Tuesday, 29 September 2015

[amdavadis4ever] બુલડોઝર, બુરખો અ ને ડીપી ચેન્જ કરો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ત્રણ નાના પણ સિગ્નિફિક્ધટના મુદ્દાઓ વિશે વાત કરવી છે. ત્રણેય મુદ્દાઓને એકબીજા સાથે કોઈ લેવાદેવા નથી પણ દરેક વિશે સ્વતંત્ર લેખ લખવો નથી એટલે એક જ લેખમાં ત્રણ ફુદડીથી મુદ્દાઓ જુદા પાડીને સમાવી લીધા છે.

સાઉદી અરેબિયામાં હજ દરમ્યાન આ વર્ષે પણ સેંકડો હજયાત્રીઓ માર્યા ગયા. સાતસોથી પણ વધારે. આવા બનાવો સાઉદી અરેબિયામાં ભૂતકાળમાં પણ બન્યા છે. વારંવાર બનતા રહ્યા છે. દુનિયાના સૌથી શ્રીમંત રાષ્ટ્રોમાંના એક એવા સાઉદી અરેબિયામાં હજુય હજયાત્રા દરમ્યાન આવા અકસ્માતો બનતા રહે તે માત્ર મુસ્લિમ જગત માટે જ નહીં, સમગ્ર માનવજાત માટે શરમજનક વાત છે. આ પ્રકારનો એક જ બનાવ બને તે પછી ફરી ક્યારેય આવું ન બને 

તે માટે તમામ ઈન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરી શકવાની આર્થિક તાકાત સાઉદી અરેબિયામાં છે. થોડીક સગવડો ઊભી પણ થઈ, આમ છતાં રિપીટેડલી આવું બન્યા કરે છે એમાં સાઉદી અરેબિયાના શાસકોના સંપૂર્ણપણે દયાહીન એવી મેન્ટાલિટી પ્રગટ થાય છે.

અને દયાહીનતા એટલે કેવી નિર્દયતા? શેતાનને પથ્થર મારવાની વિધિવાળી જગ્યાએથી મૃતદેહોને ખસેડવા માટે સાઉદી અરેબિયાએ બુલડોઝરોનો આશરો લીધો એવી તસવીરો તમે જોઈ છે? કાળજું કંપી જાય અને રાત્રે ઊંઘમાં પણ નાઈટમેર્સ આવે એવાં દૃશ્યો હતાં. બુલડોઝરથી લાશો ઊંચકીને ખુલ્લી ટ્રકમાં ઠાલવવામાં આવી. માણસોના તો શું મૂંગા જાનવરોના મૃતદેહો સાથે પણ કોઈ આવી બદતમીજી ના કરે. અને અહીં તો સાઉદી અરેબિયાએ પોતાના જ ધર્મના લોકોની લાશો ખસેડવાની છે. આ કંઈ હિટલરના નાઝીવાદનાં વર્ષો નથી કે ગૅસ ચેમ્બરમાં માર્યા ગયેલા યહૂદીઓની લાશોને આવી જંગલી રીતે હૅન્ડલ કરવામાં આવે.

સાઉદી અરેબિયાના શાસકોની ક્રૂર માનસિકતા તો સીરિયાના એક પણ રેફ્યુજીને લેવાની એ લોકોએ ના પાડી ત્યારે જ છતી થઈ ગઈ હતી. ઓસામા બિન લાદેન એ જ દેશનો નાગરિક હતો અને એને આરંભમાં એ જ દેશે ખૂબ સપોર્ટ કર્યો હતો, પાછળથી અમેરિકાના દબાણને લીધે પડતો મૂકવો પડ્યો. જગતભરના મુસ્લિમોએ સમજવું જોઈએ કે ઈસ્લામમાં માનનારા બધા જ મુસ્લિમો એનાં ભાઈ-બહેન નથી. એટલે જ તેઓએ બિનમુસ્લિમોને કાફિર ગણીને ધુત્કારવાનું બંધ કરી દેવું જોઈએ. અન્યથા ન કરે નારાયણને એક દિવસ એવો આવશે જ્યારે હાજી બનવાનાં એમનાં મનોરથો બુલડોઝરમાં ઘસડાઈને પૂરાં થઈ જશે.

* * *

એક ટ્વિટરપ્રેમીનું ટ્વિટ ફૉરવર્ડ કર્યું છે જેમાં 'નઈ દુનિયા' નામના પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અખબારની લિન્ક છે 'નઈ દુનિયા'માં પ્રગટ થયેલા શુક્રવાર, ૨૫ સપ્ટેમ્બરના સમાચારમાં ફોટા સાથે જણાવાયેલું છે કે ઉત્તર પ્રદેશમાં આગ્રાથી ૪૦ કિ.મી.ના અંતરે આવેલા વિખ્યાત શહેર ફિરોઝાબાદમાં બકરી ઈદને ધ્યાનમાં રાખીને સ્વામી વિવેકાનંદની અને પદ્મભૂષણ દાદા બનારસીદાસની આદમકદ પ્રતિમાઓને માથાથી પગ સુધી સંપૂર્ણપણે ઢાંકી દેવામાં આવી. જિલ્લા પ્રશાસને આ એક નવી રસમ દાખલ કરી છે. ભાજપના વિધાનસભ્ય મનીષ અસીજાને આવું થશે એની ગંધ આવી ગઈ હતી અને એમણે કલેક્ટર વિજય કરન તથા એસ. પી. પિયૂષ શ્રીવાસ્તવને આવું નહીં કરવાની વિનંતી પણ કરી હતી. જિલ્લા પ્રશાસન છેલ્લા દસ દિવસથી કહી રહ્યું હતું કે આવું કઈ કરવાનો અમારો પ્લાન નથી. પણ છેલ્લી ઘડીએ મસ્જિદ પાસે આવેલા ગાંધી પાર્ક પાસેની સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પગથી માથા સુધીનો 'બુરખો' પહેરાવી દેવામાં આવ્યો. સાત વર્ષ પહેલાં એક વખત આ જ રીતે આ જ પ્રતિમાને ઢાંકી દેવામાં આવી ત્યારે સિનિયર પત્રકાર પ્રેમ નારાયણે સખત વિરોધ કર્યો હતો અને જિલ્લા પ્રશાસને ઝૂકી જવું પડ્યું હતું. આ વખતે મુલાયમ પુત્ર અખિલેશ યાદવની મુસ્લિમપ્રેમી સરકારે પોતાનું ધાર્યું કર્યું.

મઝાની વાત તો એ છે કે મારા સેક્યુલર મિત્રો અને દેશના સેક્યુલર ભડભડિયાઓ આ ઘટના વિશે ચૂપ છે. ઈવન, સાઉદી અરેબિયાની ઘટના વિશે પણ કોઈ ટીકા કરતું નથી. નાસિકના કુંભમેળામાં આના કરતાં સોમા ભાગની જાનહાનિ થઈ હોત તો કુંભમેળાની હિંદુ પરંપરા કેટલી નકામી છે અને હિંદુ અંધશ્રદ્ધાળુઓ ગાડરિયા પ્રવાહમાં કેવી રીતે તણાઈ જાય છે - થી માંડીને આવી દુર્ઘટના બદલ જવાબદાર એવી મોદી સરકારે બેદરકારી દાખવવા બદલ રાજીનામું આપી દેવું જોઈએ - ત્યાં સુધી કાગારોળ મચાવી દીધી હોત. કેમ ચૂપ છો, હવે બોલો?

* * *

નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઈન્ડિયાનું અભિયાન સરાહનીય છે અને રાજીવ ગાંધીના જમાનામાં સામ પિત્રોડા નામના ગૌરવવંતા ગુજરાતીની મદદથી ભારતે જે દુનિયામાં કદમ મૂક્યો તે રસ્તો ભારતને દોડતું કરી દેવા માટે મોદીનું આ અભિયાન અનિવાર્ય છે. એક નૉર્મલ નાગરિક તરીકે તમે નેટ બૅન્કિંગથી માંડીને બીજી પચાસ એવી વસ્તુઓ કરીને આ અભિયાનમાં ભાગ લઈ શકો છો. જેમની પાસે આ ક્ષેત્રની ટેક્નિકલ નિપુણતા છે તેઓ તો ઑલરેડી આ અભિયાનમાં જોડાયેલા જ છે.

મોદી અને માર્ક ઝકરબર્ગની સિલિકોન વૅલીની મુલાકાત પછી સોશ્યલ મીડિયામાં ગાડરિયો પ્રવાહ શરૂ થયો - તમારું ડીપી ચેન્જ કરો, અર્થાત્ તમારા પ્રોફાઈલ ફોટોમાં પારદર્શક ત્રિરંગા રંગ મૂકીને જાહેર કરો કે તમે 'ડિજિટલ ઈન્ડિયા'ને સપોર્ટ કરો છો. આવો એક મૅસેજ એક મિત્રે મને પણ ફેસબુક પર મોકલ્યો અને નમ્રતાભેર વિનંતી કરી કે ભાઈ, તમે તમારું ડીપી બદલી નાખો અને 'ડિજિટલ ઈન્ડિયા'ના કેમ્પેનને સપોર્ટ કરો.

મેં આ મિત્રને તર્કબધ્ધ તરીકાથી સમજાવવાની કોશિશ કરી કે હું 'ડિજિટલ ઈન્ડિયા'ને સપોર્ટ કરું છું પણ મને એ સમજાતું નથી કે મારું ડીપી ચેન્જ કરવાથી હું આ અભિયાનને કેવી રીતે મદદરૂપ થઈ શકીશ! મારે જો આ અભિયાનને ટેકો આપવો હોય તો મારે કશીક નક્કર પ્રવૃત્તિ કરવી જોઈએ, કોઈક રીતનું કોન્ક્રીટ પ્રદાન કરવું જોઈએ આ ક્ષેત્રે જે હું મારી રીતે, મારી કક્ષાએ અને મારી હેસિયત અનુસાર કરી જ રહ્યો છું.

રાષ્ટ્રગીત ગાવાથી કે રાષ્ટ્રધ્વજને સલામી આપવાથી કોઈ રાષ્ટ્રપ્રેમી નથી બની જતું. ગલીના ગુંડાથી માંડીને દુબઈના ડૉન સુધીના લોકોને આવું કરતાં જોયા છે. મંદિરમાં જઈને ભગવાનની મૂર્તિને પગે લાગીને ભાલે તિલક કરીને બહાર નીકળતા લોકો ધાર્મિક જ હોય તે જરૂરી નથી - અસંખ્ય કાળાબજારિયાઓ, બે નંબરિયાઓ અને તમામ પ્રકારના ઊંધા ધંધા કરનારાઓને આવું કરતાં સૌ કોઈએ જોયા છે. ડિજિટલ ક્ષેત્ર હોય કે ધર્મનું ક્ષેત્ર હોય - જ્યાં સુધી કોઈ પણ ક્ષેત્ર માટે કે કોઈ પણ કૉઝ માટે તમે કશુંક નક્કર ન કરી શકતા હો ત્યાં સુધી એને મારો સપોર્ટ છે એવી જાહેરાત લોકોમાં કરવી એ નકરો દેખાડો છે, નારાબાજી છે, જિંગોઈઝમ છે. અને જો ખરેખર તમે કોઈ નક્કર કાર્ય કરી રહ્યા હો - આવાં કોઈ પણ ક્ષેત્ર માટે - તો તમારે ગાઈબજાવીને એની જાહેરાત કરવાની કોઈ જરૂર નથી. નવટાંક પીને પાશેરની ધમાલ શું કામ કરવી?

માર્ક ઝકરબર્ગની આકરી ટીકા મીડિયાએ કરી હતી - નેટ ન્યુટ્રાલિટીના મુદ્દે. વાજબી ટીકા હતી કારણ કે આ પ્રકારની ઈજારાશાહી મારા-તમારા જેવા સામાન્ય નેટયુઝર્સને ભવિષ્યમાં ભારે પડવાની છે. નેટ ન્યુટ્રાલિટીનો મુદ્દો થોડા મહિના પહેલાં સળગ્યો ત્યારે ઝકરબર્ગની એ સ્કીમ સૌ કોઈને કેટલી ભારે પડવાની હતી એની ચારેકોર ચર્ચા હતી. પણ જેવો ઝકરબર્ગે ઈન્ટરનેટ ડૉટ ઓઆરજીવાળી સુષ્ઠુસુષ્ઠુ જાહેરખબરોનો મારો શરૂ કરીને કરોડો રૂપિયા વાપરવાનું શરૂ કર્યું કે મીડિયાએ આ મુદ્દા વિશે ચર્ચા કરવાનું બંધ કરી દીધું.

કોઈ મીણબત્તી સળગાવવા દોડી જાય એટલે હું પણ દોડી જઉં, કોઈ ડીપી ચેન્જ કરે એટલે હું પણ ચેન્જ કરું એવી ઘેટાં-મેન્ટાલિટી જ્યાં સુધી આપણામાંથી નહીં જાય ત્યાં સુધી ગણપતિ દૂધ પીતા રહેવાના.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment