Sunday, 7 February 2016

[amdavadis4ever] આપણી વર્તમાન સમ સ્યાઓ અને બંધારણ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ દેશને સ્વાતંત્ર્ય મળ્યું ત્યાં સુધી જે કાયદાનું રાજય અને વહીવટી માળખું ગોઠવાયું હતું એ પાંચ હજાર માઈલ દૂર બેઠેલી બ્રિટિશ સંસદે ઘડયું હતું. ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ના રોજ દેશમાં આપણા પોતાના પ્રતિનિધિઓએ ઘડી કાઢેલું બંધારણ અસ્તિત્વમાં આવ્યું. ૧૯૪૭થી ૧૯૫૦ના આ વચલા ગાળામાં જરૂરી સુધારા-વધારા સાથે આ બ્રિટિશ માળખું જ જળવાયેલું હતું. જે બંધારણ સભાએ આપણું નવું બંધારણ ઘડયું એમાં ૩૮૫ સભ્ય સંખ્યા હતી અને એમાંથી ૮૬ સભ્યો પાકિસ્તાન બંધારણ સભા માટે જુદા પડતા ભારતીય બંધારણ ઘડનારા સભ્યોની સંખ્યા ૨૯૯ રહી હતી.

આપણા આ બંધારણનો આરંભ ઠય વિંય ાયજ્ઞાહય જ્ઞર ઈંક્ષમશફ એવા શબ્દોથી થાય છે. આ બંધારણ અમે ભારતની પ્રજાએ ઘડ્યું છે એવો દાવો આમાં કરાયો છે. જે ૨૯૯ સભ્યો ાયજ્ઞાહય જ્ઞર ઈંક્ષમશફનું પ્રતિનિધિત્વ કરતા હતા એ પૈકી પ્રાંતોમાંથી ચૂંટાયેલા સભ્યો પુખ્ત મતાધિકારના ધોરણે ચૂંટાયા નહોતા. બ્રિટિશ કાયદા હેઠળ માત્ર ૧૪ ટકા વસતીને મતાધિકાર મળ્યો હતો એટલે બ્રિટિશ ઈન્ડિયાના ૮૬ ટકા લોકોનું પ્રતિનિધિત્વ તેઓ કરતા નહોતા. દેશી રાજયોમાંથી જેઓ આ બંધારણ સભામાં ભાગ લઈ રહ્યા હતા તેઓ રાજાઓ દ્વારા નિયુક્ત થયેલા હતા અને પ્રજા સાથે એમને કોઈ સીધો સંપર્ક નહોતો. આ સંજોગોમાં ભારતીય સંવિધાનનું પહેલું જ વાકય ઠય વિંય ાયજ્ઞાહય જ્ઞર ઈંક્ષમશફ કેટલું સાર્થક કહેવાય એવો પ્રશ્ર્ન કોઈને થાય પણ ખરો.

ભારતીય સંવિધાનનો ઉઘાડ જે બીજા વાકયથી થાય છે તે બીજું વાકય આ પ્રમાણે છે - ઈંક્ષમશફ વિંફિં શત ઇવફફિિં આનો અર્થ એવો થયો કે દેશનું નામ ઈંક્ષમશફ છે અને ઈંક્ષમશફની ઓળખાણ ભારત તરીકે અપાઈ છે. જે રીતે આપણે જફમિફિ વિંફિં શત ટફહહફબવબવફશ એમ કહીએ અથવા રાષ્ટ્રપિતા વિંફિં શત મોહનદાસ એમ કહીએ એના જેવું આ થયું. આપણે ભારત હોવા કરતાં આપણી જાતને ઈન્ડિયા તરીકે ઓળખાવી. ૧૮૩૩માં લોર્ડ મેકોલેએ જે ઈન્ડિયાનું સપનું સેવ્યું હતું એ સપનાને સાકાર કરવાનું પહેલું સોપાન અહીં જાણે-અજાણે ઊઘડી ગયું.

એક વાત અહીં આપણે સ્વીકારવી જોઈએ કે જેને આજે આપણે આપણું રાજય બંધારણ કહીએ છીએ એનો ૭૫ ટકા જેટલો હિસ્સો બ્રિટિશ દેણગી જ છે. ૧૯૩૫માં બ્રિટિશ સંસદે જે ૠજ્ઞદિ.ં જ્ઞર ઈંક્ષમશફ અભિં પસાર કર્યો હતો. મોટા ભાગે એના જ પ્રાવધાનો જરૂરી ફેરફારો સાથે આપણી બંધારણ સભાએ સંવિધાનમાં સમાવિષ્ટ કર્યા છે. બંધારણના ઘડવૈયાઓ ટૂંકી દૃષ્ટિના નહોતા. કેટલાક એવા હોઈ શકે પણ મોટા ભાગે તેઓ લાંબા ગાળાનું જોઈ શકતા હતા. આમ છતાં લાંબા ગાળાનું જોવામાં એક માનવીય મર્યાદા છે. પચ્ચીસ વરસ પહેલાં મોબાઈલ કે કમ્પ્યુટરની ક્રાંતિ આપણામાંથી કોઈએ કલ્પી હતી ખરી? ફેસબુક કે વોટ્સએપ એનો સ્વપ્નેય કોઈને અંદેશો હતો ખરો? એ જ રીતે અડસઠ વરસ પહેલાં આ પૂર્વજોએ જે કંઈ લાંબી દૃષ્ટિનું વિચાર્યું હોય એ આજની વાસ્તવિકતા સાથે મુદ્દલ મેળ ન ખાતું હોય એ શકય છે.

પાંસઠ-છાંસઠ વરસના આ ગાળા દરમિયાન આ બંધારણમાં આપણે ૧૦૦ એટલે કે પૂરા એકસો સુધારાવધારા પણ કર્યા છે. બંધારણનું આમુખ સુધ્ધાં આપણે આપણી તત્કાલીન જરૂરિયાતોને સંતોષવા બદલાવ્યું છે. સમાજવાદ કે બિનસાંપ્રદાયિકતા આ શબ્દો મૂળ આમુખમાં નહોતા. ઈંદિરાજીએ આમુખનો શણગાર આ શબ્દોથી વધાર્યો. સહુ નાગરિકો માટે સમાન કાયદાનો પાયાનો બંધારણીય અધિકાર શાહબાનો કેસ પછી રાજીવજીએ ઊલટાવી નાખ્યો. આ તો નજીવાં ઉદાહરણો છે. આવા કુલ ૧૦૦ સુધારાઓ થયા છે.

અહીં આપણે બ્રિટનનું અલિખિત અથવા પારંપરિક બંધારણ નજર સામે રાખવા જેવું છે. ૧૨૧૫માં મેગ્નાકાર્ટાથી એનો આરંભ થયો એ પછી છેક ૧૬૮૯માં રાજાના હકો નિયંત્રિત કરતા બિલ ઑફ રાઈટ્સ સાથે એનાં મૂળ મજબૂત બન્યાં. ૨૦૧૩ સુધીમાં માત્ર ૨૪ ખરડાઓ દ્વારા આ અલિખિત બંધારણ આજ સુધી બ્રિટિશ પ્રજાને પોતાની સેવા આપી રહ્યું છે. આપણે ત્યાં આમ નથી થયું. આખું બંધારણ ક થી જ્ઞ સુધી લખાયું હોવા છતાં વખતોવખત બદલાતી પરિસ્થિતિઓ સાથે એમાં સુધારા, વધારા, કુધારા અને ઉમેરા થયા છે. આ બધા સાથે શું આપણે એમ કહી શકીએ એમ છે કે વર્તમાન બંધારણે આપણને સંતોષજનક પરિસ્થિતિમાં રાખ્યા છે? અનુભવના આધારે થોડાક મુદ્દાઓ તપાસીએ. આ મુદ્દાઓની તપાસણી સાથે આપણે એ પણ યાદ રાખવાનું છે કે આપણા બે પાડોશી દેશો નેપાળ અને શ્રીલંકાએ પોતપોતાનાં બંધારણોને નવેસરથી ઘડવાની પ્રક્રિયા ઠીક ઠીક આગળ પણ ચલાવી છે. નેપાળે પોતાનું નવું બંધારણ પૂરું કર્યું છે અને શ્રીલંકામાં એ પ્રક્રિયા ચાલુ છે.

આપણા દેશમાં આજે સહુથી સળગતો વિવાદ આરક્ષણ એટલે કે અનામત નીતિનો છે. સામાજિક અને આર્થિક રીતે કચડાયેલા દબાયેલા દલિતો અને એમાંય ખાસ કરીને જેઓ અસ્પૃશ્યો ગણાતા હતા એમના માટે ખાસ વ્યવસ્થા બંધારણમાં કરવામાં આવી હતી. આ અસ્પૃશ્યો ભારે દયનીય પરિસ્થિતિમાં હતા. એટલે એમને સામાજિક સ્તરે બીજા વર્ગો સાથે સ્પર્ધામાંથી બાકાત કરીને ખાસ સગવડ આપવી એ અનિવાર્ય હતું. દલિતોને હિંદુઓથી જુદા પાડવાનો આરંભ બ્રિટિશ સરકારે ૧૯૩૩માં રામસે મેકડોનાલ્ડના ચુકાદા સાથે કર્યો હતો. દેશ માટે અને ખાસ કરીને હિંદુઓ માટે આ ખતરનાક ચાલ હતી. ગાંધીજીએ એની સામે ઉપવાસ કર્યા અને બ્રિટિશ સરકારે જેટલા પ્રમાણમાં આરક્ષણ આપીને દલિતોને જુદા પાડયા હતા એનાથી વધુ પ્રમાણમાં આરક્ષણ આપીને ગાંધીજીએ દલિતોને હિંદુઓની સાથે જ રાખ્યા.

ભારતીય રાજય બંધારણમાં આ દલિતોને ન્યાય મળી રહે એટલા માટે આરક્ષણ નીતિ સ્વીકારવામાં આવી પણ કોઈપણ કોમ માટે ખાસ આરક્ષણ કાયમ માટે હોઈ શકે નહીં એનો પણ સ્વીકાર કરવામાં આવ્યો. આ ન્યાયિક ધોરણ હતું. પાછળ રહી ગયેલાને થોડી વધુ સગવડ આપીને આગળ લઈ જવા એ કોઈપણ રાજય કે સમાજનો ધર્મ છે. બંધારણના ઘડવૈયાઓએ આ કયુર્ં. આરક્ષણની આ ગોઠવણ માત્ર દસ વરસ માટે જ હતી. દસ વરસમાં આ દલિતોને તેઓ બીજાઓની સમકક્ષ થઈ શકે એવું વહીવટી અને સામાજિક માળખું તૈયાર કરવું એવું શાસન પાસેથી અપેક્ષિત હતું.

પણ આમ બન્યું નહીં. બંધારણની આ મૂળ ભાવનાને ચરિતાર્થ કરવામાં આપણે નિષ્ફળ ગયા. દશ વરસ માટેની આ સગવડ આપણે વખતોવખત સુધારા કરીને પાંસઠ વરસ સુધી લઈ આવ્યા છીએ અને હવે પછીનાં પાંસઠ વરસ દરમિયાન પણ આ મૂળ ભાવનાને આપણે યાદ કરીશું કે નહીં એવી શંકા પેદા થાય છે.

આ આરક્ષણમાં કોઈ અન્ય પછાત વર્ગો નહોતા. માત્ર દલિતો અને ખાસ કરીને અસ્પૃશ્યો જ હતા પણ ૧૯૭૯માં નિમાયેલા મંડલ કમિશને ૧૯૩૦ના પછાત વર્ગના આંકડાઓને આધાર ગણીને ૧૨૫૭ જાતને પછાત વર્ગીકૃત કરી નાખી. ૧૯૯૦માં આ મંડલ કમિશનનો અહેવાલ તત્કાલીન વડા પ્રધાન વિશ્ર્વનાથ પ્રતાપસિંહે અભરાઈ ઉપરથી ઉતારીને ધૂળ ઝાટકી ત્યારે આરક્ષણ માટે અધિકારી એવી પછાત જાતિઓની સંખ્યા ૨૨૯૭ થઈ ગઈ હતી. હવે વર્ણ વ્યવસ્થામાં સહુથી ટોચ ઉપર રહેલ બ્રાહ્મણો સુધ્ધાં પોતાને પછાત જાતિમાં ગણવા માટે માગણી કરી રહ્યા છે. રાજસ્થાન અને ગુજરાતમાં છેલ્લાં થોડા વરસોમાં જે બન્યું છે એ ભારે ક્ષોભજનક છે. મીના, ગુર્જરો અને હવે પાટીદારો આ નકારાત્મક મેરેથોનમાં સહુથી આગળ છે.

બંધારણમાં આરક્ષણનો જે હેતુ હતો એ બહુજન સુખાય બહુજન હિતાય હતો. આપણે આ હેતુને નષ્ટ કર્યો અને નાતજાતના ધોરણે આરક્ષણને લૂંટફાટનું સાધન બનાવી દીધું. સર્વોચ્ચ અદાલતે આરક્ષણ ૫૦ ટકાથી ન વધવું જોઈએ એવો આદેશ આપ્યો હોવા છતાં કંઈ ને કંઈ છટકબારી શોધીને આ ટકાવારી વધારતા જઈએ છીએ. કેરળે મુસલમાનો માટે ૧૨ ટકા નોકરીઓ ફાળવી અને તામિલનાડુએ તો મૂળ ભાવનામાં ઘોંચપરોણાં કરીને આરક્ષણ ૮૭ ટકા સુધી લંબાવ્યું છે. આંધ્ર પ્રદેશે પણ મુસલમાનોને આરક્ષણમાં સમાવી દીધા છે.

કોઈપણ સ્વતંત્ર દેશને પોતાની રાષ્ટ્રભાષા હોવી જોઈએ. બંધારણના સ્પષ્ટ આદેશ છતાં આપણે હિંદીને હજુ રાષ્ટ્રભાષા બનાવી શકયા નથી. બંધારણની રચના વખતે જ હિંદીને બદલે અંગ્રેજી જ રાષ્ટ્રભાષા બનાવી દેવાય એવો આગ્રહ પણ થયો હતો. આ પછી હિંદીને પંદર વરસ સુધી રાજભાષા (ઘરરશભશફહ હફક્ષલીફલય ફક્ષમ ક્ષજ્ઞિં ગફશિંજ્ઞક્ષફહ હફક્ષલીફલય) તરીકે સ્વીકારાઈ અને પંદર વરસ પછી હિંદીને રાષ્ટ્રભાષાનો પૂર્ણ દરજજો આપવો એવું ઠરાવાયું. આ પંદર વરસ અંગ્રેજી હિંદીની સમાંતર ભાષા તરીકે રાજભાષા બની રહે એનો પણ સ્વીકાર થયો. બંધારણની આ મૂળભૂત વાતનો સ્વીકાર કરવાને બદલે પંદર વરસ પછી આપણે માત્ર સત્તાના રાજકારણને કારણે એવો સુધારો કર્યો કે હિંદી હવે કયારેય રાષ્ટ્રભાષા બની શકે નહીં. આપણે પોતે જ આપણા ગળા ઉપર અંગ્રેજીની ધૂંસરી નાખી. આ બંધારણની નિષ્ફળતા કહેવાય કે આપણી? હવે અંગ્રેજીને બિનસત્તાવાર રાષ્ટ્રભાષા તરીકે ખસેડવી હોય તો દેશનાં બધાં જ રાજયોએ અને એ પણ ૨/૩ બહુમતીએ આ સુધારો સ્વીકારવો જોઈએ. આવા સુધારો લગભગ અશકય છે.

દેશી રજવાડાંઓને એમના બંધારણમાં સત્તા ત્યાગના બદલામાં ચોકક્સ સાલિયાણાં આપવાની આપણે બંધારણમાં જોગવાઈ કરી હતી. ૧૯૭૧માં બંધારણે આપેલા આ પવિત્ર વચનનો પણ આપણે ભંગ કર્યો. ૫૬૨ રાજાઓ વચ્ચે ત્યારે ચાર કરોડની રકમ ફળવાયેલી હતી. આ સાવ મામૂલી રકમ વ્યક્તિગત અહંકાર અને સત્તાના અંધાપામાં આપણે રાજાઓ પાસેથી આંચકી લીધી. બંધારણમાં અદાલતના આદેશની ઉપરવટ જઈને સુધારો કર્યો.

બંધારણના ઘડતર ટાણે દેશનો દરેક નાગરિક પોતાની ઈચ્છા મુજબનો ધર્મ પાળી શકે છે એવું સ્વાતંત્ર્ય સ્વીકારવામાં આવ્યું એજ વખતે આ સ્વતંત્રતા સાથે કોઈપણ ધર્મને પોતાના પ્રસારણની સ્વતંત્રતા સુદ્ધા સ્વીકારવામાં આવી. ધર્મ પ્રસારનું આ સ્વાતંત્ર્ય બંધારણીય હક ન બને એ માટે શ્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી અને શ્રી પુરુષોત્તમદાસ ટંડને પૂરતા પ્રયત્નો કર્યા હોવા છતાં ધર્મ પ્રસારને બંધારણીય અધિકાર તરીકે સ્વીકૃતિ મળી ગઈ. આ સ્વીકૃતિનું પરિણામ આજે આપણે કોમવાદી સંઘર્ષના મૂળ તરીકે જોઈ શકીએ છીએ. બંધારણના ઘડવૈયાઓ આપણને એટલે કે એમના વંશજોને એમની જેવા અને જેટલા જ કાંઠાના જાગરૂક નાગરિક માનતા હશે પણ સમયે પુરવાર કર્યું છે કે આપણે એમની આકાંક્ષાઓથી સાવ જુદું વર્તન કરીને દેશને બંધારણીય માળખામાં રહીને જ વિભક્ત કરી નાખ્યો છે.

આપણી અદાલતોમાં સંખ્યાબંધ ન્યાયમૂર્તિઓની જગ્યા ખાલી પડી છે. નાગરિકોના કેસોનો મોટો ભરાવો થયો છે અને રાજકારણીઓની, સત્તાકાંક્ષીઓની ઝૂંટાઝૂંટીમાં, બંધારણનું અર્થઘટન કરવામાં મોટા ભાગના ન્યાયમૂર્તિઓ રોકાઈ ગયા છે. સમયના તકાજા હેઠળ બંધારણમાં સુધારા કરવા પડે. કયારેક સમૂળગું બંધારણ પણ બદલવું પડે. આ કોઈ આસમાની સુલતાની નથી પણ મૂળ વાત નાગરિકોની સજાગતા, રાજકારણીઓની નિષ્ઠા અને પ્રામાણિકતા તથા સમગ્ર દેશની સંસ્કૃતિ છે. દેશમાં આજે બંધારણીય માળખામાં જ આપણે પારાવાર પ્રશ્ર્નો પેદા કર્યા છે પણ એમાં દોષ બંધારણનો છે કે આપણો એ પ્રશ્ર્ન આપણે આપણી જાતને સહુથી પહેલાં પૂછવો જોઈએ.

અને છેલ્લે, બંધારણ સભામાં ખરડો પસાર થઈ ગયા પછી એના વિશે જે ટીકાટિપ્પણો થઈ હતી એનો ઉત્તર વાળતાં મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉ. આંબેડકરે જે કહ્યું હતું એ આંખ ઉઘાડી નાખે એવું છે અને સદા યાદ રાખવા જેવું છે. એમણે કહ્યું હતું- 'કોઈ પણ સારામાં સારું બંધારણ પણ જો ખરાબ માણસોના હાથમાં જાય તો તેઓ એને ખરાબમાં ખરાબ કરી શકે છે. અને જો કોઈ ખરાબમાં ખરાબ બંધારણ પણ, કોઈ સારા હાથોમાં જાય તો એને સારું કરી શકે છે.'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment