Saturday, 5 December 2015

[amdavadis4ever] સફળતા માટે નિર્ધ ારીત પ્ર ક્રિયા અન ુસરવી કેમ જરૂરી છે? N. Raghuraman

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સફળતા માટે નિર્ધારીત પ્રક્રિયા અનુસરવી કેમ જરૂરી છે?
ગત 29 માર્ચની સાંજે એક અજાણી વ્યક્તિએ પૂણેના સિંહગઢ રોડ સ્થિત શિવાઈ સોસાયટીમાં રહેતા 86 વર્ષીય વૃદ્ધાના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો અને સોનાના દાગીના સહિત 1.15 લાખ રૂપિયાની લૂંટ કરી. પેલા વૃદ્ધા હુમલો કરનારને ચહેરેથી તો જાણતા હતા પણ તેમને નામ ખબર નહોતી. બાદમાં પોલીસે અજાણી વ્યક્તિ સામે એફઆઆઇઆર નોંધીને તપાસ શરૂ કરી હતી. આ ઘટનામાં છ મહિના પછી ગત શુક્રવારે સતારાના લોણંદ ગામના વતની એવા 27 વર્ષીય આશિષ મોહન ધાયગુડે નામના યુવકની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી. બીજા જ દિવસે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. ઓળખ છુપાવવા માટે તેનો ચહેરો કાળા કપડાથી ઢાંકવામાં આવ્યો હતો. પુરાવા અધિનિયમ 1872ની કલમ 9 હેઠળ લૂંટ, હત્યા અને હત્યાના પ્રયાસ જેવા ગુનાઓમાં અપરાધીની પૂછપરછ દરમ્યાન ઔપચારિક ઓળખ પરેડ થાય નહીં ત્યાં સુધી ઓળખ છુપાવવામાં આવે છે. 

સ્થાનિક પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ગોરખ કાલેએ ચહેરો ઢાંકેલા આરોપીને બપોરે એક વાગ્યે કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસે જેલમાં ઓળખ પરેડ કરવાની મંજૂરી માગી હતી. કોર્ટની કાર્યવાહી દરમ્યાન આરોપીનો ચહેરો ઢાંકેલો રાખવામાં આવ્યો હતો. રિમાન્ડની સુનાવણી પૂરી થયા બાદ જજે આરોપીને આઠ કિલોમીટર દૂર યરવડા જેલમાં લઈ જવાની મંજૂરી આપી. કોન્સ્ટેબલ કાલે આશિષને લઈને કોર્ટની બહાર આવ્યા અને તેના ચહેરા પરથી કપડું દૂર કરવા જણાવ્યું. જ્યારે બન્ને બહાર આવ્યા ત્યારે ત્યાં પોલીસ વૅન હાજર નહોતી. વૅનની રાહ જોતા કાલેની ધીરજ ખૂટી અને તેણે પોતાની બાઇકની ચાવી આરોપીને આપી અને બાઇક યરવડા જેલ હંકારી જવા જણાવ્યું. કાલે તેની પાછળ બેસી ગયો અને આશિષને બરાબર પકડી રાખ્યો. આ દરમ્યાન આશિષના પિતા મોહન ધાયગુડે સમગ્ર ઘટનાક્રમને ચૂપચાપ દેખી રહ્યા હતા.
આશિષના ચહેરા પરથી કપડું દૂર કરવામાં આવતા જ તેમણે પોતાના મોબાઇલ ફોન વડે કોન્સ્ટેબલની સાથે દિકરાનો ફોટો પાડી લીધો. તથા તેઓ બાઇક પર સવાર થયા એ વીડિયો પણ રેકોર્ડ કરી લીધો. બાદમાં પિતાએ કોર્ટમાં એફીડેવિટ દાખલ કરીને ઓળખ પરેડ પહેલા આરોપીની ઓળખ ઉઘાડી પાડી દેવામાં આવી છેે એવો દાવો કરીને નિયમોનો ભંગ કરવામાં આવ્યો છે એવો આરોપ મૂક્યો. આરોપીના વકીલે પોલીસની કામગીરી કાયદાનો સરેઆમ ભંગ હોવાનો આક્ષેપ કર્યો. તેમણે દલીલ કરી કે મેજીસ્ટ્રેટે પોલીસને ઓળખ પરેડ સંબંધી માગણીના સંદર્ભમાં કસ્ટડી મંજૂર કરી હતી પણ ઓળખ જાહેર કરવાનું પગલું ગેરકાયદે છે  તેનાથી નિષ્પક્ષ કાર્યવાહીના અધિકારનું હનન થયું છે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment