Monday, 15 February 2016

[amdavadis4ever] સંયમ શૂરાન ો માર્ગ...

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



સંયમ... દીક્ષા... ચારિત્ર ધર્મ... એ શૂરાનો માર્ગ છે, કાયરોનો નહીં. આ માર્ગમાં આત્મા સાથે... અવગુણો રૂપી આંતરિક શત્રુઓ સાથે યુદ્ધ કરવાનું હોય છે. 

આ માર્ગેે આવવાનું એને જ મન થાય જેના મનમાં જિજ્ઞાસા ઊઠે કે, હું કોેણ છું? હું અહીંયા શા માટે છું? આ પહેલાં હું ક્યાં હતો? મૃત્યુ પછી હું ક્યાં હોઈશ?

આ માર્ગે આવવાનું એને જ મન થાય જેને આત્મકલ્યાણનો ભાવ જાગે છે અને મોક્ષનું લક્ષ હોય છે. 

સંયમ એ શૂરાનો માર્ગ છે..સંયમ એ શ્રેષ્ઠનો માર્ગ છે! 

સંયમનો માર્ગ ભલે હોય કઠિન પણ છે કલ્યાણકારી!!

ચક્રવર્તી સમ્રાટ પાસે પૂરા વિશ્ર્વ સમક્ષ લડવાની ક્ષમતા છે પણ સંસારનો ત્યાગ કરી સંયમ સ્વીકારવાનું સામર્થ્ય નથી. 

જેના અંદરમાં આત્માને પરમાત્મા બનાવવાના ભાવ થાય છે તે જ આત્મ સંગ્રામે સેનાની બનીને આત્મા સાથે યુદ્ધ કરવા, કર્મોે અને કષાયોને 

જીતવા સંયમનો સ્વીકાર કરે છે અને આત્મ વિજયી બને છે. 

યુદ્ધના મેદાનમાં કદાચ શત્રુઓને હરાવવા હજુ પણ સહેલાં છે પણ અનાદિ અનંતકાળથી આત્મા પર આક્રમણ કરી રહેલાં આંતરિક શત્રુઓ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, ઇર્ષ્યા આદિને જીતવા અતિ અતિ કઠિન છે. પણ જે એક વાર આત્મવિજ્ય ને પ્રાપ્ત કરે છે તે સર્વસ્વ પ્રાપ્ત કરે છે. આત્મવિજયને પ્રાપ્ત કરવાનો માર્ગ છે સદ્ગુરુના શરણે સંયમનો સ્વીકાર કરવો.

માટે જ,

જ્યારે એક આત્માને આત્મ કલ્યાણના ભાવ જાગે છે ત્યારે તે પ્રથમ સદ્ગુરુનું સાંનિધ્ય સ્વીકારે છે અને ગુરુની આજ્ઞાનું પાલન કરતાં કરતાં આત્માની સમજ પ્રાપ્ત કરી આત્માનું રિયલાઈઝેશન કરે છે, ત્યારે તેને સત્ય સમજાય છે અને ભ્રમ તૂટે છે.

જેને સત્ય સમજાય છે અને જેનો ભ્રમ તૂટે છે તેને સંસારનો ત્યાગ કરવો નથી પડતો થઇ જાય છે.

ભગવાન મહાવીર-રાજકુમાર વર્ધમાન રૂપે રાજમહેલના સર્વ સુખો વચ્ચે પણ સુખી નથી અને નિર્વસ્ત્ર અવસ્થામાં એકલા અને એકાંત જંગલમાં પણ દુ:ખી નથી, કેમ? કેમકે, એમને સત્ય સમજાય ગયું છે, ભ્રમ તૂટી ગયો છે અને ભવના અંતને જોઈ લીધો છે. 

જે ભવનો અંત જુએ છે તે જ ભગવંતતાના માર્ગેે આવી શકે છે. 

કોઈ છોડાવે અને મને છોડવું પડે તેને કહેવાય લાચારી. 

હું સામે ચાલીને છોડી દઉં, તેને કહેવાય ખુમારી! 

મોત જેને છોડાવે તેવા મોહને હું મોત પહેલાં છોડી દઉં એનું નામ છે દીક્ષા!

દીક્ષા લીધા પછી ન મોહ, ન રાગ, ન લાગણી, ન સ્નેહ, ન સંબંધ!!

જે દિવસે સંબંધોની સ્મશાન યાત્રા નીકળે, તે દિવસ દીક્ષાનો દિવસ!!

દીક્ષા એટલે મોહનું મૃત્યુ, ઈચ્છાઓનું મૃત્યુ, માન્યતાઓનું મૃત્યુ! 

દીક્ષા એટલે જીવતા મરી જવું અને જીવતા મરી જવું શીખવાડાય એ ગુરુના શરણ હોય છે.

જૈન ધર્મ પ્રરૂપતિ દીક્ષા કોણ લઈ શકે?

જેમણે આખું વર્ષ અભ્યાસ ર્ક્યોે હોય, સ્કૂલ એટેન્ડ કરી હોય, એ જ એકઝામમાં પેપર્સ લખી શકે અને પાસ પણ થઈ શકે. તેમ જેમણે જન્મો જન્મ સાધના-આરાધના કરી હોય, દીક્ષાના ભાવને દૃઢ ક્યાર્ર્ં હોય એ જ આ વિષમ કાળમાં દીક્ષાની એકઝામ આપી શકે. જેમણે જન્મો જન્મ પ્રભુ પાસે જવાનો પ્રયત્ન ર્ર્ક્યોેેં હોય, પ્રભુના ચરણ સેવ્યા હોય, સત્પુરુષના શરણ અને સાંનિધ્યમાં રહેવાનો પ્રયત્ન ર્ર્ક્યોેેં હોય એને જ આ કાળમાં દીક્ષા લેવાનું મન થાય!!

દીક્ષા એટલે દુ:ખની આમંત્રણ પત્રિકા!

દુ:ખ જેને સુખ લાગે તે જ દીક્ષા લઈ શકે છે.

પ્રતિકૂળતા જેને પ્રિય લાગે તે જ દીક્ષાને પાત્ર હોય છે. 

સર્વ સુખની વચ્ચે પણ જેને કંઇક ખૂટતું લાગે તે જ ખૂટતાંની ખોજ માટે નીકળે... ખૂટતાંની ખોજ માટે સર્વ સંગનો પરિત્યાગ કરવો એ છે દીક્ષા!

કાળને જીતવું એનું નામ છે દીક્ષા!!

આજે જે બાળક છે તે કાલે વૃદ્ધ થવાનો છે,

આજે જે સુંદર ઈમારત છે તે કાલે ર્જીણ 

થવાની છે.

કાલે જે ર્જીણ થવાનું છે તેને આજે શણગારવામાં, સાચવવામાં જ વર્ષોેના વર્ષોે વ્યતીત કરીએ છીએ..

આજથી મારે કાળને જીતવો છે, એ સંકલ્પ સંયમનું પરિબળ છે.

ભગવાન મહાવીરે કાળ ઉપર વિજય પ્રાપ્ત ર્ક્યોે અને કામવિજેતા બની સિદ્ધત્વને પ્રાપ્ત કરી ગયા.

આજે મહાવીર જ્યાં છે ત્યાં તેમને કોઈ કાળ અસર કરી શકે તેમ નથી. 

જ્યાં કાળનો પ્રભાવ હોય ત્યાં સંસાર હોય.

જ્યાં કાળનો પ્રભાવ ન હોય ત્યાં મોક્ષ હોય! 

એક માત્ર સિધ્ધક્ષેત્ર જ એવું સ્થાન છે જ્યાં કાળની કોઈ અસર નથી.

જેને કાળ ઉપર વિજય મેળવવો હોય એ જ દીક્ષાના માર્ગેે આવી શકે.

જેને કંઈક ખૂટતું હોય, એવું ફીલ થાય એ જ સંયમના માર્ગેે આવી શકે.

સંબંધો, સ્નેહ, સ્વાદ, શરીર અને સ્થિતિઓ, એ કાળનો પ્રભાવ છે અને એ બધાંનો ત્યાગ કરવો એ સંયમનો માર્ગ છે, એ દીક્ષાની રાહ છે અને એ માર્ગને અપનાવનારા સાધુ- સાધ્વીજી કહેવાય છે.

દીક્ષા ક્યારેય મોક્ષના સુખ માટે ન હોય. 

ધર્મ થકી સુખની પ્રાપ્તિ એને પરમાત્માએ મિથ્યાત્ત્વ કહ્યું છે.

મોક્ષની પ્રાપ્તિ માટે સંયમની સાધના એ 

સ્વાર્થ છે.

સુખનો વિચાર, સુખ પ્રાપ્તિનો દરેક પ્રયત્ન 

એ સ્વાર્થ છે. ધર્મ થકી સ્વાર્થને પોષવો એ મહા અધર્મ છે.

મને મોક્ષ એ માટે જોઈએ છીએ. કેમકે, ત્યાં નિષ્પાપતા છે. ત્યાં શરીર નથી એટલે હિંસા નથી, હિંસા નથી એટલે પાપ નથી. 

આ સત્યનો અનુભવ કરવો એ છે દીક્ષા!!

જૈન ધર્મની આ દીક્ષાને મહાભિનિષ્ક્રમણ પણ કહેવાય છે. મહાભિનિષ્ક્રમણ એટલે જ્યાંથી એકવાર નીકળ્યાં પછી ક્યારેય પાછા ન ફરવું. એકવાર સંસારનો ત્યાગ ર્ક્યોે, તે ત્યાગ આજીવન માટે 

હોય છે. 

સંયમ લેવો, સંયમ લેવડાવવો અને સંયમના માર્ગ પર જે આગળ વધી રહ્યાં છે એમની અનુમોદના કરવી એ ત્રણે પ્રશસ્ત માર્ગ છે.

દીક્ષા લેનારને દીક્ષાદાતા ગુરુ પ્રતિજ્ઞા કરાવે છે કે આજથી હું આત્માને અહિતકારી હોય એવા કોઈ કાર્ય કરીશ નહીં, કરાવીશ નહીં અને કરનારની અનુમોદના કરીશ નહીં. 

દીક્ષા લેનારને અહિંસા, અસત્ય, અશૌર્ય, બ્ર્ાહ્મચર્ય અને પરિગ્રહ એમ પાંચ મહાવ્રતોનું આજીવન પાલન કરવાનું હોય છે.

સંસારનો ત્યાગ કરનાર વ્યક્તિ રંગીન વસ્ત્રો, સ્નાન, મોલ, મુવી, મલ્ટિપ્લેકસ આદિનો આજીવન ત્યાગ કરે છે. સંસારના સંબંધો, પરિવાર, મિત્રો, લાગણી, મમત્ત્વનો ત્યાગ કરે છે.

દીક્ષા ગ્રહણ કરી જૈન સાધુ-સાધ્વીનું સ્થાન પ્રાપ્ત કરનાર વર્ષમાં એક કે બે વાર મસ્તકના વાળને ચૂંટીને કાઢે છે જેને 'લોચ' કહેવાય છે. જૈન ધર્મની આ કઠિનમાં કઠિન સાધના છે જેના દ્વારા દેહ અને આત્માની ભિન્નતાની અનુભૂતિ થાય છે.

જૈન સાધુ-સાધ્વી, પોતાનું શરીર, જે એમની સાધનાનું માધ્યમ છે તેને ટકાવવા માટે ઘરે ઘરે જઈને ભિક્ષા માંગી જે મળે તે વ્હોરાવીને લાવે છે જેને ગૌચરી કહે છે.

જૈન સાધુત્વ સ્વીકારનાર સાધ્વી ક્યારેય પુરુષનો અને સાધુ ક્યારેય સ્ત્રીનો સ્પર્શ ન કરે. સૂર્યાસ્ત પછી અને સૂર્યોેદય પહેલાં અન્ન કે પાણી વાપરે નહીં, અનિવાર્ય સંજોગો સિવાય વાહનનો ઉપયોગ કરે નહીં. એક ગામથી બીજે ગામ પગે ચાલીને જાય જેને 'પા વિહાર' કહેવાય છે. 

આમ જૈન ધર્મની દીક્ષા એ મોક્ષનો પ્રશસ્ત માર્ગ છે. ત્યાગનો માર્ગ છે અને એ ત્યાગ પ્રત્યે જૈન-અજૈન સર્વને આદર અને અહોભાવ હોય છે. 

ત્યાગ ધર્મ રૂપ દીક્ષા અંગિકાર ઈચ્છુક ભાવિક. જ્યારે માતા-પિતાની આજ્ઞા લઈ ગુરુ શરણે આત્મ અર્પણ કરે છે ત્યારે જાહેરમાં સંપ્રદાય, જૈન સંઘો અને ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં 'આજ્ઞા અર્પણ' વિધિ થાય છે. જેમાં માતા-પિતા, ઉપકારી પ્રેરણાદાતા ગુરુ ભગવંતનાં ચરણોમાં આજ્ઞા પત્ર સાથે પોતાના વ્હાલસોયા સંતાનને અર્પણ કરી, ધન્ય બને છે. 

તે દિવસથી તે આત્મા સાધક અથવા મુમુક્ષુમાંથી 'દીક્ષાર્થી' કહેવાય છે. સૌની દષ્ટિમાં એમનું સવિશેષ સ્થાન થઈ જાય છે. એમાં પણ જ્યારે આ કાળમાં યુવા, સુખી, સંપન્ન અને ડૉક્ટર, એન્જિનીયર કે સી. એ એડવોકેટ થયેલા શિક્ષિતો દીક્ષિત થાય છે ત્યારે તેમના પ્રત્યેનો અહોભાવ પૂજનીય, વંદનીય થઈ જાય છે. ભાવિકો, ગામે ગામના અને દેશ-વિદેશના સંઘો તથા દિલ્હી પાર્લામેન્ટમાં પણ એમની ત્યાગ ભાવનાના સન્માન થાય છે. 

સંસારનો સંપૂર્ણ ત્યાગ કરનાર દીક્ષાર્થીઓનો દીક્ષા મહોત્સવ પણ ભવ્યતા અને દિવ્યતાથી ચતુર્વિધ સંઘ અને સમાજની ઉપસ્થિતિમાં ઉજવાય છે જે અન્ય અનેક માટે પ્રેરણા બની જાય છે, અજ્ઞાનીઓ અને નાસ્તિક માટે ધર્મમાં પ્રવેશ કરવા માટેનું માધ્યમ બની જાય છે. 

આઠ-આઠ દિવસ ચાલતાં મહોત્સવમાં આધ્યાત્મિક અનુષ્ઠાનો ઉત્સવ રૂપે ઉજવાય છે જેના દ્વારા ધર્મ પ્રત્યે શ્રદ્ધા, પ્રેમ, ભાવ અને ભક્તિ જાગૃત થાય છે. દરેક અનુષ્ઠાનો પાછળ સત્ય અને તથ્ય રહેલું હોય છે. 

દીક્ષા મહોત્સવનો પ્રારંભ આમંત્રણ આલેખનથી થાય છે અને ભક્તિ ભાવ અને આત્મિયતાના અક્ષરે આલેખાયેલી આમંત્રણ પત્રિકા સર્વ સંઘો, ધર્મ ગુરુઓ, રાજનેતાઓ, અગ્રણીઓ, મહાનુભાવો શ્રેષ્ઠીવર્યોે, ઉદ્યોગપતિઓ આદિને મોકલવામાં આવે છે અને સર્વ ભક્તિભાવે પધારે છે. કેમકે, લગ્નના પ્રસંગો તો દરેક ઘરમાં આવતાં જ હોય પણ દીક્ષાનો પ્રસંગ તો વર્ષોેનાં વર્ષોે પછી કોઈકના ઘરે જ આવતો હોય!! અને જેના સદ્ભાગ્ય ખીલ્યા હોય એ જ આવા આત્મ કલ્યાણના અવસરને માણવા ઉપસ્થિત રહી શકે.

__._,_.___

Posted by: Bhupendra Jesrani <jesranibd@yahoo.co.in>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)
World&#39;s Best forwarded emails...

Spread a word to join amdavadis4ever-subscribe@yahoogroups.com

To translate the posted material into your native/regional language,
please visit http://translate.google.com/

Like us on facebook: amdavadi amdavadi

.

__,_._,___

No comments:

Post a Comment