Tuesday, 9 February 2016

[amdavadis4ever] આ વાત તારા અને મ ારા વચ્ચે જ રાખજ ે : ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ઘણી વખત દિલની વાત કિનારા સુધી આવી જાય છેઆપણને લાગે કે હમણાં છલકી જઈશખાલી થઈ જઈશ અને હળવો થઈ જઈશજોકેએવું થઈ શકતું નથીછલકી શકાતું નથીખાલી થઈ શકાતું નથીઅંદર જ ઘણું સૂકવી નાખવું પડે છેખાલી ન થઈ શકાય ત્યારે પણ એક વિચિત્ર પ્રકારનો ખાલીપો અનુભવાતો હોય છેકેટલા બધા લોકો નજીક હોય છે છતાં એક શૂન્યાવકાશ વર્તાતો રહે છેએક માણસ બબડતો હતોહોઠ હલતા હતાપણ શબ્દો બહાર આવતા ન હતાએક વ્યક્તિએ પૂછ્યું કે શું બકે છેતેણે કહ્યુંબકતો નથી,બડબડતો પણ નથીહું વાત કરું છુંમારી જ સાથેકોઈ ઉપર ભરોસો બેસતો નથીએક મિત્ર હતો તેને એક વખત અંગત વાત કરીબીજા દિવસે એ વાત જાહેર હતીમને ત્યારથી વિચાર આવે છે કે એને શું મળી ગયુંમારો વિશ્વાસ તોડીને એણે મને કોઈના ઉપર પણ વિશ્વાસ ન કરી શકું એવો કરી નાખ્યો.ત્યારથી હું મારી જ સાથે વાત કરું છુંએ વાત જુદી છે કે મને તેનાથી સંતોષ નથી થતોમને કોઈ જોઈએ છે પણ કોઈ મળતું નથી.
તમારી પાસે તમારાં સિક્રેટ્સ સાચવી શકે એવો દોસ્ત કે સ્વજન છેજો હોય તો તમે નસીબદાર છોબધા પાસે એવા લોકો હોતા નથીજેને દિલની વાત કરી શકાયબે મિત્રો વર્ષો પછી ભેગા થયાબંનેનાં લગ્ન થઈ ગયાં હતાંએક મિત્રને ડર લાગ્યો કે જો આ વ્યક્તિ મારાં સિક્રેટ્સ જાહેર કરી દેશે તો મારે પત્નીને સમજાવવી આકરી થઈ પડશેવાતો થાય ત્યારે તેને સતત એ જ ટેન્શન રહેતું હતું કેઆ ક્યાંક કોઈ એવી વાત ન કરી દે જેનાથી મુશ્કેલી ઊભી થાયબંનેની પત્ની દૂર હતી ત્યારે બીજા મિત્રએ કહ્યું કેદોસ્ત તું કંઈ ચિંતા ન કરહું કોઈ એવી વાત નથી કરવાનો જેનાથી તારી લાઇફમાં પ્રોબ્લેમ થાયતેં મારા પર ભરોસો રાખીને મને અમુક વાતો કહી હતીએ બધી વાતો મને યાદ છે અને સાથોસાથ તારા એ શબ્દો પણ યાદ છે કે આ વાત તારા અને મારા વચ્ચે જ રાખજેભલે વર્ષો વીતી ગયાંપણ હજુ એ વાત તારા અને મારા વચ્ચે જ છે અને એમ જ રહેશે.
દરેક વ્યક્તિનો અેક પાસ્ટ હોય છેભૂતકાળ ભુલાતો નથીભૂતકાળ ભૂંસાતો નથીભૂતકાળ મરતો નથીએ ક્યાંક ને ક્યાંક જીવતો હોય છેઘણું બધું અંગત હોય એ અંગત જ રહે એ વાજવી છેઘણાં સાક્ષીઓ તાજના સાક્ષી બની જતા હોય છેઘણાં સાથીઓ સ્વાર્થ મુજબ સાથ બદલતા હોય છેઘણાં એવા પણ હોય છે જે ગમે તેવી પરિસ્થિતિમાં પણ સિક્રેટ્સને રિવિલ કરતા નથી.બે મિત્રો વચ્ચે ઝઘડો થયોએક મિત્રએ બીજા પર આક્ષેપ કર્યો કે તું મારા પર એટલા માટે દાદાગીરી કરે છેકારણ કે તને મારાં સિક્રેટ્સ ખબર છેઆ વાત સાંભળીને બીજા મિત્રએ કહ્યું કેબસ મને આખરે તેં એવો જ ધાર્યોનેઅરેહજુ તો તારી સાથે ઝઘડો થયો છેકદાચ દુશ્મની થઈ જશેને તો પણ હું તારાં સિક્રેટ્સનો ઉપયોગ નહીં કરુંએટલા માટે કે તેં જ્યારે એ વાતો કરી હતી ત્યારે તું મારો અંગત મિત્ર હતો અને મારા સિવાય તેં એ વાત કરવા માટે બીજા કોઈને પસંદ કર્યો ન હતો.
એક પતિ-પત્નીની આ વાત છેપતિએ પત્નીથી છુપાવીને તેના મિત્રને રૂપિયા ઉછીના આપ્યા હતાઆ વાત કોઈક રીતે પત્નીને ખબર પડી ગઈતેણે પતિને કહ્યું કે તેં આ વાત મારાથી છુપાવીતને આવું કરતાં કંઈ ન થયુંમારા કરતાં તારા માટે તારો મિત્ર મહત્ત્વનો થઈ ગયોપતિએ કહ્યું કેના એવું નથી.મારા માટે સૌથી વધુ મહત્ત્વની તું જ છેહું જ્યારે મિત્રને રૂપિયા આપવાની વાત કરું છું ત્યારે તું ચોખ્ખી ના પાડી દે છેએ રૂપિયા પાછા નહીં આવેતું બધા પર ખોટો ભરોસો કરે છેએ મારો મિત્ર છેમને અગાઉ અનેક વખત ઉપયોગી થયો છેઆજે તેને જરૂર છેઅરેરૂપિયા પાછા ન આપે તો પણ મને કંઈ વાંધો નથી.તું દરેક વાત તારી રીતે વિચારીને મને રોકતી રહે છેહું તારાથી છુપાવું નહીં તો શું કરુંતને કહ્યું હોત તો તું આપવા દેત ખરીઆખી વાત પતી ગયા પછી પત્નીએ પતિને સોરી કહ્યુંહામારે આવું કરવું જોઈતું ન હતુંમારે તારી લાગણી સમજવી જોઈતી હતીતું મને તારા દિલની બધી વાત કરજેહું ધ્યાન રાખીશ કે ફરીથી આવું ન થાયઅલબત્તઆવું બહુ ઓછા કિસ્સામાં થાય છે.મોટા ભાગે આવી વાતોનું પરિણામ ઝઘડાથી જ આવે છેશંકા કંઈ એમ ને એમ નથી સર્જાતીધીમે ધીમે ગાંઠ મોટી થતી જાય છેઘણી વખત એ ગાંઠ એટલી મોટી થઈ જાય છે કે પછી ક્યારેય એ ઉકેલાતી જ નથીપહેલી ગાંઠ વળે ત્યારે રોકી લેજો નહીંતર ગાંઠ પર ગાંઠ વળતી જ જશે!
હવે એક બીજી વાતતમારી પાસે કોઈનાં સિક્રેટ્સ છેહશે જતો એટલી કાળજી રાખજો કે એના વિશ્વાસ પર કાતર ન ફરી જાયદરેકની એક અંગત વ્યક્તિ હોય છેદરેક વ્યક્તિ પોતાની અંગત વ્યક્તિને વાતો કરતી રહે તો પણ સિક્રેટ ખાનગી રહેતું નથીઅમુક વાતો દિલમાં જ સાચવી રાખવાની હોય છે.અમુક વાતો જાહેર થઈ જાય તો કોઈ મોટું નુકસાન થતું નથીવાત જાહેર કરી દેનાર મિત્રને એક વખત તેના મિત્રએ કહ્યું કેતેં કોઈને કહી દીધું તેનાથી મારા પર આભ ફાટી પડ્યું નથીદુ:ખ એ વાતનું નથી કે મારી વાત જાહેર થઈ ગઈ,દુ:ખ એ વાતનું છે કે મારો તારા પરનો ભરોસો ખોટો નીકળ્યોસિક્રેટ્સની સાથે વિશ્વાસ ચીપકેલો હોય છેવિશ્વાસભરોસાેખાતરીવચન અને વફાદારી એક વખત તૂટે પછી સંધાતાં નથીસંબંધમાં વાંધા હશે તો ચાલશેપણ સાંધા ન હોવા જોઈએ.

--

 


Blog : www.krishnkantunadkat.blogspot.com

__._,_.___

Posted by: krishnkant unadkat <krishnkantu@yahoo.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment