Wednesday, 30 September 2015

[amdavadis4ever] જી૪ સમિટના યજમાન વડા પ્રધાન મોદી

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



"મુદત હુઈ યારોં કો મહેમાઁ કિયે હુએ

જોશે કદહસે બઝમકો ચરાગાઁ કિયે હુએ" (ગાલિબ)

 


અમેરિકાના પ્રવાસે ગયેલા વડા પ્રધાન મોદી માટે તેમ જ ભારત દેશ માટે શનિવારનો દિવસ મહત્ત્વનો હતો. છેલ્લાં દસ વર્ષમાં જી૪ સમિટના યજમાન બનવાનો અવસર હતો. એટલે જ કહેવું પડે કે, "મુદત હુઈ યારોં કો મહેમાઁ કિયે હુએ...

મોદીએ યજમાની યશસ્વી બનાવી. વિશ્ર્વએ તેની નોંધ લીધી. ભલે, બિહારમાં ચૂંટણીનો ડખો, ગુજરાતમાં હાર્દિક અને અલ્પેશ ઠાકોરે ભાજપની સરકારની સલામતી હચમચાવી રાખી હોય પણ, 'યુનો'ની સલામતી કાઉન્સિલમાં ભારતને કાયમી સભ્યપદ અપાવવા બાબતે ૧૯૩ સભ્ય દેશોને તેમણે સકારાત્મક રીતે વિચારતા કરી દીધા છે, એ એક મોટી સફળતા ગણાવી શકાય. જો યુનોની સિક્યોરિટી કાઉન્સિલ સમિતિમાં ભારતને સ્થાન મળ્યું તો તે ૧૯૩ સભ્ય દેશોમાંથી એ સ્થાન મેળવનાર છઠ્ઠો દેશ હશે. બેશક નરેન્દ્ર મોદી માટે એ નવો આંતરરાષ્ટ્રીય પડકાર બની રહેશે. અત્રે એ યાદ કરવું જરૂરી છે કે, આવા કાયમી સભ્યપદ માટે ભારતની દાવેદારી અઢી દાયકા જૂની છે.

હવે જ્યારે ભારતની આ માગણીને જાપાન, બ્રાઝિલ અને જર્મનીએ મજબૂત ટેકો આપતાં યુનોની જનરલ એસેમ્બલીએ એ માગણી બાબતે સક્રિય ચર્ચાવિચારણા કરવા તૈયારી બતાવી છે, જે એક સૂચક સફળતા ગણી શકાય.

અત્યાર સુધી સમસ્યા એ હતી કે, ભારતના કાયમી સભ્યપદના દાવાને યુએનના પાંચ શક્તિશાળી ગણાતા દેશો જરા પણ ગાંઠતા નહોતા. યુએનમાં ૧૯૩ સભ્ય દેશો છે, પરંતુ તેના પર પકડ માત્ર અમેરિકા, રશિયા, ચીન, ફ્રાન્સ અને યુનાઈટેડ કિંગ્ડમની જ રહી છે. બીજી ભાષામાં કહીએ તો જોહુકમી જ કહી શકાય.

જી૪ની સ્થાપના ૨૦૦૪માં થઈ હતી. આજની તારીખમાં યુનોની સિક્યોરિટી કાઉન્સિલમાં મૂઠ્ઠી જેવડા યુરોપ ખંડના બે સભ્યો સ્થાન ધરાવે છે. ભારત કરતાં પણ જર્મની એ સ્થાન માટે વધુ યોગ્ય ગણવામાં આવે છે, પરંતુ આટલા નાનકડા યુરોપ ખંડના ત્રીજા દેશને સલામતી સમિતિનું કાયમી સભ્યપદ આપવું એ યોગ્ય ન ગણાય અને જર્મન પણ એ કારણ જાણે છે, તેથી તેણે 'ઈન્ડિયન ક્લબ'માં રહેવાનું પસંદ કર્યું અને ભારતના દાવાને મજબૂત ટેકો જાહેર કર્યો.

નરેન્દ્ર મોદીએ જોકે આ માટેની ક્વાયત વહેલી શરૂ કરી દીધી હતી. ગયા મહિને જયપુર ખાતે નરેન્દ્ર મોદીએ પેસિફિક આયલેન્ડના ૧૪ જેટલાં રાષ્ટ્રોના વડાને નોતર્યા હતા ત્યારે મોદીએ પોતાના ભાષણમાં આ બાબત ભારપૂર્વક વણી લીધી હતી અને યુનોમાં કાયમી સભ્યપદ મળવા માટેની વાત તેમના ગળે ઉતારી હતી. એવી જ રીતે ગયા ઑક્ટોબર મહિનામાં ઈન્ડિયા-આફ્રિકા સમિટ વખતે પણ એજ મુદ્દાને વણી લઈ ભારત તરફી ટેકો મજબૂત બનાવી લીધો હતો. ગયા શુક્રવારે આંકડાકીય ટેકો હાંસલ કરવા માટે નાનકડા એવા કેરેબિયન આયલેન્ડનાં રાષ્ટ્રોના નેતાઓ સાથે પણ તે અંગે ચર્ચા કરી લીધી હતી.

યુનોએ પુન:રચનાની બાંયધરી આપી તો છે પણ ચીન અને રશિયા જેવા દેશો એ પ્રસ્તાવને વિલંબમાં મૂકે તેવી પૂરી શક્યતા છે. ચીન સાથે સરહદો સળગેલી છે જ્યારે રશિયા પડી ભાંગ્યું ત્યારથી ભારતનો ઝોક અમેરિકા તરફી વધી ગયો છે, એટલે એ બન્ને દેશોના પેટમાં ભારતનું નામ આવે એટલે તરત ચૂંક ઊપડે છે!

પણ હકીકતમાં કાઉન્સિલની પુન:રચના કરવા અને ભારતને સભ્યપદ આપવા માટે ૧૯૩માંથી ઓછામાં ઓછા ૧૨૩ દેશનો ટેકો જોઈએ. શું એ શક્ય બનશે?

આવો પ્રશ્ર્ન એટલા માટે ઊભો થાય છે કે, ભારતની સવાસો કરોડની વસતી, 'યોગા' અને 'યુથ' જેવો સોફ્ટપાવર હોવા છતાં કહેવાતા જગત જમાદારો ભારત સાથે આભડછેટ રાખે છે. ભારત માટે સિક્યોરિટી કાઉન્સિલ પર કબજો જમાવી બેઠેલાએ જગત જમાદારો જેવા દેશોનાં 'હાર્ડવેર' તોડવાં બહુ મુશ્કેલ છે. એ લોકો હજુ ભારતને સુપરપાવર ગણતાં અચકાય છે. હકીકતમાં વસતિ અને યુથ ટેલેન્ટને ધ્યાનમાં લેવામાં આવે તો ભારત બેશક સુપરપાવરની કેટેગરીમાં આવી જાય છે. બીજી તરફ વિશ્ર્વની મોટી લોકશાહી ભારતમાં જીવંત છે, અને તેનાં મૂલ્યોની જાળવણીમાં પણ ભારતની પ્રગતિ નોંધનીય છે. બીજી તરફ આર્થિક માપદંડની સરખામણી કરવા જઈએ તો ભારત અને ચીન વચ્ચે ગળાકાપ હરીફાઈ ચાલે છે. ભારતની ઈકોનોમી કદાચ એ કહેવાતી મહાસત્તાઓ કરતાં સરખામણીમાં નાની પડતી હોય પણ તેમાં 'દમ' છે. એનું સીધું કારણ એ છે કે, અમેરિકા અને યુરોપ આર્થિક રીતે નબળાં પડતાં જાય છે. ચીનના વિકાસની ગતિ રુંધાઈ છે. પણ ભારત સડસડાટ આગળ વધે છે. અડીખમ રીતે ઊભું છે. આ 'ફૂટપટ્ટી' જો કામ કરતી હોય તો ભારત માત્ર યોગ્ય જ નહીં 'અતિયોગ્ય' રાષ્ટ્ર છે. અસ્થાયી સભ્યોની યાદીમાં ભારત સાત વખત પ્રતિનિધિત્વ કરી ચૂક્યું છે, જેમાં સભ્યો બદલાતા રહે છે, પણ આ જંગ યુનોની સિક્યોરિટી કાઉન્સિલના કાયમી સભ્યપદ માટેનો છે.

ભારત ૧૯૪૫થી એટલે કે સ્વતંત્રતા મળવા પહેલાંથી યુનોનું સભ્ય રાષ્ટ્ર છે. કહેવાય છે કે, ભારતે સામે ચાલીને એ સમિતિમાં ચીનને કાયમી સ્થાન આપવાનો એક સમયે પ્રસ્તાવ મૂક્યો હતો, પણ જ્યારે ભારતની વાત આવે છે ત્યારે ચીન 'દુશ્મની'નો ભાવ જ રાખે છે. અમેરિકાને સંબંધ છે ત્યાં સુધી અત્યારે ૨૦૧૫ની સાલ ચાલે છે, પણ તેના તરફથી પણ કોઈ ટેકો મળ્યો નથી.

વડા પ્રધાનની સિલિકોન વેલીની મુલાકાત પછી 'ઓબામા'ની માનસિકતા બદલાય તેવી શક્યતા છે. કારણ કે, ત્યાંની મુલાકાત દરમિયાન ફેસબુક, ગૂગલ, ઓરેકલ ઈન્ટેલ, સિસ્કો, હ્યુલેટ પેકાર્ડ, એપલના માલિકો ભારતીય મૂળના ઉચ્ચ અધિકારીઓ સાથે મળવાનું મોદીએ ગોઠવ્યું છે. સિલિકોન વેલી એ ઈલેક્ટ્રોનિક વર્લ્ડનું એપી સેન્ટર ગણાય છે.

આ વખતની મોદીની અમેરિકાયાત્રા દરમિયાનની મોટી ઉપલબ્ધિ એ છે કે, તેઓ ભારતને દક્ષિણ વિશ્ર્વના નેતાની ભૂમિકામાં મૂકી શક્યા છે.

આવી પરિસ્થિતિમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના નિવૃત્ત થઈ રહેલા ૬૯મા વડા અને મૂળ યુગાન્ડાના સામ કુટેસ્યા ભારત માટે આશીર્વાદરૂપ સાબિત થયા હોવાનું કહી શકાય. તેમની મુદત ૧૫મી સપ્ટેમ્બરે જ પૂરી થઈ ગઈ, પરંતુ તેમણે તેમના છેલ્લા દિવસે યુનોના માળખામાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ ફાઈનલ કરીને મૂકી દીધો. તેમણે ઘણા વિરોધ વચ્ચે હિંમત કરીને ભારત માટે એક મહત્ત્વની 'તક' ઊભી કરી દીધી છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

.

__,_._,___

No comments:

Post a Comment