Friday, 15 April 2016

[amdavadis4ever] એક હતો ચંદુ!

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



એક હતો ચંદુ!

વાત જાણે એમ છે કે!: રાજેન્દ્ર રાવલ

સમયાંતરે ભૂલી જવાની આદત માનવસહજ સ્વભાવ છે. દર પાંચ દસ વર્ષે દેશમાં એક તેજો તર્રાર વ્યક્તિ એની વાક્છટા કે પ્રવૃત્તિને કારણે લોકોમાં ભૂરકી છાંટી જવાના અનેક દાખલા છે. હમણાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીનો કનૈયો એના સૂર રેલાવી રહ્યો છે. પાનના ગલ્લેથી શરૂ કરીને રિક્ષાવાળામહેલાતવાળા અને ગામડાવાળા વાહ! કનૈયાની પળોજણમાં છે. કનૈયાની તેજાબી જબાન હાલ વાઈરલ છેઅલબત્ત ઠેરઠેર કનૈયો છે. લોકોને કનૈયો યાદ રહી ગયો છેપણ જે.એન.યુના પ્રાંગણમાંથી બીજા એવા અનેક કનૈયા પ્રગટયા અને પડદા પાછળ ધકેલાયાની આખી વાત જાણે એવી છે કેજ્યારે વામપંથીઓના ગઢના કાંગરા લગભગ ખરી ચૂકયા હતાજગત આખું આર્થિક ઉદારીકરણનો છાંયડો શોધતું હતુંઆપણું ભારત પણ આ પંગતમાં લપટાયું હતુંએ વખતે તમામ વામપંથી તાકાતો માર્કસવાદના ખાત્માની રાહ જોતા હતા. આ સમયે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં એક યુવાન વિદ્યાર્થીનેતા હતોહાલના કન્હૈયાથી અનેક ગણો તાકાતવર જેનું નામ હતું -ચંદુ. મિત્રોસહાધ્યાયીઓ એને ચંદુ કહીને બોલાવતા. અસલમાં ચંદુનું ખરું નામ 'ચંદ્રશેખરહતું. કોમરેડ ચંદુની મહત્ત્વાકાંક્ષા દબાયેલી સ્થિતિમાં જીવતા લોકોને ખુલ્લું આસમાન બક્ષવાની હતી. જે લોકો ચંદુ વિષે નથી જાણતા કે ભૂલી ગયા છે તેમને એક સવાલ થાય કે આજકાલ ચંદુ કયાં છેએનો જવાબ એ છે કેગરીબો માટે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડતા ચંદુને ખત્મ કરી દેવામાં આવ્યો. જે.એન.યુ.માં હમણાં સર્જાયેલા વિવાદ અને વિદ્યાર્થીનેતા કન્હૈયાની ચર્ચા થતાં અચાનક વિસરાયેલો ચંદુ યાદ આવી ગયોઃ કનૈયાની ધરપકડ થઈ તે પછી કનૈયો આખા દેશમાં મશહૂર થઈ ગયોકનૈયામાં કયાંક કોઈકને નેતાના દર્શન થવા માંડયાં કનૈયાની આલોચના પણ થઈઅર્થાત્ કનૈયો જગજાહેર થઈ ગયો.  
૨૦ મી સપ્ટેમ્બર૧૯૬૪ના રોજ બિહારના શિવાન જિલ્લામાં જન્મેલા ચંદ્રશેખર ઉર્ફે ચંદુ જ્યારે આઠ વર્ષનો હતોત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. ચંદુએ સૈનિકશાળામાં અભ્યાસ કર્યો અને ત્યારથી એને દેશભક્તિનો રસ જાગ્યો. બિહારની ભ્રષ્ટસ્થિતિ અને આપરાધિક રાજનીતિ ચંદુને ડંખતી હતી. ચંદુનો વિદ્યાર્થીનેતા તરીકે ખૂબ ઝડપી વિકાસ થઈ રહ્યો હતો. ૧૯૯૩-૯૪માં ચંદુ જે. એન.યુ ના વિદ્યાર્થી સંઘના ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાયોપછી સતત બે વખત તે જે.એન.યુ નો અધ્યક્ષ થયેલોખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં કચડાયેલા વર્ગનું કામ કરવા ચંદુ તેના માદરે વતન બિહારના શિવાનમાં ગયોજ્યાં સંગીન અપરાધીઓ અને ભ્રષ્ટરાજકારણીઓની મિલીભગત તળે લોકજીવન કણસી રહ્યું હતું.  
ચંદુએ આ સ્થિતિ સામે બ્યુગલ ફૂકયું. બિહારની રાજનીતિમાં અપરાધીકરણભ્રષ્ટાચાર અને દલિતોના શોષણ સામે લડનારો ચહેરો બહાર આવ્યો! ચંદુનુંુ એક સપનુ હતું કે ભારતનો રાજકીય ચહેરો બદલાવો. જેની શરૂઆત બિહારથી એણે કરીબિહારના રાજકીય આગેવાનોના અનેક ગોટાળા સામે ચંદુએ આંગળી ચીંધીલોકો તરફથી તેેને હકારાત્મક પ્રતિભાવ સાંપડવા લાગ્યો. ૩૧ માર્ચે,૧૯૯૭ના રોજ ચંદુએ અપરાધીકરણ વિરુદ્ધ બંધનું એલાન જાહેર કર્યું અને ૨,એપ્રિલ ૧૯૯૭ના રોજ ચંદુ એક જાહેર સભાને સંબોધવાનો હતો. જે.પી.ચોકમાં ચંદુ જાહેરસભા સંબોધવા ઊભો થયો કેતુરંત જ એની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી! ચંદુની હત્યા થઈ. આ વાત આજે પણ કોર્ટ કચેરીઓમાં વલોવાય છે! ચંદુનાં ભાષણો કે ભાવનાઓ વાઈરલ થયાં નહીં! કન્હૈયાની જેમ એની ધરપકડ થઈ નહીંઆલોચના થઈ નહીં સીધો ચંદુ 'ઠારકરાયો.  

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment