Thursday, 11 February 2016

[amdavadis4ever] જીવન વિજ્ઞાન - Gujarati (Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



રોગોના જીવાણું તેમ જ અજાણ્યા તત્ત્વો શરીરમાં દાખલ થાય તો તેમની સામે લડવાની ક્ષમતા-પ્રતિરોધાત્મક યંત્રણા દરેક પ્રાણીના શરીરમાં આપવામાં આવી છે. બાળકો માટીમાં રમે, બગીચામાં ઝાડ-પાંદડાને અડકે અથવા અન્ય પ્રદૂષણોના સંપર્કમાં આવે ત્યારે નવા જીવાણું એમના શરીરમાં દાખલ થવાની પ્રબળ શક્યતા રહે છે. નવા જીવાણુંના દાખલ થતાં જ એની સામે લડવા શરીરના કોષોની સેનાની ટુકડીને તૈયાર બનાવી આક્રમણ કરવા મોકલી આપવામાં આવે છે. અચ્છા તબીબો નાના બાળકોને એન્ટિ બાયોટિક દવા આપતા અચકાતા રહ્યા છે, કારણ આ દવાઓના રસાયણો ખરાબ જીવાણુંઓની સાથોસાથ શરીર માટે આવશ્યક સારાં જીવાણુંઓને પણ ખતમ કરવાના. આ વાત શરીરશાસ્ત્ર નિષ્ણાતો અનેકવાર પુરવાર કરી ચૂક્યા છે. 

શરીરમાં બચાવ ખાતર પ્રતિરોધાત્મક યંત્રણા-ઈમ્યુન સિસ્ટમ વધે તેમ જ માનસિકતામાં પણ આવી પ્રતિરોધાત્મક બમણાં હોય છે એમ? 'બાયોલોજી ઑફ બિલીફ' નામના પુસ્તકના રચેતા ડૉ. બ્રુસ લિપ્ટન કહી ગયા. તેમનો દાવો તેમના બારવરસના સંશોધનના આધારવાળો હતો. આ યંત્રણાનું કાર્ય સકારાત્મક ભાવાવેશો ટકાવી રાખવા તેમ જ નકારાત્મક ભાવાવેશોમાંથી માનવીને તત્કાળ જેટલી જલદી બની શકે તેટલી વહેલી મુક્તિ અપાવવી. દુ:ખદ ઘટના બનતા જ માનવી દુ:ખી થવાના. તેમના મન ઉદ્વેગોથી ભરાઈ જવાના. પ્રતિરોધ યંત્રણા તત્કાળ કામ પર લગી જઈને ઉદ્વેગની પ્રતારણા કરવાના. 

સંપાદક મારો આ લેખ છાપવાનો ઈનકાર કરે, એનો સ્વિકાર કરે નહીં તો મન ઉદ્વેગથી ભરાઈ જાય. આટલી મહેનત છતાં તેનો અસ્વીકાર કરવામાં આવ્યો મનને મનાવવા ઉદ્વેગથી બહાર નીકળવા મનમાં દલીલો થાય. સંપાદક મારા લેખના લખાણને સમજી જ શક્યા નથી, પણ લેખ લખવામાં ખોટી માહિતી અથવા દલીલ આપવામાં મારી જ ભૂલ થઈ એ વાત સ્વીકારતા મનને વધુ તકલીફ થાય. આવી ભૂલ સ્વીકારવી આત્મસન્માન પર પ્રહાર કરવા સમાન બની જાય. મોટા ભાગના કિસ્સામાં વ્યક્તિઓ પોતાની ભૂલ સ્વીકારવા સ્વેચ્છાએ તૈયાર થતા નથી.

કોઈ પ્રિયજનના અવસાનના સમાચાર આઘાતજનક બની જાય. મન વ્યાકુળ બની જાય. ઉદ્વેગતા આવતા સભાનતાના મનમાં અનેક માઠા વિચારો આવવાના, પણ પ્રતિરોધાત્મક યંત્રણા તરત કામની શરૂઆત કરવાની. મનને મનાવવા કહેવાની કારખાનાના કારકૂને જ નામ લખવામાં ભૂલ કરી છે. આ કેબલ મારો નથી જ. ભૂલથી મારા ઘરે પહોંચાડવામાં આવ્યો છે. કદાચ તબીબે નિદાનમાં ભૂલ કરી છે. મારા પ્રિય મને આમ છોડીને જઈ શકે નહીં. આમ મનને અન્ય વિચારોમાં ભટકાવી દેવામાં આવે. 

આઘાત ઘટાડવા માટે ટીવીના કાર્યક્રમમાં મન પરોવવાનો પ્રયાસ કરવામાં આવે. અચાનક મિત્રને મળવા દોડી જવામાં આવે. કેટલાક તો તેમને ભાવતી વાનગી આરોગવાના. થોડા સમય માટે ભલે પણ મનને આઘાતના ઉદ્વેગથી બહાર કાઢવા આવી પ્રવૃત્તિઓમાં મનને પરોવવાના પ્રયાસ થાય, પણ આઘાત ફરી આવી જાય. આમ સમયના વહેણ અને અન્ય પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવાની જરૂરિયાતો જ દુ:ખના ઓસડ બની જવાના. નિયતિએ ઉત્ક્રાંતિ અને નેચરલ સિલેક્શન મારફત આ વ્યવસ્થા બનાવી છે. દુખમાં મનને મનાવવા ખાતર.

૧૯૭૧માં ઋષિકેશ મુખર્જીની ફિલ્મ આનંદ આવી. એ સમયના સુપરસ્ટાર રાજેશ ખન્નાની બેનમુન અદાકારી તેમ જ ત્રણ ગીતોના કારણે અતિ લોકપ્રિય બની. તેમાં મન્નાડેના કંઠે ગવાયેલું ગીત 'જિન્દગી કૈસી યે પહેલી'માં એક પંક્તિ ખૂબ જ અસરકારક બની. 'સપનો કા રાહી ચલા જાયે સપનો સે આગે કહાં' કારણ મૃત્યુને આથી સારી રીતે બીજી કોઈ પણ પંક્તિ પરિભાષિત કરી શકી નથી. મોત માત્ર સપનાથી આગળ નીકળી જવાથી થાય છે. એ બતાવવામાં આવ્યું છે. કથાનકનો એક જ સંદેશ હતો જીવન અંતિમ ઘડી ઝડપથી આગળ ધળી રહી છે એની જાણ થાય ત્યારે હતાશ બની દુ:ખોના સાગરમાં ડુબકીઓ લગાવવાથી કશું મળવાનું નથી. આનંદ સમાન જીવનની છેલ્લી પળો હસતા હસતા પોતાના દુખને હાસ્યના આવરણમાં લપેટી અન્યને આનંદ આપવો એમાં જ જીવનનો મર્મ છે. આનંદ તેની આવતી મોતને જોવા માગતો નહોતો. પણ તેના પ્રિય બનેલા તબીબોની આંખોમાં પોતાની મોતનો ખોફ તેને દેખાડવામાં આવતો રહ્યો. તબીબો પોતાની લાચારી-મજબૂરી બતાવી રહ્યા હતા કારણ તેમની પાસે આનંદની અસાધ્ય બીમારીનો ઈલાજ નહોતો. 

મોતને આવતા અટકાવી શકાય નહીં તેની ખાતરી થતાં એક તબીબે હાથ ટેકવી દીધા, પણ વધુ ગંભીર યુવાન તબીબ ડૉ. ભાસ્કર હાર માનવા તૈયાર નહોતો, તબીબ વિદ્યામાં ઈલાજ નથી તે જાણીને પીરના ધાગા લેવા દોડી ગયો. માનવ માત્ર કઠપૂતળીઓ છે. તેનો દોરી સંચાર ઉપરવાળો જ કરે છે. કોને ક્યારે ઉઠાવી લેશે એ કોઈ જાણતા નથી. એવા સંવાદ પર ચિત્રની કહાની પૂરી કરવામાં આવી. દર્શકો આઘાતમાંથી બહાર આવી શક્યા નહીં. મોતના આગમનની પ્રતીક્ષા કરતાં અલગ અલગ પ્રકારના આઘાતોમાં જીવતા પાંચ પાત્રોએ પ્રેક્ષકોના મન પર ત્યારે પકડ જમાવી રાખી એ જ ફિલ્મની સફળતાની ચાવી હતી. રાજેશ ખન્નાની બેનમુન અદાકારી જ નહીં, પણ પ્રખર કથાનક દ્વારા જીવનની વાસ્તવિકતા બતાવતા આ દર્પણ પાસેથી પ્રેક્ષકો ખસવા માગતા નહોતા. 

સામાન્ય માનવી પોતાના જીવનમાં આઘાત જીરવી લેવાના, પણ જે આવા આઘાત પચાવી શકતા નથી તે પગભર રહી શકતા નથી. બીમારીના બિછાના પકડી લેવાના. કેટલાક મનને મનાવવાના કે રોગના નિદાનમાં તબીબની ભૂલ થઈ છે. કમસે કમ સભાનતાના માનસ આવી દલીલથી પોતાના મનને સમજાવવાના પ્રયાસ કરવાના. બહુ ઓછા સ્થિત પ્રજ્ઞ માનવી હોય છે. તેમના મન પર કોઈ પણ પ્રકારના સકારાત્મક અથવા નકારાત્મક બનાવોના પ્રતિઘાત પડતા નથી. સામાન્ય માનવી નકારાત્મક ઘટનાની અસરતળે તત્કાળ આવી જવાના, પણ એટલી જ ઝડપભેર એ અસરમાંથી બહાર પણ નીકળી જવાના. જીવનની અન્ય જરૂરિયાતોની માગણી તેમના માટે વધારે દબાણો લાવતી રહે છે. તેમના જીવન પર નકારાત્મક અસરો લાંબો સમય રહેતી નથી. તેમ જ સકારાત્મક ઘટનાઓની અસરો પણ તેમની પાસે લાંબો સમય રહેતી નથી. જીવનના નિત્યક્રમો તેમના આનંદની અને દુખની ઘડીઓ ટૂંકાવતા રહેવાના જ.

માનવી મન અજબ પ્રકારનું અસ્તિત્વ બની જાય. અનાયાસ સારા સમાચાર મળતા જ એ આનંદની અનુભૂતિ કરે પણ એ સમાચારના પગલે પગલે આવનારી પીડાઓ અને મુશ્કેલીઓના વિચાર તેના મનમાં આનન્દના ઉફાળા લાંબો સમય ટકવા દેવાના નહીં. જાનવીએ આઈ.આઈ.એમ.માં પ્રવેશ માટે અરજી કરી, પણ પ્રવેશની પ્રથમ બંને યોદીમાં તેનું નામ નહીં આવતા નિરાશા સાંપડી. આગળ કેમ વધવું એવી ગડમથલમાં લાંબો સમય લાગી ગયો, કારણ મેનેજમેન્ટનો અભ્યાસક્રમ કરવાની એની તીવ્ર ઈચ્છા હતી. તેમાં નિરાશા મળતા અન્ય સંસ્થાઓએ અભ્યાસની તજવીજ કરવી કે બે લાઈન છોડી અન્ય લાઈન અપનાવવી એનો નિર્ણય એ કરી શકતી નહોતી. 

અચાનક તેને આઈ.આઈ.એમ.માં પ્રવેશ મળી ગયાનો પત્ર મળ્યો. અન્ય બે વિદ્યાર્થીઓને અમેરિકામાં પ્રવેશ મળી જતા તેઓ સીટ ખાલી કરી ગયા તેથી જાનવીનો નંબર લાગી ગયો. અણધાર્યા સમાચારથી એ આનંદિત બનવા કરતા હેબતાઈ ગઈ એમ કહેવું પડે. મોડેથી પ્રવેશ કેમ મળ્યો એ જાણવાની એને પરવા નહોતી. જાણવા પણ માગતી નહોતી. આ પત્ર બનાવટ નથી એની ખાતરી થયા બાદ તેણે ફોન પર આ સમાચાર માતા-પિતાને આપ્યા. મિત્રોના ફોન પર ખણખણાવ્યા નિકટના સંબંધીઓને સમાચાર આપી દીધા બાદ પ્રથમ પ્રશ્ર્ન તેના મનમાં આવ્યો તેને હોસ્ટેલમાં હવે જગ્યા મળશે? બાકીના વિદ્યાર્થીઓ ક્યારના ગોઠવાઈ ગયા હશે. તેને સિંગલ રૂમ મળશે કે કોઈની સાથે રહેવું પડશે? કોની સાથે? કયા પ્રાંતની યુવતી સાથે? કે એને હાલ ડોર્મેટરીમાં જ જગ્યા આપવામાં આવશે કે બહાર રહેવાની વ્યવસ્થા કરવી પડશે? તો ક્યાં? અને રોજ આવવા-જવાની સગવડ કેમ થશે? પોતાની સ્ક્રૂટી લેવી કે નાની કાર માટે પિતા પાસે પૈસા માગવા? રોજના એના પેટ્રોલના પૈસાની સગવડ કેમ થશે? આવા અનેક સવાલ એને મૂંઝવતા રહ્યા. એમાં આનંદ ઓગળી ગયો, મન ચિંતાથી ઘેરાઈ ગયું, જે હાથ લાગ્યું તેનો આનંદ રહ્યો નહીં, પણ એને પકડી રાખવા શું કરવું પડશે એની ચિંતા વધારે થઈ.

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment