Wednesday, 2 December 2015

[amdavadis4ever] સમાજમાં પરિવર્ત ન માટે જાતે જ ક ેમ ન બનીએ દૃષ્ટ ાંત N Raghuraman

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સમાજમાં પરિવર્તન માટે જાતે જ કેમ ન બનીએ દૃષ્ટાંત
સ્ટોરી 1 ગયા અઠવાડીયે પંજાબના ભટિંડાના કેટલાંક ખેડૂતો તીડના હુમલાથી બરબાદ થઇ ગયેલા કપાસના પાક માટે રાહતના ચેકની વહેંચણી કરવા આવેલા મંત્રી વિરુદ્ધ દેખાવો કરી રહ્યાં હતા. તે જ સમયે રાજ્યના અન્ય એક ભાગમાં 25 જેટલા ખેડૂતો બાર્બટન ડેઇઝીના ફૂલો વિશે જાણકારી લેવા માટે કોઇ પૉલીહાઉસની મુલાકાત પર હતા. આ ફૂલોનો સુશોભનમાં વિશેષ ઉપયોગ કરવામાં આવે છે. જે ખેડૂતો વિરોધ પ્રદર્શનથી પોતાનો રોષ પ્રદર્શિત કરી રહ્યાં હતા, તેઓ નકારાત્મક વિચારોવાળા હતા, જ્યારે અન્ય બે ડઝન ખેડૂતો ઉત્સાહિત હતા અને પોતાના ઉત્પાદનને અમૃતસર એરપોર્ટથી સીધું યૂરોપ અને ખાડી દેશોમાં મોકલવાની આશાઓ વિશે વાત કરી રહ્યાં હતાં.

સ્ટોરી 2 તેઓ ઉત્તરપ્રદેશના બિજનૌર જિલ્લાના ઝૂજાઝાલિયાના છે. કામ કરવા માટે તેઓ વિદેશ ગયા હતા. એકવાર જ્યારે તેઓ ગામમાં આવ્યાં તો જોયું કે ત્યાં ઘણી સમસ્યાઓ છે, એટલે આ એન્જિનિયરે જર્મનીના મ્યુનિકની નોકરી છોડી ગામની સમસ્યાઓના નિરાકરણ માટે પંચાયતની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો. આ વ્યક્તિનું નામ છે- તરુણ શક્તાવત. પરિવર્તન લાવવા તેમણે પોતાની 37 લાખની વાર્ષિક આવક વાળી નોકરી છોડી અને હવે તેઓ સરપંચની ચૂંટણી લડી રહ્યાં છે. તેમનું માનવું છે કે ગામના સરપંચો પ્રામાણિકતાથી કામ કરે તો ભારતના ગામ પણ જર્મની અને અન્ય યૂરોપિયન દેશ સાથે સરખામણી કરી શકે છે. તેઓ પોતાના દૃષ્ટાંતથી તે રજૂ કરવા માંગે છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment