Tuesday, 8 December 2015

[amdavadis4ever] વિશ્ર્વસિનેમ ાના આ દિગ્ગજ નો હું ખુલ્લ ા દિલનો ચાહક

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અતુલ ડોડિયા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ગુજરાતી ચિત્રકાર છે. દેશ-વિદેશનાં ટોચનાં લગભગ તમામ કળાધામોમાં એમનાં ચિત્ર પ્રદર્શનો યોજાઈ ચૂક્યાં છે. ૧૯૫૯માં જન્મેલા આ બહુશ્રુત કળાકાર, આંજી દેનારા અભિનિવેશ વગર, ઝીણી આંખે અને ઊંડી સહૃદયતાથી નીજી કળાસાધનામાં મગ્ન રહે છે. એમનાં ચિત્રોએ તો જગતભરના કળા-સમીક્ષકો, કળા-ચાહકો અને કળા-સંગ્રાહકોની ચાહના મેળવી જ છે, પરંતુ તેઓ પોતે આપણા સમર્થ ચિત્રકાર ભૂપેન ખખ્ખરનાં કેટલાક ચિત્રોમાં પાત્ર રૂપે સ્થાન પામ્યા છે. ગુજરાતી ગદ્યમાં પણ ખેડાણ કરવાનું એમને ગમવા માંડ્યું છે અને એમાં પણ સાહિત્યરસિકોને એટલો જ રસ જાગ્યો છે. અતુલ ડોડિયાનાં પત્ની અંજુ ડોડિયા પણ નામવંત ચિત્રકાર છે.

અઢળક કીર્તિ, કેટલાય ઈનામ-અકરામ અને ભારતના ટોચના વર્તમાન ચિત્રકારોમાં સ્થાન છતાં અતુલ ડોડિયાને જમીન સાથે જોડાયેલા રહી જગતને કુતૂહલપૂર્વક જોવાનું અને પડકારરૂપ, વાસ્તવવાદી કળા-પ્રયોગોમાં એને ઢાળવાનું ગમે છે - ફાવે છે.

આવા સર્જક અતુલ ડોડિયાને કોઈને ન મળી શક્યાનો વસવસો હશે ખરો, એવો પ્રશ્ર્ન થતાં એમની સાથે રસપ્રદ સંવાદ થયો. આવો, વાંચીએ-જાણીએ એમના જ શબ્દોમાં:

વિશ્ર્વ સિનેમાના દિગ્ગજ - જાયન્ટ ઑફ ધ ફિલ્મ ઈન્ડસ્ટ્રી - સત્યજિત રાયને મળી શકાયું હોત તો એ જીવનનો વિશિષ્ટ અનુભવ બની રહેતે. હું એમનો ખુલ્લા દિલનો ચાહક છું. એમના ઊંડાણભર્યા અને સંવેદનશીલ કામનો ચાહક છું. જબ્બર ધગશ અને પૂરું ઈન્વોલ્વમેન્ટ હોય તો જ આ કક્ષાનું કામ થઈ શકે. એમને મળવાનું થયું હોત તો વાતચીત, અવાજનો આરોહ અવરોહ, મુખભાવમાંથી પણ ઘણું સમજવા-શીખવા મળ્યું હોત. એમને મળ્યો હોત તો પૂછયું હોત કે આટલા ઓછાં રિસોર્સિસમાં આટલું અદ્ભુત કામ કેવી રીતે કરી શક્યા. એમણે આરંભમાં ફિલ્મો બનાવેલી ત્યારે તો કૅમેરા, સાધનો, લાઈટ વગેરે અનેક મર્યાદા વચ્ચેય એમણે કેવું જબ્બર કામ કરી બતાવ્યું! (કોલકતામાં ત્યારે વીજળી ઘણી વાર જતી રહેતી. ભારે જહેમત અંતે શોટ તૈયાર થયો હોય અને કૅમેરા ઓન થયા પછી અધવચ્ચે વીજળી જતી રહે અને બધું અટકી પડે.)

એમની ફિલ્મો આટલાં વર્ષો પછી અને એકથી વધુ વાર જોઈ હોવા છતાં આજે પણ આપણને કેવા હચમચાવી નાખે છે! ફરી ફરી જોવાનું મન થાય છે. વિષય ગમે તેટલો ઈમોશનલ હોય તેઓ ફિલ્મને સેન્ટિમેન્ટલ બનવા જ ન દે. એમનો ક્ધટ્રોલ ગજબનો. વિષય પરનો, માધ્યમ પરનો, જાત પરનો સર્જક તરીકેનો આ અદ્ભુત અંકુશ મને એમની સૌથી વધુ ગમતી-પ્રભાવિત કરતી વાત છે.

છ ફૂટ ચાર ઈંચની ઊંચાઈ, અદ્ભુત ચહેરો ખૂબ પ્રભાવશાળી પણ સૌમ્ય આંખો, વજનદાર અવાજ, પાછળથી તો વિશ્ર્વમાં અત્યંત આદરભર્યું સ્થાન અને સિનેમાના (હૉલીવૂડ હોય કે બોલિવૂડ) પૂરા ગ્લેમરથી છવાયેલા જગત વચ્ચે રહેવા છતાં એમના વર્તન કે અભિગમમાં એ ગ્લેમર ક્યારેય ન આવ્યું. એમની સાદગી એટલી હતી કે ઘરમાં લેન્ડલાઈન પર ફોન તેઓ પોતે જ ઘણી વાર ઉપાડતા.

૧૩ વર્ષની ઉંમરે મેં એમની પહેલી ફિલ્મ 'નાયક' જોયેલી. બંગાળી તો જરાય આવડતું નહોતું અને સબટાઈટલ્સ હતાં કે નહીં એ પણ યાદ નથી, પણ એ જોતાં કંઈક અદ્ભુત જોયાની લાગણી થયેલી. પછી તો ધીરે ધીરે અપુ-ત્રયી, જલસાઘર, દેવી, પ્રતિદ્વન્દ્વી સહિતની એમની બધી જ ફિલ્મો તક મળતી ગઈ એમ જોવાતી ગઈ. ફિલસૂફીભરી દૃષ્ટિથી માનવીય તત્ત્વની રજૂઆત આપણને સર્વત્ર અડી જાય છે. એકમાત્ર હિન્દી ફિલ્મ 'શતરંજ કે ખિલાડી' અને હિન્દી ટીવી ફિલ્મ 'સદ્ગતિ' પણ માનવીય તત્ત્વની રજૂઆતનાં જ પ્રમાણ છે.

સત્યજિત રાય મૂળે તો ચિત્રકાર હતા. શાંતિનિકેતનમાં ચિત્રકામ ભણવા ગયેલા અને રવીન્દ્રનાથ ટાગોરના અવસાન પછી એ શિક્ષણ અડધું મૂકીને પાછા આવી ગયેલા. પછી ઈલસ્ટ્રેટર (કથાચિત્રકાર) તરીકે બ્રિટિશ કંપનીમાં નોકરી દરમિયાન એમણે કરેલાં આ ઈલસ્ટ્રેશનો પણ એટલાં સુંદર છે કે એમાં પ્યોર પેઈન્ટરનો હાથ તરત જ દેખાઈ આવે અને પ્યોર પેઈન્ટરને પણ કંઈ શીખવાનું મળે.

એમનું વ્યક્તિત્વ કેવું બહુઆયામી હતું! તેઓ પોતાની ફિલ્મ સ્ક્રિપ્ટ (પટકથા) પોતે લખતા, કેમેરા હેન્ડલ કરતા, ફ્રેમ ગોઠવતા, ભારતીય અને પાશ્ર્ચત્ય શાસ્ત્રીય સંગીતમાં કેવી ઊંડી સૂઝ! કેટલીય ફિલ્મોમાં સંગીત એમણે પોતે આપ્યું છે. ફેલુદા કિશોર સાહસકથાના લેખક પણ ખરા, પોતાની ફિલ્મકળા વિષે પણ પુસ્તકો લખ્યાં છે.

દરેક ફિલ્મમાં કંઈ જુદું કરવાની તેઓ કોશિશ કરતા અને એમાં ગજબની સફળતાને વરતા. પિરિયડ (ચોક્કસ સમયની) ફિલ્મ હોય કે સમકાલીન, સ્ત્રીના અસ્તિત્વ વિષયક હોય કે બાળફિલ્મ - વિષયને અનુરૂપ ટ્રીટમેન્ટ આપતાં.

ઊચ્ચ દરજ્જાનું એસ્થેટિક્સ (સૌંદર્યબોધ) એમનો ટ્રેડમાર્ક હતો. દરેક ફ્રેમના કમ્પોઝિશનમાં એ દેખાય છે. અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ પણ કેવું ગજબ! વિગતોમાં બારીક ઝીણવટ આંખે ઊંડીને વળગે એવી. 'શતરંજ કે ખિલાડી'માં મુખ્ય પાત્રો સંજીવકુમાર, સઈદ જાફરી અને અમજદ ખાન જે વિવિધ શાલ ઓઢે છે એ સમયની વાસ્તવિક જ હોય એ માટે અને એ મેળવવા એમણે પોતે અને કોસ્ચ્યુમ ડિઝાઈનરે મહેનત કરેલી. એટલું જ નહીં, રિચર્ડ એટનબરો જે પાત્ર ભજવે છે એ પાત્ર મૂળ કયા પ્રદેશનું, એ પ્રદેશમાં અંગ્રેજી ઉચ્ચારો કેવા થતા એનો અભ્યાસ કરી એમની પાસે એવા જ ઉચ્ચાર કરાવેલા. એમની આગવી રમૂજ વૃત્તિ હતી. 'પથેર પાંચાલી'માં વરસાદનું

પહેલું ટીપું એક પાત્રની ટાલ પર પડે એવું દૃશ્ય હતું.

આટલી ઊંડી સમજણ, આવી સમૃદ્ધ સર્જકતા અને વ્યાપક માનવીય સંવેદનાવાળા સત્યજિત રાય સાચા અર્થમાં રેનેસાંમેન (પુનર્જાગૃતિકાળનો મશાલચી) હતા. વિશ્ર્વ આજે જેમને સાધિકાર મેજર ફિલ્મકર (વિરાટ ફિલ્મસર્જક) માને છે એ સત્યજિત રાય નખશીખ ફિલ્મકાર છે. આપણને ગર્વ થાય એવા સર્જક છે.

વિઝયુઅલ આર્ટિસ્ટ (દૃશ્ય કળાકાર) હોવાથી તમે શું બતાવો છો એ જ સૌથી વધુ મહત્ત્વનું છે. આસપાસના જગતને કેટલી તીવ્રતાથી, કેટલી બારીકાઈથી પામો છો એ દરેક કળાકાર માટે મહત્ત્વનું છે પછી આપણા કામમાં એ નિરીક્ષણનો જરૂર પ્રમાણેના કોણ સાથે ઉપયોગ કેવી રીતે કરાય એ એમની પાસે શીખવા મળ્યું. ચિત્રમાં કે દૃશ્યમાં આકાશ ચોખ્ખું, ઝાંખું કે કાળું હોય તો શું થાય, કેવી ભાવના વ્યક્ત થાય? આ બધું મને અસર કરે છે. ક્ધટ્રોલ કેટલો મહત્ત્વનો છે! કંઈપણ વ્યક્ત કરવામાં કેટલા સટલ (નાજુક) થવું કે કેટલા લાઉડ (મુખર) થવું એ એમના તીવ્ર ક્ધટ્રોલમાંથી શીખવા મળ્યું છે.

સત્યજિત રાયનું અવસાન થયું ત્યારે હું પેરિસમાં હતો. ફ્રેન્ચ અખબારોમાં પહેલા પાને મોટા મથાળાં - તસવીરો સાથે આ દુ:ખદ સમાચાર પ્રગટ થયેલા. અંદર તો પાનાંના પાનાં ભરી લેખો, અંજલિઓ, મૂલ્યાંકનો, તસવીરો જોઈ ગદ્ગદ્ થઈ જવાયેલું. 'માસ્ટર ઈઝ નો મોર' શીર્ષક હજીય યાદ છે.

એવા જ સમર્થ સમકાલીન જાપાની ફિલ્મ સર્જક આકીરા કુરોસાવાએ સત્યજિત રાયને આપેલી અંજલિ જેટલી વિશ્ર્વવિખ્યાત છે એટલી જ એમના સર્જનની કક્ષાની નાંદી પોકારે છે: 'તમે સત્યજિત રાયની ફિલ્મ નથી જોઈ તો તમે સૂર્ય-ચન્દ્રના અસ્તિત્વ વગરનું જીવન જીવ્યા છો.'

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment