Friday, 25 December 2015

[amdavadis4ever] જાપાન-સમજૂતી થી ચીનનાં પે ટમાં કેમ તેલ રેડાયું છે?

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એશિયામાં રાજકીય અને આર્થિક ક્ષેત્રે ઝડપથી સ્થિતિ બદલાઇ રહી છે. સ્થિતિને અનુરૂપ દેશો વચ્ચે નવી ધરીઓ આકાર લઇ રહી છે. જપાનના વડા પ્રધાન શિન્જો અને ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતમાં અત્યંત મહત્ત્વની અને લાંબા ગાળાની સોળ જેટલી સમજૂતીઓ થઇ છે. બંને દેશોના વડાઓએ સફળ મંત્રણાના અંતે પત્રકાર પરિષદ સંબોધી ત્યારે એશિયામાં પલટાતા પવનની દિશા ખૂલતી જણાઇ. નરેન્દ્ર મોદીએ અત્યંત સૂચક રીતે ઘોષણા કરી કે, 'ભારતના આર્થિક સપનાં સાકાર કરવામાં જાપાન કરતાં અન્ય કોઇ મિત્ર દેશને મોટું સ્થાન નહીં હોય.'જાપાનને ભારતના વિકાસ માટેના સૌથી મોટા ભાગીદારનું સ્થાન અપાયું. જાપાને ભારતમાં હાઇસ્પીડ રેલવે સિસ્ટમ માટે ૧૫ અબજ ડોલરની સહાય કરવા સમજૂતી કરી છે. આ પૈકી ૧૨ અબજ ડોલર તો અત્યંત નજીવા વ્યાજે ઓફર કરી છે. જાપાને આ સાથોસાથ સહાયની પુનઃ ચુકવણી માટેની શરતો પણ સાવ હળવી ફૂલ રાખી છે, એટલું જ નહીં, હાઇસ્પીડ રેલવે સિસ્ટમ માટે કેટલાંક સાધનોનું ભારતમાં જ ઉત્પાદન કરવાની પણ જાપાને ખાતરી આપી છે.
આ સમજૂતીના કેટલાક અવળા પડઘા પણ પડતા સાંભળવા મળ્યા છે. ભારત- જાપાન સમજૂતીઓ પૈકી કેટલીક સામે ચીને નારાજગી વ્યક્ત કરવાનું બાકી રાખ્યું નથી. ભારત-અમેરિકા લશ્કરી કવાયતમાં જાપાનને કાયમી રીતે જોડવાની સમજૂતી ચીનને કઠે એ સ્વાભાવિક છે. ભારતે પણ સાઉથ ચાઇના સીમાં 'કોઇ દેશે અન્ય દેશનાં ક્ષેત્રમાં દખલગીરી કરવી ન જોઇએ' તેવી સ્પષ્ટતા કરી હોઇ ચીન છંછેડાયો છે. આ ઉપરાંત પણ હાઇસ્પીડ રેલવે સિસ્ટમમાં ચીન દેખીતી રીતે સ્પર્ધામાં પહેલો હોવા છતાં જાપાને બાજી મારી લેતાં ચીનની પીછેહઠ થઇ છે. ચીન આ કડવો ઘૂંટડો પચાવી શકતો નથી. તેણે પોતે ભારતમાં હાઇસ્પીડ રેલવે નેટવર્ક માટે પોતે હજી પણ તૈયાર હોવાનો ઉલ્લેખ કરી પોતાનો ક્લેઇમ ચાલુ રાખ્યો છે, જોકે જાપાન જેટલા હળવા વ્યાજદરે આટલા લાંબા ગાળાની સહાય ચીન કરી શકે તેમ નથી. ભારત એ સારી રીતે સમજે છે.
આજે સ્થિતિ એ આવીને ઊભી છે કે જાપાનને ચીનની સ્પર્ધામાં ઊતરવું પડયુંું છે. ચીન ઝડપભેર એશિયામાં પોતાની આણ વિસ્તારી રહ્યો છે. યુરેશિયા અને ભારત-પેસિફિકમાં 'વન બેલ્ટ, વન રોડ' (ઓબીઓઆર)ની ચીને આક્રમક પહેલ કરી છે. બીજી તરફ જાપાને 'પાર્ટનરશિપ ફોર કવોલિટી ઇન્ફ્રાસ્ટ્રચર' (પીક્યુઆઇ)ની પહેલ આદરી છે. જાપાનના વડા પ્રધાને તેની સામે પીક્યુઆઇ પહેલ આદરી છે. ચીનની યુરેશિયા ક્ષેત્રમાં રેલવે, રસ્તા અને પાઇલપાઇનના નેટવર્ક તેમજ હિંદ મહાસાગર અને પેસિફિક સમુદ્ર સાથેની મેરિટાઇમ ફેસિલિટીની મહાત્ત્વાકાંક્ષી ઓબીઓઆર પહેલ જેટલી આક્રમક નથી, આમ છતાં જાપાનની 'પીક્યુઆઇ' પહેલ વધુ ભરોંસાપાત્ર જણાય છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment