Wednesday, 2 December 2015

[amdavadis4ever] પોતાને જે યો ગ્ય લાગે તે કરવાની હિંમત કેળવવી જોઈએ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



શચી અને જગત વચ્ચે કોઈ જૂનો પ્રેમસંબંધ ન હતો. પરિચય પણ ન હતો. એકાદ વરસ પહેલાં તો શચી અને જગત અન્યોન્યને ઓળખતાં પણ ન હતા. જગતની ઓફિસ જે બિલ્ડિંગમાં હતી, એ બિલ્ડિંગમાં જ ઉપરના ફ્લેટમાં શચી એના પતિ પંકજ સાથે રહેતી હતી. પંકજ અને શચીનું દામ્પત્યજીવન વિખવાદભર્યું હતું. કારણ કે પંકજનો કોઈ એક સ્થાયી ધંધો ન હતો. તે ચતુરાઈથી આવક ઊભી કરતો હતો જે કાયદેસર ન હતી. શચીને આવા ગેરકાયદેસર ધંધા પસંદ ન હતા, એ પતિ સાથે ઘણી વાર ઝઘડતી. એને ઊંડે ઊંડે આશા હતી કે પતિમાં જરૂર ફરક પડશે. એ ગેરકાયદેસર ધંધા છોડી દેશે. પતિ સુધર્યો નહીં, શચી ઘણી વાર પતિ સાથે ઝઘડતી. ઘણી વાર ઝઘડો એટલો ઉગ્ર થઈ જતો કે પંકજ હિંસક બનીને શચીને ઘાંટા પાડતો અને મારતો, પરંતુ શચી એના પતિને છોડીને ક્યાંય જતી નહીં.

સમય જતા શચીએ એક દીકરીને જન્મ આપ્યો. શચીને આશા હતી કે પંકજ હવે તો દીકરીને કુસંસ્કાર ન પડે એટલા માટે સુધરી જશે, પણ પંકજ સુધર્યો નહીં. એ દારૂ પીવા માંડ્યો અને દારૂના ઘેનમાં દિવસો પસાર કરવા માંડ્યો. હવે જો શચી સહેજ પણ વિરોધ કરે તો ભાન ભૂલીને દૈત્યની જેમ એ શચીને મારતો. શચી ચીસો પાડતી, પણ પાડોશીઓ પંકજની વિચિત્ર ટેવો અને સ્વભાવના કારણે વચ્ચે પડતાં નહીં, પરંતુ જગત એક અસહાય સ્ત્રી પરનો આ ત્રાસ જોઈ શક્યો નહીં અને જગત શચીને ત્રાસમાંથી છોડાવતો. 

પાંચ સાત વાર જગતે શચીને છોડાવી, પણ પંકજના સ્વભાવમાં કે વર્તનમાં કોઈ પરિવર્તન આવ્યું નહીં. છેવટે એક વાર જગતે શચીને એના પતિના ત્રાસમાંથી છોડાવી અને ગુસ્સાથી પંકજને પૂછ્યું, શું કામ મિજાજ ગુમાવીને પત્નીને મારો છો? એક મરદને આવું શોભે! પંકજ જોરથી બરાડ્યો, 'હું મરદ નથી, પરંતુ તું'તો મરદ છેને' પંકજ ઝટ ગુસ્સે થઈ જતો. એણે જગતનું અપમાન કરીને કહ્યું, 'તું મરદ છેને! તો લઈ જા આને કાયમ માટે. તું વાંઢો છે આજ સુધી તને કોઈ સ્ત્રી મળી નથી. તો હું તને મારી પત્ની આપું છું' આવું કહીને પંકજે શચીને ધક્કો માર્યો, શચી ઊંધા માથે ભોંય પર પટકાઈ.

જગત ચાળીસ વરસનો થયો પણ હજી કુંવારો હતો. એનાં સગાં એને સમજાવતા હતાં, પણ તે લગ્ન કરતો નહીં. એને કોઈ જંજાળ ગમતી ન હતી, પરંતુ એણે શચીને ઊભી કરી અને પાળી પર બેસાડીને ચાલવા માંડ્યો ત્યાં પંકજે બૂમ મારી, 'આને મૂકીને ક્યાં જાય છે? આને લઈ જા અને સાથે એની દીકરીનેય લઈ જા.'

જગતે પંકજને કોઈ જવાબ આપ્યો નહીં, પણ શચી અને એની દીકરીને પોતાની સાથે લઈને ચાલવા માંડ્યું. 

શચીએ જગતને કહ્યું, 'મને અને મારી દીકરીને સાથે લઈ જાઓ છો એનો અર્થ તમે સમજો છોને! અમને આખી જિંદગી તમારે પાળવા પડશે. દીકરીને ભણાવવી પડશે, પરણાવવી પડશે.

જગતે ગંભીરતાથી કહ્યું, 'હું તમને બેઉને જિંદગીભર રાખીશ. ઘર છોડીને કોઈ દિવસ તમને જવાનું નહીં કહું. 

જગત શચી અને એની દીકરી મોક્ષાને સાથે લઈને ચાલ્યો. પંકજ જોતો રહ્યો અને શચી દીકરીને લઈને જગત સાથે ચાલી નીકળી. જગત શચી અને એની દીકરી મોક્ષાને પોતાના ઘેર લઈ ગયો. પણ જગતની માએ કહ્યું, 'આ તો પંકજની પત્ની છે એને આપણા ઘેર ન રખાય. કાયમ માટે એ તારી સાથે ન રહી શકે. 

'બા, હવે એ કોઈની પત્ની નથી, એ કાયમ માટે મારી સાથે આવી છે, એ અને એની દીકરીની જવાબદારી હવે મારી છે.' જગતે કહ્યું. 

'પરંતુ સમાજ શું કહેશે? પતિ-પત્ની વચ્ચે તો ઝઘડો થાય એમાં પત્નીથી ઘર છોડી દેવાય?'

જગતને ખ્યાલ આવ્યો કે એનાં માબાપ પરંપરામાં માનનાર છે, તેઓ હજીય સામાજિક પ્રથાના ગુલામ છે કે સ્ત્રીએ સહન કરવું જોઈએ. સ્ત્રી ત્યાગ, સહનશીલતા અને ઉદારતાની મૂર્તિ છે. જગતને ખ્યાલ આવ્યો કે એની મા પોતાના વિચાર નહીં છોડે. તેથી જગતે એક નાનો ફ્લેટ લીધો અને શચી તથા એની દીકરીને ત્યાં રાખ્યાં. જગતના માબાપને આ ગમ્યું નહીં, પણ તેઓ દીકરાને અટકાવી શક્યાં નહીં. જગતે શચી સાથે કોર્ટ મેરેજ કર્યા અને પતિ-પત્ની બન્યાં.

જગતને જ્યાં આમંત્રણ હોય ત્યાં શચીને પોતાની સાથે લઈને જતો અને શચીને પોતાની સાથે જ રાખતો. શચીનું પૂરેપૂરું ધ્યાન અને ઈજ્જત સચવાય તેની એ કાળજી લેતો. એ પોતાની કમાણી શચીના હાથમાં મૂકતો અને પૈસાનો હિસાબ કદી માંગતો નહીં. મોક્ષાને એ એક બાપની જેમ સાચવતો, અને લાડ કરતો. મોક્ષા સોળ વરસની થઈ ત્યાં સુધીમાં એ પોતાની જીવનકહાની બરાબર જાણી ચૂકી હતી. એની વર્ષગાંઠના દિવસે એ એકલી પિતાને પ્રણામ કરવા જતી. શચી ઘણી વાર અકળાતી કે જે બાપે પોતાની કોઈ ફરજ બજાવી નથી એના આશીર્વાદ લેવા જવાની શી જરૂર!

ત્યારે જગત કહેતો, એણે મોક્ષાને આ સુંદર જગતમાં આવવાનો માર્ગ બતાવ્યો છે, માટે દીકરીએ ત્યાં જવું જોઈએ. 

જગતની ઉદારતા જોઈને શચી આભી બની જતી. જગત શચીને કહેતો, તું ભૂતકાળ ભૂલી જા. તારા મનમાં દુર્ભાવ ન રાખ. હળવાશ અને પ્રસન્નતાથી જીવ! અને ખરેખર શચીના હૃદયમનમાં પતિ માટે કોઈ કડવાશ નથી. એ કહે છે, 'બધાના નસીબનાં ખેલ છે. આપણે કંઈ યાદ રાખવાનું ન હોય.'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment