Friday, 4 December 2015

[amdavadis4ever] સંબંધો સા ચવવાની કળા શીખવા એકવ ાર તો સુરત ની એ આહલા દક સાંજ મા ણવી પડે N Raghuraman

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સંબંધો સાચવવાની કળા શીખવા એકવાર તો સુરતની એ આહલાદક સાંજ માણવી પડે

વાત શનિવાર રાતની છે. હું સુરત સ્થિત દિવ્ય ભાસ્કરના કાર્યાલયમાં સંપાદકિય મિત્રો સાથે મિટીંગ પછી બહાર આવી પીપલોદ વિસ્તારના ડુમસ રોડ પરથી પસાર થઇ રહ્યો હતો અને મેં એક એવો નજારો જોયો, જે દેશમાં બીજે ક્યાંય નથી. હૃદયને અનેરી ઠંડક આપે એવા આ દૃશ્યો હતા.

લાંબા અને પહોળા રોડના બન્ને કિનારા પર બેસીને હજારો લોકો જમી રહ્યાં હતા. લોકો બેસીને જમતા હોય એમાં વળી શું નવાઈ એવું લાગતું હોય તો થોડી ધીરજ રાખો. અહીં મેં જે જોયું એ જરા અલગ હતું. લોકો ચટ્ટાઇઓ પર બેઠાં હતા. ઘણા લોકો ઘરેથી લાવેલું ભોજન જમી રહ્યા હતા તો ઘણાને જમવા માટે પાસેના દુકાનદારોએ સવલત કરી આપી હતી. નજીકની લારીઓમાંથી  પરથી પણ ભોજન સામગ્રીઓ પહોંચાડવામાં આવતી હતી.  

તે પહોળો રોડ ઘણી ફૂટપાથમાં વહેંચાયેલો હતો. ફૂટપાથની એક તરફ તમને વાહન દેખાશે મર્ક, ઓડી, બીએમડબલ્યુ જેવી મોંઘીદાટ કારોથી માંડીને સસ્તામાં સસ્તી કાર અને ઘણાં દ્વિચક્રી વાહનો પણ પાર્ક થયેલા જોવા મળતા હતા. ફૂટપાથની બીજી તરફ દુકાનદાર પરાઠા, પાઉં-ભાજી, કોર્ન, સેન્ડવિચ અને ફ્રેન્કીઝ વેચી રહ્યાં હતા. પરિવારના દરેક જૂથમાં ઓછામાં ઓછી ત્રણ પેઢીઓ હતી. કોઇમાં તો ચાર પણ, જ્યાં ભૂલકાંઓ કાં તો પરદાદા-પરદાદીના ખોળામાં સૂઇ રહ્યાં હતાં અને આજુબાજુ ધમાલ-મસ્તી કરી રહ્યાં હતા. કોઈને કશી ઉતાવળ નહોતી અને બધા જ નિરાંતે ભોજનના સ્વાદ સાથે સ્વજનોનો સાથ માણી રહ્યા હતા.  

આ જૂથો વચ્ચે માંડ એક-બે ફૂટનું અંતર હતું. બાળકો રમતા-રમતા કોઇપણ જૂથમાં જઇને તેમની વચ્ચે બેસતા અને જે પણ હોય, તે ખાઇ લેતા. મને જણાવાયું કે ક્યારેક તો કોઇ ડાયમંડ ફર્મનો અદનો વ્યક્તિ પણ બાળકને કંઇક ખાવા માટે આપી દેતો. બે પરિવારો વચ્ચેની આ સદભાવના ઘણાં ધનાઢ્ય પરિવારોના ડાઇનિંગ ટેબલને શરમ અપાવે એવી છે. જ્યાં જમતી વેળા આંખો ટીવીમાં ખૂંપાયેલી હોય છે અને ભાગ્યે જ એ વાત પર ધ્યાન અપાય છે કે બાજુમાં કોઇ બેઠું છે અને કોઇ પીરસી રહ્યું છે.

એ જ શનિવારે મેં એક યુવાન અને ખૂબ જ આકર્ષક કોલેજ વિદ્યાર્થિનીને ત્યાં જોઇ. તેણે એક ટિશ્યુ પેપર કાઢી પોતાની દાદીનું મ્હોં સાફ કર્યું, જેમણે સૂપ જેવું કાંઇક પોતાની સાડી પર અને નીચે ઢોળી દીધું હતું. એક યુવાન સત્વરે દોડીને બીએમડબલ્યુમાંથી ચટ્ટાઇને સાફ કરવા કપડું અને પસ્તીના કાગળ લઇ આવ્યો. આ કોઇ નવી વાત નથી, પરંતુ આ દરમિયાન તે યુવાનોના ચહેરા પર કરુણા, સૌમ્યતા, હાસ્ય અને પ્રસન્નતાના ભાવ હતા.

દાદીના ચહેરા પરથી પોતાના પૌત્ર -પૌત્રી માટે આભાર સ્પષ્ટ વ્યક્ત થઇ રહ્યો હતો - આ એવું વિરલ દૃશ્ય હતું, જેને જોવા માટે શહેરમાં તરસી જાઉં છું, ત્યાં મોટાભાગે ઘરના વડિલોની સેવા-ચાકરી નોકરો કરે છે. તે 45 મિનિટ દરમિયાન ઘણાં બધા લોકોના ન તો ફોન રણક્યાં કે કોઇના એસએમએસ જોવામાં આવ્યો. માત્ર પરસ્પરનો વાર્તાલાપ, જે તેમના કરિયર, નવા બિઝનેસ આઇડિયા અથવા કોઇ મહાન વિચાર વિશે નહોતો.

આ તો પરિવારના સભ્યો, પેઢીઓ અને દિલો વચ્ચે પ્રેમનો નિર્વાહ કરવાની ક્ષણો હતી, જેઓ જાણે છે કે જિંદગીમાં આ લોકો સિવાય કોઇ કામમાં આવવાનું નથી. હું ત્યાંથી આગળ નીકળી ગયો પરંતુ જાતને એ વચન આપીને એક દિવસ હું પણ સુરતના લોકોની જેમ પોતાના કોમ્પ્લેક્ષમાં રહેતા પરિવારને લઇને ફૂટપાથ પર બેસીને ત્યાં મળતાં લોચો અને હાંડવો જેવી ઘણી શાકાહારી વાનગીઓનો સ્વાદ માણીશ.


ફંડા એ છે કે આપણાં કેટલાંક ભારતીય શહેરોની સંસ્કૃતિ આપણને પરિવારના સભ્યો સાથે કેર, શેર અને જોય વહેંચવાનું શિક્ષણ આપી ખૂબ મોટી સેવા કરી રહી છે. જો આપણને એ જાણ હોય કે આપણે પરિવાર સાથે કેવી રીતે વર્તવાનું છે, તો બાકીની દુનિયા સાથે બધું જ સામાન્ય થઇ જશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment