Saturday, 6 February 2016

[amdavadis4ever] માનવ મગજને જિ નેટિકલી મોડીફા ઈ કરવાની કવાયત કરવા જેવી છે!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



છેલ્લાં થોડાં અઠવાડિયાંથી આંતરરાષ્ટ્રિય મંચ પર ઝિકાનો આતંક પ્રવાસીઓને ડરાવી રહ્યોે. ઍડિસ ઇજિપ્તી જાતના મચ્છર દ્વારા ફેલાતા આ કાતિલ વાયરસની સૌથી ખરાબ અસર સગર્ભા સ્ત્રીઓ પર થાય છે. આ સોમવારે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને ઝિકા વાયરસને હેલ્થ ઇમરજન્સી જાહેર કર્યું છે. આ ઝિકા વાયરસ સૌથી પહેલી વાર ૧૯૪૭માં યુગાન્ડામાં જોવા મળ્યું હતું પણ એ પ્રાણીઓ પૂરતું મર્યાદિત હતું, પરંતુ ગયા વર્ષના મે મહિનામાં બ્રાઝિલમાં ઝિકા વાયરસનો ભોગ બનેલા દરદીઓના કેસ નોંધાયા ત્યાર પછી એ લૅટિન અમેરિકાના વીસ દેશોમાં ફેલાઈ ગયું છે. ત્યાંના અલ સાલ્વાડોર રાજ્યમાં તો પાંચ હજારથી પણ વધુ લોકો આ વાયરસનો શિકાર બન્યા છે. તેમાં લગભગ પંચાણું પ્રેગ્નન્ટ સ્ત્રીઓ પણ છે. અને તે અત્યંત ગંભીર બાબત છે કેમ કે ઝિકા વાયરસની ઝપટમાં ગર્ભમાં રહેલાં શિશુ પણ બચી શકતા નથી. ઇન ફેક્ટ એ બાળકોને માઇક્રોસેફલી નામની બીમારી લઈને જન્મે છે. તેમાં તેમનું માથું અસાધારણપણે નાનું હોય છે. ઝિકાથી અસરગ્રસ્ત માતાના ગર્ભમાં રહેલાં શિશુ અવિકસિત મગજ અને ખોપરી સાથે જન્મે છે અને તે ખોડ તેમના અસ્તિત્વનો એક હિસ્સો બની જાય છે. આ ઝિકાના કેરના સમાચારો રોજેરોજ અખબારોમાં નજરે ચડે છે. તેમાં એક દિવસ એક સમાચાર વાંચ્યા કે ' બ્રાઝિલમાં કરાયેલા જિનેટિકલી મોડીફાઇડ મચ્છરના એક ટ્રાયલનાં પરિણામોમાં જણાવાયું હતું કે એ મચ્છરો ડેન્ગી ફીવર, યલ્લો ફીવર, ચિકન ગુનિયા અને ઝિકા વાયરસ જેવી બીમારીને ફેલાતી અટકાવવામાં મદદરૂપ થઈ શકે'. જો કે એ સમાચારની સાથે જ એનાથી તદ્દન બીજા છેડાની શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે કે આ ઝિકા વાયરસનું મૂળ કારણ જ એવા જેનેટિકલી મોડીફાઇડ મચ્છરો હોઈ શકે. અને કેટલાય લોકો બિલ ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા થયેલા આ જિનેટિકલી મોડિફાઇડ મચ્છરોના ટ્રાયલ્સ પર જ ઢોળી રહ્યા છે. ખેર! અહીં એ ચર્ચામાં પડવાનો ઉપક્રમ નથી પણ આ 'જી.એમ.એમ.' ઉર્ફે 'જિનેટિકલી મોડિફાઇડ મસ્કીટોઝ' શબ્દો વાંચીને મગજમાં મચેલી એક હલચલને વાચકમિત્રો સાથે શેર કરવી છે. 

એ શબ્દો વાંચીને વિચાર આવ્યો કે અનાજને જિનેટિકલી મોડીફાઇ કરીને તેમાં કીડા ન પડે કે તેમાં સડો ન થાય તેવી જાત વિકસાવી શકાતી હોય, જંતુઓના જિન્સમાં ઘાલમેલ કરીને તેમને મોડિફાઇ કરી શકાતા હોય તો સૃષ્ટિના માનવ નામના પ્રાણીના મગજને જિનેટિકલી મોડીફાઈ કરવાની કવાયત ન કરી શકાય. અલબત્ત, જિનેટિકલી મોડિફાઇડ અનાજ એટલે કે જી.એમ. ક્રોપ્સના ગેરફાયદાઓ વિશે વાંચ્યા બાદ અને મૂળ પાકની નસલનું તે જે રીતે નખ્ખોદ વાળી નાખે છે તેને કારણે અંગત રીતે હું બિલકુલ તેની તરફેણમાં નથી, પરંતુ હ્યુમન બિહેવિયર અંગેના દુનિયાના અગ્રણી સાયકોલોજિસ્ટ્સ ને સાયકિયાટ્રીસ્ટસ દ્વારા થયેલાં સંશોધનોમાં જાણવા મળ્યું છે કે માણસના કેટલાંક માનસિક લક્ષણો અને વર્તન નોંધપાત્ર રીતે જિનેટિક ફેક્ટર્સથી દોરવાતા હોય છે. સૌથી સ્માર્ટ સાયકોલોજિસ્ટનું બિરુદ મેળવનાર અને પચીસ હજારથી પણ વધુ વાર જેમને ટાંકવામાં આવ્યા છે એ વિખ્યાત અમેરિકન માનસશાસ્ત્રી અને જનીનશાસ્ત્રી (જિનેટિસિસ્ટ)પોલ મીલે ૨૦૦૪માં કહ્યું હતું કે અગાઉના મોટા ભાગના જનીનશાસ્ત્રીઓ માનતા હતા કે માણસનું સામાજિક વર્તન કે અભિગમો સંપૂર્ણપણે તેની પરવરિશ અને પરિવેશથી ઘડાયા હોય છે, પરંતુ સંશોધનોએ પુરાવા સાથે હવે બતાવી આપ્યું છે કે તેઓ કેટલા ખોટા હતા. માણસની માનસિકતા અને તેની વર્તણૂક એ પછી નોર્મલ હોય કે એબનોર્મલ હોય, પર તેના જીન્સની જબરી અસર હોય છે.'

આનો અર્થ એ થયો કે કોઇ વ્યક્તિ ગમે એટલાં પ્રલોભનો મળે તો પણ પોતાની પ્રામાણિકતા નહીં છોડે કે કોઇ વ્યક્તિ પોતાના પર સૌથી વધુ ભરોસો કરનારને પણ તક મળે ઠગી લેશે તેનો ફેંસલો તેના જીન્સ દ્વારા લેવાતો હોય છે. ટ્રેનમાં એકલી સ્ત્રીને જોઇને તેની સાથે અભદ્ર વર્તાવ કરનાર વ્યક્તિ કે ટેક્સીમાં બાજુમાં સ્ત્રી બેઠી હોય તો પોતાની જાતને સંકોચીને બેસનાર વ્યક્તિનું વર્તન તેના જીન્સથી દોરવાયેલું હોય છે. તો પછી એ સદ કે અસદ વર્તનના મૂળ જેમાં છે એવા જીન્સને મોડિફાઇ કરીને આ દુનિયાની શકલ બદલી નાખે એવી માનવ નસલની ખેતી ન કરી શકાય? તમે પણ કલ્પના કરો ને: ધારો કે માણસને મહાસ્વાર્થી બનાવતા જીન્સ, તેને ભ્રષ્ટ બનાવતા જીન્સ, તેને હિંસક બનાવતા જીન્સ, તેને પાશવી બનાવતા જીન્સ, તેને છીછરો કે કુત્સિત બનાવતા જીન્સ, ટૂંકમાં તેને માનવતાવિહોણો કે અમાનવીય બનાવતા જીન્સને આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજીની મદદથી મોડિફાઇ કરી શકાતા હોય, સુધારી શકાતા હોય તો! આવું જિનેટિકલી મોડિફાઇડ મગજ લઈને જન્મેલી વ્યક્તિ કેટલી બધી બદીઓથી મુક્ત હોય! અને એવી વ્યક્તિઓનો સમાજ કે તેનાથીય આગળ વધીને એવો દેશ કે એવી દુનિયા કેટલી સરસ હોય! હા, એ કુદરતની વિરુદ્ધ જવા જેવુંં કે કુદરતની કામગીરીમાં દખલ દીધા જેવું કહેવાય પણ આ સૃષ્ટિને બહેતર બનાવવા માટે શું કુદરત માનવીની એ દખલ ઉદારતાથી સ્વીકારી ન લે! 

આ ક્લ્પનાવિહાર કરવાની પણ મજા આવી જાય તેવું છે. માનવીની નેગેટિવિટીથી ચોમેર સર્જાતા ક્લેશ અને કલહ વગરની જિંદગી કેવી સ્ટ્રેસફ્રી હોય! અખબારો કે સમાચારોમાં 'ત્રાસવાદી હુમલામાં ..... મર્યા','ચાલતી ટ્રેનમાં બલાત્કાર' કે 'બે વર્ષની બાળકી સાથે દુષ્કૃત્ય' જેવી હેડલાઇન્સ વાંચવા ન મળે. જ્યાં જ્યાં નજર પડે, બસ ગુડ ન્યુઝ અને પોઝિટિવિટી જ હોય! પેલા ગીતમાં આવે છે તેમ 'જહાં ગમ ભી ન હો, આંસુ ભી ન હો, બસ પ્યાર હી પ્યાર પલે' જેવી શાંતિભરી કોઇ ન્યારી દુનિયા હોય એ મોડીફાઇડ જીન્સની!

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment