Monday, 1 February 2016

[amdavadis4ever] સંતોષ અને મહ ત્ત્વાકાંક્ષા

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.




મહત્ત્વાકાંક્ષા જીવનનો લૉંગ ટર્મ પ્લાન છે. મારે સંગીતના ક્ષેત્રમાં આગળ વધીને મોત્ઝાર્ટ કે આર. ડી. બર્મન જેવું કામ કરવું છે. કે પછી બિઝનેસના ક્ષેત્રે અંબાણી કે અદાણી બનવું છે. કે પછી ચાર્લ્સ ડિક્ધસ કે સ્ટીફન ક્ધિગ જેવી નવલકથાઓ લખવી છે. કે પછી મોરારિબાપુ કે સ્વામી સચ્ચિદાનંદ જેવા વક્તા બનવું છે. આ કે આવી બધી મહત્ત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે નીચોવાઈ જવું પડે. રોજે રોજ તમારે તમારી મહત્ત્વાકાંક્ષાના આવા ટાર્ગેટને સર કરવા એક-એક ઇંચ આગળ વધવું પડે. તમારી જાતને સતત રિ-ઈન્વેન્ટ કરતાં રહેવું પડે. નવું નવું શીખવું પડે, નવું નવું અપનાવવું પડે અને ભૂલો સુધારતાં વાર ન લાગે એવું માનસિક વાતાવરણ ક્રિયેટ કરતાં રહેવું પડે.

આ બધું ત્યારે શક્ય બને જ્યારે રોજ સવારે તમે ઊઠો ત્યારે તમારું મન ડહોળાયેલું ન હોય. રોજ રાત્રે સૂતી વખતે તમારા મનમાં કોઈ વલોપાત, કોઈ કકળાટ, કોઈ લોહીઉકાળો ન હોય. અને આવુંય ત્યારે શક્ય બને જ્યારે તમે સંતોષી જીવ હો. સંતોષ એટલે શું? તમને જમવામાં શીખંડ અને બટાટાવડાં ખૂબ ભાવતાં હોય પણ ભાખરી-શાક ખાતી વખતે તમારા મનમાં સહેજ પણ કચવાટ ન હોય, પ્રસન્નતાપૂર્વક તમે જમી શકો તેને સંતોષ કહેવાય. તમારી પાસે પંચાવન ઇંચનું ટીવી ન હોય અને દર વખતે મૉલમાં પિક્ચર જોવા જાઓ ત્યારે અચૂક એનું વિન્ડો શૉપિંગ કરો પણ ઘરે આવીને તમારા છવ્વીસ ઇંચના ટીવી પર તમે ભરપૂર આનંદથી તમારી મનગમતી ડીવીડી જોઈ શકો એનું નામ સંતોષ. કૅટરિના કેફ કે દીપિકા પદુકોણ તમને ખૂબ ગમતી હોય છતાં ઘરમાં તમે તમારી પત્નીને...

... જવા દો, બહુ બધા દાખલાઓ આપવામાં વાત આડે ફંટાઈ જતી હોય છે.

તમારી માની લીધેલી જરૂરિયાતો કે તમારી ઈચ્છાઓ ટૂંકા ગાળાની હોવાની. એ કઈ જિંદગીનો ગોલ નથી હોતો. તમારે નવી કાર, નવું ઘર કે જૂના ઘરમાં નવું ફર્નિચર લેવું હોય એ બધી તમારી મહત્ત્વાકાંક્ષાઓ નથી, તમારી ઈચ્છાઓ છે. આવી ઈચ્છાઓ પૂરી કરવા માટે જિંદગી ઘસી નાખવાની નહોય. આવી ઈચ્છાઓ પૂરી ન થાય ત્યાં સુધી જીવનમાં ખાલીપો અનુભવવાનો ન હોય. જો એવું થશે તો જિંદગી અસંતોષી બની જશે. રહી ગયા હોવાની લાગણી જન્મશે. તમે લૂઝર છો એવું લાગવા માંડશે તમને.

જે ઑલરેડી છે એ પૂરતું છે એવી લાગણી ટ્વેન્ટી ફોર બાય સેવન સુષુપ્ત મનમાં રહ્યા કરતી હોય તો જ સંતોષી જીવ કહેવાશો. આઠ સાડત્રીસની જે લોકલ પકડવા ધારી હતી તે દોડીને પણ પકડી લેવાઈ તો સંતોષ. પછી ભલે એમાં બેસવાની જગ્યા ન મળી. ગાડી તો પકડી લીધી. કારણ કે જો બેસવાની જગ્યા ન મળવાનો અસંતોષ જન્મ્યો તો ત્રણની સીટ પર ચોથી જગ્યામાં સાંકડેમાંકડે ગોઠવાઈ જવું પડ્યું એનો અસંતોષ જન્મવાનો અને જો ફર્સ્ટ ક્લાસમાં ત્રીજી સીટ મળી તો વિન્ડો કેમ ન મળી એનો અસંતોષ રહેવાનો. ને વિન્ડો સીટ મળી તો બાઈક ન હોવાના, બાઈક લીધી તો કાર ન હોવાનો અને હૉન્ડાસિટી ખરીદી તો બીએમડબ્લ્યુ ન હોવાનો અસંતોષ રહેવાનો. જે મળી રહ્યું છે તેનો પૂરેપૂરો આનંદ માણી શકીએ તો જ સંતોષી થઈએ. અને આનંદ ત્યારે જ માણી શકીએ જ્યારે, જે મળે છે તેના માટે કૃતાર્થ છીએ એવું લાગે- ભગવાને આ તમને આપીને તમારા પર કૃપા કરી છે એવી ફીલિંગ જન્મે. સંતોષી બનવા માટે આટલું કરવું પડે. મનમાં જન્મી રહેલા તમામ ડિસ્ટર્બન્સીસને નાથવા સંતોષી બનવું પડે. આવા ખળભળાટો શમી ગયા હોય તો જ મહત્ત્વાકાંક્ષાઓ પૂરી કરવાનાં અભિયાનો શરૂ કરી શકાય.

તમારી જિંદગીની મહત્ત્વાકાંક્ષા કંઈ ડ્રોઈંગ રૂમમાં પંચાવન ઇંચનું ટીવી વસાવવાની નથી. તમારી મહત્ત્વાકાંક્ષા નવો બિઝનેસ કરવાની, મહાન સંગીતકાર બનાવાની કે ગ્રેટ ઍક્ટર બનવાની છે. એ મહત્ત્વાકાંક્ષા પૂરી કરતાં કરતાં પંચાવન ઇંચનું ટીવી ઘરમાં આવશે તો એ એનો આડફાયદો હશે. તમારી સફળતાની બાય પ્રોડક્ટ હશે. હું શું કહેવા માગું છું એ સમજાય છે તમને? સારી લાઈફસ્ટાઈલ હોય એવી ઇચ્છાને મહત્ત્વાકાંક્ષાનું નામ ન અપાય. ઈચ્છાઓ કે જરૂરિયાતો પૂરી કરવામાં બિઝી થઈ ગયા તો લાઈફ બીજા કરોડો-અબજો જીવો જેવી જ બની જવાની. જિંદગીમાં 'કંઈક કરવું' હોય તો આ ઈચ્છાઓ અને જરૂરિયાતો પૂરી કરવા માટેના શૉર્ટ કટ્સ નહીં લેવાના. શૉર્ટ કટ્સ લેવાની આદત તમને તમારા ગોલથી દૂર લઈ જશે. મહત્ત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટેનો જે માર્ગ કુદરતે તૈયાર કર્યો છે એમાં એણે ક્યાંય શૉટ કટ્સ રાખ્યા નથી. તમારે લાંબા રસ્તે જ ચાલવું પડશે.

અને છેલ્લી વાત. સંતોષ ત્યારે જન્મે જ્યારે બીજાઓની સાથે તમારી સરખામણી ન કરો. અને મહત્ત્વાકાંક્ષાઓ પૂરી કરવાનું બળ તમને ત્યારે મળે જ્યારે તમે સતત બીજાઓ સાથે તમારી જાતની સરખામણી કરતા રહો. તમારા મિત્રે ઑડી ખરીદી અને તમે એની સાથે તમારી સરખામણી કરતા થયા એ ઘડીથી તમારામાં અસંતોષ જન્મ્યો, તમને તમારી મારુતિ-સ્વિફ્ટ ફિક્કી લાગવા માંડી. પણ જે ઘડીએ તમે નક્કી કર્યું કે મારે આર. ડી. બર્મન કરતાં પણ વધુ સારા સંગીતકાર બનવું છે તે ઘડીએ આ સરખામણીને લીધે તમારી મહત્ત્વાકાંક્ષાની ઊંચાઈ નક્કી થઈ ગઈ. ફરી એક વાર. સેટિસફેક્શન અને ઍમ્બિશન એ બે કોઈ વિરોધાભાસી શબ્દો નથી. બસ આટલું જ. આ વિષય પર આટલું લખ્યાનો મને સંતોષ છે. અને ના, મારી એવી કોઈ મહત્ત્વાકાંક્ષા નથી કે આ જ સબ્જેક્ટ પર હજુ વધારે હું લખું.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment