Monday, 1 February 2016

[amdavadis4ever] હૃદયની મીઠાશને બહાર વહેવડાવો

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



અંજલિનો જન્મ અને ઉછેર પરંપરાગત કુટુંબમાં થયો હતો. એ રોજ સવારે સૂર્યોદય પહેલાં ઊઠી જતી. નહાઇ ધોઇને પૂજાપાઠ કરતી હતી અને પછી રસોડામાં કામ કરતી અને ઇશ્ર્વરની સ્તુતિ કરતા શ્ર્લોકો બોલતી. એના કામમાં એ નિયમિત હતી. ભગવાનની સ્તુતિ કરતી વખતે એ બીજી વાતો કરતી નહીં.

અવકાશના સમયમાં પણ અંજલિ સાત્વિક, આધ્યાત્મિક સાહિત્યનું વાંચન કરતી. એને પોતાની જીવનશૈલીનું અભિમાન હતું.

એક દિવસ અંજલિ એના પતિને કહે, 'આપણી બાજુમાં રહેતાં સદ્ગુણાબા આ ઉંમરેય ભગવાનનું નામ નિયમિત લેતા નથી. એ સમજતા નથી કે આપણને માણસનો અવતાર મળ્યો છે ત્યારે ભગવાનનું નામ લઇશું તો આવતા ભવે માણસનો અવતાર મળશે. 

અંજલિનો પતિ અમિત એને કંઇ જવાબ નથી આપતો. અમિતને કોઇની નિંદા કરવી ગમતી નહીં. અંજલિ પૂછે કેમ તું કાંઇ બોલતો નથી?

અમિત કહે મને અભિમાન કરવું કે નિંદા કરવી ગમતી નથી. આપણે એના મનની વાત જાણતા નથી તો એમની ટીકા કેવી રીતે કરાય?

'કેમ તું જુએ તો છે જ કે એ રોજ સવારે કેટલા મોડા ઊઠે છે, એ કદી પૂજાપાઠ કરતાં નથી.

'મારી દૃષ્ટિએ તો તમે બેઉ સરખાં જ છો.' અમિતે કહ્યું, 'કઇ રીતે?' અંજલિએ પૂછયું.

'તારી આ કવી જીભ તને પરિગ્રહી બનાવે છે. 

'હું તો મને જે સાચું લાગે એ કહું જ. મારાથી જે નજરે જોઉં તે ન જોયું નથી થતું.' અંજલિ બોલી.

'અંજલિ, હું માનં છું કે બધાનાં હૃદયમાં પ્રેમનું ઝરણું વહેતું જ હોય છે. તું જો બીજાની સાથે પ્રેમથી વર્તતી હોય તો ધન સંપત્તિથી કરેલું દાન વ્યર્થ છે. કોઇ પણ વાતની આપણને કઇ ખબર નથી તો તું થોડુંક સારું ન જોઇ શકે? અંજલિ, પરિગ્રહ માત્ર વસ્તુનો જ હોય છે એવું નથી શબ્દોમાંય પરિગ્રહ થાય છે. તું મધુર, સુંદર, મીઠા શબ્દોનું બીજાના સદ્ગુણ માટે ન વાપરી શકે? અપરિગ્રહ એટલે છોડી દેવું, દાન કરવું, તું તારા હૃદયમાં મધુરતા, સુંદરતા કેમ ભરી રાખે છે? તું થોડાક પૈસાનું દાન કરીને એને અપરિગ્રહ કહે છે. હૃદયમાં મધુર શબ્દોનો ખજાનો છે એમાંથી તું એકે શબ્દ કેમ વાપરતી નથી? અંદરની વાત તું જાણતી નથી તેમ છતાં તું જાણતી હોય તેમ અભિપ્રાય આપી દે છે.'

'અંજલિ, તું બીજાના માટે મધુર શબ્દો જ વાપર.' અમિતે કહ્યું.

'હૃદયમાં મધુરતા છે, તોય તું વાપરતી કેમ નથી?'

પરંતુ એમ કરવામાં હું જૂઠું બોલતી જ દેખા, આમાં તો હું ભોટ કહેવાઉ. મારે ભોટ નથી દેખાવું અંજલિ બોલી.

અમિત બોલ્યો, 'અંજલિ, શીલ, પ્રેમ આદિનો તું કેમ પરિગ્રહ કરવાનું વિચારે છે? તું કોઇને પ્રેમથી બોલાવી શકતી હોય એ ઇશ્ર્વરની આરાધના જ છે. સદ્ગુણોની આરાધના, માટે તો આપણને જીવન મળ્યું છે. આધ્યાત્મિક માર્ગે ચાલવા તું પ્રયત્ન કરે તે તારી સંપત્તિના દાન કરતાં ય વધારે છે. પૈસાનો ઉપયોગ જરૂરતવાળા એવા કામમાં કરે.

પણ તું જો તારા સંસ્કારનો ઉપયોગ કરે તો એ ઈચ્છનીય છે. તારા જીવનનો ઉપયોગ બીજાને પ્રેમને મારગે વાળે તેથી એ માણસ પ્રગતિ સાધી શકે.

માબાપ અને શિક્ષકને કહેવામાં આવે છે કે બાળકને પ્રેમથી કેળવો.

અંજલિ પ્રેમ, મધુર શબ્દો તો સંજીવની છે, અમૃત છે. તું એ બીજા સાથે પ્રેમથી વરતે અને કોઇની ટીકા ન કરે તો એ આધ્યાત્મિક માર્ગ છે.

અને પ્રભુની આરાધના માત્ર થોડા કલાકો પૂરતી જ કેમ! આખી જિંદગી પ્રભુની આરાધના કર્યા કરે. ઇશ્ર્વરે આપણા હૃદયમાં અખૂટ પ્રેમ આપ્યો છે પણ તું કંજૂસ, પરિગ્રહી કેમ બને છે?

અપરિગ્રહી તો કાયમ પ્રેમના પંથે જ જતો હોય.

તું કંજૂસ ન બન કે અભિમાની ન બન. તારું અજ્ઞાન છોડ અને તું સાચા પંથે વળ તો તારું જીવન સાર્થક બનશે.

અને બીજાને કહે કે ઇશ્ર્વરે આપેલી મીઠાશનો ઉપયોગ કરો અને બીજાનું જીવન પણ મધુર સુંદર બનાવો. પ્રભુ તમારા પર ખુશ થશે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment