથરૂમ તો વળી કોણ જાણે કેવોયે હશે?!'

તિમિર તીરછી નજરે ત્વિષાના ચહેરા પરનો ભાવ જોઇ રહ્યો હતો. એને ખાતરી હતી જ કે આ મધ્યમ વર્ગનાં મા-બાપની દીકરી પોતાનો રાજમહેલ જોઇને અવાચક થઇ જવાની જ છે. 

'બેસ!' તિમિરે સીધું જ એકવચનમાં શરૂ કરી દીધું: લેટ મી ડિક્લેર એટ ધી આઉટસેટ! મને તો તું ગમી ગઇ છે. મેં નક્કી કરી લીધું છે કે મારી પત્ની તું જ બનીશ. મારે તને કંઇ જ પૂછવું નથી. હું માનું છું કે અમારો બંગલો જોયા પછી તારે પણ કંઇ પૂછવા જેવું રહેતું નહીં હોય...'
'એ જ કે તમારા પપ્પા વર્ષો પહેલાં ફોરેસ્ટ ખાતામાં ઓફિસર હતા. ગેરકાયદે વૃક્ષો કાપીને એનાં લાકડાંની હેરાફેરી કરીને એમણે લાખો રૂપિયા બનાવ્યા હતા. જંગલો વેચીને પછી એમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લીધી. ચોરીના ધનમાંથી ધંધો ઊભો કર્યો. પછી મંત્રીઓને અને સરકારી બાબુઓને પૈસા ખવડાવીને એમણે આજનું આ આર્થિક સામ્રાજ્ય જમાવ્યું છે. અને આજે તમારા જેવા સામાન્ય દીકરા માટે મારા જેવી દેખાવડી, સુશિક્ષિત અને ગુણિયલ કન્યા ખરીદવા નીકળી પડ્યા છે.'

'આ બધી વાતની ખબર તને...?'

'મારા પપ્પા પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જ જોબ કરે છે. પણ ઇમાનદારીની વ્યાખ્યા જેવી જિંદગી છે એમની. એમની નજર તળેથી ઘાસનું એક તણખલું પણ કોઇ વેચી શકતું નથી.'

'એનાથી તમને શું મળ્યું?'

'ઇજ્જત.' ત્વિષાનું મસ્તક ગર્વથી ઊંચું થયું: 'આજે દુનિયા મને પ્રામાણિક પિતાની દીકરી તરીકે ઓળખે છે. અમારી પાસે ભલે તમારી જેમ ત્રણ-ચાર બંગલાઓ નથી, આઠ-દસ ગાડીઓ નથી, બસો-પાંચસો કરોડ રૂપિયા નથી, પણ સમાજમાં અમારી આબરૂ છે. તમારી પાસે શું છે? સવારનો નાસ્તો? બહારનાં લંચ-ડિનર? અઠવાડિયાની પંદર પાર્ટીઝ? આઇ એમ સોરી, તિમિર! મારે આવા દુર્ગંધ મારતા ધનવૈભવ વચ્ચે નથી જીવવું. મારે કોઇ તેજસ્વી અને સંસ્કારી યુવાનનું પડખું સેવવું છે. મારી આ સંબંધ માટે સ્પષ્ટ ના છે.'

ઘરે ગયા પછી જ્યારે પંકજભાઇએ આ વાત જાણી ત્યારે તેઓ ખૂબ રાજી થયા. એમની દીકરીએ એમનો  સંસ્કાર-વારસો જાળવી જાણ્યો હતો.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment