Thursday, 11 February 2016

[amdavadis4ever] લાઉડમાઉથ - Gujarati (Posted by B D Jesrani)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



માટુંગાના ફાઇવ ગાર્ડન્સનો બાંકડો, રાત અને ગુલઝાર

પિતાના ઘરમાં ગુલઝાર માટે સુવાની જગ્યા નહોતી. આ જ દિવસોમાં ગુલઝારને મોટા-નામી લેખકો-શાયરોને વાંચવાની તક મળી અને ભવિષ્યની જિંદગીનો નકશો તૈયાર થતો ગયો, પણ ઘરમાં એમની હાલત એવા કોઈ સામાન જેવી હતી, જેની કોઈને જરૂર નહોતી. એટલે એ સામાનને ઉઠાવીને બીજી કોઈ જગ્યાએ મૂકી દેવાતો, પછી જ્યારે લાગતું કે અહીં પણ એ નડે છે એટલે ફરી બીજી કોઈ જગ્યાએ ખસેડી દેવાતો. દીના છોડી દીધું હતું. હવે દિલ્હી જ રહેવાનું હતું. એક દિવસ ઘરવાળાઓએ નક્કી કર્યું કે ગુલઝાર હવે મુંબઈ જઈને મોટાભાઈ જસમેરની સાથે રહેશે. પિતાજીએ પોતાની જાયદાદના ભાગલા કરી નાખ્યા હતા. એક હિસ્સો પહેલી પત્નીનાં બાળકોનો, બીજો હિસ્સો ત્રીજી પત્ની અને એનાં બાળકોનો. પિતાજીને એમની બીજી પત્નીના એકમાત્ર સંતાનનો વિચાર સુધ્ધાં આવ્યો નહોતો જે ઘરનો બિનજરૂરી સામાન બની ગયો હતો.
એ દિવસોમાં માટુંગાની ખાલસા કોલેજનો અને ફાઇવ ગાર્ડન્સનો વિસ્તાર દિવસ દરમિયાન પણ એકદમ સૂમસામ રહેતો. રાત્રે તો સાવ જ ભેંકાર. ભાઈની સાથે રહેવાનું ગમતું નહીં એટલે દિવસ આખો નેશનલ કોલેજમાં અથવા ખાલસા કોલેજના દોસ્તારો સાથે વીતતો અને રાત થતાં કોઈ પાર્કની બેન્ચ પર લંબાવીને સૂઈ જતા. એ દિવસોમાં ગુલઝારનું રાતનું ઠેકાણું ફાઇવ ગાર્ડન્સના કોઈ બાંકડા પર રહેતું. એક દિવસ વિચાર આવ્યો કે ખુલ્લામાં સૂઈ જવાને બદલે દાદર સ્ટેશનના ટિકિટ કાઉન્ટર પાસે, જ્યાં બીજા કેટલાય લોકો સૂઈ જાય છે ત્યાં જઈને સૂઈ જઈએ તો કેવું! ગુલઝાર ત્યાં જઈને સૂઈ ગયા. રાત્રે એક પોલીસવાળાએ જોયું કે આ કોઈ નવો માણસ આવ્યો લાગે છે. ઊંઘમાંથી ઉઠાડીને ગુલઝારને ભગાડી દીધા. પછી ગુલઝારને ખબર પડી કે આ જગ્યા પર સૂવા માટે પોલીસવાળાને દર અઠવાડિયે આઠ આનાનો હપ્તો ચૂકવવો પડતો હોય છે.
દિલ્હીમાં પિતાજીનું મૃત્યુ થયું ત્યારે ગુલઝાર બિમલ રાયના સહાયક તરીકે મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવી ચૂક્યા હતા. ગુલઝારના પરિવારે એમને પિતાના મૃત્યુના સમાચાર નહોતા આપ્યા. મોટાભાઈ જસમેર મુંબઈમાં જ હતા. એમને ખબર પડી એટલે એ તરત જ વિમાનમાં દિલ્હી પહોંચી ગયા હતા. દિલ્હીના કોઈ પડોશીએ થોડા દિવસ પછી ગુલઝારને આ સમાચાર આપ્યા. ખબર મળતાં જ ગુલઝાર ટ્રેન પકડીને દિલ્હી જવા રવાના થયા. એ દિવસોમાં સૌથી ફાસ્ટ ટ્રેન ફ્રેન્ટિયર મેલ હતી જે મુંબઈથી દિલ્હી ૨૪ કલાકમાં પહોંચાડતી. દિલ્હીના ઘરે પહોંચ્યા ત્યારે ત્યાં તો બધું જ પૂરું થઈ ચૂક્યું હતું. ગુલઝાર હૃદયમાં એક સન્નાટો લઈને મુંબઈ પાછા આવી ગયા.

"ઇસી દૌરાન સચિનદા ઔર શૈલેન્દ્ર કે આપસી સંબંધ સુધર ગયે ઔર મેરી ભી છુટ્ટી હો ગયી. જહાં સે ચલ કર ગીતકાર બના થાફિર વાપસ ઉસી ગેરેજ કી નૌકરી મેં લૌટના મેરી મજબૂરી થીમૈંને ઇસ હાલાત કો માન લિયા."

 

બાળપણ અને યુવાનીના દિવસોની સ્ટ્રગલ વિશે વાત કરતાં અશોક ભૌતિકના પુસ્તક'ઝીરો લાઇન પર ગુલઝાર' (પ્રકાશક હાર્પર કોલિન્સ)માં ગુલઝાર આગળ કહે છેઃ

 

બિમલરાયના આસિસ્ટન્ટ તરીકેનું કામ શરૂ કર્યા પછી આવક પહેલાં કરતાં સારી થવા માંડી, એટલે ગુલઝાર ત્રણ મિત્રો સાથે અંધેરીના ચાર બંગલા વિસ્તારમાં કૂવર લોજમાં રહેવા આવી ગયા. વિખ્યાત હિન્દી સાહિત્કાર કૃષ્ણચન્દરે એ આખું મકાન ભાડા પર લઈ લીધું હતું. ભોંયતળિયે નોકરોને રહેવા માટે નાની-નાની ખોલીઓ હતી. ગુલઝાર એમાંની એક ખોલીમાં ભાડે રહેવા લાગ્યા. અત્યારે તો એ મકાન ત્યાં રહ્યું નથી. અંધેરીનો ચાર બંગલા વિસ્તાર પણ સાવ બદલાઈને પોશ ઇકાલો થઈ ગયો છે. ૧૯૫૫ની સાલમાં દિવસ દરમિયાન સમુદ્રમાં ભરતી આવતી ત્યારે કૂવર લોજની આસપાસની ઝૂંપડપટ્ટીઓની બસ્તીમાં પાણી ભરાઈ જતું. સમુદ્રના પાણીમાં કાપડ ધોવા માટે કપડામિલોની ટ્રક કાપડની ગાંસડીઓ લાદીને આવી જતી. આસપાસના ધોબીઓ પણ કપડાં ધોવા આવી જતા. ભરતી વખતે ભારે ભીડ થઈ જતી. કૂવર લોજની આસપાસ રહેતા લોકો અને ભરતી વખતે બહારથી આવી જતા લોકો વચ્ચે ઘણી વાર ટકરાવ થઈ જતો. ગુલઝારે આ બેકગ્રાઉન્ડ પર 'હાથ પીલે કરા દો' શીર્ષકથી એક ટૂંકી વાર્તા લખી છે. (કૂવર લોજમાં ગુલઝાર ૯ વર્ષ રહ્યા. આટલા સસ્તામાં આનાથી બીજી કોઈ સારી જગ્યા મુંબઈમાં ક્યાંથી મળવાની હતી. કૂવર લોજના આ લાંબા નિવાસ દરમિયાન ગુલઝારને જિંદગી વિશે ઘણું બધું જાણવા-સમજવા મળ્યું. સમુદ્રની ભરતીનું પાણી કૂવર લોજના એમના કમરામાં પણ ઘૂસી જતું. એવા વખતે કમરામાં પ્રવેશ કરતાં પહેલાં જમીન પર હળવેથી પગ પટકીને જોઈ લેવું પડતું કે કેટલું પાણી ભરાઈ ગયું છે. નવ વર્ષ સુધી તમે એકનું એક કામ એકના એક હેતુથી કરતા રહો તો એ આદત જિંદગીમાં ક્યારેય ન છૂટે. ગુલઝાર કહે છે, "આજ ભી મૈં કિસી કમરે મેં દાખિલ હોતા હૂં તો બસ આદતન હી ફર્શ પર હલ્કે સે પૈર પીટતા હૂં. અબ લોગ નહીં જાન પાતે હૈં કિ કૂવર લોજ આજ ભી મુઝસે કહીં ચિપકા હુઆ હૈ."
બિમલ રાયના સહાયક તરીકે ગુલઝાર કેવી રીતે ગોઠવાયા. માત્ર યોગાનુયોગ હતો એ. મુંબઈમાં કોલેજમાં ભણવા આવ્યા ખરા, પણ ઇન્ટર પાસ કર્યું નહીં. બે વક્તની રોટી કમાવવા જે કામ મળી જાય તે કરતા રહ્યા. એક મોટર ગેરેજમાં એકાઉન્ટન્ટનું કામ મળી ગયું. એ ગેરેજમાં ગાડીઓ પેઇન્ટિંગ માટે પણ આવતી. અકસ્માતમાં ગાડીનો કેટલાક ભાગ દબાઈ ગયો હોય, રંગ ઊખડી ગયો હોય એવી ગાડીઓ પણ આવતી. એ જમાનામાં આજની જેમ તમામ રંગોના શેડ્સ તૈયાર નહોતા મળતા. બે-ત્રણ રંગોની મેળવણી કરીને પરફેક્ટ શેડ બનાવવો પડતો જે ગાડીના મૂળ કલર સાથે બરાબર મેચ થાય અને પેચ દેખાય નહીં. આ કામ ભારે ચીવટ માગી લે. ગેરેજમાં કામ કરતાં કરતાં ગુલઝારની આ કામ પર હથોટી આવી ગઈ. રંગોની આ મેળવણીનો અનુભવ ગુલઝારને ફિલ્મ દિગ્દર્શન વખતે ઘણો કામ લાગ્યો એવું ગુલઝારનું કહેવું છે.
ફિલ્મોમાં કામ કરવું છે એવી કોઈ મહેચ્છા નહોતી. સાહિત્યકાર બનવું હતું. ગેરેજમાં કામ કરવાનું અને ગેરેજમાં જ રહેવાનું ચાલુ હતું. એ ગાળામાં ગુલઝાર નિયમિત વાંચતા-લખતા રહેતા. સાહિત્યની દુનિયામાં જવું હતું એટલે ઇપ્ટા, પીડબ્લ્યૂએ અને પંજાબી સાહિત્યસભા સાથે જોડતા હતા. ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશન (ઇપ્ટા) અને પ્રોગ્રેસિવ રાઇટર્સ એસોસિએશન (પીડબ્લ્યૂએ) સાથે તે વખતના લગભગ તમામ નામી સાહિત્યકારો, કવિઓ, ફિલ્મલેખન અને ફિલ્મીગીતો સાથે સંકળાયેલી હસ્તીઓ પણ જોડાયેલી હતી એ માત્ર યોગાનુયોગ હતો. એ દિવસોમાં ગુલઝારના એક મિત્ર હતા દેબૂ સેન જે બિમલરાયના પરિચિત હતા. બિમલદા એ વખતે 'બન્દિની' ફિલ્મની તૈયાર કરી રહ્યા હતા. ફિલ્મના સંગીત માટે સચિનદેવ બર્મન નક્કી થયા હતા અને ગીતો શૈલેન્દ્ર લખવાના હતા, પણ સચિનદા અને શૈલેન્દ્ર વચ્ચે કોઈ વાતે મનદુઃખ થઈ ગયું હતું એટલે બિમલદા શૈલેન્દ્રની જગ્યાએ બીજા કોઈ ગીતકારની શોધમાં હતા. મિત્ર દેબૂ સેન ગુલઝારને લઈને બિમલરાય પાસે પહોંચી ગયા. બિમલરાયે દેબૂ સેનને બંગાળીમાં પૂછયું, "આ સજ્જન તો સરદાર છે (તે વખતે ગુલઝાર દાઢી-પગડી રાખતા) એને વળી બંગાળની વૈષ્ણવ પરંપરાનાં ગીતો લખતાં શું ખાક આવડશે?" દેબૂએ બિમલદાને વચ્ચે જ રોકીને ધીમેથી કહ્યું, "ગુલઝારને બાંગ્લા આવડે છે!" થોડી વાતચીત થઈ. બિમલરાયને ભરોસો પડયો અને ફિલ્મી દુનિયામાં ગુલઝારનો પ્રવેશ થયો. 'બન્દિની'નાં ગીતો 'મોરા ગોરા અંગ લઈ લે, મોહે શ્યામ રંગ દઈ દે'લોકોને ખૂબ ગમ્યાં. ગુલઝાર કહે છે, "ઇસી દૌરાન સચિનદા ઔર શૈલેન્દ્ર કે આપસી સંબંધ સુધર ગયે ઔર મેરી ભી છુટ્ટી હો ગયી. જહાં સે ચલ કર ગીતકાર બના થા, ફિર વાપસ ઉસી ગેરેજ કી નૌકરી મેં લૌટના મેરી મજબૂરી થી, મૈંને ઇસ હાલાત કો માન લિયા."

"મુંબઈ મેં મુઝે ઇસસે પહલે કિસીને ઇતના પ્યાર સમ્માન નહીં દિયા થા, મેરી આંખોં મેં આંસૂ આ ગયે થે," ગુલઝાર કહે છે.

 

પુસ્તકમાં 'મોરા ગોરા અંગ લઈ લે' ગીતના સર્જનની વિગતવાર વાતો છે અને ગુલઝારે બિમલદા વિશે લખેલો એક લાગણીભીનો લાંબો લેખ પણ છે. દસ વર્ષ પહેલાં ગુલઝાર પોતાના વતન દીનાની મુલાકાત માટે વિશાલ ભારદ્વાજ સાથે પાકિસ્તાન ગયા એનું પણ બયાન છે. એ બધી વાતો સાથે આવતા અઠવાડિયે, સમાપન કરીએ? ઓકે!"

- ગુલઝાર ('પુખરાજ' કાવ્ય સંગ્રહમાંની ત્રિવેણી)

__._,_.___

Posted by: imamdavadi@ymail.com
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (5)
World's Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment