Saturday, 13 February 2016

[amdavadis4ever] આ વાત તારા અન ે મારા વચ્ચે જ રાખજે Krish nakant Unadkat

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



આ વાત તારા અને મારા વચ્ચે જ રાખજે

એની ઉપર હતી જે પ્રથમ લાગણી, ગઈ, સારું થયું એ વાત ન એના સુધી ગઈ,


ઘણી વખત દિલની વાત કિનારા સુધી આવી જાય છે. આપણને લાગે કે હમણાં છલકી જઈશ, ખાલી થઈ જઈશ અને હળવો થઈ જઈશ. જોકે, એવું થઈ શકતું નથી. છલકી શકાતું નથી, ખાલી થઈ શકાતું નથી. અંદર જ ઘણું સૂકવી નાખવું પડે છે. ખાલી ન થઈ શકાય ત્યારે પણ એક વિચિત્ર પ્રકારનો ખાલીપો અનુભવાતો હોય છે. કેટલા બધા લોકો નજીક હોય છે છતાં એક શૂન્યાવકાશ વર્તાતો રહે છે. એક માણસ બબડતો હતો. હોઠ હલતા હતા, પણ શબ્દો બહાર આવતા ન હતા. એક વ્યક્તિએ પૂછ્યું કે શું બકે છે? તેણે કહ્યું, બકતો નથી, બડબડતો પણ નથી, હું વાત કરું છું, મારી જ સાથે. કોઈ ઉપર ભરોસો બેસતો નથી. એક મિત્ર હતો તેને એક વખત અંગત વાત કરી, બીજા દિવસે એ વાત જાહેર હતી. મને ત્યારથી વિચાર આવે છે કે એને શું મળી ગયું? મારો વિશ્વાસ તોડીને એણે મને કોઈના ઉપર પણ વિશ્વાસ ન કરી શકું એવો કરી નાખ્યો. ત્યારથી હું મારી જ સાથે વાત કરું છું. એ વાત જુદી છે કે મને તેનાથી સંતોષ નથી થતો. મને કોઈ જોઈએ છે પણ કોઈ મળતું નથી.

તમારી પાસે તમારાં સિક્રેટ્સ સાચવી શકે એવો દોસ્ત કે સ્વજન છે? જો હોય તો તમે નસીબદાર છો. બધા પાસે એવા લોકો હોતા નથી, જેને દિલની વાત કરી શકાય. બે મિત્રો વર્ષો પછી ભેગા થયા. બંનેનાં લગ્ન થઈ ગયાં હતાં. એક મિત્રને ડર લાગ્યો કે જો આ વ્યક્તિ મારાં સિક્રેટ્સ જાહેર કરી દેશે તો મારે પત્નીને સમજાવવી આકરી થઈ પડશે. વાતો થાય ત્યારે તેને સતત એ જ ટેન્શન રહેતું હતું કે, આ ક્યાંક કોઈ એવી વાત ન કરી દે જેનાથી મુશ્કેલી ઊભી થાય. બંનેની પત્ની દૂર હતી ત્યારે બીજા મિત્રએ કહ્યું કે, દોસ્ત તું કંઈ ચિંતા ન કર. હું કોઈ એવી વાત નથી કરવાનો જેનાથી તારી લાઇફમાં પ્રોબ્લેમ થાય. તેં મારા પર ભરોસો રાખીને મને અમુક વાતો કહી હતી, એ બધી વાતો મને યાદ છે અને સાથોસાથ તારા એ શબ્દો પણ યાદ છે કે આ વાત તારા અને મારા વચ્ચે જ રાખજે. ભલે વર્ષો વીતી ગયાં, પણ હજુ એ વાત તારા અને મારા વચ્ચે જ છે અને એમ જ રહેશે.

દરેક વ્યક્તિનો અેક પાસ્ટ હોય છે. ભૂતકાળ ભુલાતો નથી. ભૂતકાળ ભૂંસાતો નથી. ભૂતકાળ મરતો નથી. એ ક્યાંક ને ક્યાંક જીવતો હોય છે. ઘણું બધું અંગત હોય એ અંગત જ રહે એ વાજબી છે. ઘણાં સાક્ષીઓ તાજના સાક્ષી બની જતા હોય છે. ઘણાં સાથીઓ સ્વાર્થ મુજબ સાથ બદલતા હોય છે. ઘણાં એવા પણ હોય છે જે ગમે તેવી પરિસ્થિતિમાં પણ સિક્રેટ્સને રિવિલ કરતા નથી. બે મિત્રો વચ્ચે ઝઘડો થયો. એક મિત્રએ બીજા પર આક્ષેપ કર્યો કે તું મારા પર એટલા માટે દાદાગીરી કરે છે, કારણ કે તને મારાં સિક્રેટ્સ ખબર છે! આ વાત સાંભળીને બીજા મિત્રએ કહ્યું કે, બસ મને આખરે તેં એવો જ ધાર્યોને? અરે! હજુ તો તારી સાથે ઝઘડો થયો છે, કદાચ દુશ્મની થઈ જશેને તો પણ હું તારાં સિક્રેટ્સનો ઉપયોગ નહીં કરું. એટલા માટે કે તેં જ્યારે એ વાતો કરી હતી ત્યારે તું મારો અંગત મિત્ર હતો અને મારા સિવાય તેં એ વાત કરવા માટે બીજા કોઈને પસંદ કર્યો ન હતો.

હવે એક બીજી વાત. તમારી પાસે કોઈનાં સિક્રેટ્સ છે? હશે જ, તો એટલી કાળજી રાખજો કે એના વિશ્વાસ પર કાતર ન ફરી જાય. દરેકની એક અંગત વ્યક્તિ હોય છે, દરેક વ્યક્તિ પોતાની અંગત વ્યક્તિને વાતો કરતી રહે તો પણ સિક્રેટ ખાનગી રહેતું નથી. અમુક વાતો દિલમાં જ સાચવી રાખવાની હોય છે. અમુક વાતો જાહેર થઈ જાય તો કોઈ મોટું નુકસાન થતું નથી. વાત જાહેર કરી દેનાર મિત્રને એક વખત તેના મિત્રએ કહ્યું કે, તેં કોઈને કહી દીધું તેનાથી મારા પર આભ ફાટી પડ્યું નથી, દુ:ખ એ વાતનું નથી કે મારી વાત જાહેર થઈ ગઈ, દુ:ખ એ વાતનું છે કે મારો તારા પરનો ભરોસો ખોટો નીકળ્યો. સિક્રેટ્સની સાથે વિશ્વાસ ચીપકેલો હોય છે. વિશ્વાસ, ભરોસાે, ખાતરી, વચન અને વફાદારી એક વખત તૂટે પછી સંધાતાં નથી. સંબંધમાં વાંધા હશે તો ચાલશે, પણ સાંધા ન હોવા જોઈએ.
 

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment