Monday, 1 February 2016

[amdavadis4ever] સમ્યક્ અહિંસા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



નાનપણથી માતા એના બાળકને શીખવાડે છે કે, બેટા! કીડી પર પગ ન મુકાય, કીડી મરી જાય તો આપણને પાપ લાગે અને આપણે નરકમાં જવું પડે.

આ વાક્ય... આ શીખામણ સારી છે કે સાચી? શીખામણ સારી છે અને વાક્ય ત્યાં સુધી સાચું છે કે કીડી પર પગ ન મુકાય, એ મરી જાય, પણ નરકમાં જવું પડશે માટે પગ ન મુકાય એ કથન સત્ય ન કહેવાય. કેમકે એનો મતલબ એ જ થયો કે જો સ્વર્ગ મળતું હોય તો પગ મૂકવાની છૂટ છે. 

સમજ આપવી સારી છે, પણ સમજ કેવી આપવી જોઇએ?

તું આમ કરીશ તો નરકમાં જઇશ એવી સમજ હોવી જોઇએ કે, તારું આમ કરવું એ અયોગ્ય છે, અન્યને દુ:ખી કરનારું છે, એવી જ સમજ આપવી જોઇએ?

કીડી ન મારવી એ અહિંસા છે અને અહિંસા એ ધર્મ છે, પણ અહિંસા ક્યારેય સ્વાર્થલક્ષી ન હોવી જોઇએ, અહિંસા પણ ગુણલક્ષી હોવી જોઇએ. ધર્મનો જ્યારે હેતુ બદલાય છે ત્યારે ધર્મ માત્ર પુણ્યનું કારણ જ બને છે, એ ધર્મથી કર્મોની નિર્જરા નથી થતી.

ધર્મ એ માત્ર ક્રિયાથી કોઇની લાગણી ન દુભાય, કોઇના દિલને દુ:ખ ન પહોંચે એ ધર્મ છે.

આપણી અહિંસા પણ આપણા સુખ સાથે નહીં પણ આપણા ગુણ સાથે જોડાયેલી હોવી જોઇએ.

હિંસાથી જો સ્વર્ગ મળે છે તો મને હિંસા કરતા ડર નથી લાગતો અને હિંસા કરવાથી નરક મળે છે તો મને નરકનો, નરકમાં મળતાં દુ:ખનો, નરકમાં થતી વેદનાનો ડર લાગે છે.

બીજાના કારણથી પાપથી અટકવું એ મિથ્યાત્વ છે, એ અજ્ઞાન છે અને "સ્વ' ની સમજથી, સત્યની સમજથી પાપથી અટકવું એ સમ્યક્જ્ઞાન છે.

આજે સંસ્કાર મળ્યાં કે કીડીને મારવાથી નરકમાં જવું પડે મારે મારે કીડીને મારવી નથી. આવતી કાલે કદાચ એવા સંસ્કાર મળે કે જીવની કુરબાની આપવાથી જન્નત મળે તો હું કુરબાની આપવા તૈયાર થઇ જઇશ.

અન્યના કારણે આવતો ગુણ ટેમ્પરરી હોય છે, જ્યારે "સ્વ'ના કારણે પ્રગટતો ગુણ પરમેનન્ટ હોય છે.

અનંતકાળમાં અનંતીવાર ધર્મ કરવા છતાં, મોક્ષ કેમ નથી થયો? કેમકે, ધર્મ કરવા પાછળના હેતુઓ જ જુદા હતાં.

જીવે અનંતકાળમાં અનંતીવાર દીક્ષા લીધી, પણ લક્ષ્ય શું હતું?

દીક્ષા લઇશ તો મને મોક્ષ મળશે એટલે પરમ સુખ અને શાંતિ મળશે. એટલે દીક્ષા સ્વયંના સ્વાર્થ માટે લીધી હતી, જ્યાં સ્વાર્થ હોય ત્યાં ક્યારેય ધર્મ ન હોય. મતલબ દીક્ષા પાછળનો હેતુ જ રોંગ હતો. દીક્ષાનું લક્ષ્ય જ ખોટું હતું. દીક્ષાનું કારણ જ ખોટું હતું.

જ્યાં કારણ જ ખોટું હોય ત્યાં કાર્ય ક્યારેય સત્ય ન હોઇ શકે.

દીક્ષા પાછળ પડેલો અનંત સુખનો સ્વાર્થ પણ અસત્ય રૂપે છે.

ધર્મ કરવાથી થોડું સુખ મળ્યું એટલે અનંત સુખનો લોભ જાગ્યો. પરમ સુખી થવાનો વિચાર એ પણ લોભ કહેવાય.

ધર્મ કરવા પાછળનું લક્ષ્ય એ હોવું જોઇએ કે મારે નિ:સ્વાર્થ જીવન જીવવું છે.

મોક્ષ પ્રાપ્તિ પાછળનો હેતુ એ હોવો જોઇએ કે મારે નિષ્પાપ જીવન જીવવું છે. કેમકે મોક્ષમાં દેહ નથી અને દેહ માટે પાપ નથી.

નરકમાં જઇશ તો દુ:ખી થઇશ, એ છે દુ:ભીરૂતા. દુ:ખ ભીરૂતા એ મિથ્યાજ્ઞાન છે અને પાપ ભીરૂતા એ સમ્યક્જ્ઞાન છે.

જે પાપથી ડરે છે તેની પાસે સમજ છે કે પાપ એ મારા માટે અયોગ્ય છે, પાપ ખરાબ છે, એ મારા માટે અને બીજા માટે પણ અહિતકારી છે, મારાથી આવું કરી જ કેમ શકાય? મારાથી આવું થાય જ નહીં, માટે તે પાપને છોડે છે.

શ્રાવક એ જ કહેવાય જેને પાપનો ભય હોય, જે પાપથી ડરે અને પાપથી ડરવું એ શ્રાવકનો ગુણધર્મ છે.

દુ:ખના ભયથી હિંસાને છોડવી એ અજ્ઞાનતા છે અને હિંસા કરવાથી એ જીવ દુ:ખ થાય છે, માટે મારે હિંસા નથી કરવી એ સમજ તે જ્ઞાન છે. એ જ્ઞાનમાં કરુણા ભાવ છે, એ જ્ઞાન સમ્યક્ છે અને એ જ્ઞાન પૂજનીય છે.

કરુણામાંથી જન્મતી અહિંસા એ સમ્યક્ અહિંસા છે અને ભયમાંથી જન્મતી અહિંસા એ મિથ્યા અહિંસા છે, કેમકે એ અણસમજથી, અજ્ઞાનથી આવેલી છે.

મારે નરકનું દુ:ખ નથી જોતું માટે મારે ધર્મ કરવો છે અથવા મારે મોક્ષનું પરમ સુખ જોઇએ છે માટે મારે ધર્મ કરવો છે, ભગવાન કહે છે સુખ કે દુ:ખના કારણથી થતો ધર્મ ક્યારેય સમ્યક્ ધર્મ ન હોય શકે.

"સર્વ જીવ મમ જીવ સમ', એ સત્યની સમજ સાથે કે સર્વ જીવ, મારા જીવ સમાન જ છે, જેમ મને મારો જીવ વહાલો છે તેમ સર્વને એનો જીવ વહાલા છે, માટે મારે તેને દુ:ખ નથી આપવું એ છે સાચી સમજ!

મોટા ભાગના લોકો ધર્મ સુખી થવા માટે કરે છે કે બીજાને સુખી કરવા માટે??

મોટા ભાગના લોકો પાપ નથી કરતાં એ પોતાને દુ:ખી ન થવું પડે તે માટે કે બીજા દુ:ખી ન થાય તે માટે??

કહેવાનો અર્થ એ જ છે કે, તમે શું કરો છો એ મહત્ત્વનું નથી, પણ તમે ક્યા કારણથી, ક્યા હેતુથી કરો છો એ મહત્ત્વનું છે.

ચાકુ ડૉક્ટરના હાથમાં પણ છે અને ચાકુ ખૂનીના હાથમાં પણ છે. ડૉક્ટરનો હેતું સામેવાળી વ્યક્તિને જીવાડવાનો છે જ્યારે ખૂનીનો હેતુ સામેવાળી વ્યક્તિને મારી નાખવાનો છે.

હેતુ અનુસાર ક્રિયા અને કર્મ હોય છે, કર્મ અનુસાર સુખ અને દુ:ખ હોય છે.

હેતુ જો શુભ અને પરમાર્થ લક્ષી હોય તો આ પણ મોક્ષની નજીક આવી શકાય છે.

જેમની પાસે સત્યની સમજ છે, સમ્યક્જ્ઞાન છે, એ સર્વને નમસ્કાર કરવાથી, એમનો આદર કરવાથી, એમનો સત્કાર કરવાથી આપણામાં પણ જ્ઞાનગુણ પ્રગટ થાય છે

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment